Wednesday 21 June 2023

VSSM have made a determined effort to empower these women in a different way...

Mittal Patel meets nomadic women to expand their buisness

How to save money is an integral part of improving the living standard of a person. For the economically poor it is very difficult to save , almost impossible. They do not have enough for their daily sustenance. But there are some who do manage to save small sums. The saved money does support them in time to come.

We have given small loans to about 6700 families for doing independent business. Most of them are now on their legs. Men & Women both are given loans. But the percentage of women was less.

Women know how to do business but they are afraid of thinking big. They think very small. We decided to empower them to think bigger. This year we made small groups of these women (mandal).

We explained to them how they can grow their business. We then gave them a loan to expand their business and grow faster. So far we have created 65 saving groups. We want to make 300. Our team is determined to achieve this target by the end of the year.

Recently I met 2 groups of Women in Dungasara village in Banskantha District. We had given them a loan of Rs 10,000/- each which they have repaid fully. They sell cosmetic products. We feel that Rs 10,000 is too less but it is difficult to imagine that they did a decent turnover out of this loan of Rs 10,000/-  Now they have got confidence to take a bigger loan and wish to buy products from Ahmedabad Warehouses. 

Our volunteer Shri Ishwarbhai stands by these families who have borrowed from us.  Shri Bhagubhai gives selfless service in this work. It is because of dedicated people like them that we are able to set ambitious targets and achieve them. All our borrowers are honest . Our sole intention is that all should be happy in life. 

Moreover, all these women who are a part of the savings group have started to save.

We have made a determined effort to empower these women in a different way & we wish that we will achieve success in it. 

For these we are extremely thankful to the Jewelex family, Dr K R Shroff foundation & Fine Jewellery. .  

 પૈસો કેવી રીતે વાપરવો તેની બચત કેવી રીતે કરવી તે શીખવું અગત્યનું છે. સામાન્ય રીતે આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોમાં આમ તો એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતિ. પણ એવામાંય બચતનો ગુણ વિકસાવે તો ગાડી ધીમી ગતિએ પણ આગળ વધવા માંડે એ નક્કી. 

અમે 6700 થી વધુ પરિવારોને તેઓ સ્વતંત્ર ધંધા કરતા થાય તે માટે લોન આપી આ બધામાંથી મોટાભાગના હવે બે પાંદડે થયા. આમ તો લોન લેવામાં ભાઈઓ અને બહેનો બેઉ હતા. પણ બહેનોનું પ્રમાણે થોડું ઓછુ હતું. જો કે ધંધો એ કરી જાણે પણ નાનુ નાનુ વિચારે.

અમે આ વર્ષે એક સંકલ્પ ધંધો કરવાની ખેવના રાખનાર બહેનોના બચત મંડળ બનાવી તેમને ધંધો વધારવા અથવા નવો ધંધો વિકસાવવા લોન આપવાનું નક્કી કર્યું. અત્યાર સુધી 65 બચતમંડળ બન્યા. આ વર્ષે 300 બચતમંડળ કરવાનો નિર્ધાર છે. અમારી ટીમ પણ એ માટે કટીબદ્ધ છે. 

હમણાં બનાસકાંઠાના ડુંગરાસણગામમાં બજાણિયા બહેનોના બે બચતમંડળને મળી. આ બહેનો શૃંગારપ્રસાધનો વેચે. અમે એમને 10,000ની લોન આપેલી. એ ભરપાઈ થઈ ગઈ. આપણને લાગે દસહજારની લોનમાંથી તે વળી શું વળે. પણ તમને કલ્પના પણ ના આવે કે આવડી નાની રકમમાંથી બહેનોએ સારુ એવું ટર્નઓવર કર્યું. હવે થોડી મોટી લોન લઈને તેઓ અમદાવાદ ટંકશાળથી શૃંગાર પ્રસાધનો ખરીદવા ઈચ્છે છે. 

અમારા કાર્યકર ઈશ્વરભાઈ આ પરિવારોની પડખે સતત. શિહોરીમાં રહેતા અમારા કાંગસિયા સમાજના આગેવાન ભગુભાઈ પણ આ કાર્યમાં નિસ્વાર્થ મદદ કરે .. આ બધા છે એટલે જ આવા લક્ષાંક નક્કી કરી તેને પાર પાડી શકીએ છીએ. 

એમનો વ્યવહાર એટલો સારો છે એટલે લોન તો આપીશું જ. મૂળ એ બધા સુખી થાય એતો અમારી પણ ભાવના.

વળી આ બચતમંડળ સાથે સંકળાયેલી બહેનો માસીક બચત કરતી પણ થઈ ગઈ છે.

એક નવો સંકલ્પ કર્યો છે બહેનો સાથે જુદી રીતે કાર્યનો બસ એમાં સફળ થઈએ એમ ઈચ્છીએ.

આ કાર્ય માટે જવેલેક્ષ પરિવાર, ડો.કેઆરશ્રોફ ફાઉન્ડેશન અને ફાઈન જ્વેલરીની મદદ મળી રહી છે એ માટે એમના આભારી છીએ... 



Mittal Patel meets loanee who took interest free loan from
VSSM to sell cosmetic products

Mittal Patel meets 2 groups of Women in Dungasara village

Mittal Patel discusses women empowerment

Mittal Patel with the nomadic women for Savings Group


No comments:

Post a Comment