Wednesday 21 June 2023

VSSM fullfills the dream of Rajubhai...

Mittal Patel meets Rajubhai to see his house

" It is not possible to walk such long distances. Why dont you buy a Activa (Scooter) to do business ?

I am afraid of scooters. 

You can make it a three wheeler.

I am still afraid of it.

You were fearful of doing business too.  But now you are not. Isn't it ?

Yes.. Business I could do and it grew also over time and I was able to get a house also. I had never dreamt of staying in a proper house.

For both my children, I have a room for each of  them to live when they grow up.. This happened only because of your help & support"

This was our conversation with Rajubhai from Dungrasan Village in Banaskantha. He said this happily, showing us his house. We had only given him  a loan. He gives credit to us because he is a man with immense gratitude.

We  gave him courage & moral support.

It was he who managed the rest of the things.

He started cutlery business with a loan on which he had to pay 10% interest. No saving was possible after allocating a small sum towards the house.  He came to know that VSSM gives loans. He asked for a loan of Rs 10,000/-.

After evaluating we gave him what was possible. His dealing with us was also very clean & straightforward..

He stayed in a house made of mud.. Our volunteer Shri Ishwarbhai helped him get a plot and financial aid of Rs 1.20 lakhs from the Government. However, this was not sufficient to build a concrete house. We at VSSM gave him a loan of Rs 50,000/-.

He used the loan partly for the house & partly for his business. From his business he started putting money for the construction of house.. On his strength of hard work  he is now getting his house ready.

Rajubhai's both the sons stay & study at our hostel. He says it is because of VSSM that he has become happy.

He always used to invite me to see his house. When I went to Banaskantha, I went to his village Dungrasan to see his house. It gave me immense pleasure to see his house. 

Owning a house gives lot of pride. He was happy now that he had a house..

I wish he buys Activa scooter and grows his business

We are happy that through our well wishers we could help Rajubhai in having a house.

Our only wish is that let all who are without houses have their own houses soon. 

'તમે એક્ટીવા લઈને ધંધો કરો. આમ પગપાળા ઝાઝુ ન ફરી શકાય..'

'પણ મને બહુ બીક લાગે..'

'એક્ટીવા ત્રણ પૈડા વાળુ કરાવી લો?'

'તો પણ મને બીક આવે..'

'બીક તો તમને ધંધો વધારવામાંય આવતી. પણ એ થયું ને?'

'હા ધંધોય વધ્યો ને આ ઘર પણ થયું. જો કે મે ક્યારેય કલ્પના નહોતી કરી મારા આવા ઘરની. મારા બે છોકરાં મોટા થશે તો બેયને એક રૃમનું ઘર આપી શકુ એવું થઈ ગયું. પણ તમે મદદ ન કરી હોત તો આ બધુ થવું અસંભવ હતું.'

બનાસકાંઠાના ડુંગરાસણના રાજુભાઈએ હરખાઈને પોતાનું ઘર બતાવતા આ કહ્યું. રાજુભાઈને અમે તો લોન જ આપેલી પણ એમનો કૃતજ્ઞતા ભાવ ઘણો. એટલે સઘળો જશ અમને આપે. અમે તો હીંમત આપવાનું કરેલું. બાકી મુખ્યકામ તો એમણે જ કર્યું.

દસ ટકાના વ્યાજે પૈસા લઈને એ કટલરી વેચવાનું કરતા. આમાં ઘર જોગુ નીકળતું બાકી બધુ વ્યાજમાં જતું. આવામાં ભેગું કરવાનું તો સંભવ જ નહોતું. VSSM ધંધા માટે લોન આપે એવી એમને ખબર પડી ને એમણે દસ હજાર માંગ્યા. અમારે આપવાના જ હોય તે આપ્યા ને રાજુભાઈએ વ્યવહાર પણ સરસ જાળવ્યો.

રાજુભાઈ કાચા માટીના ઘરમાં રહે એમની પાસે પાક્કુ ઘર નહીં. પ્લોટ ને મકાન સહાય મળે તે માટે અમારા કાર્યકર ઈશ્વરભાઈએ મદદ કરી ને પ્લોટ મળ્યો ને મકાન સહાય પણ મળી ગઈ. પણ 1.20 લાખમાં ઘર ન થાય એટલે બીજા 50,000 લોન પેટે એમણે લીધા. થોડા ધંધામાં નાખ્યા થોડા ઘરમાં ઉમેર્યા. ધંધામાંથી વકરો થયો એ પણ ઘરમાં નાખતા ગયા. આમ સ્વબળે ફોટોમાં દેખાય એવું સરસ મજાનું ઘર એમણે બાંધી રહ્યા છે.

રાજુભાઈના બે દિકરા પણ અમારી હોસ્ટેલમાં ભણે. રાજુભાઈ કહે, VSSM ના પ્રતાપે હું સુખી થઈ ગયો...

રાજુભાઈ જ્યારે મળે ત્યારે મારુ ઘર જોવા આવો એવું કહે તે ખાસ બનાસકાંઠા ગઈ ત્યારે એમના ગામ ડુંગરાસણમાં એમનું ઘર જોવા ગઈ. જોઈને રાજી જ થવાય. સુખી થવાના કેટલાક સોપાનોમાંનું એક ઘર પણ છે. હા એ હજુ એક્ટીવા વસાવે તેવું પણ કરવું છે. જેથી ધંધો વધે...

બસ ઘરવિહોણા તમામ પરિવારો ઘરવાળા થાય એવી શુભભાવના... ને રાજુભાઈને અમારા શુભેચ્છક સ્વજનો થકી મદદ કરવામાં નિમિત્ત બની શક્યાનો રાજીપો.. 

#MittalPatel #vssm #livelyhood #AatmanirbharBharat #BigDreamAchiever



Rajubhai took loan from VSSM to built his house

Rajubhai took interest free loan from VSSM out of
which partly he uses for his buisness and partly to built his
house

Rajubhai built his house with the help from VSSM


No comments:

Post a Comment