Thursday 23 December 2021

VSSM's Swawlamban program brings joy to thousands of individuals like Ramzanbhai...

Ramzanbhai with his new rickshaw came to meet Mittal Patel
and our Swawlamban team members Nisha and Bhargavbhai

I was into forbidden occupations, but I fell in love with the person who changed my life forever. She got me addicted to hard work.

“If we don’t have food, we shall go hungry, but whatever we eat will be earned through our hard work. Money earned unlawfully drain the same way,” she would tell me.  Since that day, I have been pulling this paddle rickshaw.

It has been 15 years since that day, Ramzanbhai has been riding a rented paddle rickshaw ever since. The rent has increased from Rs. 10 to Rs.30.

VSSM’s Swavlamban team members Bhargavbhai and Nisha identified Ramzanbhai, who had ferried some goods to our office.  As usual, we inquired if the paddle rickshaw was his own, which he denied. 

“Would you like it if you could own a paddle rickshaw?” we asked Ramzanbhai.

“What is there not to like?” he responded. “But I do not have money for that!” he continued.

Bhargavbhai reached to meet the shop owner for whom Ramzanbhai ferried the most. We offered him a loan, to which he agreed immediately. But we had to know him better before proceeding any further. The owner decided to become his guarantor, and we offered him the loan to buy a paddle rickshaw.

Ramzanbhai reached straight to our office at Ramdevnagar after purchasing the rickshaw from Delhi Darwaja. He couldn’t thank us enough.

“My wife has called me 25 times; she is eagerly waiting for me to reach home. She wants to distribute jalebi in our neighbourhood now that we have our vehicle.” Ramzanbhai shared with cheer, his face reflecting a joy as if he owned a BMW!

“We hope that you won’t sell it off in case of financial emergency?” we asked.

“This was a desire, to own my rickshaw. The household expenses never spared any money, and I could never save enough to buy even a paddle rickshaw. Now I will follow your advice and save Rs. 1000 a month. I will treat this as a rented rickshaw and deposit Rs. 40 into the piggy bank I have bought. The rickshaw is the first property I have bought; I still have to purchase much more. I also want to be clean in my financial relationship with you to trust me further. I want to buy a house, and only if I have your trust will you support me. Who supports the way you have!”

Ramzanbhai was reeling under immense joy. It sure was infectious.

We are grateful to all our friends and well-wishers who help us bring joy to thousands of individuals like Ramazanbhai.

મારા ધંધા ખરાબ હતા પણ જીવનમાં કોઈ એવું આવી જાય જે તમારુ જીવન બદલી નાખે બસ એક વ્યક્તિને પ્રેમ કર્યો ને એણે મને મહેનતના રવાડે ચડાવ્યો. એ કહેતી, ઓછુ મળે તો ઓછુ ખાવાનું પણ મહેનતનું ખાવાનું. હરામનું હરામના રસ્તે જ જાય.. 

જે દિવસે એણે આ સમજાવ્યું એ દિવસે પેડલરીક્ષા પકડી તે આજ સુધી એના પર જ નભુ છું. 

15 વર્ષથી ભાડે પેડલરીક્ષા ચલાવતા અમદાવાદના રમઝાનભાઈએ આ કહ્યું. પહેલાં દસ ને હવે ત્રીસ રૃપિયા ભાડે એ રીક્ષા લાવે. 

VSSM ની સ્વાવલંબન ટીમમાં કાર્યરત ભાર્ગવભાઈ તેમજ નિશાએ રમઝાનભાઈને શોધી કાઢ્યા. એ કોઈનો સામાન ભરવા અમારા ત્યાં આવ્યા ને ટેવ પ્રમાણે આ પેડલરીક્ષા તમારી છે નો સવાલ પુછ્યોને એમણે ના કહ્યું.પોતાની રીક્ષા થાય તો ગમે? 

રમઝાનભાઈએ કહ્યું કેમ ન ગમે.પણ મારી પાસે પૈસા નથી. અમે લોન આપવા કહ્યું. એમણે તુરત હા પાડી. પણ પ્રશ્ન હતો અજાણ્યા વ્યક્તિનો. ભાગર્વભાઈ તો પહોંચ્યા રમઝાનભાઈ જે દુકાનનો મહત્તમ સામાન ભરે એમના ત્યાં. દુકાન માલીકે રમઝાનભાઈના જામીન ભર્યા ને અમે પેડલરીક્ષા માટે લોન આપી.

એમણે પેડલરીક્ષા ખરીદીને સીધા દિલ્હી દરવાજાથી રામદેવનગર અમારી ઓફીસ આવ્યા.. આભાર માનવા..

હરખથી કહે, મારી ઘરવાળી દિવસના પચીસ ફોન કરી ચુકી ક્યારે આવશો ક્યારે આવશો... તે હવે ઘેર જઈશ ને મહોલ્લા આખામાં જલેબી બાટીશ.. મારે ઘરનું સાધન થઈ ગ્યું.

જાણે બીએમડબલ્યુ ખરીદી હોય એવી ખુશી એમના ચહેરા પર હતી. 

જરા હાસ્ય સાથે ઘરમાં તકલીફ આવશે તો વેચી તો નહીં નાખો ને એવું પુછ્યું તો કહ્યું. આ તો તમન્ના હતી. પણ ખર્ચા એટલા બધા કે આ ખરીદવાની તાકાત જ ન થઈ. પણ હવે તમે બધાએ શીખ આપી તે મહિનાના 1000 બચાઈશ. 

મૂળ ભાડાની જ છે એમ માનીને મે ગલ્લો ખરીદ્યો છે તે એમાં 40 નાખીશ... 

આ પેલી પ્રોપર્ટી ખરીદી હજુ આગળ ઘણું લેવું છે. તમારી સાથે વ્યવહાર પણ સરસ રાખવો છે મૂળ મારે ઘર લેવું છે. મારો વ્યવહાર સારો હશે તો તમે મદદ કરશો નહીં તો કોણ કરે...

રમઝાનભાઈના મોંઢા પર અપાર આનંદ હતો એ સુખી તો અમેય સુખી....

આ કાર્ય માટે મદદ કરનાર સૌ પ્રિયજનોનો આભાર... 

તેમની મદદથી જ આવા હજારો પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું થઈ શકે છે.

#MittalPatel #vssm

Monday 20 December 2021

Lilaben shared from personal experience the importance of giving up the deadly addiction to gutka/tobacco ...

Mittal Patel with Subhashbhai and Lilaben

Subhashbhai and Lilaben are residents of Ahmedabad’s Shahpur locality. Subhashbhai sells plasticware to make living while Lilaben is a homemaker.

Subhashbhai was addicted to gutka and pan masala so much that even Lilaben’s  insistence could not convince him to give up the addiction. “I don’t feel hungry, I feel blotted, cannot focus on work…” he would reason out and find an excuse to continue eating gutka.  Then came a time his body gave in to the addiction, Subhashbhai was diagnosed with mouth cancer. Lilaben  ran pillar to post for his treatment, months of treatment saved Subhashbhai’s life, but his physical capabilities deteriorated drastically.

Lilaben took up of responsibility of earning for the family, by taking up chores of a domestic help in surrounding residential colonies. While the parents managed to make two ends meet, the sons decided to lead independent lives. As years passed Subhashbhai gained strength and could think of coming back to work. The money Lilaben earned was barely enough to meet their needs, the couple lacked capital to restock the goods and start their business.

VSSM learned about their condition and decided to loan them Rs. 10000 from which Subhashbhai bought goods and began selling them through a rented paddle rickshaw. We asked them to buy a rickshaw so that he saves the daily rental. “I will take a loan after I begin earning well, cannot afford to take too much for free!!”

The addiction to gutka ruined our life, we are required to start afresh. Lilaben shared from personal experience the importance of giving up the deadly addiction to gutka/tobacco in the video clip shared here.

We wish this couple all the best in life and are grateful to all of you for your continued support.

સુભાષભાઈ અને લીલાબહેન અમદાવાદમાં શાહપુુર વિસ્તારમાં છાપરુ બાંધી રહે. પ્લાસ્ટીકના તગારાં વેચવાનું સુભાષભાઈ કરે ને લીલાબહેન ઘર સંભાળે. 

સુભાષભાઈને માવા મસાલા ખાવાની જબરી લત. લીલાબહેન ઘણું ના પાડે પણ વ્યસન કરનાર માણસના બહાના પણ જબરા. ના ખવું તો પેટમાં ગેસ થાય, માથુ ચડે, કામની સુઝ ન પડે વગેરે વગેરે.. આખરે તબીયતે જવાબ આપી દીધો. મોંઢાનું કેન્સર થયું. લીલાબહેને ઘણા દોડા કર્યા. સિવીલમાં મહિનાઓની સારવાર પછી સુભાષભાઈ બચ્યા. પણ તબીયત નરમ થઈ ગઈ. કામ કરી શકવાની જાણે ક્ષમતા જ ન રહી. 

લીલાબહેને સોસાયટીમાં વાસણ, કચરા પોતાના કામ શરૃ કર્યા. દિકરા ખરા પણ એ જુદા રહેવા જતા રહ્યા. આમ હુતો હુતી હખેડખે ચલાવે. 

સુભાષભાઈની તબીયત ઠીક થઈ. કામ કરવાની ધગશ જાગી પણ તબકડાં, ડોલ, ટબ ખરીદવા પાસે મૂડી નહીં. લીલાબહેન પેટ જોગુ કમાઈ લેતા આમાં બચતનો તો પ્રશ્ન જ નહોતો. 

અમારા ધ્યાને આ બેઉની સ્થિતિ આવી. VSSM એ દસ હજારનો ફોટોમાં દેખાય એ સામાન લઈ આપ્યો. પેડલ રીક્ષા એ દૈનિક 30 રૃપિયા ભાડેથી લાવે ને એના ઉપર સામાન લાદી વેચવા ફરે. અમે ભાડાની જગ્યાએ પોતાની પેડલ રીક્ષા ખરીદી આપવા અંગ કહ્યું તો એમણે કહ્યું, 

એક વખત ફેર કમાતો થાવું પછી લોન આપજો પેડલ ખરીદવા. મફતનું વારે વારે ન લેવાય...

સામાન લઈને નીકળી રહેલા લીલાબહેને પોતાની જીંદગી માવા મસાલાએ બગાડી. પોતાને ફરી એકડ એકથી શરૃ કરવાનું થયું પણ અન્યોની સાથે આવું ન થાય તે માટે વ્યસન ત્યજજોનું ખાસ વિડીયો ક્લીપમાં કહ્યું...

બેઉ સુખી થાય એવી ભાવના....

ને આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર...

#MittalPatel #vssm

Thursday 9 December 2021

VSSM has provided tools to nomadic community under its tool support program...

Rasikbhai Saraniya shares his experience to Mittal Patel

VSSM provided handcart to Varshaben under its tool
support program

En route to Surendranagar via Dhrangadhra, we spot Rasikbhai on a bicycle. Rasikbhai Saraniya is one of the 35 recipients of hamry fitted bicycle VSSM has provided to individuals from Saraniya community under its tool support program.

Rasikbhai’s narration of the difference the tool fitted bicycle has made in the lives of these individuals made us realise the impact the support has made.

“We could barely cover 2-3 villages with the heavy Saran loaded on our shoulders; the private transport fellows would never allow us into their vehicles. In the villages, dogs would chase us. It was like harassment, but sharpening knives is our traditional occupation; we lack other skills. Hence,  we have no choice but to continue practising it. However, after you gave us hamry fitted bicycles, we can cover 40 kilometres in a day and earn at least Rs. 500 to 600 daily. And neither do we worry about being chased by dogs.

Just like Rasikbhai and his fellow community men, we could also bring a positive change in the life of Varshaben, who rented a handcart to ferry and sell water across the shops. Varshaben lacked funds to buy her handcart. VSSM, with the support of its well-wishers, gave Varshaben a handcart, saving her Rs. 25 of daily rent.

The change experienced by these Rasikbhai, Varshaben and others proves the little help goes a long way…

અમે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ને વચમાં એકદમ રસીકભાઈ સાયકલ સાથે દેખાણા. અત્યાર સુધી ખભા પર સરાણ લઈને પગપાળા ફરનાર રસીકભાઈને થોડા દિવસ પહેલાં જ અમે સાયકલ આપેલી. દોઢસો બસો કમાનાર વ્યક્તિના જીવનમાં એક સાયકલ કેવો બદલાવ લાવી શકે તે રસીકભાઈએ કહ્યું ત્યારે ખ્યાલ આવ્યો.  

અમે ખભે સરાણ લઈને એકાદ બે ગામ માંડ ફરતા. રીક્ષાવાળા બેસાડે નહીં ને બેસાડે તો બમણું ભાડુ લે, ગામમાં જઈએ તો કુતરા વાંહે થાય. બહુ હેરાન થતા પણ છરી ચપ્પુની ધાર કાઢવાનો અમારો પરંપરાગત ધંધો. એ સિવાયનું કશું આવડે નહીં. એટલે હખેડખે એ કરે રાખતા. પણ તમે આ સાયકલ માથે હેમરી ફીટ કરી આપી તે હવે 40 કી.મી.નો પ્રવાસ કરવામાંય વાંધો નથી આવતો. 500 - 600 તો આરામથી કમાઈ લઉ છું. હવે કુતરા કે ગાયોની બીકેય નથી.

અમે રસીકભાઈ ને તેમના જેવા અન્ય 35 સરાણિયાઓને સાયકલ પર હેમરી ફીટ કરી આપી ને તેમનું જીવન બદલાયું.આજ રીતે સુરેન્દ્રનગરમાં રહેતા વર્ષાબેનનું જીવન પણ બદલાયું. એ ભાડેથી લારી લાવી તેના ઉપર પાણી ભરીને દુકાનોમાં વેચતા. પોતાની લારી ખરીદવાની આર્થિક સગવડ નહીં. VSSM સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદ લારી આપી...હવે વર્ષાબેનને નિરાંત છે ને 25 રૃપિયા બચે છે...નાનકડો પ્રયાસ કોઈના જીવનમાં કેવો ફેર પાડી શકે તે આ બધાને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે..

#MittalPatel #vssm

Tuesday 30 November 2021

VSSM became instrumental in bringing joy to Varshaben...

Mittal Patel meets Varshaben Chuvadiya Koli 

Varshaben Chuvadiya Koli , stays in a small shanty with her parents and brothers. After a dispute with her husband, she walked out of his house and returned to her parents’ home. Varshaben now wishes to spend her life in the service of her parents. She does not want to be a burden on her parents therefore,  she sells water to make her living. After hiring a handcart for Rs 25 she loads them with water-filled drums and sets out to sell water to make a daily living of Rs 100 -150.

VSSM’s Bhargavbhai learnt about Varsha’s condition. Since the family is very poor,  we decided that instead of offering a loan we directly help Varshaben and buy her a  handcart.

Varshaben is a self-respecting woman. During the lockdown, VSSM offered ration kits to numerous families and Varshaben was one of them,the lockdown continued for longer than expected. Next time the VSSM team approached the family to allot ration kit Varshben refused to accept saying they have managed for food and it would be better if the kit is given to anyone who needs it more. Such profound understanding. She was delighted to see a handcart at her doorstep. And we were happy to be instrumental in bringing this joy to Varshaben.

We are grateful for the support extended by Sushri Upmaben Shah, Shri Mulkesh Shah, Sushri Vandana and Vikram Gandhi and our very respected Krishnakant Mehta and Indira Mehta.

The pictures share the rented handcart loaded with water drums as well as the new hand cart.

વર્ષાબહેન ચુંવાળિયા કોળી...

સુરેન્દ્રનગરમાં નાનકડા ઘરમાં માતા-પિતા અને ભાઈઓ સાથે રહે.. લગ્ન થયેલા પણ ત્યાં તકલીફ થઈ તે બધુ છોડી પિયર આવી ગયા. હવે મા-બાપની સેવામાં જીવન કાઢવું છે તેવું એ કહે. 

મા-બાપ ઉપર બોજ ન બનવું પડે તે માટે એ પાણી વેચવાનું કામ  કરે. 

દૈનિક 25 રૃપિયા ભાડેથી એ લારી લાવે ને એના ઉપર પાણીના ડ્રમ ભરી સુરેન્દ્રનગરની બજારમાં વેચે. દિવસના 100 - 150 મળી જાય. પણ ભાડામાં 25 જતા રહેતા. 

અમારા કાર્યકર ભાર્ગવભાઈને આ ખ્યાલ આવ્યો. ઘરની સ્થિતિ એવી સારી નહીં એટલે લોન કરતા મદદ કરવી વધારે ઊચીત લાગી ને ફોટોમાં દેખાય એ લારી અમે આપી...

પણ એમની ખુદ્દારી જબરી. ભાગર્વભાઈ કહે, કોરોનાના લીધે લોકડાઉન આવ્યું તે વેળા અમે એક રાશનકીટ આપી. એમણે એ લીધી. પણ પછી લોકડાઉન લાંબુ ચાલ્યું અમે બીજી વાર કીટ આપવા ગયા તો એમણે ના પાડી અને કહ્યું, હાલ પુરતી વ્યવસ્થા થઈ ગઈ છે. બીજા જરૃરિયાતવાળાને આપો.. 

આવી સરસ સજમણ.... 

લારી જોઈને વર્ષાબહેન રાજી... ને એમને જોઈને નિમિત્તનો અમને પણ.....

ફોટોમાં એમની ભાડાની લારી પાણીના ડ્રમ સાથે ને નવી લારી પણ...

#MittalPatel #vssm


Varshaben with her rented handcart loaded with drums and
new handcart given by VSSM


Sunday 24 October 2021

VSSM's interest free loan helped Lakshmanbhai's life back on track...

Mittal Patel meets Laksdhmanbhai 

We were on our way to meet the Saraniya families living in Amreli’s Savarkundla. “Ben, we have to meet Lakshmanbhai Chuvadiya Koli,” said Rameshbhai, my team member, tells me when we cross Hamapur village on our way. 

We decided to stop at the village where Lakshmanbhai arrived on a bicycle to meet us. Both, Lakshmanbhai and his wife are differently-abled. But while watching him ride his bicycle, one cannot make out that he had issues with his leg.  

Lakshmanbhai tutored children in his village to earn a living. However, the pandemic took a toll on his student strength and most withered away. A self-respecting man, Lakshmanbhai did not like stretching his arms for help. Rameshbbhai was aware of his deteriorating financial condition. We asked him to start some venture for us to help him with an interest-free loan. Lakshmanbhai decided to open a grocery store at his home. VSSM offered a loan of Rs. 15000, and his life was back on track. 

“After I learnt that you were to pass through the village, I have been waiting for you since morning,” he tells me warmly. 

Lakshmanbhai’s son stayed in our hostel and completed his 12th grade. Currently, he is pursuing a BSc IT degree from Ganpat University. Given the family’s economic health, VSSM has been supporting his fees. 

“ Once my son gets employed, we will pay back every penny of the support you have given me. We cannot keep the money received in charity!” he shares. 

Lakshamnbhai insisted we visit his house, but had to refuse the invite as we were stretched on time. We showered our best wishes on Lakshmanbhai, and we continued for Savarkundla

અમરેલીના સાવરકુંડલામાં રહેતા સરાણિયા પરિવારોને મળવા અમે જઈ રહ્યા ત્યાં વચમાં હામાપુરગામ આવ્યું. 

અમારા કાર્યકર રમેશભાઈ કહ્યું, બેન લક્ષ્મણભાઈ ચુવાળિયા કોળીને આપણે મળવાનું છે.

અમે ગામના પાદરે વાહન રોક્યુ ત્યાં સાયકલ પર લક્ષ્મણભાઈ આવી પહોંચ્યા. સાયકલ ચલાવતા લક્ષ્મણભાઈને જોઈને લાગે નહીં કે એમને પગમાં તકલીફ છે. માંડ ચાલી શકતા લક્ષ્મણભાઈના પત્ની પણ વિકલાંગ..

ગામમાં ટ્યુશન કરીને પરિવાર પેટિયું રળે. પણ કોરોના આવ્યા ધીમે ધીમે ટ્યુશન છુટવા માંડ્યા. કોઈ સામે હાથ લાંબો કરવો એમને ગમે નહીં. પણ રમેશભાઈ એમના સંપર્કમાં તે એમને ખ્યાલ આવ્યો. લક્ષ્મણભાઈને પોતે કોઈ નવો વ્યવસાય કરી શકે તો અમે મદદ કરીએનું કહ્યું ને એમણે ઘરમાં જ કરિયાણાની દુકાન કરવાની વાત કરી. એ પછી 15000નો સામાન અમે ભરાવી આપ્યો ને એમની ગાડી નીકળી પડી.

હું એમના ગામમાંથી નીકળવાની છું આવી ખબર પડી તે સવારથી તમારી રાહ જોવું છુ બને એવું એમણે ભાવથી કહ્યું..

લક્ષ્મણભાઈનો દીકરો અમારી હોસ્ટેલમાં બાર ધોરણ ભણ્યો. હવે અમે એને BSC IT ભણવા ગણપત યુનિવર્સીટીમાં દાખલ કર્યો. પિતાની ફી ભરી શકે એવી સગવડ નહીં તે અમે ત્યાં પણ તેના નિભાવ અને ભણવાના ખર્ચમાં મદદ કરીએ..

લક્ષ્ણભાઈ કહે, 'મારો દીકરો ભણી નોકરીએ લાગે પછી VSSMએ કરેલી બધી મદદ મારે પાછી દેવાની હો બેન.. ધર્માદાનું અમને નો ખપે..'

કેવી ઉમદા ભાવના.....

લક્ષ્મણભાઈનો ઘણો આગ્રહ પોતાના ઘરે આવવાનો પણ સમયના અભાવે એ ન થયું પણ ગામના પાધરે એમની સાથેનો ફોટો તો લીધો જ...

લક્ષ્મણભાઈને સુખી થાવ તરક્કી કરોની શુભેચ્છા આપી અમે આગળ વધ્યા...

#MittalPatel #vssm

Sunday 17 October 2021

VSSM, with the support it receives from its well-wishing friends, has been constantly working for the upliftment of the poorest of the poor families of our country...

Mittal Patel with Ashaben Devipujak

VSSM, with the support it receives from its well-wishing friends, has been constantly working for the upliftment of the poorest of the poor families of our country.

 Recently when we were in Surendranagar we especially met with Ashaben and Kiranbhai Devipujak. Kiranbhai is a vegetable vendor, the family lives in a small shanty. The couple had dreams of educating their children well and raising them in good surroundings. But that was not to be as it they could not afford the rentals the pucca houses demanded. 

 

Ashaben could venture into selling bed sheets, blankets but lacked funds. Kiranbhai knew VSSM’s Harshadbhai, he requested a loan from VSSM. The Rs. 30,000 loan we sanctioned helped Ashaben procure goods and set up her business. 

 

The family moved into a rented house, the children were also enrolled in a private school. All this was before the pandemic stuck. The prolonged lockdown slowed the economy, the couple had to spend their savings eventually, the financial difficulties required them to sell off their goods at whatever price they got.  

 

 Harshad proposed another loan for them, VSSM sanctioned Rs. 15000 that helped them save Rs. 10,000. With Diwali approaching, the couple requested another loan of Rs. 30,000 to help them build up their stock for the festive season. 

 

How could we refuse such a hard-working and determined couple? On their insistence, I decided to go and meet them at their home. “We have already made a profit of Rs. 9000,” said the delighted couple. “we need to save as much as we can for the construction of our house.” Kiranbhai shared. VSSM led efforts have been instrumental in the allotment of residential plots to this family. 

If we as a society can begin to see God in every poor, the world would be a better place. 

 

As Bapu’s favourite prayer rendition goes… “Sab ko Sanmati de Bhawan”

ગાંધીજી કહેતા, કોઈ પણ કાર્ય કરતા પહેલાં એ કાર્યથી છેવાડે રહેનાર માણસને શું લાભ થશે તે વિચારવું ને પછી કાર્ય કરવું.. 

દરિદ્રનારાયણ સાથેના સેવા કાર્યો VSSM સાથે સંકળાયેલા આત્મીયજનો થકી સતત ચાલે.. 

હમણાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે આશાબહેન અને કિરણભાઈ દેવીપૂજકને ખાસ મળવાનું થયું. કિરણભાઈ શાકભાજી વેચે. છાપરાંમાં આ પરિવાર રહે. પણ બેઉની ઈચ્છા પોતાના બાળકો સરસ ભણે ને એમનો સારા વાતાવરણમાં ઉછેર થાય તેવી. પણ ઘર ભાડે લઈ શકાય તેવી આર્થિક ક્ષમતા નહીં.

આશાબહેન ચાદરો, ઓછાડ વેચવાનું કરી શકે પણ આ વેપાર કરવા પૈસા નહીં. અમારા કાર્યકર હર્ષદભાઈના સંપર્કમાં કિરણભાઈ ખરા. તે એમણે VSSMમાંથી લોન આપવા કહ્યું ને અમે 30,000 વગર વ્યાજે આપ્યા ને આશાબહેનનો ધંધો સરસ ગોઠવાયો. ઘર પણ ભાડે લઈ લીધું ને બાળકોને સારી નિશાળામાં ભણવા બેસાડ્યા. બધુ બરાબર ચાલતુ હતું ત્યાં કોરોના આવ્યો ને બચત ખતમ થઈ. પડેલો સામાન પણ જે મળે તે ભાવે કાઢવો પડ્યો. મૂળ ઘરમાં આર્થિક તંગી આવી માટે.

હર્ષદે વાત કરી અમે 15,000ની મદદ સામાન ખરીદવા કરી. જેનાથી એમને રાહત થઈ ને 10,000ની બચતેય થઈ. એ પછી એમણે બીજી 30,000ની લોન આપવા વિનંતી કરી. મૂળ ચાલીસ હજારનો સામાન લાવી શકાય ને સામે દિવાળી છે તો ધંધોય થશે તેવો તેમને વિશ્વાસ. 

કામ કરવાની ધગશ હોય તેને ના કેમ પડાય? અમે બીજી લોન આપી. 

આશાબહેન અને કિરણભાઈનો આગ્રહ હતો એટલે ખાસ તેમને મળવા તેમના ઘરે ગઈ. બેઉ રાજી હતા. 9000 નો નફો તો રળી લીધો બેન એવુ એમણે હરખાતા કહ્યું. તેમને VSSM ની મદદથી રહેવા પ્લોટ મળ્યો છે. બસ પ્લોટ પર સારુ ઘર બંધાય એ માટે બચતેય કરીશું એવું કિરણભાઈએ કહ્યું....

સમાજ આખો દરિદ્રનારાયણમાં ખરેખર ભગવાનને જોતો થઈ જાય તો સમાજમાં કોઈ તકવંચિત ન રહે તે નક્કી...

છેલ્લે બાપુ હંમેશાં ગાતા તે પ્રાર્થના... સબ કો સંમતિ દે ભગવાન...

#MittalPatel #vssm



Ashaben Devipujak

Mittal Patel meets Ashaben and Kiranbhai Devipujak during 
her visit to  Surendranagar


Monday 27 September 2021

We are extremely grateful to Krishnakant uncle and Indira auntie for the providing tools for earning dignified living to many such families...

Mittal Patel gives sewing machine to Zakirbhai and his wife 

A freak accident in 2012 had slit open Zakirbhai’s leg into two. 11 surgeries later, Zakirbhai still finds it difficult to remain standing after some time and walks with the help of a stick. The treatment required them to sell off the house they owned.

We appealed one of our well-wishers to help the family, providing ration kit was not a permanent solution.  We suggested they start a business, but before Zakirbhai could reply his wife spoke up, I don’t have a sewing machine. I work on someone else’s machine and the money  helps me meet the household expenses. If I have my own machine my income will increase.

Our dear Krishnakant Uncle and Indira Auntie immediately offered to support when they were briefed about Zakirbhai’s family.

At our office to collect the machine, Zakirbhai’s wife was in tears when she narrated their painful living condition after her husband’s medical emergency.  “We do not like to stretch our arms for help, but we do not have a choice!” she mentioned.

“Ben, can you get me a job of liftman, which I can do sitting on a stool.” Zakirbhai requested while leaving.

Do let us know if there are such work opportunities in Vatva.  

We are extremely grateful to Krishnakant uncle and Indira auntie for the providing tools for earning dignified living to  many such families.

May almighty grant happiness to one and all.

ઝાકીરભાઈને 2012માં અકસ્માત થયો ને એક પગ જાણે વચમાંથી ચિરાઈ જ ગયો. 11 ઓપરેશન થયા. માલિકીનું ઘર વેચાઈ ગયું. ત્યારે જતા લાકડીના ટેકે ચાલી શકે એવી સ્થિતિ થઈ. જો કે વધુ સમય માટે ઊભા રહેવું તો આજેય મુશ્કેલ.

આવા ઝાકીરભાઈને મદદ કરવા એક પ્રિયજને કહ્યું. રાશનકીટ એક બે વખત આપી પણ એ કાયમી ઉકેલ નહીં.

અમે એમને ધંધો કરવા કહ્યું. પણ ઝાકીરભાઈ કાંઈ જવાબ આપે તે પહેલાં તેમના પત્નીએ કહ્યું, મારી પાસે નથી. હું બીજાના ત્યાં જઈને સિલાઈ કામ કરુ છુ ને એનાથી ઘર ચલાવું મને પોતાનું મશીન મળે તો મારી આવક વધે. 

અમારા પ્રિય ક્રિષ્ણકાંત મહેતા અને ઈન્દિરા આંટીને વાત કરી ને એમણે તો તુરત આવા પરિવારોને મદદ કરવા હા ભણી. 

સિલાઈનું મશીન લેવા ઝાકીરભાઈ ને તેમના પત્ની ઓફીસ પર આવ્યા ત્યારે સ્થિતિની વાત કરતા કરતા તેમના પત્નીના આંખમાં ઝળઝળિયા આવી ગયા. 

માંગવું ગમે નહીં પણ સ્થિતિ એવી એટલે....

ઝાકીરભાઈએ જતા જતા, મને લીફ્ટમેનની નોકરી મળે કે બેઠા બેઠા થઈ શકે એવું કોઈ કામ મળે તો અપાવજો બેન એવું કહ્યું..

વટવામાં આવું કોઈ કામ હોય તો ચોક્કસ જણાવજો. 

આ અને આવા કેટલાય પરિવારોને આર્થિક રીતે બેઠા કરવા સ્વતંત્ર ધંધો કરી શકે તે માટે સાધન આપવા મદદ કરનાર ક્રિષ્ણકાંત અને આંટીનો આભાર...

કુદરત સૌને સુખી કરે એવી ભાવના...

#MittalPatel #vssm


Friday 3 September 2021

VSSM’s support helps Jayantibhai to expand his own buisness...

Mittal Patel meets Jayantibhai and his family

Jayantibhai of Patan’s Vijaynagar trades toys and hair accessories for human hair. Despite  working hard,  Jayantibhai did not make enough to be able to save and expand his business. VSSM provided an interest free loan of Rs. 20,000 to help Jayantibhai expand his business. Though not a huge amount, it was enough to provide confidence Jayantibbhai needed.

The capital helped him purchase more exchange worthy stuff and hold on to the collected hair to fetch better prices.

All these years the family did not have a proper home to stay,  but the growing opportunities to save money and support from in-laws along with government assistance helped him build a beautiful house.  Jayantibhai aspires to be a big businessman.

 “I will be achieve it if I have VSSM’s support!!” he confides. 

I am overwhelmed with the feeling of joy when I listen such warm words. I pray for their success and happiness always.

And thank you to our Shankarbhai for identifying deserving individuals like Jayantibhai.

જયંતીભાઈ પાટણના વિજયનગરગામમાં રહે.

ફુગ્ગા, બોરિયા બકલની સામે વાળ ભેગા કરવાનું એ કરે. એ મહેનતુ ઘણા પણ હાથમાં પૈસા નહીં એટલે ધંધો વધારી ન શકે.

અમે 20,000ની રકમ વગર વ્યાજે આપી. આમ તો આ રકમ કાંઈ બહુ મોટી નથી પણ આપણને મોટી ન લાગતી આ રકમે જયંતીભાઈને હીંમત આપી. 

આ રકમમાંથી એ હોલસેલમાં બોરીયા બકલ લાવ્યા ને વાળનો જથ્થો પણ ભાવતાલ કરી શકાય તેટલો ભેગો કર્યો પછી વેચ્યો એટલે પૈસા સારા મળ્યા.

એમની પાસે રહેવા સરખુ ખોરડુ નહીં. ધંધામાંથી બચત થવા માંડી. થોડી એમના સાસરિયાએ મદદ કરી, સાથે સરકારી સહાય મળી તે જુઓ એ કેવું સરસ ઘર બાંધી રહ્યા છે. 

પોતાને મોટા વેપારી થવાનું સ્વપ્ન છે. એ કહે છે, VSSM સાથે હશે તો હું એ કરી શકીશ..

જ્યારે લોકો પાસેથી આ બધુ સાંભળુ ત્યારે રાજી થવાય. કુદરત તેમને બરકત આપે એવી પ્રાર્થના.. 

ને જયંતીભાઈને શોધનાર અમારા કાર્યકર શંકરભાઈને ધન્યવાદ..

#MittalPatel #vssm



Jayantibhai trades toys and hair accessories for human hair

Mittal Patel with Jayantibhai

Jayantibhai build new house from his savings and support 
from his in-laws along with government assistance


Tuesday 24 August 2021

VSSM with support from YVO, is providing livelihood goods to Pratapbhai who have lost the earnings of the family to Covid-19...

Mittal Patel meets Pratap during her visit to Tramba

 “Ben, I promise to be  back to my good old days in the next six months…”

Pratap resides in Rajkot’s Tramba. Like most, Pratap could not escape the second wave of Covid 19; after 28 days of hospitalisation at Dharpur he was left with severely weak lungs. The entire episode had shattered him physically as well as mentally. 

During his Covid illness, VSSM remained in constant touch with Pratap as well as his treating doctors. Pratap defeated the virus, but the fear that he might not survive without oxygen support stayed in his mind. To calm his state of mind, the doctors asked him to go home with oxygen support. Pratap however, refused to leave the hospital. We tried to explain the situation to him, convince him,  but he refused to go back home. One day,  I had to reprimand him over the phone and order him to take immediate discharge from the hospital. I asked our Mohanbhai to make arrangements to bring him home along with oxygen support.

Finally,  he did get up from his bed but he continued to complain of breathlessness and weakness both of which were true. His wife took good care to ensure he recovers well. VSSM’s Kanubhai and Chayaben are great friends with Pratap, they would visit him daily and boost his confidence.  

Gradually,  he gained his health back but the illness drained him financially.

Pratap was into the business of plastic retail, the loans VSSM provided had helped him expand his business. He would buy goods at wholesale rates and retail to small vendors. The income was good and so were his savings. He had plans to buy a Bolero car to increase his outreach. But Covid had messed up his calculation.

The family had reached a stage where they had no food in the house. Pratap never accepted charity, “I can never digest charity,” he would tell us with great dignity. But the situation was such that he had no choice but to accept charity.

Our Krishnakant uncle and Indira aunty supported his treatment and recuperation.

Once Pratap regained his health and confidence his desire to repair his business also increased. “How to begin?” was the question that troubled him. He had no courage to request a loan. But,  we were aware of his condition. With support from YVO, we asked him to stock his goods from a new loan of Rs. 25,000.

“Ben, I used to buy goods in lacs. How will this much suffice my need?” he tells me when I was in Tramba.

I shared examples of individuals like him who had worked their way up from scratch.

“I promise to reach my earlier glory in the next six months!” he told me after my pep talk.

We were delighted to hear that. Apart from the support, Pratap needed someone to push his courage, our conversation proved to be it….

'હું છો મહિનામાં પહેલાં જે સ્થિતિએ હતો એ સ્થિતિએ ફેર પહોંચી જઈશ બેન..'

પ્રતાપ રાજકોટના ત્રાંબામાં રહે. કોરાનાની બીજી લહેરેમાં એ કોરોનામાં પટકાયો. 28 દિવસ પાટણની ધારપુર હોસ્પીટલમાં રહ્યો. ફેફસા સાવ નબળા પડ્યા. માનસીક રીતે ભાંગી પડ્યો. 

એના ખબર તો રોજ પુછીએ સાથે ડોક્ટર સાથે વાત પણ કરીએ.  કોરોનાથી એ મુક્ત તો થયો પણ મનમાં ઓક્સીજન કાઢશે તો નહીં બચુ એવો ભય ધુસી ગયેલો. ડોક્ટરે ઓક્સિજનની વ્યવસ્થા સાથે ઘરે લઈ જવા કહ્યું.

પણ પ્રતાપ હોસ્પીટલમાંથી નીકળવાની ના પાડે. પ્રેમથી રોજ સમજાવીએ પણ માને નહીં. મૂળ બીક લાગી ગયેલી. એક દિવસ ફોન પર સખત ધમકાવીને આજે જ રજા લઈ લોનું કહ્યું ને અમારા કાર્યકર મોહનભાઈને ઓક્સિજન સીલીન્ડર સાથે એને ઘેર મોકલવાની વ્યવસ્થા કરવા કહ્યું. 

આખેર એણે ખાટલો છોડ્યો. શ્વાસ ચડે ને ચલાતુ નથી કમજોરી ફરિયાદો ઘરે આવ્યા પછી પણ જો કે એ ફરિયાદો સાચી હતી. એની ઘરવાળીએ સારી ચાકરી કરી. અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેન સાથે એની જબરી મૈત્રી એ લોકો પણ એને રોજ સમજાવે.

ધીરે ધીરે એ ઠીક થયો પણ પૈસે ટકે ધોવાઈ ગયો.

પહેલાં પ્લાસ્ટીકની ખુરશી તગારાં વેચવાનું એ કરતો. અમે એને લોન આપેલી એમાંથી એ ધંધો વધારતો ગયો.  હોલસેલમાં સામાન લાવીને એ નાના ફેરિયાને આપતો. બચત પણ સારી કરી. મૂળ એને બોલેરો ગાડી લેવી હતી. ગાડી લઈને વધારે ગામડાંઓમાં ધંધા માટે ફરી શકાય વધારે સામના રાખી શકાય એવું સ્વપ્ન હતું પણ કોરોનાએ ગણીત ઊંધુ પાડ્યું. 

ઘરમાં અન્નનો દાણો ન હોય એવી સ્થિતિ આવી. ધર્માદુ મને નો ખપે એવું એ હંમેશાં કહે એની જગ્યાએ ધર્માદા પર નભવાનો વારો આવ્યો. અમારા ક્રિષ્ણકાંત અંકલ ને ઈન્દિરા આંટીએ પણ એને બિમારીમાંથી સાજા થવામાં મદદ કરી.. 

પ્રતાપની તબીયત રાગે પડી. ફરી ધંધો કરવાની ધગશ થઈ પણ ક્યાંથી શરૃ કરવું. લોન લેવાની હિંમત પણ નહોતી થતી. પ્રતાપની હાલત અમે જાણતા હતા. અમે એને YVOની મદદથી 15000નો સામાન લઈ આપ્યો ને ફરી ધંધો કરવા કહ્યું. 

હું ત્રાંબા ગઈ એ વખતે એણે કહ્યું, 'બેન હું લાખનો સામાન ઉતારતો ત્યારે આટલા સામાનથી શું થશે?'થોડી હિંમત ને શૂન્યમાંથી સર્જન કરનાર એની પોતાની જ વાત એને કહી..જો કે એ સમયે એ મૂક જ રહ્યો.

ઘણી વાતો પછી હું નીકળી રહી હતી ત્યારે એ મારી પાસે આવ્યો ને કહ્યું, 'છો મહિનામાં હતો ત્યાં પહોંચી જઈશ આ મારુ વચન બેન... '

સાંભળીને રાજી થવાયું..માણસને હિંમત આપવી એ પણ મોટુ કાર્ય ને મદદની સાથે એની મારા ખ્યાલથી વધુ જરૃર..

#MittalPatel #VSSM



With support from YVO, Pratap stock his goods from a
new loan of Rs. 25,000.


 


 

Thursday 19 August 2021

VSSM is supporting 4000 individuals like Mituben to revamp or restore their livelihoods...

Mittal Patel meets Mituben at her store

 “Ben, Mituben runs cutlery (businesses that sell fashion and kink-knacks are called cutlery stores/business in Gujarati countryside) the business was good, but her husband’s COVID infection and consequent medical expenses has left them with huge debts. The financial condition is so weak that she is incapable of restocking her store and whatever she is left with is not enough to run the store. Can we loan her some money?” VSSM’s Shankarbhai based in Patan’s Radhanpur called up with this request. We approved an interest-free loan of Rs. 30,000 to Mituben.

Mituben restocked her store and business limped back to normal. She paid the loan instalments twice a month. Shankarbhai took me to meet her when I was in Radhanpur recently. It was a joy to hear that a woman from  Devipujak community was so efficient with her business.

“How much did you study, Mituben?”

“I have not even climbed the stairs of the school. It was my husband’s illness that brought me the responsibility of earning for the family. The responsibility has taught me all that I know of the business.”

I was at her store for about 30 minutes, during our conversation she continued to attend to her customers and orally calculate the amount. I was amazed at her skills. It was not education but experiential learnings that had shaped Mituben’s entrepreneurial abilities.

“Once I finish paying off this loan, I want to take another one. I want to make my business thriving as before!” Mituben said as I bid her adieu.

“Of course. But make sure you adopt the practice of regular savings. We would love that even more.” I mentioned before leavening.

VSSM is supporting 4000 individuals like Mituben to revamp or restore their livelihoods. It would not have been possible without the support of our generous well-wishers and donors, for which we are immensely grateful. It brings us joy to be instrumental in helping others build a stronger future.

#MittalPatel #VSSM

'બેન, મીતુબેન કટલરીની દુકાન ચલાવે. પહેલાં ધંધો સારો ચાલતો પણ એમના પતિની માંદગી ને કોરોનાએ એમની કેડ ભાંગી નાખી. આર્થિક હાલત નાજુક દુકાનમાં સામાન ભરાવવા પૈસા નથી ને જે છે એમાંથી કાંઈ સરખો ધંધો થાય નહીં તે આપણે એમને લોન ન આપી શકીએ?'

પાટણના રાધનપુરના અમારા કાર્યકર શંકરભાઈએ આ વાત કહીને અમે મીતુબેનને 30,000 વગર વ્યાજે આપ્યા. 

મીતુબહેન સામાન લાવ્યા ને ધંધો પાછો પાટે ચડ્યો. એક જ મહિનામાં એ બે વાર લોનનો હપ્તો આપી ગયા. હું રાધનપુર ગઈ એ વખતે શંકરભાઈ મને મીતુબહેન પાસે ખાસ લઈ ગયા. 

દેવીપૂજક સમુદાયની બહેન આવો સરસ વ્યવસાય વિકસાવે એ વાત જ આનંદદાયક હતી. 

'કેટલું ભણ્યા મીતુબહેન?''હું તો નિશાળનું એકેય પગથિયું નથી ચડી. પણ મારા ઘરવાળાને લાંબી માંદગી આવી ને મારા માથે જવાબદારી આવી. બસ એ જવાબદારી એ બધુ શીખવી દીધું'

એમની દુકાનમાં હું અડધો કલાક ઊભી રહી. એ દરમ્યાન એમણે ઘણી વાતો કરી સાથે ગ્રાહકોને પણ સાચવ્યા ને સૌથી અગત્યનું હિસાબ તો આંગળીના વેઢે કરે..

ભણતરનેય ચડે એવું ગણતર મીતુબહેનમાં હતું. હું વિદાય લઈ રહી હતી ત્યાં એમણે કહ્યું, 'આ લોન ઝટ પતાવી મારે બીજી લેવાની છે હો.. મારે દુકાન પહેલાં જેવી ધમધમતી કરવી છે..'

વ્યવસાયની હોંશ હોય એને તો મદદ કરવાની જ હોય તમે આ લોન પતાવો ને સાથે નાનેરી બચતેય કરજો તો બીજી લોન ચોક્કસ આપીશું કહીને અમે ત્યાંથી નીકળ્યા.

મીતુબહેન જેવા 4000 લોકોને અમે લોન થકી તેમનો ધંધો વિકસાવવા મદદ કરી રહ્યા છીએ અને આ બધુ સંસ્થા સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદ વગર શક્ય નથી. આપ સૌનો આભાર...ને અમને નિમિત્તનો આનંદ...

#MittalPatel #VSSM

Tuesday 10 August 2021

VSSM with support from YVO, is providing livelihood tools to Harshaben who have lost the primary earning member of the family to Covid-19...

Mittal Patel consoles Harshaben

Harshaben was at our office for sewing machine, her face looked grave. After the death of her husband in May the responsibility of three children and aging mother-in-law fell on her.

“Do you know tailoring?”

“I had been sewing once but could not continue because of  family  responsibilities.”

“Will you manage to do it now?”

“The responsibility of raising  three kids is on me. I don’t have a choice, will have to manage.”

Harshaben resides in a rented house in Ahmedabad’s Chanakyapuri. During the deadly second wave of Covid-19, her husband got infected. Few days later his oxygen levels dropped. “We could not find a bed at any hospital, we got him treated at home, got oxygen too but once the bottle was empty he began gasping for air. I took him to Civil Hospital in that condition but….!!” Harshaben was in tears as we consoled.

VSSM with support from YVO, is providing livelihood tools to 48 individuals who have lost the primary earning member of the family to Covid-19 and has exhausted their savings to the treatment. As part of the initiative Harshaben received a sewing machine.

May  Almighty grant strength to  Harshaben to carry out her responsibilities and to save the humankind from the pandemic.

We are grateful to YVO and our Swavlamban team to identify deserving individuals.

હર્ષાબહેન સિલાઈ મશીન લેવા માટે અમારી ઓફીસ પર આવ્યા.

ચહેરા પર ગમગીની હતી. મે મહિનામાં એમણે એમના પતિને ગુમાવ્યા હતા. ત્રણ બાળકો ને ઘરડાં સાસુની જવાબદારી હવે હર્ષાબહેનના માથે હતી. 

'સિલાઈ કામ ફાવે છે?'

'ઘણા વખત પહેલાં કરતી પછી મારા ઘરવાળાએ છોકરાંઓ પર ધ્યાન આપવા કહ્યું ને મે એ છોડ્યું'

'હવે ફાવશે?'

'શું કરુ ન ફાવે તોય ફવડાવીશ. જીવવું તો પડશે અને ત્રણેયને ભણાવવાના પણ છે'

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં હર્ષાબહેન રહે. કોરોનાની બીજી લહેરમાં એમના પતિને તાવ આવ્યો ને પછી ઓક્સીજન લેવલ ડાઉન ગયું. એ કહે, 'એમને લઈને દવાખાના ગઈ પણ જગ્યા મળી નહીં. ઘરે ઓક્સિજનની વ્યવસ્થા કરી પણ બોટલ ખતમ થઈ ગઈ. મને આ બધુ કાંઈ સમજાય નહીં. ડચકા લેતા એમને લઈને હું સીવીલ પહોંચી પણ.....'

હર્ષાબહેનની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી..દિલાશો તો આપવો જ રહ્યો..

હર્ષોબહેન જેવા 148 પરિવારો જેમણે કોરોનામાં ઘરનું કમાનાર મુ્ખ્ય વ્યક્તિ ગુમાવ્યું હોય કે, બિમારીના લીધે બચત ખતમ થઈ ગઈ હોય તેમને YVOની મદદથી સાધનીક સહાય આપવાનું અમે કરી રહ્યા છીએ. હર્ષાબહેનને પણ એના ભાગરૃપે જ મશીન આપ્યું..

કોરોનાથી જગતને બચાવવા ને હર્ષાબહેનને જવાબદારીઓ નિભાવી શકેની તાકાત આપવા કુદરતને પ્રાર્થના... ને YVO નો આભાર.... સાથે અમારી સ્વાવલંબન ટીમનો આભાર એ લોકોએ તકલીફમાં આવી પડેલા આવા સ્વજનોને શોધ્યા... 

#MittalPatel #vssm #Swavlamban #YVO


VSSM team with harshaben

Harshaben with her sewing machine




Monday 26 July 2021

VSSM’s support helps nomadic families to earn a dignified living …

Gauriben bought buffalo with the help of interestfreeloan
from VSSM

The White Revolution has succeeded in bringing economic independence in the lives of millions of women. In North Gujarat women engaged in cattle rearing are heard to earn in lacs.

Even in my upbringing and Income from cattle farming has played a significant role in my upbringing and funding my education.

It is easy for land holding farmers to supplement their agriculture income through cattle farming but even those who do not own land have succeeded in earning well from cattle farming.

One of these families are Ishwarbhai and Gavriben from Banaskantha’s Benap village. The couple owned two buffaloes, the income from milk brought them financial stability. It helped them bring food to the plate, build a decent house. It also enticed them to buy third buffalo, but their savings weren’t sufficient to support the buy,

They had a word with our team members Bhagwanbhai and Ishwarbhai following which we extended them a loan of Rs. 40,000.

“I take care of the buffaloes, and he manages other work. It benefits when both of us are working.” Garviben shared that income has been good after deducting the costs. We couldn’t have agreed more.

Salute to Dr. Kurien – ‘Father of White Revolution’ who had dreamt of in bringing economic independence to the rural women and succeeded doing so even in the remotest regions.  

શ્વેત ક્રાંતી થયા પછી ઘણા પરિવારોમાં બહેનો પણ આર્થિક કાર્યભાર સંભાળતી થઈ..

ઉત્તર #ગુજરાતમાં તો ભેંસ, ગાયોને પાળતી કેટલીયે બહેનો લાખોમાં આવક લઈ રહીના સમાચાર આપણે વાંચીએ છીએ. 

મારા ઉછેરમાં, ભણતરમાં પણ ખેતી કરતા પશુપાલનની આવકનો મોટો હિસ્સો રહ્યો.. 

ખેતીની જમીન હોય તો પશુપાલન કરવું થોડું સરળ પડે પણ જેમની પાસે ખેતીની જમીન નથી તેવા પરિવારો પણ ગાય ભેંસ લાવીને સારી આવક રળતા થયા છે.

આવા પરિવારોમાંના એક એટલે ઈશ્વરભાઈ અને ગવરીબેન. #બનાસકાંઠાના અંતરિયાળ ગામ #બેણપમાં રહે. ઘરમાં બે ભેંસો પહેલાંથી હતી. એ ભેંસોના દૂધથી ઘરમાં બરકત આવી. રહેવા પાક્કુ ઘર, ત્રણ ટંક પેટ ભરીને જમવાનું મળવા માંડ્યું.. આવક થઈ એટલે ધંધો વધારવાની હોંશ પણ થઈ. ત્રીજી ભેંસ લેવાની ઈચ્છા થઈ પણ કરેલી બચતમાંથી ત્રીજી ભેંસ આવે નહીં.

અમારા કાર્યકર ભગવાનભાઈ સાથે ઈશ્વરભાઈ એ વાત કરીને અમે 40,000ની લોન વગર વ્યાજે આપી..

ઘર આંગણે ભેંસ બંધાઈ. ગવરીબહેન અને ઈશ્વરભાઈને ખર્ચો કાઢતા સારો નફો થાય છે..

ગવરીબેન કહે, 'ભેંસો હું સંભાળી લઉ અને એ બીજા કામ કરે.. બે જણા રળીએ તો ફાયદો ઘણો થાય..'વાત સાચી..

#શ્વેતક્રાંતીના પ્રરેણા #ડો_કુરીયરને પ્રણામ કરવા ઘટે.. એમણે બહેનોને પગભર કરવાનું સ્વપ્ન સેવ્યું ને જુઓ સાવ અંતરિયાળ ગામોમાં બેઠેલી બહેનો કેવી સક્ષમ બની...                

#MittalPatel #vssm #livelihood

#loan #InterestFreeLoan #business

#sustainability #SelfOwner

#care #saving #animalhusbandry




Friday 12 March 2021

The wise financial planning helped Naranbhai Bajaniya build a beautiful house and move his family from a shanty to under a proper roof over head...

Naranbhai resides in Mandvi village of Patan district. Like most Bajaniyaa he too trades fashion accessories and likes in exchange of hair. The hair that collets and falls during combing is bought by the Bajaniyaa who then sell it to merchants. And because the Bajaniya earn from it we women giving hair refuse to give it for free. They always trade it  in exchange of  hair accessories or toys for their children.  

Naranbhai and many like him do not have enough capital to buy such accessories in bulk hence they sell the collected hair on a daily basis.  The returns on smaller quantity of hair remains small. The merchants offer Rs. 1500 to 1800 per kilo of hair but if you take 7-8 kilos to sell the amount stretches up to Rs. 2600 per kilo.

The loan of Rs. 10,000 VSSM had offered to Naranbhai is not a big amount but Naranbhai planned it wisely to earn well.  He also managed to save enough from the earnings. The wise financial planning helped him build a beautiful house (as seen in the picture) and move his family from a shanty to under a proper roof over head. Recently, he requested for a bigger loan of Rs. 30,000 to expand his business of selling fashion and hair accessories, toys, lingerie  etc. The joy of supporting such growing needs always cheers us up.

The house he has built of one room with a porch, adjoining it he built another similar house. “I need to earn enough to cover these houses with a roof, after which I will be at ease. Monsoons are difficult to spent under kuccha roofs.” Naranbhai shared and we couldn’t agree more.

We are grateful to all of you for support the cause that has helped us reach to thousands of individuals like Naranbhai. Without your support it would have been impossible to spread happiness in lives of so many families.

The role of our team members Mohanbhai in identifying the right kind of individuals in need is commendable. 

નામ એમનું નારણભાઈ. પાટણના માંડવીમાં એ રહે.. બજાણિયા સમુદાયના મોટાભાગના લોકો કરે એ વ્યવસાય કટલરી વેચવાનો ને એની સામે વાળ ખરીદવાનો એ કરે..

કાંસકામાં ઉતરી આવતા આપણા વાળ ભેગા કરીને બજાણિયા બે પાંચ રૃપિયા કમાય છે એવી લોકોને ખબર પડી ને બસ પછી આપણો સ્વાર્થ જાગ્રત થયો. મારા વાળમાં મારી હિસ્સેદારી કેમ નહીં? એટલે વાળના બદલામાં બોરિયા, બકલ, કશું નહીં તો ફુગ્ગો મફત આપો ને વાળ લઈ જાવનું આપણે કહેવા માંડ્યા..

નારણભાઈ પાસે ઝાઝો સામાન ખરીદવા કે વાળ ભેગા કરવા પૈસા નહીં. એટલે રોજે રોજ થાય એટલો વેપાર કરે. પણ એમાં મળતર ઝાઝુ ન રહે. અમે એમને દસ હજાર લોન પેટે આપ્યા. જેમાંથી એ સામટો કટલરીનો સામાન લાવ્યા ને વાળ પણ ખાસા ભેગા કરીને પછી વેપારીને વેચવા ગયા. પહેલાં અઢીસો કે પાંચસો વાળ વેચતા તો વેપારી મનફાવે તેવો ભાવ પ્રતિ કી.ગ્રામે 1500 કે 1800નો ભરે. પણ સામટા પાંચ સાત કિ.ગ્રા. વાળ વેચવા જતા 2600 સુધીનો ભાવ મળ્યો. 

દસ હજાર મોટી મૂડી નથી પણ એ દસ હજારનું આયોજન નારણભાઈએ બરાબર કર્યું ને એમાંથી એ સરસ કમાયા. આ કમાણીમાંથી એમણે બચત કરી.. પેલું ત્રેવડ એ ત્રીજો ભાઈ કહેવાય બસ એની જેમ. આ ત્રેવડમાંથી જ છાપરાંમાં રહેતા એમાંથી ફોટોમાં દેખાય એવું સરસ મજાનું ઘર એમણે બનાવ્યું. 

હમણાં એમણે વાળ એકત્રીત કરવાની સાથે સાથે કટલરી વેચવાના વ્યવસાય માટે બીજી ત્રીસ હજારની લોન માંગ ને અમે આપી. મૂળ ધંધો કરવાની ધગશ વધે એનાથી રૃડુ શું હોય...

બચતમાંથી એમણે એક રૃમ ઓસરીવાળું સરસ ઘર ઊભુ કર્યું. આ ઘરની બરાબર બાજુમાં ભીંતો ચણીને બીજુ આવું જ ઘર એમણે તૈયાર કર્યું છે. નારણભાઈ કહે,  

'બસ છત નાખવાના પૈસા ધંધામાંથી કમાઈ લઈશ. પછી શાંતિ. ચોમાસે સખત હેરાન થવાતું હવે નિરાંત છે' નારણભાઈએ હરખાતા  આ કહ્યું. ને એમને સાંભળી અમને રાજીપો..

નારણભાઈ જેવા હજારો લોકોને લોન આપી તેમને સ્વતંત્ર ધંધા કરવા પ્રોત્સાહીત કરનાર VSSM સાથે સંકળાયેલા સૌ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર. તમે ના હોત તો આ બધુયે થવું અસંભવ હતું. 

કાર્યકર મોહનભાઈની ભૂમિકા નારણભાઈને શોધીને તેમને યોગ્ય મદદ કરવાની રહી... 

#Mittalpatel #vssm #bajaniya

#nomadic #denotified #business

#smallbusiness #employment

#patan  #mandvi #Gujarat

Mittal Patel meets Naranbhai Bajaniya at his newly
build home

Naranbhai Bajaniya sharing his experience with 
Mittal Patel

Naranbhai expanded his buisness after getting big amount
interest free loan from VSSM


Sunday 28 February 2021

Thousands of individuals has succeeded in their ventures after receiving interest-free loans from VSSM...

Vipulbhai sharing his story with Mittal Patel

If one knows the correct way to use it, Facebook too has advantages and it is something we recently experienced when Vipulbhai from Radhanpur’s Amirpura shared his story with us.

The stories I share on our Facebook account talk about the work VSSM does with the marginalised communities, the stories people share and our learnings from it. The stories help us make you all part of our journey.

Sometime back I had shared the success story of Lilabhai. VSSM had provided him with an interest-free loan to help him begin his independent venture. Radhabpur’s Ganpatbhai Joshi happened to read the post and contacted us with a request to provide a loan to a young fellow from Amirpura, interested in starting his own business. I put him in touch with our Shankarbhai, which he did. This led to our meeting Vipulbhai Rana who worked as an assistant tailor with someone else’s shop. He has had aspirations to have his shop and stock ready-made garments but lack of funds impaired him to realise his aspirations. VSSM’s interest-free loan program is that ray of home for individuals likes people like Vipulbhai achieve their dreams and aspirations. Thousands of individuals has succeeded in their ventures after receiving interest-free loans from VSSM.

We have neither known Vipulbhai or Ganapatbhai for long hence Shankarbhai had to brief them about the loan protocol which Vipulbhai complied to. The twenty thousand rupees loan helped him stock ready-made salwar-kurta, selling them was his additional income apart from his tailoring job. The business grew and he had to employ an additional person for tailoring jobs. Vipulbhai began earning more and paid the instalments on time, we never had to remind him of his instalment dates.

Vipulbhai dreams of expanding his business. Since hard work and passion drives him,  I am sure the universe will conspire and help him achieve his dreams.

Yes, we get anxious loaning money to individuals we don’t know yet. But these are heuristic ways of helping the unknown and the universe does support our endeavours.

And we are grateful to Vipulbhai and Ganapatbhai for upholding our faith in them. 

ફેસબુક ઉપયોગ કરતા આવડે એના માટે ઉત્તમ માધ્યમ હમણાં એનો અનુભવ થયો...

વાત રાધનપુરના અમીરપુરાગામના વિપુલભાઈની...

વંચિતો અને વિચરતી જાતિઓ માટે જે કાર્યો કરીએ તેની વાત ફેસબુક પર લખુ. રાધનપુર પાસે રહેતા લીલાભાઈને અમે સ્વતંત્ર ધંધા માટે લોન આપેલી ને એમની તરક્કીની વાત મે ફેસબુક પર લખી. એ વખતે રાધનપુર વિસ્તારમાં રહેતા ગણપતભાઈ જોષીએ પોસ્ટ વાંચી ને સ્વતંત્ર વ્યવસાય કરવાની ધગશ રાખતા અમીરપુરાગામના એક યુવાનને લોન આપવા તેમણે કહ્યું. 

મે એમને અમારા કાર્યકર શંકરભાઈનો સંપર્ક કરવા કહ્યું ને શંકરભાઈને એ મળ્યા. એ પછી લોન લઈને જેઓ પોતાનો વ્યવસાય વધારવા ઈચ્છતા તે વિપુલભાઈ રાણા અમારા સંપર્કમાં આવ્યા. 

વિપુલભાઈ બીજાની દુકાનમાં સીલાઈ કામ કરે. પોતાની દુકાન કરવાની ને સાથે તૈયાર કપડાં રાખવાની એષણા ખરી પણ પાસે પૈસા નહીં.. 

અમારો લોન પ્રોગ્રામ પોતાના સ્વપ્ન કારગત કરવાની ખેવના રાખનાર માટે આશાનું કીરણ જેવો..

કેટલાય વ્યક્તિઓએ VSSMમાંથી લોન લઈને ધંધો શરૃ કર્યો ને આજે તેઓની ગાડી બરાબર પાડે ચડી ગઈ છે...

વિપુલભાઈ સાથે ને આમ જુઓ તો ગણપતભાઈ સાથેય તે અમારો એવો કોઈ લાંબો પરિચય નહીં પણ શંકરભાઈએ લોન આપતા પહેલાં વ્યવહાર બરાબર રાખવાની વાત યોગ્ય કરેલી ને વિપુલભાઈએ વાટકી વ્યવહાર બરાબર જાળવ્યો પણ ખરા. 

વીસ હજારની લોનમાંથી એ તૈયાર ડ્રેસ લાવ્યા. સિલાઈ કામની સાથે ડ્રેસનો વેપાર એ કરે. ધંધો વધ્યો હવે એમણે સિલાઈ માટે એક બીજો કારીગર પણ રાખ્યો, જેથી કામની ગતિ વધે..  લોનના હપ્તા ભરવા વિપુલભાઈને ક્યારેય ફોન નથી કરવો પડ્યો... 

વિપુલભાઈનું સ્વપ્ન ધંધો વધુ મોટો કરવાનું છે.. કુદરત એ પણ કરાવશે.. મૂળ તો નિષ્ઠા ને પાછી મહેનતની ધગશ બેઉ છે માટે..

અજાણ્યા સાથે વ્યવહાર કરતા હંમેશાં ડર લાગે.. પણ વસુદૈવ કુટુંબ કમઃમાં માનુ ને ક્યારેક આવા અખતરા કરુ. જો કે કુદરત આ અખતરા સમા સુતરા પાર પાડે છે.. 

વિપુલભાઈને ગણપતભાઈ બેઉનો આભાર મૂળ આ શ્રદ્ધા ટકાવી રાખવા માટે...

#MittalPatel

Vipulbhai has stocked ready-made salwar-kurta

VSSM's interest free loan helped vipulbhai to
stock ready-made salwar-kurta selling them, was his
additional income apart from his tailoring job



#MittalPatel #vssm



Monday 22 February 2021

VSSM’s interest free loan enables a dignified living to individuals like Jesangbhai...

Mittal Patel meets Jesangbhai Bajaniya

Recently, I was at Bajaniya settlement located at the edge of Mandvi village of Patan’s Sami block.

“I purchased this rickshaw from the loan I received from VSSM!” Jesangbhai pointed at the rickshaw parked in front of his house when I met him at the settlement.

VSSM had offered Rs. 20,000 as a loan to Jesangbhai. How could he buy a brand new auto from such a small amount?

“Ben, for a very long time I wanted to drive a rickshaw to earn my living. But the shortage of funds prevented me from achieving it. We are people who earn living from labour, we have no family heirloom to fall back on. Neither do banks or finance companies lend money to people like us. We also do not have stuff to mortgage so borrowing money is very difficult for us.  I knew VSSM provides loans, Mohanbhai had briefed me on that. He had also mentioned that the first loan will be small once we know your capacity and will to return the money, we shall sanction a bigger loan. I knew Rs. 20,000 will not enable me to buy a rickshaw nonetheless, I decided to give it a go.

I reached the auto-rickshaw showroom. The price for brand new rickshaw was Rs. 2.75 lacs. Never have in my life I have seen this kind of amount. They wanted Rs. 50,000 as a down payment or a second-hand auto rickshaw. Rest of the amount was to be paid-off as monthly instalments. It was an option I found doable. I searched for an old auto-rickshaw for Rs. 20,000. I found one and took it to the showroom. They gave me Rs. 50,000 on it and rest of the amount was converted into EMI. This way I managed to more than double the amount I received from VSSM and also became a brand new rickshaw owner!”

Jesangbhai acted very cleverly. Along with paying the EMIs he also managed to repair and upgrade his kaccha house to a little better version. The enterprising nomads seldom disappoint when it comes to thinking out of the box.

We are grateful for your unflinching support that enables us to provide a dignified living to individuals like Jesangbhai.

 પાટણના સમીના માંડવીમાં રહેતા #બજાણિયા પરિવારોની વસાહતમાં જવાનું થયું એ વખતે જેસંગભાઈ મળ્યા. એમણે આંગણે ઊભેલી રીક્ષા બતાવતા કહ્યું, ‘સંસ્થામાંથી લોન લઈને મે આ રીક્ષા ખરીદી’

અમે જેસંગભાઈને વીસ જ હજાર આપ્યા હતા, એમાંથી આ નવી નક્કોર રીક્ષા કેવી રીતે આવે? જવાબમાં એમણે જે કહ્યું એ એમના જ શબ્દોમાં;

‘રીક્ષા ઉપર ધંધો કરવાની ઈચ્છા મન ઘણા ટેમથી. પણ પાહેણ પૈસા નહીં. અમે મજૂરી કરીને રળવાવાળા. બાપીકી કોઈ મીલકત અમારી કને નઈ. આપણી સંસ્થામોંથી લોન મળ એવી મન્ ખબર. તે આપણા કાર્યકર મોહનભઈન વાત કરી અન્ મન પેલીવારકી વીસ હજારની લોન મલી. વીસમોં હું થાય? પણ મોહનભઈ હાચા હતા એક ફેરા વેવાર હારો રાખીએ તો બીજી લોન મલ. અસુબાની મોટી લોન તો કુણ આલ્? પાસુ અમારી કને ગીરવે મુકી હકાય એવી માલ મીલકતેય ચો હતી?

મુ શો રૃમમોં રીક્ષાની કિંમત પુસવા જ્યો. ઈમને તો પુણા તૈઈણ લાખ કીધા. આટલા તો બાપગોતરમોંય ભાળ્યા નતા. ઈમને કીધુ પચાસ હજાર ડાઉનપેમેન્ટ ભરો અથવા તમારી પાહે જુની રીક્ષા હોય તો એ આલો. એ જુની રીક્ષાની રકમ મજરે આલીશું. અન બાકીની લોન કરી આલશું. મન આ વાત ગળે ઊતરી. મે વીસમોંથી મલ એવી જુની રીક્ષા હોધી કાઢી અન્ એ રીક્ષા લઈન્ શો રૃમમોં જ્યો. એ જુની રીક્ષાના મન પચાસ હજાર મલ્યા અન બાકીની લોન કરી આલી તે આ નવી રીક્ષા મારી પાહે આઈ જઈ. ઓમ જુઓ તો સંસ્થામોંથી લીધેલા વીસ હજારના મે મહિનામોં જ પચા હજાર કર્યા. અન્ તીસનો મન સીધો ફાયદો થ્યો..’

જેસંગભાઈ એ જબરી બુદ્ધી વાપરી. એમણે રીક્ષાનો હપ્તો ભરવાની સાથે સાથે એ છાપરુ બાંધી રહેતા ત્યાં બચત કરીને ઈંટોથી કાચુ પાકુ મકાન પણ બનાવ્યું. 

જેસંગભાઈને આર્થિક રીતે સ્વતંત્ર કરવા માટે મદદ કરનાર પ્રિયજનોનો આભાર. તમની મદદ વગર આ બધુ ક્યારેય સંભવ નહોતું.

#MittalPatel #vssm #livelihood

#livelihood #InterestFreeLoan

#employment #smallbusiness

#patan #gujarat #india



Jesangbhai bought Auto Rickshaw from VSSM's 
interest free loan program

Jesangbhai with his family and autorickshaw in front
of his house 



Tuesday 16 February 2021

The honesty and humility Haribhai portrays is rare in current times...

Haribhai sharing his story to Mittal Patel

 

“I wanted to be like the ideal mother they depict in Hindi films…” Haribhai grinned while sharing his story.

“Why mother?”

“My youngest was one and a half years old, middle child was three and the eldest was five and a half when their mother passed away. Family and friends consoled for a while and got back to their lives while we are left to mourn our loss and grapple with the realities life throws. I was hoping that the family will help me raise my children while I earned for them but no one came to even inquire about our well-being. Many advised me to re-marry, that it is difficult to raise children single-handedly. But when my own did not support me how will someone I don’t even know help me raise my children How can another woman treat my children as her own? They said there will be caring women but it was a risk I wasn’t prepared to take. I was not bringing some product from the market, I had married and bring home a mother to my children and I wasn’t convinced to do so. I decided to be a mother and father to my children.”

It evoked a sense of respect as Haribhai spoke candidly of his life as a single parent. It also made me curious to learn about the challenges he encountered on his journey. Because Haribhai earned his living as a mason, and it is not easy to raise three children on construction sites. And their home too is a shanty on an open expanse of land in Diyodar.

“I would take all my children with me to work. They would be around me while I worked. Every morning I cooked and packed our tiffin before we left the house. Summers and winters were bearable but monsoons were agonizing. The area around our house would get flooded with rainwater. Once that happened I would pack the kids and our beddings to take refuge at Diyodar bus-stop. Those were extremely challenging times. 

Despite all these challenges Haribhai educated his children till 9th grade, they are all grown-ups now. The family received a residential plot from the government and assistance to build a house.

VSSM’s Naranbhai got to know Haribhai because he was the mason at many of VSSM supported construction works. Recently, Naranbhai had sought Haribhai’s services for installing a plaque at one of its sites. Strangely, Haribhai was unable to sit properly. On inquiring we learnt that he needs surgery for some medical issue. But, Haribhai feared his children’s well-being, what if his health went south during the surgery!! Hence, he had decided to undergo one after his children were married. Despite experiencing pain while sitting or lying down he delayed the treatment all for the well-being of his children. 

Naranbhai talked to convince him for treatment, another issue was funding to support the treatment. Haribhai had meagre savings. Naranbhai offered to help but accepting charity was against his grain. After persuasion, he agreed to accept the help as a loan and asked him not to worry about paying it back immediately but only after he recovers completely.

Haribhai first consulted doctors in Patan and Radhanpur who advised further examination. The treatment estimates there were quite high plus he would require to undergo 4 different surgeries. VSSM assured complete support but Haribhai wanted to be wise with his expenses. On 26th January he admitted himself to Civil Hospital and got the surgery done. The total expense was close to Rs. 2700. While he was in Ahmedabad recently for follow-up with the doctor he came and met us at the office.

“I am a little weak, but feeling quite better. If Naranbhai had not insisted and you had not supported morally,  I might not have decided to undergo the surgery. It is a great feeling to be pain-free once again.”  Haribhai was grateful for the support VSSM had extended.

“We merely played our part of bridging the gap,  the help reached you from Dubai based Krushnakant uncle and Indira auntie, we need to be grateful for their support. They have wished you good health and happiness always.” I expressed.

“My Pranams to Krushnakantbhai, he has been God sent for me. Rs. 5000 is all I will need to cover the cost of medicines and auto rent for my commute to Diyoder from Civil hospital.” Haribhai responded with humbleness.

The honesty and humility Haribhai portrays is rare in current times. He had no intention of taking anything more than he needed. Haribhai had gone above and beyond to fulfil the dual responsibility of becoming a mother and father to his three children.

“I hope and pray that every motherless child is blessed to have a mother like you!!”

Haribhai grinned.

While we were talking his son came to fetch him.

 “Pappa, shall we leave?”

Haribhai got up and prepared to leave.

“Never forget the sacrifices your father has made to raise you all. You are fortunate to have a parent like him.”

“We know all that he has endured to raise us well. He gave us a safe childhood and we shall provide him with secured old age.”

'હિંદી ફીલ્મોમાં માનું પાત્ર કેવું આદર્શ હોય બસ મારે એવી મા થવું હતું..'  એવું કહી હરીભાઈ મંદ હસ્યા. 

'કેમ મા?'

'મારી નાની દીકરી દોઢ વર્ષની વચોટ ત્રણ વર્ષની ને મોટો છોકરો સાડાપાંચ છ વર્ષનો હતો ને એની મા ગુજરી ગઈ. સગાવહાલાં બારદાડા દિલાસો આપે પણ પછી એય એમના કામોમાં પરોવાય ને રહી જઈએ આપણે ને આપણા દુઃખો. કુટુંબના કોઈકને તો દયા આવશે ને મારા દિવસો થોડા ટૂંકા કરાવશે એવું હતું પણ કોઈ ખબર પુછવાય ન આવ્યું. એ વખતે સલાહ ઘણાએ આપી આખો જન્મારો એકલાથી કઢાય ને પાછા આ ત્રણ છોકરાં, લગ્ન કરી લે. પણ મને થયું મારી દશા ખરાબ થઈ ત્યારે મારા પોતાનાય ક્યાં મારી પાસે આવ્યા. તો પારકી જણી લાવું એ મારા આ મા વનાના છોકરાને કેટલા પોતાના માને? કોઈ કે, બધા એવા ન હોય. જીવનમાં થોડું જોખમ તો ખેડવું પડે. પણ આ દસ રૃપિયાની વસ્તુ ઘરે નહોતી લાવવાની. મા લાવવાની હતી. મારુ મન માન્યુ નહીં અને મે નક્કી કર્યું હું જ મારા બચુડિયાઓની મા ને બાપ બેય થઈશ'

હરીભાઈની વાત સાંભળી એમના પર માન થયું.. ને પાછો પ્રશ્ન પણ. 

હરીભાઈ કડિયાકામ કામ કરે. આમાં બાળકોને સાચવવાનું કેવી રીતે કર્યુ? વળી પાછુ એ રહે દિયોદરમાં ખુલ્લામાં છાંપરુ બાંધીને..

'હું ત્રણેયને સાથે લઈને કામે જતો. એ લોકોને એક બાજુ બેસાડતો ને હું કામ કરતો. ટીફીન ભેગો લઈ જતો.. જેથી એમને તકલીફ ના પડે. પણ બેન ઉનાળો ને શિયાળો તો નીકળી જતો ચોમાસુ ભારે થઈ જતું. ઝૂંપડું જ્યાં હતું ત્યાં પાણી ભરાતુ. એટલે ગોદડા સાથે ત્રણેયને લઈને દિયોદર બસસ્ટેશને દોડતો ને ત્યાં જ પડી રહેતો બહુ દુઃખે દિવસો કાઢ્યા.

આવી સ્થિતિમાં રહ્યા છતાં હરીભાઈએ પોતાના ત્રણે બાળકોને નવ ધોરણ સુધી ભણાવ્યા..

આજે એમના ત્રણે સંતાનો મોટા થઈ ગયા છે. સરકારે રહેવા પ્લોટ આપ્યોને મકાન બાંધવા સહાય પણ આપી ને એમાંથી એમણે ઘર બાંધ્યું.

આવા હરીભાઈને અમારા કાર્યકર નારણભાઈ સાથે પરિચય. મૂળ તો સંસ્થાના બાંધકામના કામોમાં હરીભાઈ કડિયા તરીકે આવે. હમણાં એક જગ્યાએ તકતીનું કામ કરવાનું હતું. નારણ સાથે હરીભાઈ તકતી જ્યાં લગાવવાની હતી ત્યાં પહોંચ્યા. પણ હરીભાઈ સરખી રીતે બેસીને કામ ન કરી શકે.પુછતા ખ્યાલ આવ્યો કે, એમને શારિરીક તકલીફ થઈ છે. ડોક્ટરે ઓપરેશનનું કહ્યું છે. પણ હરીભાઈને બીક છે કે ઓપરેશન વખતે કાંઈક થઈ જાય તો ત્રણે બાળકો રઝળી પડે. 

એટલે આ ત્રણેના લગ્ન થઈ જાય પછી ઓપરેશન કરાવીશ. આવી ભાવના સાથે એ છેલ્લા સાડા ત્રણ વર્ષથી પીડા સહન કરે જાય.. ના સરખી રીતે બેસી શકે, ના સુઈ શકે. છતાં બાળકોની ચિંતા ના કારણે એ નિર્ણય ન લે..

નારણભાઈએ એમને સમજાવ્યા ને ઓપરેશન કરાવવા કહ્યું, પણ પાછી વાત આવી પૈસાની. પાસે એવી ઝાઝી બચત નહીં. નારણે કહ્યું, અમે મદદ કરીશું.. હરીભાઈએ બધુ મફતનું લેવાની ના કહી છેવટે નક્કી થયું કેટલીક રકમની મદદ ને કેટલીક લોન રૃપે આપવાનું. લોન ધીમે ધીમે ચુકવાશે પણ એક વખત આ પીડામાંથી મુક્ત થઈ જાવ..એવી વાત એમને કરી.

પાટણ અને રાધનપુરના દવાખાનામાં એ ગયા. રીપોર્ટ કરાવ્યા. પણ ખર્ચો વધારે કહ્યો. સાથે જુદા જુદા ચાર ઓપરેશન કરવા કહ્યું. 

અમે મદદ વધારે કરીશુંનું કહ્યું. પણ હરીભાઈએ કહ્યું, ભલે મદદ કરો પણ મારાથી ખોટો ખર્ચ ના કરાવાય. એમણે સિવીલ હોસ્પીટલમાં આવવાનો નિર્ણય કર્યો ને 26 જાન્યુઆરીના દાખલ થયા ને સુખરુપ ઓપરેશન થઈ ગયું. 

ખર્ચો પણ 2700 આસપાસ. ઓપરેશન પછી ઘરે ગયા ને ફરી બતાવવા આવ્યા ત્યારે મને મળવા ઓફીસ આવ્યા. 

'શરીરમાં નબળાઈ છે. પણ હવે શાંતિ છે બેન. આ નારણભાઈએ તાણ કરી ના હોત અને તમે અમે સાથે છીએ એવું ના કહ્યું હોત તો કદાચ ઓપરેશન ના થાત. મને નવું જીવતદાન આપ્યું. તમારો ખુબ આભાર' એવું એમણે કૃતજ્ઞતા ભાવથી કહ્યું.

મે કહ્યું, 'મદદ તો અમારા દુબઈમાં રહેતા કૃષ્ણકાંત અંકલને ઈન્દિરા આંટીએ કરી. આભાર તેમનો માનવો ઘટે. એમણે  જ તમને સાતા રહે એ મદદ કરવા કહ્યું છે'

એમણે કહ્યું, આ દવાના ને સીવીલથી દિયોદર જવા રીક્ષા ભાડે કરી તે એના થઈને 5,000ની મદદ કરશો તો મને ઘણું થઈ રહેશે. ને ક્રિષ્ણકાંત ભાઈને મારા પ્રણામ. ભગવાનના એ દેવદૂત..

કેવો પવિત્ર શબ્દને કેવી પવિત્રભાવના. વધારાનું લેવાની જરાય લાલચ નહીં. વળી હીન્દી ફીલ્મોમાં બતાવે એવી મા તો ફીલ્મી હોય હરીભાઈ તો ખરી મા હતા.. મે કહ્યું, તમારા જેવી મા દરેક મા વગરના બાળકોને મળે એવી પ્રાર્થના કરુ.. એ મંદ હસ્યા.

અમે વાતો કરતા હતા ત્યાં એનો દિકરો આવ્યો ને કહ્યું, જઈએ પપ્પા. ને હરીભાઈ ઊભા થયા. મે એમના દીકરાને કહ્યું, 'તારા બાપાનો ગણ હંમેશાં યાદ રાખ જે. આવા બાપા નસીબવાળાને મળે...' 

એણે કહ્યું, 'એમણે અમારા માટે જે વેઠ્યું એ બધું એ જાણીએ. ચિંતા ના કરો.  અમારુ બાળપણ એમણે ઊજાળ્યું હવે એમનું ઘડપણ અમે ઊજાળશું..'

#mittalpatel #vssm #health

#help #mother #motherhood

#vssm #nomadic #denotified