Friday 20 October 2023

VSSM always remains grateful to its donors for helping bring change in lives of individuals like Hansaben...

Mittal Patel meets Hansaben and asked her of the benefit she
got out of the first loan

How can one do a business in Sarees for a mere Rs 10,000/- ? Isn't it surprising to know this? Even I was surprised. How many sarees & of what quality can be bought/sold in this amount. We had lots of questions. However, our associate Shankarbhai had a lot of faith in Hansaben who wanted to do this business in sarees.

We gave her a loan  of Rs 10,000. 

Hansaben would purchase Sarees from some lady in Radhanpur. She would put the same in a bag and go to nearby villages to sell. We were worried whether she would be making profit in this. To our surprise Hansaben did not default on a single instalment of her loan & repaid the entire loan.She asked for another loan. When I went to Radhanpur , I met Hansaben & asked her of the benefit she got out of the first loan.    She said "I could save small amounts from selling sarees. My husband had purchased a second hand Rickshaw by making a down payment. I gave him Rs 9,000 which I saved for making the down payment. Earlier we used to be labourers but now we both have our own businesses. From the loan that you will give now, I will buy little more expensive sarees. However you please give a loan of Rs 30,000 instead of Rs 10,000."  Hansaben requested this with a smile and also with a lot of confidence.

We support 7000 such people in their business by giving loans. Respected Shri Pratulbhai Shroff of Dr K R Shroff Foundation has been a big supporter in this mission.  We are extremely thankful to him for his generous contribution to this cause.

10,000 રૃપિયામાં સાડીઓનો ધંધો?

સાંભળીને નવાઈ લાગે ને? મનેય લાગી. આટલી નાની રકમમાંથી કેટલી સાડી આવે એ પણ કેવી ગુણવત્તાવાળી ને કોણ ખરીદે?

ઢગલો પ્રશ્નો થયા. પણ અમારા કાર્યકર શંકરભાઈને સાડીનો ધંધો કરવાની હોંશ રાખનાર હંસાબહેન પર ભરોષો હતો.

અમે લોન પેટે પૈસા આપ્યા.

હંસાબહેન રાધનપુરમાંથી જ કોઈ બહેન પાસેથી સાડી ખરીદે અને થેલામાં ભરી ગામડાંઓમાં વેચવા જાય. આ બધુ સાંભળી ખરેખર નફાકારક વેપાર થતો હશે એ પ્રશ્ન થતો. પણ હંસાબહેને લોનનો એક પણ હપ્તો પાડ્યો નહીં. એમની લોન ભરપાઈ થઈ ગઈ.

એમણે બીજી લોન માંગી. રાધનપુર જવાનું થયું ત્યારે એમને મળી અને પહેલી લોનથી શું ફાયદો થયો એવું પુછ્યું તો એમણે કહ્યું.

‘ધંધો કરતા કરતા થોડી બચત કરતી ગઈ. મારા ઘરવાળાએ હમણાં જૂની રીક્ષા ડાઉનપેમેન્ટ ભરીને લીધી. ડાઉનપેમેન્ટ ભરવા મે 9000 સાડીઓના ધંધામાંથી બચત કરીને આપ્યા. પહેલાં એ મજૂરી કરતા હવે અમે બેય ધંધાવાળા થઈ ગયા.તમે બીજી લોન આપશો તો હાલ જે સાડીઓ લાવુ છું એના કરતા થોડી મોંધી સાડીઓ લાવી શકીશ પણ હા તમે હવે 10ની જગ્યા એ 30,000ની લોન કરજો’ એવું હસતા હસતા પૂરા આત્મવિશ્વાસ સાથે હંસાબહેને કહ્યું...

આવા 7000 થી વધારે વ્યક્તિઓને અત્યાર સુધી અમે લોન આપી ધંધો કરતા કર્યા છે. ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફનો આમાં ઘણો મોટો સહયોગ એમના અમે ઘણા આભારી... 




Mittal Patel meets our loanee Hansaben

Hansaben took interest free loan from VSSM and started
doing independent buisness

Hansaben helped his husband to buy autorickshaw from 
her savings


Wednesday 18 October 2023

With the help of the VSSM's Swavlamban initiative they could convert their dreams into reality...

Mittal Patel meets Zamuba who took interest free loan
from VSSM

God always gives the best and when He does not give, He helps you to find the way to get the best. When God makes you wait, He is preparing to give you the best. One must be patient and continuously strive to do the best. 

Recently in Radhanpur, Patan, all who had been granted loans by VSSM, came to meet me.

They all had shown patience & persistence.

Zamuba & Madhuben said that while everyone went to work , they stayed back to take care of the home. However it was their dream to work and bring home a few rupees. If they get buffalos, they would get the fodder from the forest for free. From the milk that they would deliver to homes, they could earn some money. However the question was who would pay for the buffalo.

Dilipbhai wanted to sell fruits which required more funds, Mitulben wanted to grow her cutlery business, Arvindbhai wanted to do Mandap construction work, Bharatbhai wanted to do furniture work. In short, all had aspirations & dreams but had no funds to fulfill their dreams.

Our colleague Shankarbhai committed on behalf of VSSM that all would get loans. With the help of the loan they could convert their dreams into reality. Everyone's income increased.

Shankarbhai, in a lighter vein, said that if he has to come to collect instalments of loan he will not help them get further loan. This had the desired impact and all deposited their instalment on time in the VSSM account directly. Almost everyone's loan was getting over. Everyone talked about how the loan helped them increase their income. They quietly asked for a second loan. When we asked why the second loan, they reminded us that  we had told them to become financially stable which in turn would help to solve many other problems. They had dreams to fulfill.

We were happy to listen to them & promised them a second loan.

In Patan District we have given such loans to over 1000 families so that they could do independent business. We at VSSM are thankful to Respected Pratulbhai Shroff & Dr K R Foundation. Pratulbhai compares  education to a precious stone and to that we added financial stability. If these both are available to men, their future would be just great. They would become independent and that is what we want.

#VSSM #DrKRSroffFoundation #MittalPatel 

ઈશ્વર જયારે આપે છે ત્યારે સારુ જ આપે છે, નથી આપતા ત્યારે વધુ સારુ મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ આપવાની એ તૈયારી કરે છે..

વાત છે ધીરજની અને જે પણ કાર્ય કરીએ તેમાં સતત મથ્યા કરવાની..

હમણાં પાટણના રાધનપુર જવાનું થયું. અમે રાધનપુરમાં ઘણા પરિવારોને આર્થિક રીતે તેઓ પગભર થાય તે માટે લોન આપેલી. તે એ બધા મળવા આવ્યા. એ દરેકની વાર્તા કાંઈક આવી જ. 

ઝમુબા અને મધુબહેને કહ્યું, 'ઘરના બધા કામે જાય ને અમે ઘર સંભાળીયે પણ મનમાં પોતાના હાથમાં બે પાંચ રૃપિયા આપ કમાઈના આવે એવી હોંશ. ભેંસ લઈએ તો ઘાસચારો તો વગડામાંથી મળી રહે ને ઘર ઘરાવું દૂધ ભરાવીએ તો બે પાંચ રૃપિયા રળી લેવાય. પણ ભેંસ લઈ કોણ આપે?'

દીલપીભાઈ શાકભાજીની લારી ચલાવે એમને ફ્રુટની લારી કરવી હતી પણ એમાં પૈસા ઘણા જોઈએ. આવું જ મીતુબેનનું પણ એમને કટલરીનો ધંધો વધારવો હતો તો અરવીંદભાઈને મંડપનો ધંધો કરવો હતો તો ભરતભાઈને ફર્નીચરનું કામ રાખવું હતું.

ટૂંકમાં સૌના સમણા મોટા હતા. પણ સમણાં પૂરા કરવા પૈસા નહીં.

અમારા કાર્યકર શંકરભાઈએ આ બધાને VSSM મદદ કરશેનું કહ્યું ને અમે લોન આપી..

જેેમાંથી બધાની સુખાકારી વધી..

'લોનના હપ્તા લેવા મને બોલાવશો તો ફેર લોન નહીં આપુ' એવી શંકરભાઈની મીઠી ટકોરે પણ કામ કર્યું ને બધા સીધા અમારા ખાતામાં જમા કરાવતા થયા. 

લગભગ બધાની લોન પૂર્ણ થવામાં હતી. આવકમાં કેવો વધારો થયો એની બધાએ વાત કરી. પછી હળવેકથી બીજી લોનની માંગણી કરી. 

શું કામ બીજી? એમ પુછ્યું તો કહે,

'તમે જ ક્યો છો ને કે પૈસાવાળા થાવ. પૈસા કમાશો તો ઘણા પ્રશ્નો આપો આપ ઉકલી જશે. તે અમારી આંખો હવે સ્વપ્ન જોતી થઈ ગઈ.'

સાંભળીને રાજી થવાયું... આપીશું બીજી લોન પણ..

પાટણ જિલ્લામાં અમે 1000 થી વધારે પરિવારોને લોન આપી સ્વતંત્ર ધંધો કરતા કર્યા છે.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ, Dr K R Shroff Foundation નો ઘણો આભાર આ કાર્યમાં એ અમને ઘણી મોટી મદદ કરે.. પ્રતુલભાઈ શિક્ષણને પારસમણી કહે ને એમાં અમે આર્થિક સદ્ધરતા ઉમેર્યું...

આ બેય ચીજો માણસ પાસે આવી જાય તો એની ગાડી નીકળી પડે અને એ સ્વતંત્ર થઈ જાય અને એ સ્વતંત્ર થાય એ અમારી નેમ...

#VSSM #DrKRSroffFoundation #MittalPatel



Mittal Patel meets our loanees who took interest free loan
from VSSM under its Swavlamban initiative

Madhuben bought buffalo with the help of VSSM's 
swavlamban initiative

Mittal Patel with the nomadic families of Patan who took
interest free loan from VSSM

Mittal Patel with VSSM Coordinator and others for field visit