Friday 21 September 2018

We stand by you, however, to succeed you need to put in hard work and plan better: Dungarbhai's Story

We are right beside you however, to succeed you need to put in hard work and plan better.....
Non-Possession was one of the eleven vows Gandhiji practiced and preached. However, when it comes to installing the habit of earning for living and planning finances with the nomadic families, we need to make them understand the value of regular savings and investing in decent quality of life. For them this would be children’s education, attaining two proper meals a day and money to receive medical services when required. 

Dungarbhai working on the Ganesha Idol in his house
Dungarbhai Marwadi Devipujak (Bawari) was constantly told about the need to save by Kanubhai and Chhayaben. The continuous lecturing has brought about successive change in their life. The small scale interest free loan has helped them earn well. This year they made POP statues of Lord Ganesha. Hopefully, next year we expect them to make the eco-friendly mud Ganesha. The problem they face with the mud Ganesha is of storing them once they are made because even minor exposure to water will distorts the shape of the mud statue. We are sure to find ways to protect the statues against the elements and once they have their own pucca homes they will hardly have to worry about such issues. VSSM is striving to ensure families like Dungarbhai acquires land and assistance from government to build their own homes.

Let’s listen to what Dungarbhai has to say on VSSM’s support...

To watch Dungarbhai's Story, click: https://www.youtube.com/watch?v=oQ-ZG-m7vJg
Ganesha Statues made by Dangarbhai

ગુજરાતીમાં અનુવાદ

ચાલ અમે તને ટેકો કરિયે... અમે છીયે તમારી સાથે... પણ મહેનત કરો અને આયોજન પણ શીખો...

ગાંધીજી અપરિગ્રહ માટે કહેતા. પણ તમે થોડો પરિગ્રહ રાખો અને જુઓ તમે ક્યાં પહોંચી જશો. ડુંગર ભાઈ મારવાડી દેવીપૂજક (બાવરી) બસ આવી જ નાની વાતોમાંથી એ શીખ્યા. કનુભાઈ, છાયા બેન સતત સમજાવે ને જીવનમાં બદલાવ આવ્યો.. વગર વ્યાજની લૉન થાકી સારું કમાતા થયા. એમના જ શબ્દોમાં એમને થયેલો ફાયદો સાંભળો..અને હા ખાસ એમને પીઓપી માંથી આ વખતે ગણેશજી બનાવ્યા છે. માટી માંથી કે ઇકો ફ્રેન્ડલી બનાવવા અમે કહ્યું છે. આવતા વર્ષે કદાચ એ માટીનો ઉપયોગ કરે. પણ માટીમાં પ્રશ્ન મૂર્તિ સઁગ્રહ કરવાની જગ્યાનો છે. વરસાદનું પાણી અડી જાય ને માટીની મૂર્તિ પીગળી જાય એટલે એનું શું કરવું. ખેર રસ્તા એનાયત નીકળશે. સરકાર રહેવા કાયમી જગ્યા આપશે ને પાકું ઘર થશે પછી બહુ વાંધો નહિ આવે ને એ માટે અમે મથીયે છીયે... ડુંગરભાઈને vssm ના લીધે થયેલો ફાયદો એમના જ શબ્દોમાં સાંભળીયે...

To watch Dungarbhai's Story, click: https://www.youtube.com/watch?v=oQ-ZG-m7vJg

Saturday 8 September 2018

Jivabhai's life got Transformed with the help of VSSM Interest Free Loans

Jivabhai with his family

Who trusts the person who keeps smoking and drinking and does nothing?
I was not considered a good person!

My wife also used to get upset with me and go back to her parents’ place.
But Kanubhai (VSSM field worker) trusted me and gave me the loan. 
Now I have got reputation in Bawri community.
I got some jewellery made for my wife. I also got a bracelet, and earrings worth Rs. 20,000/-. I have saved some money in the bank too. 
Jivabhai, who did not even care for being alive when he was drinking, his life has transformed. He has become well to do with the help of the loan.   
He wishes to make his own house and wants to get rid of the shanty.  
Hear the story of Jivabhai in his own words… You will enjoy…

Youtube link: https://www.youtube.com/watch?v=UhPyN_7VkiM

ગુજરાતીમાં અનુવાદ

ગાંજો અને દારૃ પીને પડ્યા રહેનારનો ભરોષો કોણ કરે?
હારા માણહમાં આપણી ગણતરી જ નો થાય...
ઘરવારીએ રીહાઈને વારે ઘડીએ પિયર વઈ જાતીતી..
પણ કનુભાઈ (VSSMના કાર્યકર)એ ભરોષો કઈર્યો ને મને લોન દીધી.
હવે મારા બાવરી સમાજમાં મારી ગણના થવા માંડી.
ઘરવાળીના દાગીના કરાઈવ્યા. મેય હાથનું કડુ, કાનની વીહ હજારની કડલીઓ કરાઈવી ને બેંકમાંય થોડા પૈસા ભેગા કઈરા..
એક સમયે પીધા પછી પોતાના દેહનુંયે ભાન ન રહેતું એવા જીવાભાઈની જિંદગી બદલાઈ ગઈ છે. લોનથી સદ્ધર થયા છે. 
પોતાનું ઘર થાય ને છાપરાંમાંથી મુક્તિ મળે તેવી તેમની ઈચ્છા છે.. 
જીવાભાઈની વાત એમની જ જુબાનીમાં સાંભળો.. મજા પડશે..
Youtube link: https://www.youtube.com/watch?v=UhPyN_7VkiM



Tuesday 4 September 2018

Pratapbhai's Life Changed with the help of VSSM Livelihood Programme

Mittal Patel with Pratapbhai and his wife
"Ben, please take care of us like you do now."

"Why? How did I take care of you?"

"Arre, Ben. You don’t know! You gave 30,000/- at such a fortunate moment that the entire picture changed. I earned a lot and we are living happily. You actually help the most starved progress in their lives. Now not even police harass us. You exposed nomadic tribes to the entire world."

Pratapbhai Vansfoda called me today and when I asked her how I took care of him and he spoke everything he wanted to share. But I am glad he did.

They became stable. Thirty Thousand is not a big amount. But he saved some bit out of it. He told on the phone only, “I got some silver jewellery, like the one you like, made for my daughter. I saved some money too.”

When we went to Pratapbhai's house four months ago, we had made a small video. I am uploading it here hoping that you all will like it. (https://www.youtube.com/watch?v=H2qica8BBG4)

He offered the food with same pleasure as he eats his meals. Let’s believe that the food he offered us was the same as he eats every day. But now he doesn’t have to sleep empty stomach.

VSSM workers Kanubhai, Chhayaben and Mahesh have become helpful to these families while being with them every time. Thank you to them! We express our gratitude to all dear ones who gave us money for loans…

'બેન હાલ જેવું ધ્યાન રાખો સો એવું કાયમ રાખજો.'
'કેમ મે શું ધ્યાન રાખ્યું?'

Mittal Patel and guests relishing food at Pratapbhai's house
'અરે બેન તમને ખબર નથ પણ 30,000/- તમે ક્યા શકનના આલ્યાતા તે આ તીસ મલ્યા પસી આખી શીકલ જ બદલાઈ ગઈ. હું ઘણું કમાણો ખુશ સીએ અન મોજથી ખઈએ સીએ. હાચેન ભૂખ્યા માણહને તમે આગળ લાવો સો. હવે તો પોલીસેય હેરાન નથ કરતી. વિચરતી જાતિને તમે દુનિયામાં બાર પાડી દીધી. આભાર બેન...'

પ્રતાપભાઈ વાંસફોડાનો આજે ફોન આવ્યો ને એમને મે ધ્યાન કેમ રાખવાનું એવું પુછ્યુું ને સામે એમણે જેટલું બોલવું હતું એ બધુંએ બોલી નાખ્યું. પણ સાંભળીને આનંદ થયો. 

તેઓ બે પાંદડે થયા. ત્રીસ હજાર કાંઈ બહુ મોટી રકમ નથી પણ એમાંથી થોડો અવેર કર્યો ને ફોન પર જ કહ્યું, મારી દીકરી હાટુ ચાંદીનું ઘરેણું તમને ગમે એવું લીધુ છે ને થોડી ઘણી બચેતેય કરી છે.

પ્રતાપભાઈના ઘરે ચારેક મહિના પહેલાં ગયેલા ત્યારે તેમનો નાનો વિડીયો લીધેલો આપને સાંભળવો ગમશે એ આશાએ અહીંયા મુકુ છું. (https://www.youtube.com/watch?v=H2qica8BBG4)

અને જે મોજથી એ ખાય છે એવું મોજથી અમનેય જમાડ્યું. રખેને માનતા એ રોજ અમને જમાડ્યા એવું જમે છે. પણ હવે પાણી પીને સુવાનો વારો નથી આવતો.

સંસ્થાના કાર્યકર કનુભાઈ, છાયાબહેન અને મહેશ આપણા આ પરિવારોની સતત સાથે રહીને તેમને આગળ લઈ જવામાં મદદરૃપ થાય છે. તેમનો આભાર ને લોનરૃપી રકમ આપનાર સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા..