Tuesday 31 March 2020

Once a daily wage earning labourer Babukaka now employs 20 people…

Babubhai Raval meets Mittal Patel at her office
We haven’t known each other well, you did not even examine if we have any addictions!! You responded to the call of a poor. How can we ever forget your assistance to us? I have witnessed the amount of hard you put in for the development and empowerment of the nomadic and de-notified tribes. Almighty is going to be very happy with you. 3 years back during the Patan floods, we lost all our belongings, you loaned us Rs. 10,000 and gave us an understanding of how to do to business. We began making coal. You helped us develop the habit of regular savings. We have saved, bought anklets made with 500 grams silver. Later we also got another loan of Rs. 30,000. Life has been good after that. 
Babubhai Raval brought gold earings worth
Rs 64,000/- from his savings

Babubhai Raval from  Khakhal, Patan is an honest and hardworking human being.  These days he is stationed near Ahmedabad’s Ghuma village where he makes coal from babul wood. Once a daily wage earner,  he now employs around 20 people. He was at our office recently to pay the instalment. “May almighty give you the ability to continue doing what you are, you have the blessings of the poor!” Babubhai said while resting his hand over my head to bless me.

A few days back I received a call from him. “Ben, I will come to pay the last instalment in the next 3-4 days. I got gold earnings worth Rs. 64,000 made, will bring the bill when I come to see you. This is all because of you. I have managed to save Rs. 50,000 which I have kept with me as I need to feed the family as well as the 20 people working here!” Babukaka showed me the invoice which I have shared here. I was delighted to learn about his progress.

 “Kaka, you have made the best use of the loan. Also, save as much as you can. This is all because of your efforts and almighty’s blessings, we have just played the role of enablers.”
Babubhai Raval at his workplace

 “That is true, but look at the wealthy around us. God hasn’t given them the ability to think the way you do!! The nomadic tribes will always be grateful to you. Now that we have money we understand its strength. We too will educate our kids as others do. We are on the move to earn living but my daughter-in-law has stayed back in Khakhal so that my grandchildren can go to school. They too should have a better future!!”

Babubhai Raval makes coal from Babul wood
“This is the only vice I have, nothing else!” Babukaka said while bringing out a bidi from his pocket.

I smiled at his honesty and prayed for his happiness.

The pictures – Kaka when he was at the office and his workplace.

 આપણી એવી કોઈ ઓળખોણ નઈ, અમે વ્યસની સીએ ક નઈ ઈનીયે તમે ચો તપાસ કીધીતી? બસ ભગવોન ભરોસે અમન દુઃખી મોણસ હમજી ન તમે મદદ કીધી. તે અમાર તમારો ગણ કોય દાડો ભુલાય?
આ વિચરતી જાતિન આગળ લાબ્બા તમે બધા ચેટલી મેનત કરોસો મુ સાક્ષી સું ઈનો. ભગવોન તમારુ ખુબ હારુ કરસે. બાચી તઈણ વરહ પેલાં પાટણમાં પુર આયું તાણ પુર હારે બધુયે જતુ રયુ'તુ.
તમે દહ હજાર આલ્યા અન ધંધો કરવાની બુદ્ધી આલી. તે કોલસા પાડવાનો ધંધો શરૃ કીધો. દહ હજારમોંથી પોનસો ગ્રોમ ચોદીના કલ્લા કરાયા અને ઘરમો થોડી બચતેય થઈ. એ પસી બીજી તરીની લોણ મોહનભાઈએ આલી. તે ઈના પસી તો લીલાલેર થઈ જ્યું.

પાટણના ખાખલના બાબુભાઈ રાવળ. સાવ સીધા સાદા માણસ. અમદાવાદના ઘુમાથી આગળ આવેલા ગામોમાં બાવળમાંથી કોલસા પાડવાનું કામ કરે. પહેલાં ટંકનું લાવી ટંકનું ખાતા. આજે વીસ લોકોને પોતે મજૂરી આપે છે. ઓફીસે લોનનો હપ્તો આપવા આવ્યા ત્યારે માથે હાથ મુકીને,
'આવું કોમ ભગવોન કરાવતા રે, ગરીબોના આશી બોલશે' એમ કહીને આશિર્વાદ આપ્યા.

થોડા દિવસ પહેલાં એમનો ફોન આવ્યો.
'બુન તરી હજારની લોનનો સેલ્લો હપ્તો બાકી સે તે ચાર દાડા કેડે આલી જઈશ. પણ મે ફોન હાઈઠ ન ચાર ચોસઠ હજારની હોનાની બુટ્ટી કરાઈ એ કેવા કર્યો સે. હપ્તો નોખવા આવું તાણ બીલ લેતો આઈશ. આ બધુ તમારા પરતાપે થ્યું. ચાલી પચા હજારની બચતેય થઈ સે. પણ એ હાથવગા રાખવા પડ. વીસ મોણસન ખવારવું અન મારા કટંબનુંયે પુરુ કરવાનું એટલ થોડા હાથમોં રાખવા પડ્'
બાબુકાકા આજે લોનનો હપ્તો આપવા આવ્યા તે બીલ લઈને આવ્યા જે ફોટોમાં મુક્યું છે.

પણ કાકાની વાત સાંભળીને રાજી થઈ જવાયું. મે કહ્યું, 'કાકા તમે લોનનો બરાબર ઉપયોગ કર્યો. બચત કરજો અને આ બધુ ભગવાનની કૃપાથી થાય છે અમે તો નિમિત્ત છીએ'

એ હાચુ પણ પણ દુનિયામોં ચેવા ચેવા પૈસા વાળા પડ્યા સ, ભગવોને એ બધાય ન ચો આવી બુદ્ધી આલી?વિચરતી જાતિઓ તમારો ઓભાર મોન.. અન બુન પૈસા આયા તો બુદ્ધી આઈ. જગત આખુ સોકરાંઓન ભણાવ તે અમેય ભણાબ્બાનું ચાલુ કીધુ. ધંધા હાટે અમે ફરીએ પણ સોકરાંની વહુ ખાખલમાં રે અને મારા સોકરાંના સોકરાંઓન ભણાવ. ઈમનું જીવન તો સુધરઅ...

બાબુકાકા ઓફીસમાંથી બહાર નીકળ્યા અને બીડી કાઢી એમણે કહ્યુું, 'આ એક જ વ્યસન નહી મેલાતું બાકી આડી અવળી બીજી કોઈ લત નહી....'
એમની નિખાલશ વાત સાંભળી અમે સૌ હસ્યા..
કાકા ખુબ સુખી થાય તેવી ભાવના...
કાકા ઓફીસ આવ્યા તે વેળા તેમની સાથે લીધેલો ફોટો. તેમજ તેમના કામના સ્થળના ફોટો..

#vssm #livelihood #loan #empowerment #nomadic #denotified #help #motivation #success #entrepreneur #business #successstory #happiness #harwork #ngo #mittalpatel #struggle #interestfreeloan #ntdnt #NtdntGujarat #ntdntindia #4change #nonprofit #microfinance #humanrights #sustainabledevelopment #socialimpact #વિચરતા #વિમુક્ત #સ્વાવલંબન #રોજગારી #બીઝનેસ #મિત્તલપટેલ


Friday 13 March 2020

VSSM’s support helps Babubhai Raval start his own venture…

Babubhai Raval
We used to run our household expenses with great difficulty. The loan you had given made me prosper. I could start the business of making coal. Ben, if I don’t pay the loans I was given, then my I will lose my credit.”

Babubhai Laxmanbhai Raval, 55, lives in Khakhal village of Harij Taluka of Patan district. When he came to office, he started pleading when he came to office, “Ben, I am sorry, I could not repay my instalment regularly. I have got money of three instalments with me right now. I want to donate something to the organization as well. I am not dishonest but I could not but I could not sell during the monsoon so I missed an instalment. When we go to make coal, we, I and my son have to go away from our wives and children. My son has three children. My daughter-in-law has to stay home in order to make by grandchildren study. I or my son supply the grocery and money home every 15 days. Before getting the loan, we were agricultural laborers and cultivate the rented land. I got the loan from the organization of Rs.10,000/- and I started the business of making coal. I repaid the loan, repaired my house and made my daughter the silver bracelets of 500 grams. After getting the loan of Rs. 30,000/-, I could work peacefully. Right now in order to work, we came to Ahmedabad. We are clearing the plot owned by Nirma Company in Bhadaj. Earlier, my son and I used to work but now I hire other people to work too. Now we are ten people. We make sure that while clearing, we only remove Gando Bawal and not any other trees such as Neem or anything. We don’t take the labour charges from the land owner. Only, amount we earn by making coal is what we earn. We use JCB machine which cost Rs. 600/- per hour. If we run the JCB for 10 hours, the expense will be Rs. 6000/-. Deducting all this, still I can earn Rs. 6000/- to 7000/-. I could not make my children study due to lack of money but whatever it takes, I will make my grandchildren study. If they will study, they will lead a good life.” 

"Ben, we have a ritual to give ornaments to the daughter in her wedding as trousseau. Next year my daughter will 18. I wish to give her at least money to her in her wedding. Thus, I have decided to put some 20-50 rupees every day in the galla and I want to deposit that money in the bank.”
When I met Babubhai I realized that although he is not educated, he is wise. We salute his understanding towards the importance of education, wisdom to save money and courage to expand his business. We must honour his spirit and honesty at the age of 55. We wish him to continue on this path ethically and keep giving employment to people…    

“ બેન, મજૂરી કરતા તો માંડ માંડ ઘરનું પૂરૂ થતું હતું. તમારી મળેલી લોન મને બહુ ફળી, આજે મારો પોતાનો કોલસા પાડવાનો ધંધો થઇ ગયો. બેન, લીધેલ લોનનો હપ્તો નિયમિત ના ભરીએ તો આપણી ક્રેડીટ બગડે ”

પાટણ જીલ્લાનું હારીજ તાલુકાનું ખાખલ ગામ. પંચાવન વર્ષની ઉંમરના બાબુભાઈ લક્ષ્મણભાઈ રાવળ. અમદાવાદ ઓફીસ આવતાની સાથે બે હાથ જોડી કહેવા લાગ્યા,

Babubhai Raval started the buisness of making coal
with the help of VSSM
બેન, માફ કરજો મારાથી હપ્તા આપવામાં ચૂક થઇ ગઈ. આજે ત્રણ હપ્તા જોડે લઈને આવ્યો છું અને સાથે સાથે મારે સંસ્થાને ધર્માદો પણ આપવો છે. મારા મનમાં ખોટ નથી બેન, પણ ચોમાસામાં ધંધો ના થયો અને હપ્તા આપવાનું ચુકાઈ ગયું. કોલસા પાડવા જઈએ એટલે હું, દીકરો અને એની મા ઘરથી છેટા જતા રહીએ. દીકરાને પણ ત્રણ છોરા છે. એમનું ભણતર ના બગડે એટલે દીકરાની વહું ગામમાં જ રહે. પંદર – પંદર દિવસે હું કે મારો દીકરો જઈ કરિયાણું અને થોડા ઘણા પૈસા આપતા આવીએ. લોન નહોતી મળી એ પહેલા તો ખેતરે મજૂરી કરવા જતો અને ભાગે જમીન રાખતો. સંસ્થામાંથી રૂપિયા ૧૦,૦૦૦ની લોન મળી તો કોલસા પાડવાનો ધંધો શરૂ કર્યો. લોનેય પૂરી કરી, ગામનું ઘર સમુ (સરખું) કરાવ્યું અને મારી દિકરી માટે ૫૦૦ ગ્રામના ચાંદીના કડલા પણ કરાવ્યા. રૂપિયા ૩૦,૦૦૦ની બીજી લોન મળતા આજે આરામથી હું ધંધો કરી શકુ છું. હાલ તો પેટ માટે મજૂરી કરવા અમદાવાદમાં આવ્યા. ભાડજ ગામમાં નિરમા કંપનીનો એક પ્લોટ સાફ કરવા માટે લીધો છે. પહેલા હું અને મારો દીકરો જ મળીને કામ કરતા આજે હું બીજા લોકોને કામ આપતો થઇ ગયો. આજે અમે દસ જણા છીએ. પ્લોટ સાફ કરવાનું રાખીએ તેમાં પણ ગાંડા બાવળ જ કાઢવાના, લીમડો કે બીજા ઝાડ ના કાપીએ. પ્લોટ આપનાર પાસેથી કોઈ મજૂરી નહીં લેવાની, ફક્ત બાવળમાંથી લાકડું બનાવી જે વેચાણ થાય એ જ અમારું વેતન. બાવળ કાઢવા જેસીબી લાવીએ તો એના કલાકના રૂપિયા ૬૦૦/- આપવા પડે. જો દસ કલાક જેસીબી ચાલે તો સીધા રૂપિયા ૬,૦૦૦/- થઇ જાય. પરંતુ બધો ખર્ચ અને ઘર ખર્ચ કાઢતા મહીને આરામથી રૂપિયા ૬,૦૦૦/-થી ૭,૦૦૦/- મળી જાય. પૈસાના અભાવે હું મારા દીકરાને ભણાવી ના શક્યો. તેથી ગમે તે મહેનત કરવી પડે મારે દીકરાના બાળકોને ભણાવવા જ છે. એ ભણશે તો એમનું જીવન સુધરશે.”

“ બેન, અમારા સમાજમાં દીકરીના લગ્નમાં દાગીના આપવાનો રિવાજ છે. મારી દીકરી આવતા વર્ષે ૧૮ વરસની થઇ જશે. એટલે જેટલી શક્તિ એટલી ભક્તિ પણ દીકરીને થોડા ઘણા પૈસા આપવાની ઈચ્છા છે. 
જેના માટે મેં નક્કી કર્યું છે કે ગલ્લામાં હવે રોજના ૨૦ થી ૫૦ રૂપિયા નાંખવા છે અને મહીને એમાં જે મૂડી ભેગી થાય તે બેંકમાં ભરી દેવી છે.”

બાબુભાઈને મળ્યા પછી લાગ્યું કે તે ભણેલા કરતા ગણેલા વધારે. તેમનામાં ભણતરનું મહત્વ, બચત કરવાની કાળા અને તેમના કામને આગળ વધારવાની ધગશને સલામ. પંચાવન વર્ષની ઉંમરમાં પણ એમના જુસ્સાને અને તેમનામાં રહેલી પ્રમાણિકતાને બિરદાવવી પડે. તેઓ આમ જ નીતિથી આગળ વધે અને બીજા અન્ય લોકોને રોજી આપતા થાય તેવી શુભેચ્છા...

Alpeshbhai Parmar progresses with the help of VSSM...

Alpeshbhai Parmar with his rickshaw
“For the first time in my life I got an opportunity to donate Rs. 5000, and I am very much thankful to the organization for this.”

Alpeshbhai Prabhubhai Parmar and his wife live in Gajivada of Rajkot and do cutlery business. They have four children including two daughters and two sons. Alpeshbhai belongs to Kangasiya community. Their traditional business was to prepare combs from wood and horns of animals. But with the passage of time this occupation stopped and died out. Alpeshbhai works as a labor whereas his wife does cutlery business. As the market was large, they had to bring products in bulk. To bring this goods into market they had to pay Rs 300-350/- as rickshaw fare. Alpeshbhai knew how to drive rickshaw and hence he took rickshaw at a rent of Rs. 150/- daily, he also had to pay Rs. 50/- to fill gas in the rickshaw. In this way, he started saving Rs. 100-150/- daily. Now he thinks that if he would buy a new rickshaw he would be able to save the rent of Rs. 150/-.

Alpeshbhai Parmar selling his cutlery items
Alpeshbhai says, “Once my wife and I went to a financial institution to get a loan but the interest rate was too high for us to pay. We got disappointed and went back home. On our way we met a reputed leader of our Kangasiya village, Ravjibhai. He explained us about VSSM. We talked to the field workers of VSSM Kanubhai and Chhayaben about loan. We got a loan of Rs. 50,000/- from the organization. I bought a second-hand rickshaw from that loan. If we would not have got this loan we would be paying high interests of financial institutions and even we would have not got our own rickshaw. Because of the loan monthly amount of Rs. 6000/- which I had to pay as rent was now saved and now I had to pay only Rs. 1500/-. Whatever was saved after deducting all the expenses I would pay instalments? My loan is also over now. With the help of the organisation, our dream of our own rickshaw was accomplished and now I am the owner of a rickshaw.”


With the help of the organization Alpeshbhai bought a rickshaw and after completing the loan. He also wished to donate Rs. 5000/- for children hostel and he also donated the amount. He also wishes to expand his cutlery business. We wish that Alpeshbhai progresses on his path.

“ જીવનમાં પહેલીવાર ૫,૦૦૦નુ દાન કરવાનો અવસર મળ્યો. આ માટે હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. “

રાજકોટના ગંજીવાડામાં રહેતા અલ્પેશભાઈ પ્રભુભાઈ પરમાર અને તેમના પત્ની હાલ કટલરીનો ધંધો કરે. તેમને બે દિકરી અને બે દીકરા એમ ચાર બાળકો. અલ્પેશભાઈ કાંગસિયા સમાજમાંથી છે. જેમનો પરંપરાગત વ્યવસાય લાકડા અને શિંગડામાંથી કાંસકીઓ બનાવવાનો પરંતુ સમય જતા આ કામ બંધ થઇ ગયું. હવે અલ્પેશભાઈ મજૂરી કરવા લાગ્યા અને તેમના પત્નીએ કટલરીના સામાનનું વેચાણ શરૂ કર્યું. બજાર મોટું એટલે સામાન પણ ઝાઝો લાવવો પડે. સામાન બજારમાં લઇ જવા માટે રીક્ષાનો ૩૦૦ થી ૩૫૦ રૂપિયા ખર્ચ થતો. અલ્પેશભાઈને રિક્ષા ચલાવતા આવડતું તેથી તેઓ રોજના ૧૫૦ રૂપિયા ભાડેથી રિક્ષા લાવ્યા અને તેમાં ગેસ પુરાવવાના રૂપિયા ૫૦ થતા. આમ, હવે રોજના ૧૦૦ થી ૧૫૦ રૂપિયા બચવા લાગ્યા. તેમને એવો વિચાર આવ્યો કે જો પોતાની રિક્ષા થઇ જાય તો રીક્ષાના ૧૫૦ રૂપિયા ના આપવા પડે.

 “અલ્પેશભાઈ કહે, એકવાર હું અને મારી પત્ની બંને રીક્ષા માટે ફાઈનાન્સ કંપનીમાં લોન માટે ગયા. અમને પોસાય નહીં તેવું વ્યાજ તેમણે કીધું. અમે નિરાશ થઇ ઘરે પાછા ફરતા હતા એ વખતે અમારા કાંગસિયા સમાજના આગેવાન રવજીભાઈ એ અમને VSSM વિષે માહિતી આપી. VSSMના કાર્યકર કનુભાઈ અને છાયાબેનને અમે વાત કરી. સંસ્થામાંથી રીક્ષા લેવા માટે મને રૂપિયા ૫૦,૦૦૦ની લોન મળતા મે જૂનામાં રીક્ષા ખરીદી લીધી. જો લોન ના મળી હોત તો ફાઈનાન્સ કંપનીવાળાને વધારાના પૈસા ચૂકવવા પડત અને ઘરની રીક્ષા થાત જ નહીં. લોન મળતા મહિનાના ૬૦૦૦ રૂપિયા જે ભાડાની રીક્ષાના વધારાના જતા હતા તે બચી ગયા. હવે ફક્ત ૧૫૦૦ રૂપિયાનો જ ખર્ચ થાય છે. બધું કાઢતા જે પૈસા વધતા તેમાંથી જ લોનનો હપ્તો ભરતા. હવે તો લોન પણ પૂરી થઇ ગઈ. સંસ્થાની મદદને કારણે અમારૂ રીક્ષાનું સ્વપ્ન પુરૂ થયું. આજે હું રીક્ષાનો માલિક બની ગયો. “

સંસ્થાની મદદથી અલ્પેશભાઈ એ રીક્ષા લીધી તેમજ લોન પૂરી થતા સંસ્થા દ્વારા ચાલતી બાળકોની હોસ્ટેલ માટે રૂપિયા ૫૦૦૦નું દાન આપવાની તેમણે વાત કરી અને તેમણે દાન આપ્યું પણ ખરું. તેઓ પોતાના કટલરીના ધંધાને હજૂ ખૂબ આગળ વધારવા માંગે છે. અલ્પેશભાઈ પ્રગતિના પંથે આગળ વધતા રહે તેવી શુભેચ્છા...

VSSM fullfills the dream of Prakashbhai Vadi...

Prakashbhai Vadi at his shop
Prakashbhai Keshabhai Vadi got loan to start his dream tea stall. He was formerly a laborer. Due to the Deesa highway and GIDC at proximity, the trucks have good frequency. In particular, cement and compost sacks are being transported the most. Prakashbhai used to carry the sacks. If there is no transport, then there is no income for Parakashbhai. Prakashbhai is not educated, but looking at his wisdom, it can be said that he is a good entrepreneur. He had an ambition since long to start a grocery store, when he has money. Prakashbhai spoke to Maheshbhai (VSSM worker) for the loan and his ambition. 

Prakashbhai says, “Ben, I was thinking of starting a business but I could not afford it. We, the of vadi community families have been living in the shanty at Nehru Nagar near Deesa GIDC area for the last 3-6 years. My parents are currently living in Old Deesa. I have two daughters. My wife makes bamboo baskets at home. But currently she is pregnant so can't do that work. If I got a loan of Rs.20,000/- and the shop is going well at present. I wish to have a tea shop at GIDC, so in Diwali, Dineshbhai and I had a tea shop in partnership. Dineshbhai vadi is my neighbor. He drives a loading rickshaw. We started running the shop, but I am illiterate and that caused trouble. In the shops around, people suggested to maintain their records of the sell and the PPI who sell rater. I am not educated, I do not know how to write so, the tea stall which we had rented at a cost of Rs. 5,000/- is closed. If the tea stall here is not set up here then I will start a tea stall on Deesa highway. I want to teach my daughters. My own marriage took place at a very young age, so I want to educate my two daughters and would not think of their marriage until they become educated adults. 
Prakashbhai wants to save money by opening an account in Sukanya scheme in the name of both of his daughters. So that by the time their daughters get married, there will be some savings in their name. Prakashbhai wanted to start the shop, so that the people of his settlement don’t have to venture out to buy things. We wish him all the success and happiness for his shop and future…

ડીસા હાઇવે પર ચાની કિટલી કરવાનું સપનું સેવતા પ્રકાશભાઈ કેશાભાઇ વાદી VSSMમાંથી લોન મળી તે પહેલા મજૂરીકામ કરતા હતા. ડીસા હાઇવે અને GIDC નજીક હોવાથી ટ્રકોમાં માલસામાનની અવરજવર સૌથી વધારે થાય. જેમાં ખાસ કરીને સિમેન્ટ અને ખાતરની બોરીઓ સૌથી વધારે આવે. પ્રકાશભાઈ બોરીઓ ચઢાવવા-ઉતારવાનું કામ કરતા. ટ્રકો ના આવે તો મજૂરી મળે નહીં તો ખાલી હાથ જવું પડે. આમ તો પ્રકાશભાઈ ભણેલા નથી પણ એમની સમજદારી જોતા એવું કહી શકાય કે તેઓ ગણેલા તો છે. તેમને ઘણા સમયથી એવી ખેવના કે પૈસાની વ્યવસ્થા થાય તો તેઓ કરિયાણાની દુકાન કરે. લોન માટે પ્રકાશભાઈએ મહેશભાઈ (VSSM ના કાર્યકર)ને વાત કરી.

પ્રકાશભાઈ કહે, “ બેન, ક્યારનું વિચારતો હતો કે પોતાનો ધંધો કરું પણ પૈસાના અભાવે નહોતો કરી શકતો. અમે વાદી પરિવારો છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષથી ડીસા GIDC પાસે નહેરુનગરમાં છાપરા બાંધી વસવાટ કરીએ છીએ. મારા મમ્મી પપ્પા હાલ જૂના ડીસામાં વસવાટ કરે છે. મારે બે દિકરીઓ છે. મારી પત્ની ઘરે વાંસની છાબડીઓ બનાવે છે. પરંતુ હાલ પ્રેગનેન્ટ છે તેથી નથી બનાવી શકતી. મને વાંસના ટોપલા બનાવતા આવડતું નથી તેથી હું મજૂરીકામ કરવા જતો. સંસ્થામાંથી વગર વ્યાજની રૂપિયા ૨૦,૦૦૦/-ની લોન મળી તો વસાહત પાસે એક કેબિનમાં મેં કરિયાણાની દુકાન ચાલુ કરી. હાલ દુકાન સારી ચાલે છે. મારી ઈચ્છા GIDC પાસે ચાની દુકાન કરવાની હતી. તેથી દિવાળીમાં દિનેશભાઈ અને મેં ભાગીદારીમાં ચાની દુકાન કરી. દિનેશભાઈ મારા પડોશી છે. તે પોતે લોડીંગ રિક્ષા ચલાવે છે. સવાર-સાંજ તે દુકાને આવે પણ હું ભણેલો નથી, જેના કારણે થોડી મુશ્કેલી થઇ. આજુબાજુ આવેલી દુકાનોમાં લોકો કહે કે ચોપડીમાં ચાનો હિસાબ રાખો અને અમે મહિને પૈસા આપીએ. હું ભણેલો નથી તેથી લખતા આવડતું નથી તો હિસાબ કેવી રીતે રાખું. ચાની કિટલી ભાડે રાખી હતી જેનું રૂપિયા ૫,૦૦૦ ભાડું હતું. જેથી હાલ ચાની કિટલી બંધ રાખી છે. જો અહિયાં ચાનો ધંધો સેટ નહીં થાય તો હું ડીસા હાઇવે પર ચાની કિટલી કરીશ. મારી બંને દિકરીઓને હું ભણાવવા માંગું છું. મારા પોતાના લગ્ન નાની ઉંમરમાં થઇ ગયા હતા તેથી મારી બંને દિકરીઓ જ્યાં સુધી ભણી ગણીને મોટી ના થાય ત્યાં સુધી લગ્ન નહીં કરું.”

પ્રકાશભાઈ બંને દિકરીઓના નામે સુકન્યા યોજનામાં ખાતું ખોલાવી બચત કરવા માંગે છે જેથી તેમની દિકરીઓના લગ્ન થાય ત્યાં સુધીમાં તેમના નામે થોડી ઘણી બચત તો થઇ જાય. પ્રકાશભાઈને દુકાન કરવાનો હેતુ એ હતો કે વસાહતના છોકરાઓને બહાર સામાન લેવા ના જવું પડે અને નજીકમાં તેમને જરૂરી સામાન મળી રહે. તેમની કરિયાણાની કેબિન ભવિષ્યમાં દુકાનનું સ્વરૂપ લે તેવી શુભેચ્છા...

Thursday 12 March 2020

I could rise up only due to VSSM help...

Rohitbhai Somkuwar playing his keyboard

“Because of the loan provided by the organization, now I can dream of having my own house. I have my own Keyboard and also I have paid the debt of Rs 1,00,000/-. All of this is possible because of the organization and Mittalben.”

“My name is Rohit Ashokbhai Somkuwar. I stay in Gomtipur area of Ahmedabad District. My father does paint work and my mother goes to work in a factory. We are three brothers my eldest brother is married and stays separate from us, my second brother has just completed his studies and has started his job.”
“When I was a kid I was fascinated by music and this from 10th I started to learn how to play keyboard. We all three brothers were small so my mother used to do sewing work at home. From childhood I saw mother and father working hard so decided to learn music soon and start earning. In 1 or 2 years I was able to play well and started to play at shows with my teacher. Slowly and I was able to earn my living.”
“I kept my studies on along with it I also practiced music. After my education was completed I only focused upon my music practice and started experimenting. I did not have enough money to buy my own keyboard and so I bought an old keyboard of my friend Rs. 15000/- Spending.  Slowly everyone came to know about my skills and I got contracts for Marriage and Navratri shows. I did not have a keyboard which I could take to shows and so whenever I had shows. I used to take a keyboard on rent. So every time, I had to pay Rs. 500/- to Rs. 1000/- as rent. And this used to increase when there is season and many a times it so happened that I was unable to do shows because I did not have the keyboard.”
“I used to know VSSM as they worked for Nomadic Tribes. The founder of the organization is Mittalben. I never thought that I will receive help from the organization in such a way. I don’t belong to nomadic community but when I explained my difficulty to mittalben and she gave me interest free loan of Rs. 50,000/- adding Rs 20,000/- to it, I bought a keyboard of Rs. 70,000/-. Now I can play in marriage function, hotel shows, making up of audio jingles, Ranotsav and also in Navratri. If I get work regularly than I can earn 20,000/- to 25,000/- every month but it sometimes also happens that I don’t get work. This time in navratri because of the rain my four shows got cancelled and I incurred a loss of Rs 12,000/- to 15,000/-,” says Rohit.
Rohit Continues, “The loan provided by the organization has helped a lot. At the time of marriage my brother’s we had a debt of Rs. 2,50,000/- with interest of 3%. When I got the loan from VSSM still we had left with Rs. 1,00,000/- to pay. Now that loan is repaid over and also the loan of organization is now also coming to end. When my grandfather divided his property we were only given a small room in which we built a wall and made the separate part as kitchen. My mother has spent many years in this small house, my mother and father are also working hard so that we can get a new house. I wish that my mother can as live in her own house as soon as possible.”
“Because of the loan provided by the organization I could fulfill my dream of a musician. Along with it we were also able to get out of the debt. Now, if I would buy a house from the savings this will also be possible only because of the organization. I am very thankful for the help provided by Mittalben and the organization.”

“સંસ્થામાંથી લોન મળી તો હું આજે પોતાના ઘરનું સપનું જોતો થઇ ગયો. મારું પોતાનું કી-બોર્ડ (મ્યુઝીક સીસ્ટમ) થઇ ગયું. એક લાખ રૂપિયાનું જે દેવું હતું એ પણ હવે ચૂકતે થઇ ગયું. આ બધું સંસ્થા અને મિત્તલબેનના કારણે શક્ય બન્યું.“
“મારું નામ રોહિત અશોકભાઈ સોમકુવર છે. હું અમદાવાદ જીલ્લાના ગોમતીપુર વિસ્તારમાં રહું છું. મારા પપ્પા હાલ કલરકામ અને મમ્મી ફેકટરીમાં કામ કરવા જાય છે. અમે ત્રણ ભાઈઓ છીએ. મારા મોટાભાઈના લગ્ન થઇ ગયા છે. જે હાલ જુદો રહે છે. મારો બીજો ભાઈ અભ્યાસ પૂર્ણ કરી હાલ જ નોકરી પર લાગ્યો છે. “
 “હું નાનો હતો ત્યારથી સંગીત પ્રત્યે ગજબની રૂચિ હતી. દસમાં ધોરણમાં આવ્યો ત્યારથી કી-બોર્ડ વગાડવાનું શીખવા લાગ્યો. અમે ત્રણે ભાઈ નાના હતા તેથી ત્યારે મમ્મી ઘરમાં સિલાઈકામ કરતા. નાનપણથી જોતો કે મમ્મી – પપ્પા ખૂબ મહેનત કરે છે.  એટલે એવું વિચાર્યું કે સંગીત શીખી જલ્દીથી કામની શરૂઆત કરી દઉં. એક– બે વરસમાં સારું એવું વગાડતા શીખી ગયો, તેથી નાના નાના શો કરવા હું મારા સર સાથે જવા લાગ્યો. ધીરે ધીરે હું એટલું તો કમાવા લાગ્યો કે મારો ખર્ચો કાઢી શકું. ”
“ભણતર ચાલુ રાખ્યું અને સાથે સાથે મ્યુઝીકના શો પણ કરતો ગયો. અભ્યાસ પૂર્ણ કરી એકચિત્તે હું સંગીતની પ્રેક્ટીસ અને તેમાં નવા પ્રયોગો કરવામાં લાગી ગયો. મારી પાસે એટલા પૈસા તો હતા નહિ કે હું પોતાનું કી-બોર્ડ લાવી શકું. તેથી મારા મિત્રનું જુનું કી-બોર્ડ રૂપિયા ૧૫,૦૦૦/-માં ખરીદી લીધું. જેના પૈસા થોડા થોડા કરીને ચૂકવી દીધા. ધીરે ધીરે ઓળખાણ વધી અને લગ્ન સમયે, હોટલમાં મ્યુઝીક માટેના શો તેમજ નવરાત્રીમાં પણ કામ મળવા લાગ્યુ. મારી પાસે એવું કી-બોર્ડ તો હતું નહીં કે હું એને શોમાં લઇ જઈ શકું. તેથી જયારે શો હોય ત્યારે હું ભાડેથી કી-બોર્ડ લાવતો. જેના ભાડાના રૂપિયા ૫૦૦ થી ૧૦૦૦ ચૂકવવા પડતા. સીઝન પ્રમાણે ભાડામાં પણ વધારો થઇ જતો. ઘણીયે વાર કી-બોર્ડના અભાવે હું શો કરી શકતો નહીં. “
“VSSM સંસ્થાને હું એ રીતે ઓળખતો કે આ સંસ્થા વિચરતી – વિમુક્ત જાતિ માટે કામ કરે છે. જેના સ્થાપક મિત્તલબેન પટેલ છે. મને આ રીતે સંસ્થાની મદદ મળી રહેશે જેની મેં કલ્પના પણ નહોતી કરી. હું વિચરતી – વિમુક્ત જાતિમાં આવતો નથી. તે છતાં જયારે મિત્તલબેનને મેં મારી મૂંઝવણ કહી તો તેમણે મને નવું કી-બોર્ડ લેવા માટે વગર વ્યાજની રૂપિયા ૫૦,૦૦૦/-ની લોન આપી. બીજા રૂપિયા ૨૦,૦૦૦/-ઉમેરી રૂપિયા ૭૦,૦૦૦/-માં નવું કી-બોર્ડ લઇ આવ્યો. હવે હું લગ્ન પ્રસંગે ગરબા, હોટલના શો, ઓડીયો જિંગલ બનાવવા, રણોત્સવમાં શો, તેમજ નવરાત્રી સમયે પણ આરામથી કામ કરી લઉં છું. આમ જો નિયમિત કામ મળી રહે તો મહિનામાં રૂપિયા ૨૦,૦૦૦/-થી ૨૫,૦૦૦/- મળી રહે. પરંતુ ઘણી વખત એવું પણ થાય છે કે મહિનામાં એક પણ શો ના થાય. આ વખતે નવરાત્રીમાં જ વરસાદને કારણે ચાર શો કેન્સલ થયા. જેથી ૧૨,૦૦૦/- થી ૧૫,૦૦૦/-નું નુકસાન થઇ ગયું. “
“સંસ્થાની આપેલી લોનથી આમ તો મને ઘણો ફાયદો થયો. મારા ભાઈના લગ્ન વખતે ૨,૫૦,૦૦૦/-નું દેવું થઇ ગયું હતું જેમાં ૩% લેખે વ્યાજ હતું. લોન લીધી ત્યારે ૧,૦૦,૦૦૦/- હજી ચૂકવવાના બાકી હતા. જે આજે ચૂકવાઈ ગયા. સંસ્થામાંથી લીધેલ લોન પણ હવે પૂર્ણ થવા આવી છે. મારા દાદાએ જયારે મકાનના ભાગલા કર્યા ત્યારે અમારા ભાગમાં એક ઓરડી આવી જેમાં અમે એક દીવાલ ઉભી કરી રસોડું કર્યું. મારી મમ્મીએ વર્ષો આ નાનકડા ઘરમાં કાઢી નાખ્યા. મારા મમ્મી – પપ્પા પણ ખૂબ મહેનત કરે છે. જેથી અમે ઘર લઇ શકીએ. હું ઈચ્છું છું કે બહુ જલ્દી મારી મમ્મી પોતાના ઘરમાં વસવાટ કરે. “
“સંસ્થાની મળેલી લોનથી હું મારા સંગીતના સપનાને સાકાર કરી રહ્યો છુ. સાથે સાથે દેવામાંથી છુટકારો મળ્યો. હવે બચત કરી ઘર લઈશ તો એ પણ સંસ્થાને કારણે જ શક્ય થશે. મિત્તલબેન અને સંસ્થા દ્વારા મળેલી મદદ માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. “


Amitabhai Gavatiya has realized the importance of savings with the help of VSSM...

Amitbhai Gavatiya with his cutlery items
Amitabhai Ranaji Gawatia lives in Malgadh village of Deesa taluka in Banaskantha district. Amitabhai was formerly employed at a cutlery shop and his wife was to sell cutlery goods at home.

Amitabhai says, "Ben, my salary was low while I was working was. I have young children. He enrolled in private school so that he could get a good education. Sometimes it happens that there is no money to pay the fees. My wife owned a cutlery business, so she was run house expense from cutlery income. One day my wife told me to start a cutlery business rather than a job. I did the same thing in the shop and made a profit to the shop owner so I quit my job. I had a bicycle so I started doing business. He was to bring and sell cutlery goods on a daily basis."
About 5 km from Malgarh Deesa, Amitabhai takes bicycles daily and sells cutlery in the surrounding villages till noon. They would then stand in the DISA market till evening. Amitabhai's uncle's son Prakashbhai started a business by taking loans from the organisation. He knew Maheshbhai (VSSM worker). Prakashbhai met Amitbhai with Maheshbhai. Amitabhai was given a loan of Rs.20,000/- from the organization. On receiving the loan, they brought the cutlery goods by cash. In which he and his wife both went on to do business. Currently, they earn 300 to 400 rupees daily. During the festival, one earns Rs. 700 to 800 In addition to. His wife doing business in the village, he also goes for business of cutlery in the fair around the village. Amitabh Bike wants to bring a cutlery goods business. For which they also save.
Amitabhai says, Ben, I am very grateful to the organization. Because of them I can earn good today. My son got sick and I couldn't pay regular installments. The organization is our only support for the poor man like us. Otherwise, who would give a loan to someone like us? Thank you so much to the organization and Mittalben ... "
Amitabhai has realized the importance of savings. They are saving some of the revenue they earn from the cutlery goods business. Pray to the Lord as they progress ...

અમિતભાઈ રાણાજી ગવાટીયા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનાં માલગઢ ગામમાં વસવાટ કરે છે. અમિતભાઈ પહેલા કટલરીની દુકાનમાં નોકરી કરતા અને તેમના પત્ની ઘરે કટલરીના સામાનનું વેચાણ કરતા.
અમિતભાઈ કહે, “ બેન, હું નોકરી કરતો જેમાં પગાર ઓછો પડતો. મારે નાના છોકરા છે. તેમને સારું ભણતર મળી રહે તે માટે પ્રાઇવેટ સ્કુલમાં નામ લખાવ્યા. અમુકવાર તો એવું પણ થાય કે ફી ભરવાના પણ પૈસા ના હોય. મારી પત્ની કટલરીનો ધંધો કરે તેથી ઘરનું જેમ તેમ પૂરું થઇ જાતું. એક દિવસ મારી પત્નીએ મને કહ્યું કે નોકરી કરવા કરતા કટલરીનો ધંધો શરું કરી નાંખો. હું દુકાનમાં એ જ કામ કરતો હતો અને નફો દુકાન માલિકને થતો તેથી નોકરી છોડી દીધી. મારી પાસે સાઈકલ હતી તેથી ધંધો કરવાનું શરું કર્યું. રોજ કટલરીનો સામાન લાવતો અને વેચાણ કરતો. “
માલગઢ ડીસાથી ૧૦ કિલોમીટર દૂર, અમિતભાઈ રોજ સાઈકલ લઈને આજુબાજુના ગામોમાં કટલરીનો સામાન બપોર સુધી વેચે. ત્યારબાદ તેઓ ડીસા બજારમાં સાંજ સુધી ઉભા રહે. અમિતભાઈના કાકાના દીકરા પ્રકાશભાઈએ સંસ્થામાંથી લોન લઇ ધંધો શરું કર્યો હતો. તેઓ મહેશભાઈ (VSSMના કાર્યકર)ને ઓળખતા હતા. પ્રકાશભાઈએ અમિતભાઈની મુલાકાત મહેશભાઈ સાથે કરાવી. સંસ્થામાંથી અમિતભાઈને રૂપિયા ૨૦,૦૦૦/-ની લોન આપવામાં આવી. લોન મળતા તેઓ કટલરીનો સામાન રોકડેથી લાવ્યા. જેમાં તે અને તેમના પત્ની બંને ધંધો કરવા લાગ્યા. હાલ તેઓ આરામથી રોજના ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કમાઈ લે છે. તહેવાર દરમિયાન ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાણી થાય છે. તેમના પત્ની ગામમાં તો ધંધો કરે છે તે સિવાય ગામની આજુબાજુ થતા મેળામાં પણ કટલરીના સામાનનો ધંધો કરવા જાય છે. અમિતભાઈ બાઈક લાવી તેમાં કટલરીના સામાનનો ધંધો કરવા માંગે છે. જેના માટે તેઓ બચત પણ કરે છે. 
અમિતભાઈ કહે, બેન, હું સંસ્થાનો ખૂબ આભારી છું. તેમના કારણે હું આજે સારું કમાઈ શકું છુ. મારો દીકરો બીમાર પડ્યો જેના કારણે હું નિયમિત હપ્તા ભરી ના શક્યો. અમારા જેવા ગરીબ માણસ માટે સંસ્થા જ અમારો સહારો છે. નહિ તો અમારા જેવાને કોણ લોન આપે. સંસ્થાનો અને મિત્તલબેનનો ખૂબ ખૂબ આભાર...”
અમિતભાઈ બચતનું મહત્વ સમજ્યા છે. તેઓ કટલરીના ધંધામાં જે આવક થાય તેમાંથી થોડી ઘણી બચત કરી રહ્યા છે. તેઓ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના...

Shankarbhai Luhar's buisness increased with the help of VSSM..

Shankarbhai Luhar selling slippers
“ I got an interest free loan and I could prevent myself 3% interest and approximately Rs. 300/- every day on the borrowed money.” 
Shankarbhai Chunaji Luhar lives in Sindhi Colony of Deesa of Banaskantha District since last 30 years. He is a blacksmith by profession. His two sons go to do the job and one son named Rajendra does the business of footwear. There are 11 people in Shankarbhai’s family. 


When we talked to Rajendrabhai on phone, he says, “Ben, our ancestors came to Deesa in bullock cart with all their household material. They were all blacksmiths. My father is also a blacksmith. We make axes and agricultural equipment’s in bulk. The people who sale in retail buy their goods from us. We know the organization since last 4-5 years. I have done a diploma in mechanical engineering. I had got a job on that basis. But I had a respiratory problem and I fell sick for a month or so. We had to spend a lot of money in the treatment. I had got a job in Kutch but due to my illness, my family was not ready to let me move there.  I was very susceptible to get the attack again. So, I started working in a footwear shop. I used to earn Rs. 5000/- in that. In the course of time, I realized that the owner is exploiting me. So, I decided to do my own business. I talked to my father. My father talked to Maheshbhai (VSSM fieldworker) and I got the loan of Rs. 30,000/- in the name of my father. After getting an interest free loan, I bought a second-hand hand cart. I bought the material to make footwear from the remaining amount. I started selling footwear in the main market of Deesa near the fountain chowk.  

My business is going well now. I also sell seasonal products on festivities. Deducting the daily expense, I could do Rs. 250 to Rs. 300/-. So, I can easily earn Rs. 10,000/- per month. It is great that I got the loan. If we need to borrow money we can only get Rs. 27,000/-. The lender takes Rs. 30,000 from us. We would have to pay Rs. 3000/- more. I would be able to do the business only because of the loan received from organization. I could set up my own business. I want to start my own shop. But I will do that when I have financial availability. Right now I just want to do the business on my hand cart. 

Rajendrabhai had developed entrepreneurial skills while doing the business. His business is set now. We wish him good health and prosperity…
“ સંસ્થામાંથી વગર વ્યાજની લોન મળી તો ઉછીના ૩ ટકા વ્યાજે પૈસા લેવાથી અમે બચી ગયા. આમ જોઈએ તો રોજના ૩૦૦ રૂપિયા વધારાના આપવામાંથી બચ્યા. “
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ સિંધી કોલોનીમાં શંકરજી ચુનાજી લુહાર છેલ્લા ૩૦ વર્ષથી વસવાટ કરે છે. તેઓ પોતે લુહારીકામ કરે છે. તેમના બે દીકરા નોકરી કરવા જાય છે અને એક દીકરો રાજેન્દ્ર ચપ્પલનો ધંધો કરે છે. પરિવારમાં ૧૧ સભ્યો છે. રાજેન્દ્રભાઈ સાથે ફોન પર વાત થઇ તો તેઓ કહે,
“ બેન, આમ તો અમારા બાપદાદા ગાડામાં સામાન લઇ ડીસામાં આવ્યા અને છાપરા બાંધીને રહ્યા. તેઓ લુહારીકામ જ કરતા હતા. હાલ પણ મારા પપ્પા લુહારીકામ કરે છે. અમે હોલસેલમાં દાતરડા, દાતરડી, કુહાડી વગેરે બનાવીએ. છૂટક વેચવાવાળા અમારે ત્યાંથી સામાન લઇ જાય. સંસ્થાને અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ઓળખીએ છીએ. મેં ડીપ્લોમામાં મિકેનિકલનો કોર્સ કરેલો છે. જેમાં મને નોકરી પણ મળી હતી. પરંતુ મને શ્વાસની બિમારી થતા છ મહિના જેવો હું બીમાર પડ્યો. જેમાં ઘણો ખર્ચ થઇ ગયો. મને કચ્છમાં નોકરી મળી હતી પણ ઘરથી દૂર મોકલવા માટે પરિવારના સભ્યો તૈયાર ના થયા. હવે આ રીતે દૂર નોકરી કરી શકું તેવી પરિસ્થિતિ હતી નહીં. ગમે ત્યારે તબિયત બગડે તેવી સંભાવના હતી. તેથી મેં ડીસામાં જ ચપ્પલની દુકાનમાં નોકરી કરવાની શરૂઆત કરી. જેમાં મને રૂપિયા ૫૦૦૦/- પગાર મળતો. સમય જતા એવું લાગવા લાગ્યું કે દુકાનનો માલિક મારું શોષણ કરી રહ્યો છે તેથી મેં પોતાનો ધંધો કરવાનું વિચાર્યું. ઘરે મારા પપ્પાને વાત કરી. મારા પપ્પાએ મહેશભાઈ (VSSMના કાર્યકર)ને વાત કરતા સંસ્થા તરફથી મારા પપ્પાના નામે રૂપિયા ૩૦,૦૦૦/-ની લોન કરવામાં આવી. વગર વ્યાજની લોન મળતા મેં જૂનામાં લારી લઇ લીધી અને બાકી રહેલા પૈસામાંથી ચપ્પલનો સામાન લાવી ડીસા ફૂવારા પાસે ધંધો કરવા લાગ્યો. ધંધો સારો જામી ગયો છે. હું તહેવાર અને સીઝન પ્રમાણે પણ વસ્તુઓનું વેચાણ કરું છું. રોજનો ખર્ચ બાદ કરતા ૨૫૦ થી ૩૦૦ રૂપિયા નફો થઇ જાય છે. એટલે મહીને રૂપિયા ૧૦,૦૦૦/- આરામથી મળી રહે છે. લોન મળી તો ઘણું સારું થઇ ગયું. અમારે ત્યાં પૈસા ઉછીના લઈએ તો રૂપિયા ૨૭,૦૦૦/- મળે. જેમાં લેણદાર અમારી પાસેથી ૩૦,૦૦૦/- રૂપિયા લે. રૂપિયા ૩૦૦૦/- વધારાના આપવા પડે. સંસ્થાએ લોન આપી તો આજે હું ધંધો કરી શકું છુ તેથી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છુ. સંસ્થાના કારણે આજે મારો પોતાનો ધંધો થઇ ગયો. દુકાન કરવાની ઈચ્છા છે પણ ડીસામાં દુકાનના ભાવ બહુ છે તેથી જયારે વ્યવસ્થા થશે ત્યારે દુકાનનું કરીશ. હાલ તો લારીમાં જ ધંધો કરવો છે. “
રાજેન્દ્રભાઈએ કામ કરતા કરતા ધંધો કરવાની આવડત કેળવી લીધી. આજે તેમનો ધંધો જામી ગયો છે. તેઓ તંદુરસ્ત રહે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા...


Saturday 7 March 2020

VSSM always remains grateful to its donors for helping bring change in lives of individuals like Sureshbhai Kangasiya

Sureshbhai Kangsiya and his wife selling readymade garments
Young girls are taught the art of making cutlery & sell readymade garments in Kangasiya Community. At first it was a pleasure to know, but I did not like what Sureshbhai said. He said,
“Ben, we don’t allow our daughters to study much, after marriage. I will send my daughters to school till 7th standard because our only requirement is that they can count and manage our cutlery business as they need some knowledge into accounting, once they learn this our traditional business is going to run smooth. We involve them into cutlery business since childhood itself so that they can gain maximum knowledge and can earn their livelihood.

Sureshbhai’s wife has also done the same thing. 

"Ben, I've been in the business of selling cutlery and readymade clothing ever since I was a child.  I am not much educated but my accounts is excellent, I never make a mistake of even a single rupee. ”
Sureshbhai wants his daughters to study well. But girls are still not getting education in society. Whether it is a daughter or a son, both need to be taught their traditional occupations. No one has foretold what will happen tomorrow. But today's daughters do not get as much freedom as they need to get married and due to bad notions such as of education, dowry, shame, child marriage etc.
Sureshbhai and his wife work together selling readymade garments. It seems necessary to see that bay is similar in this regard. Both are well trained. Even before his marriage, his wife was into readymade business and still doing the same at present. Sureshbhai says,

“Khodubhai is associated with the organization. He was the one who spoke to me that VSSM organization offers interest loans without developing a business. He visited me with Kanubhai and Chhayaben. I was given a loan of Rs. 30,000 with ready cash, they brought readymade clothes and started selling. Even now we buy goods with cash. So thought of doing a seasonable business. Every day, he sits in the Kharedi market and go to the Gujri Bazar in Jamnagar every Monday. If goods are large and varied, they may be sold more. If you buy luggage in stock then you will benefitted. 
Sureshbhai has repaid his loan entirely. He wants to expand his business. If he buys the material of readymade garments, he will be beneficial. If he feels in the need in future, the organization will be helpful.

VSSM is able to brighten the lives of many people due to the many well wishes like you. This light will spread even more. We are thankful to you for all your support


નાનપણથી જ દીકરીઓને કટલરી અને રેડીમેડ કપડાના વેપારની કળા શીખવાડતો કાંગસિયા સમાજ. પહેલા તો આ જાણી આનંદ થયો પણ સુરેશભાઈએ જે કહ્યું એ થોડું ના ગમ્યું. તેઓ કહે,
“બેન. અમારે તો દીકરીઓને વધારે ના ભણાવાય, લગ્ન પછી લાજ કાઢવાની આવે. હું મારી દીકરીઓને સાત ધોરણ સુધી ભણાવીશ. લખતા વાંચતા આવડી જાય એટલે બહુ થયું. હિસાબ કરતા આવડવુ જોઈએ. હિસાબ આવડે એટલે ધંધો સારો થાય. હું પોતે બે ચોપડી (ધોરણ) અને મારી પત્ની સાત ચોપડી ભણેલી છે. પરંતુ અમે નાનપણથી કટલરી અને રેડીમેડ કપડાના વ્યવસાય સાથે જોડાયેલા છીએ.”
સુરેશભાઈના પત્નીએ પણ એ જ વાત કરી.
“ બેન, પિયરમાં હતી ત્યારથી આ કટલરી અને રેડીમેડ કપડા વેચવાનો ધંધો કરું છું. સાત ચોપડી ભણેલી છું પણ હિસાબ મારો ચોખ્ખો હોય. એક રૂપિયાની ભૂલ ના આવે. દીકરીઓને પણ કટલરીનો વ્યવસાય કરતા શીખવાડ્યું હોય તો કાલ ઉઠીને એમને કામ લાગે “
દિકરીઓને સુરેશભાઈ ભણાવી રહ્યા છે પરંતુ હજી ઘણાયે સમાજમાં દીકરીઓને ભણતર મળતું નથી. દીકરી હોય કે દીકરો હોય બંનેને પોતાનો પરંપરાગત ધંધો શીખવાડવામાં આવે એ જરૂરી છે. ભવિષ્ય કોઈએ નથી ભાખ્યું કે કાલે શું થશે. પરંતુ આજેય દીકરીઓને અમુક ધોરણ સુધીનું ભણતર, દહેજપ્રથા, લાજ કાઢવી, બાળલગ્ન વગેરે કુરિવાજોને કારણે જોઈએ એટલા પ્રમાણમાં સ્વતંત્રતા મળતી નથી.
સુરેશભાઈ અને તેમના પત્ની બંને ભેગા મળી રેડીમેડ કપડાનો ધંધો કરે છે. એ જોઈ એવું જરૂર લાગે કે બેય આ બાબતમાં સરખા છે. બંને સારી રીતે વેપાર કરી જાણે છે. લગ્ન પહેલા પણ તેમના પત્ની રેડીમેડ કપડાનો ધંધો કરતા અને આજે પણ કરી રહ્યા છે. સુરેશભાઈ કહે,
“ સંસ્થા સાથે સંકળાયેલા ખોડુભાઈ મારા સગા થાય. તેમણે જ મને વાત કરી કે VSSM સંસ્થા ધંધો વિકસાવવા વગર વ્યાજની લોન આપે છે. મારી મુલાકાત તેમણે કનુભાઈ અને છાયાબેન સાથે કરાવી. સંસ્થામાંથી મને રૂપિયા ૩૦,૦૦૦ની લોન આપવામાં આવી. લોન મળતા રોકડેથી રેડીમેડ કપડા લાવ્યા અને વેચાણ શરુ કર્યું. હાલ પણ રોકડેથી સામાન ખરીદીએ છીએ. આમ તો અમે સિઝનેબલ ધંધો કરીએ. રોજ ખારેડી બજારમાં બેસીએ અને દર સોમવારે જામનગરમાં ગુજરી બજાર ભરાય તેમાં જઈએ. સામાન વધારે હોય અને તેમાં વિવિધતા હોય તો વધું વેચાય. ઝાઝો સામાન ખરીદીએ તો ફાયદો થાય. ખારેડીમાં અમે છ જણા ભેગો સામાન લાવીએ અને પછી વેચાણ કરીએ.”
સુરેશભાઈએ નિયમિત હપ્તો ભરી લોન પૂરી કરી દીધી. તેઓ પોતાનો ધંધો વિકસાવવા માંગે છે. તેઓ અમદાવાદમાંથી રેડીમેડ કપડાનો સામાન ખરીદે તો તેમને ઘણો ફાયદો થઇ શકે તેમ છે. તેથી ઈચ્છે છે કે ભવિષ્યમાં જરૂર પડશે તો સંસ્થા તેમને મદદ કરશે. 
VSSM સંસ્થા એ દાતાઓની મદદથી ઘણા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. આ ઉજાસ ધીરે ધીરે 

Dipakbhai's life got Transformed with the help of VSSM Interest Free Loans..

Dipakbhai's uncle's son learns
sewing machine in his shop
after coimg to school
Dipakbhai Bholabhai Parmar resides in Gariyadhar of Bhavnagar District. In his family he has his parents and a big brother.  Dipakbhai’s father goes to polish diamonds whereas Dipakbhai and his brother does tailoring. Dipakbhai is 12th Pass and his brother has completed two years of college. When Dipakbhai was in 10th and his brother was in 12th they found much difficulty in finding uniform and thus decided to learn tailoring. And so they started to learn Tailoring in vacation. After vacation also they used to learn it by deducing some time out of their schedule and it took them 4 years to learn it and after that they didnot had so much savings to start their own business and so took a small shop on rent in their own village in which he had tpo pay 1800 Rs as shop rent and 1500 Rs as machine rent.Dipakbhai says, “My paternal uncle (fuva) used to know rameshbhai (A VSSM feildworker) so I explained him my position asked him that everymonth I have to pay 3300 Rs as rent and so whatever I earn a greater part I have to pay as rent. we do the tailoring of Mens garments and as diwali is approaching if we can get our own machine 1500 Rs can be saved. we received an interest free loan of Rs.. 40,000 from the organization and from it we bought three machines seeing us our cousin from maternal uncle also came to our shop to learn it. so now we save the amount of machine rent. I will pay the loan installments regularly and I am giv ing pledge to do so for which we have kept a box in which everyday we keep 50 to 100 Rs. into it so that we can get an amount to pay as installment. When we were studying in school we used to watch our mother who was saving some money and so we also learns to save. The money saved in this box has helped us to get through many works. Now in our village we have a savings organization were we save 1000 Rs every month. VSSM is working very good so we are happy to join this organization. The organization has lead their trust on me by giving me the loan so I would not break this trust.”
Dipakbhbai and his brother sewing in his shop
Dipakbhai wants to start his own shop and for that he is saving money.Because of the habbit of saving and his hard work he has been able to fulfil his dreams. Because of school uniform he learned stiching and now he is dreaming of his own shop. We wish that he fullfills his dreams in near future. Because of the help of you donors these people are able to dream and try to acheive their dreams. Thank you so much to all donors...


દિપકભાઈ ભોળાભાઈ પરમાર ભાવનગરના ગારિયાધારમાં રહે.પરિવારમાં માતા-પિતા અને એક મોટોભાઈ છે. દિપકભાઈના પિતા હીરા ઘસવા જાય. બંને ભાઈઓ સિલાઈકામ કરવાનું કામ કરે. દિપકભાઈ ૧૨ પાસ છે અને તેમના મોટાભાઈએ કોલેજના બે વર્ષ કર્યા છે. દિપકભાઈ ૧૦માં ધોરણમાં અને તેમના મોટાભાઈ ૧૨માં ધોરણમાં ભણતા હતા ત્યારે સ્કુલ યુનિફોર્મ મેળવવા માટે તેમને બહુ મુશ્કેલી પડી. બંનેએ નક્કી કર્યું કે હવે સિલાઈકામ શીખવું છે.તેથી બંને ભાઈઓએ વેકેશનમાં સિલાઈકામ શીખવાનું શરૂ કર્યું. વેકેશન પૂરું થયા પછી પણ બંને ભાઈઓ સમય કાઢી સિલાઈકામ શીખવા જતા.ત્રણ થી ચાર વર્ષ તેમને શીખતા લાગ્યા. બંને ભાઈઓ પાસે એટલી તો મૂડી હતી નહીં કે ધંધો શરૂ કરે તેથી તેમના ગામમાં જ ચાલતી દુકાન ભાડેથી લઇ તેમાં કામ કરવા લાગ્યા. જેમાં રૂપિયા ૧૮૦૦/- દુકાનનું ભાડું અને રૂપિયા ૧૫૦૦/- સિલાઈમશીનનું ભાડું ચૂકવવું પડતું. ધંધો સારો ચાલે તેથી બંને ભાઈઓ દુકાન અને મશીનનું ભાડું આપી સિલાઈકામ કરતા.

દિપકભાઈ કહે,“ મારાફુવા જીતેન્દ્રભાઈ, રમેશભાઈ (VSSMના કાર્યકર)ને ઓળખતા. તેમને મેં મારી પરિસ્થિતિ વિશે વાત કરી કે મહિના દરમિયાન જે આવક થાય તેમાંથી રૂપિયા ૩૩૦૦/- તો ભાડામાં જ જતા રહે. અમે જેન્ટ્સ ગારમેન્ટનું કામ કરીએ. દિવાળી આવશે એટલે કામ વધવાનું, તેથી જો પોતાના મશીન થઇ જાય તો રૂપિયા ૧૫૦૦/- ભાડું ન ચૂકવવું પડે.સંસ્થામાંથી રૂપિયા ૪૦,૦૦૦ની વગર વ્યાજની લોન મળતા અમે ત્રણ મશીન લઇ આવ્યા. અમને જોઈ મારા મામાનો દીકરો હવે અમારી દુકાનમાં પણ સિલાઈકામ શીખવા આવે છે.આમ હવે અમને સિલાઈ મશીનનું ભાડું નહીં થાય. લોનના હપ્તા નિયમિત ભરવા માટેની હું બાંહેધરી આપું છુ. જેના માટે અમે દુકાનમાં એક ગલ્લો રાખ્યો છે. જેમાં રોજના રૂપિયા ૫૦ થી ૧૦૦ નાખીએ એટલે લોનનો હપ્તો ભરવા જેટલા પૈસાભેગા થઇ જાય.અમેસ્કૂલમાં ભણતા ત્યારે જોયું કે મારી મમ્મી રોજના થોડા થોડા પૈસા બચાવતા. તે જોઈ અમે પણ ગલ્લામાં પૈસા ભેગા કરવાની શરૂઆત કરી. આ ગલ્લામાં ભેગી કરેલી થોડી થોડી બચતે અમારા કેટલાયે કામો પારપાડ્યા. તેથી હવે તો અમે અમારા ગામમાં બચત મંડળ ચાલે. જેમાં દર મહીને ૧૦૦૦ રૂપિયા ભરીએ છીએ.VSSM સંસ્થા આટલું સારું કામ કરે છે એટલે સંસ્થા સાથે જોડાવાનો આનંદ છે. સંસ્થાએ મારા પર ભરોસો રાખી લોન આપી. તેથી સંસ્થાનો વિશ્વાસ ક્યારેય નહીં તોડું.“

દિપકભાઈ પોતાની જેન્ટ્સ ગારમેન્ટની દુકાન કરવા માંગે છે.જેના માટે તેઓ બચત કરી રહ્યા છે. નાનપણથી રહેલી બચતની આવડતથીઅને મહેનતથી જરૂર તેઓ પોતાના સપના સાકાર કરશે. સ્કૂલના યુનિફોર્મની જરૂરિયા તને કારણે દિપકભાઈ સિલાઈ શીખ્યા અને આજે પોતાની દુકાનના સ્વપ્ન જોતા થઇ ગયા. ભવિષ્યમાં દિપકભાઈ પોતાના સપના ને સાકારકરે તેવી શુભેચ્છા. આપ સૌ દાતા દ્વારા મળેલ અનુદાનથી લોકો સપના જોતા થયા છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે મથી રહ્યાછે. આપસૌ દાતાઓ નો ખૂબ ખૂબ આભાર...



Govindbhai Raval could take a sigh of relief with the support of VSSM...


Govindbhai Raval with his buffalo
Govindbhai Melabhai Raval resides in Delavada village of Mansa Taluka of Gandhinagar District since last 40 years. Govindbhai used to work as a labour lifting the bags in Market Yard of Mansa. In which during monsoon, he gets less work but still he earns Rs. 1500/- weekly. From Long time, he was thinking to buy a buffalo and had saved Rs. 10,000/- To buy a buffalo he was required to get extra Rs.10,000/- along with it. He talked about it with Rizwanbhai (A VSSM field worker). he got a loan of Rs. 10,000/- So if he would buy a buffalo and give its milk in the dairy he would get more income but it was not possible to buy a buffalo in 20,000/- and so bought the calf still it was not able to give milk for next one year and he got the expense to take care of it.

Govindbhai says, “Ben, how can we trust
anyone like this because many people came in the village made us sign some documents and after that never returned? Rizwanbhai came to the village for the first time in Delvada for survey. For one and a half year we did not trust him. He started coming to our settlement regularly. We could not get our caste certificates for many years but when we got those into our hands, we started to trust Rizwanbhai and the organization. Mittalben came to our home and we were really happy for it. I was born in Delvada. Since then we are living in shanty, we had Aadhar documents and APL card. It has been 40 years now and we still did not receive any water or electricity supply. Rizwanbhai has filled up the forms of plot for residence and supply of water and electricity for us. We stay in the shanty without any supplies with our children, we are not able to sleep at night. We wish that we get electricity- water supply as soon as possible. As we got Mittalben and the organization we don’t feel that we are alone we feel like we have someone with us. If we get plots than it would be great support for us”.

Applications are filled so that people staying at Delvada village gets plot to reside, electricity and water supply and also issuance of BPL card before the government. The organization is trying their best to provide basic necessities to these people of Delvada as soon as possible.  Because of you donors we are able to give houses to the ones who don’t have it and bringing brightness in their life thanks a lot to every one of you...


ગાંધીનગરના માણસા તાલુકાનું દેલવાડા ગામ. જેમાં ગોવિંદભાઈ મેલાભાઈ રાવળ છેલ્લા ૪૦ વર્ષથી વસવાટ કરે.ગોવિંદભાઈ માણસા માર્કેટયાર્ડમાં કોથળા ઉપાડવાનું કામ કરે. તેમાં તેમને હાલ ચોમાસામાં કામ ઓછું મળે તે છતાં અઠવાડિયામાં ૧૫૦૦ રૂપિયા તો મળી રહે.તેઓ ઘણાં સમયથી ભેંસ લાવવાનું વિચારતા. થોડા થોડા કરી તેમણે રૂપિયા૧૦,૦૦૦ ભેગા કર્યા. જેમાં ભેંસ આવી શકે તેમ નહોતી. ભેંસ લાવવા બીજા રૂપિયા ૧૦,૦૦૦ની જરૂર હતી. ગોવિંદભાઈ એ રીઝવાનભાઈ (VSSMના કાર્યકર)ને વાત કરી. જો ભેંસ આવી જાય અને ગોવિંદભાઈ ડેરીમાં દૂધ ભરાવવા લાગે તો આવક વધી જાય. સંસ્થા તરફથી ગોવિંદભાઈને રૂપિયા ૧૦,૦૦૦ની લોન આપવામાં આવી. રૂપિયા ૨૦,૦૦૦માં ભેંસ તો આવે નહીં તેથી ગોવિંદભાઈ પાડી લાવ્યા. પાડી દૂધ આપતી થાય તેને હજી લગભગ વર્ષ જેવું થશે. ત્યાં સુધી ગોવિંદભાઈને પાડીની દેખરેખ પાછળ ખર્ચ કરવો પડશે.
ગોવિંદભાઈ કહે, “ બેન,આમ કેવી રીતે કોઈના પર ભરોસો કરીએ. કારણકે કેટલાય લોકો આવ્યા અત્યાર સુધીમાં, ખોટી ખોટી લાલચો આપે, ફોર્મ ભરે અને જતા રહે, પછી પાછા ફરીને જોવા પણ ના આવે. તેથી રીઝવાનભાઈ(VSSMના કાર્યકર)દોઢ વર્ષ પહેલા દેલવાડામાં સર્વે માટે આવ્યા ત્યારે અમે તેમના ઉપર વિશ્વાસ ના કર્યો. તેઓ અમારી વસાહતમાં અવારનવાર આવતા થયા. ઘણા વર્ષોથી અમે લોકો જાતિના દાખલા માટે ધક્કો ખાતા હતા.જયારે એ જાતિ પ્રમાણપત્ર અમારા હાથમાં આવ્યા ત્યારે સંસ્થા પર અને  રીઝવાનભાઈ પર ભરોસો બેઠો. મિત્તલબેન પોતે અમારી વસાહતમાં આવ્યા એટલે બહુ આનંદ થયો. મારો જન્મ અહિયાં દેલવાડામાં જ થયો. વર્ષોથી અમે આ છાપરામાં રહીએ.આધારના પુરાવાતો અમારી પાસે હતા. રેશનકાર્ડ હતું એપણ APL કાર્ડ હતું.૪૦ વર્ષ થવા આવ્યા હજી અમારા છાપરામાં લાઈટ, પાણીની કોઈ સુવિધા નથી. રીઝવાનભાઈ દ્વારા અમને રહેણાંક અર્થે પ્લોટ મળે તેનાં તેમજ અમારા વિસ્તારમાં લાઈટ – પાણીની સુવિધા થાય તે માટેના ફોર્મ ભરવામાં આવ્યા છે. અમે છાપરામાં કોઈ જાતની સુવિધા વગર બાળકો સાથે રહીએ છીએ. રાતે ઊંઘ પણ આવતી નથી. લાઈટ – પાણીની વ્યવસ્થા જલ્દી થાય એવું અમે ઈચ્છીએ છીએ. VSSM સંસ્થા અને મિત્તલબેન મળ્યા તો હવે એવું લાગે છે કે અમે એકલા નથી. કોઈ અમારી સાથે છે.જો ભવિષ્યમાં અમારા ઘર થઇ જાય તો રહેવા માટેનો આધાર થઇ જાય. “
દેલવાડામાં વસતા પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળી રહે, તેમના વિસ્તારમાં લાઈટ – પાણીની સુવિધા, તેમજતેમના બી.પી.એલ. કાર્ડ માટે સરકારમાં અરજી કરવામાં આવી છે. સંસ્થા દ્વારા પૂરા પ્રયત્નો રહેશે કે દેલવાડામાં વસતા પરિવારોને ઝડપથી પ્રાથમિક સુવિધાઓ મળતી થાય.આપસૌ દાતાઓની સહાયથી ઘરવિહોણા પરિવારોના ઘર થઇ રહ્યા છે. તેમના જીવનમાં ઉજાસ ફેલાઈ રહ્યો છે.તે માટે અમે આપના આભારી છીએ...

Story of Transformation in the lives of Nomads...

Kuriben Mali with her cow
In the year 2017, Gujarat experienced extremely heavy rainfall in the Banaskantha district. The floods receded in all the encompassing villages in a terminal way. People lost their household, cattle and also their livelihood. Among many others, one such sufferer was, Lalabhai. 

All was lost for Lalabhai after the floods. In such a situation, Lalabhai started questioning, what he had done to the nature that was so corrupt that he was getting punished for the same. Even in such difficult time Lalabhai did not abandon hope. VSSM organization supported Lalabhai and provided him with a loan of Rs. 1 lakh. With this capital, he started the business of cattle rearing with two cattle and now his business has accelerated and is tremendously booming with 40 cattle under his care. 
The tales of Lalabhai’s success were heard by all in his community and he was approached by his friends to not just guide them in their business ventures but also provide them with financial support.
Kuriben Bikhaji Mali, Maheshkumar Mafaji Mali, Venaji Somaji Mali, Jivanbhai Gamjibhai Patani, Paruben Manubhai Raval, Dadamben Sangrambhai Raval, Rekhaben Maheshkumar Mali, Ranchhodbhai Rajabhai Raval, and Sangrabhai Nagjibhai Raval who approached VSSM through Lalabhai. They say, 
“Ma’am, we too want to own a stable like Lalabhai. If you could give us the capital, be able to make our lifelong dream come true.” 

Maheshbhai Mali with his buffalo
Sangrambhai Raval and his wife 

The organization then provided them all with loans of Rs. one lakh each. The lack of experience was one of the hurdles faced they. But their zeal to work and succeed was so tremendous that they chose to work with Lalabhai and learn the business than to suffer a loss due to lack of experience. Leaving the days of daily wage and agricultural labour behind them these people have successfully produced capital by producing and selling dairy products. Through selling, they today not only earn their livelihoods, but are also paying back the instalments of the loans given by the organisation.
Maheshbhai milking in dairy and other people
“Ma’am, today, it’s much better now. Earlier we had to live our lives on day to day basis. There was a time in our lives where we use to find it burdensome to even pay for our children’s education. We are able to have an occupation and generate money due to the colossal efforts of Lalabhai and Mittal Patel. Today I am able to dream beyond satisfying my basic need and opening a stable myself. We can’t thank them enough. We really owe them everything.” 
Jivanbhai says.
Lalabhai’s brother Sangrambhai says, “Ma’am, earlier also I use to work with my brother on the stables. With the help of Mittalben we, all 9 of us were able to get loans, but then we decided to work on Lalabhai’s stable before starting our own business, to get a hands- on experience for the same. We were all able to start dreaming because of you. Seeing the progress at present, we would like to believe that in future, Umbari village will be in the leading position for producing milk. ”
This is the story of the village of Umbari, in the Shihori block, in Banaskantha district.
When we look back at the times of difficulty that gripped the Umbari village we are proud of the progress made not just by the progress of Lalabhai but all others. There was a time when all hope was lost, but today we look back at the memories and are able to see new dreams and aspirations building in the minds of these people.

“ બેન, અમારે પણ લાલાભાઈની જેમ તબેલો કરવો છે. તમે લોન આપો તો અમે પણ સપનું પૂરું કરી શકીએ અને અમારોય લાલાભાઈ જેવો તબેલો થાય “
આ કહેનાર છે બનાસકાંઠાના શિહોરી તાલુકાનાં ઉંબરી ગામમાં વસવાટ કરનાર કુરીબેન ભીખાજી માળી, મહેશકુમાર મફાજી માળી, જીવણભાઈ ગમાજીભાઈ પટણી, પારૂબેન મનુભાઈ રાવળ, દાડમબેન સંગ્રામભાઇ રાવળ, રેખાબેન મહેશકુમાર માળી, સંગ્રામભાઇ નાગજીભાઈ રાવળ, રણછોડભાઈ રાજાભાઈ રાવળ...
લાલાભાઈ નાગજીભાઈ રાવળ બનાસ ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવે છે. તેથી તેમને આ વર્ષે બનાસ ડેરી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૧૭માં બનાસ નદીમાં પૂર આવ્યું. તેની આજુબાજુ વસતા ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા. આ પૂરે આજુબાજના ગામોની હાલત ખૂબ જ દયનીય કરી નાંખી. લોકોની ઘરવખરી અને ઢોરઢાંખર બધું જ પૂરમાં તણાઈ ગયું. જેમને નુકશાન થયું એમાંથી એક લાલાભાઈ. VSSM સંસ્થા દ્વારા પૂરથી પીડિત લોકોને ઘરવખરી અને અન્ય સામગ્રી આપવામાં આવી. લાલાભાઈ જ્યાં વસવાટ કરતા હતા ત્યાં એવી પરિસ્થિતિ હતી કે કશું જ બચ્યું નહોતું. એક ચમચીયે જોવા ના મળે. લાલાભાઈ એટલા નિરાશ થઇ ગયા હતા કે એમના મોઢે એવું જ નીકળ્યું કે,
“ મેં કુદરતનું એવું તો શું બગાડ્યું હતું કે એણે મારી સાથે આવું કર્યું.”
ભગવાન પરથી લાલાભાઈનો ભરોસો ઉઠી ગયો હતો. પરંતુ પોતાની જાત પરથી તેમણે ભરોસો ગુમાવ્યો નહોતો. VSSM સંસ્થાએ એમનો હાથ ઝાલ્યો અને તેમને લોન આપી. લોન મળતા તેમણે પશુપાલનનો ધંધો શરૂ કર્યો અને આજે તેમની મહેનત રંગ લાવી. બે ગાયોથી કરેલી શરૂઆત આજે ૪૦ ગાય-ભેંસો સુધી પહોચી ગઈ.

લાલાભાઈને આ રીતે આગળ વધતા જોઈ તેમની આસપાસ રહેતા કુરીબેન, રણછોડભાઈ, સંગ્રામભાઇ, જીવણભાઈ, પારૂબેન, રેખાબેન, મહેશભાઈ, વેણાજી, દાડમબેનને એવું લાગ્યું કે તેઓ પણ આવી રીતે તબેલો કરે. જેમના માટે તેમણે લાલાભાઈને વાત કરી. લાલાભાઈએ ઈશ્વરભાઈ રાવળ (VSSMના કાર્યકર)ને વાત કરતા દરેકને એક લાખ રૂપિયા લોન આપવામાં આવી. તેમની પાસે તબેલા માટે કોઈ અનુભવ નહોતો તેથી પહેલા તેમણે લાલાભાઈ સાથે રહી કામ કરવાનું વિચાર્યું. તેમને મળેલ લોનમાંથી બીજી ૨૦ ગાય અને ભેંસો ખરીદવામાં આવી. આજે તેઓ લાલાભાઈ સાથે મળી કામ કરી રહ્યા છે. દૂધ ભરાવતા જે આવક થાય છે તેમાંથી સંસ્થામાંથી લીધેલ લોનનો હપ્તો પણ ભરી રહ્યા છે. પશુપાલનનો ધંધો લાલાભાઈ સાથે શરૂ કર્યો.તે પહેલા દરેક લોકો મોટાભાગે ખેતમજૂરી અને છૂટક મજૂરી કરતા. જેમાં તેમના ઘરનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું. જીવણભાઈ કહે,
“ બેન, હવે તો ઘણું સારું થઇ ગયું. પહેલા તો માંડ માંડ ઘરનું પૂરું થતું. ઘણી વખત તો બાળકોના ભણતરનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઇ જતો હતો. લાલાભાઈ સાથે મળી કામ કરીએ છીએ તો ઘણું શીખી રહ્યા છીએ. ભવિષ્યમાં પોતાનો તબેલો કરવો છે. લાલાભાઈ એ અમને રાહ ચીંધી. મિત્તલબેન અમારા જેવા ઘણાયે લોકોને આ રીતે વગર વ્યાજની લોન આપે છે. જેનાથી અમારા જેવા કેટલાય લોકોના ઘરમાં ચૂલા સળગે છે. મિત્તલબેનનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. “
લાલાભાઈના ભાઈ સંગ્રામભાઇ કહે,
“ હું મારા ભાઈ સાથે પહેલા પણ તબેલામાં મદદ કરાવતો. લોન લઇ પોતે તબેલો કરવાનું વિચાર્યું. મિત્તલબેનને વાત કરી તો મને પણ રૂપિયા એક લાખની લોન આપવામાં આવી. અમને નવ લોકોને એક સાથે લોન મળી. લાલાભાઈ સાથે બેસી વાત કરી. બધાએ હાલ એ નિર્ણય કર્યો કે પહેલા છ સાત મહિના અમે લાલાભાઈ સાથે જ મળી કામ કરીએ. જયારે ફાવટ આવી જશે ત્યારે અમે પણ જુદો તબેલો કરી લઈશું.”
લાલાભાઈ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ લોકો સપના જોતા થયા હવે તેમણે તેને પૂરા કરવા માટે ડગ પણ માંડી દીધા છે. જે રીતે લાલાભાઈ સાથે જોડાયેલા લોકો પોતાના સ્વપ્નને પૂરું કરવા જોતરાઈ ગયા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે એક દિવસ ઉંબરી ગામ પશુપાલનના વ્યવસાયમાં મોખરે હશે.
આ વખતે ઉંબરી ગામની મુલાકાત લીધી. લાલાભાઈએ જે રીતે આગતા સ્વાગતા કરી એ જોઈ લાગ્યું આ એ જ લાલાભાઈ છે જે એક સમયે હારી ગયા હતા. આજે એમને જોઈ બીજા લોકો પણ આગળ વધી રહ્યા છે. સંસ્થાને પણ આ વાતની ખુશી છે. આપ સૌ દાતાઓની મદદને કારણે આ બધું શક્ય થઇ રહ્યું છે તેથી સંસ્થા આપ સૌ દાતાઓની હંમેશા આભારી રહેશે. 

#vssm #MittalPatel #nomadsofindia #nomadsofgujarat #nomadiccommunities #livelihood #employment #SelfReliant #financialindependence #nomadictribes #denotifiedtribes #swavalamban, 

Babubhai Bajaniya could earn his livelihood with the help of VSSM...

Babubhai Bajaniya selling his cutlery items
Babubhai Malabhai Bajaniya’s home is located in the Dudosan village of Banaskantha, but he
had to fight for restoring his livelihood, when he was doing shared cropping and he also
couldn’t get any kind of employment opportunity in the village. So he spent the next five years
living in a shanty, staying on a farm with his wife and children.

“Ma’am, our kids were growing up and so living in the shanty was not an option, so leaving everything there I came back to the village. I tried to take up agriculture as a full-time job but the income was not enough to sustain our livelihood. So I tried to start with our age old family business of cutlery, but we couldn’t afford it. In 2011, I met Shankarbhai and Mohanbhai during a religious event held by Moraribapu for the Nomadic De-Notified tribes, where I came to know that Shankarbhai and Mohanbhai work for VSSM, Which offers interest free loans to NT-DNT Communities. I talked to shankarbhai  received a loan of Rs. 10,000/- as an opportunity to start our business. After this I started our business, but with a bicycle I could only cover a limited distance and hence I thought of buying a bike, so while saving from daily income and borrowing 10,000/- I bought a bike by giving a down payment. The distance that could never be covered on foot was now easily covered and I could sell much more goods. Now, I lacked the capital for buying new stock and hence the organization, understanding my necessity, VSSM gave me a loan of another 20,000/-, from
which I used 5,000/- to pay an installment and the other 15,000/- was used to buy stock. Now I
am successfully doing business.”

Now, Babubhai is financially independent to pay an amount of Rs. 2050/- as an installment for
the bike and Rs. 2000/- to the organization. He also gives a donation of Rs.100/- to the organization every month. His business is going very well. Two of his girls are married and his son is getting further education. His second son, after completing the eighth grade, has left school. He wants all his children to learn the business of cutlery so that they can dodge any financial difficulty.

Expressing his gratitude to the organization Babubhai says, “Ma’am, only because of VSSM I
can earn livelihood. If VSSM would not have helped us then a lot of people like me would
have been living on daily wages, with no savings or safety and never able to think about their children’s future.”

“ બેન, લોન મળી તે પહેલા ખેતી ભાગે રાખતો, અમે ત્યાં જ ઝુપડું બાંધી પડી રહેતા, લોન મળી તો આજે કટલરીનો ધંધો કરતો થઇ ગયો. ”

બનાસકાંઠાના સૂઈગામ તાલુકાનું દુદોસણ ગામ. બાબુભાઈ માલાભાઈ બજાણીયાનું ગામમાં પોતાનું ઘર ખરું. તેમને ખેતી કરતા આવડે પણ ભાગે ખેતી રાખે તો પૈસાયે ઓછા મળે અને ગામમાં એટલું કામ પણ ના મળે. તેથી તેઓ પાંચેક વર્ષ તો વિસનગર રહ્યા. ઝુપડું બાંધી બાળકો સાથે વાડીમાં જ પડ્યા રહે. બાબુભાઈ કહે,

“ બેન, બાળકો હવે મોટા થઇ રહ્યા હતા. આમ ખેતરમાં પડ્યા રહીએ તો કેમ ચાલે? તેથી બધું સમેટી ગામડે રહેવા આવતો રહ્યો. થોડાક દહાડા ખેતી ભાગે રાખી પણ તેમાં ઘરનું પૂરું થતું નહિ. તેથી અમારો વારસાગત ધંધો કરવાનું વિચાર્યું. અમારા બાપદાદા પણ કટલરીનો સામાન ગામેગામ જઈ વેચતા. હું પણ આ કટલરીનો ધંધો કરવા માંગતો પણ પૈસાના અભાવે કરી શકતો નહીં. ૨૦૧૧માં જ્યારે વિચરતી વિમુક્ત જાતિ માટે મોરારિબાપુ દ્વારા કથા કરવામાં આવી ત્યારથી હું શંકરભાઈ અને મોહનભાઈ (VSSMના કાર્યકર) ને ઓળખું છું. આ સંસ્થા અમારા જેવા વિચરતી જાતિના લોકોને વગર વ્યાજે લોન આપે છે એવી મને જાણ હતી. શંકરભાઇને વાત કરતા મને રૂપિયા ૧૦,૦૦૦/-ની પહેલી લોન મને સંસ્થા તરફથી આપવામાં આવી. લોન મળતા કટલરીનો સામાન લાવી ધંધો શરું કર્યો. પહેલા સાઈકલ લઇ ધંધો કરવા જતો. જેમાં એક થી બે ગામ જ ધંધો કરી શકતો. તેથી વિચાર્યું કે જો બાઈક લઇ લઉં તો વધું ગામ ફરી શકું. તેથી સંસ્થાએ આપેલ લોનની સાથે સાથે થોડી થોડી બચત કરતો ગયો. રૂપિયા ૧૦,૦૦૦/- ભેગા થતા બીજા રૂપિયા ૧૦,૦૦૦/- ઉછીના લઇ લીધા. રૂપિયા ૨૦,૦૦૦/- ડાઉનપેમેન્ટ ભરી બાઈક લઇ લીધું. હવે હું બાઈકમાં કટલરીના સામાનનો ધંધો કરવા લાગ્યો. બાઈકમાં ૫૦ કિલોમીટર સુધીના ગામમાં જઈ ધંધો થઇ શકતો હતો. પરંતુ પૈસાના અભાવે હું વધું કટલરીનો સામાન લાવી ધંધો કરી શકતો નહિ. સંસ્થામાંથી મને બીજીવાર લોન મળે તો હું સારી રીતે
ધંધો કરી શકું તેમ હતું તેથી મેં ફરીથી લોન માટે વાત કરી. સંસ્થાએ મારી પરિસ્થિતિ સમજી મને બીજીવાર રૂપિયા ૨૦,૦૦૦/-ની લોન આપી. લોન મળતા સૌથી પહેલા રૂપિયા ૫૦૦૦/-નું દેવું હતું તે પૂરું કર્યું અને બાકીના રૂપિયા ૧૫,૦૦૦/-નો કટલરીનો સામાન લાવી ધંધો શરું કર્યો.”

આજે બાબુભાઈ મહિને રૂપિયા ૨૦૫૦/- બાઈકનો હપ્તો અને રૂપિયા ૨૦૦૦/- સંસ્થામાંથી લીધેલી લોનના હપ્તા ભરે છે. તે સિવાય તેઓ દર મહિને હપ્તાની સાથે સાથે સંસ્થાને રૂપિયા ૧૦૦/-નું ધર્માંદુ પણ આપે છે. હવે તેમના ઘરનું ગુજરાન પણ સારી રીતે ચાલી જાય છે. તેમને ચાર બાળકો છે. તેમાં બે છોકરીઓ અને એક છોકરાના લગ્ન થઇ ગયેલ છે. મોટો છોકરો હાલ સુરતમાં છે. તે હીરા ઘસવાનું કામ શીખી ગયો છે. હવે બે ત્રણ મહિના પછી તે પણ કામે લાગી જશે. નાનો છોકરો મોટા છોકરાની જેમ જ આઠ ધોરણ ભણી ભણવાનું છોડી દીધેલ છે. બાબુભાઈની ઈચ્છે છે કે તેમનો દીકરો પણ કટલરીનો ધંધો શીખે. જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય. બાબુભાઈ કહે,

 “બેન, સંસ્થા છે તો અમારો આધાર છે. સંસ્થા ના હોત તો અમારા જેવા કેટલાય રખડી પડત. રોજનું લાવીને રોજ ખાતા હોત અને પોતાના બાળકોના ભવિષ્ય માટે ક્યારેય ના વિચારી શકત.

#VSSM #MittalPatel #Swavlamban #VSSMforNomads #interestfreeloan #nomadictribes #Denotifiedtribes #independent #livelihood