Wednesday, 17 January 2018

Equality broke Caste Barrier

Nomadic Community Member Fuljibhai broke Caste Barrier
Mittal Patel with Darbar Women
“I can give you loan but what if you don’t pay the instalments? Fuljibhai Devipujak who was standing nearby said firmly, “Ben, I am their guarantor. If these people don’t repay I will be bound to pay your money back!” 
Social atmosphere is smothered by casteism. Everyone has forgotten the fact that they are Indians at the end of the day. Everyone has started identifying their own caste and that has become the only important thing. In such a situation, Fulabhai easily flung the caste barrier away.   
"Although you are helping people from Nomads, take a look at our plight once. Then you decide to help us or not. We are Darbars. We don’t like pleading for help. But 2017 floods destroyed everything. Our cattle died and our fields were washed away. Can’t you give us loans the way you gave it to Devipujaks of Patni Odha village? We really need it otherwise we would not have asked for it", these women said pleadingly.  

This incident took place when some Darbar women from Patni Odha which is a part of Khariya village had come to request for the loans to buy buffaloes. Nothing can be more accurate example of unity than a Devipujak man being a guarantor of Darbar women.

I am happy and proud. The meaning of Pledge ‘all Indians are my brothers and sisters” was proven true… Now I will have to give loans to these women.

This picture with Darbar women has been taken by Naran. 

ગુજરાતીમાં અનુવાદ

‘લોન આપુ પણ પછી હપ્તા ના ભરાય તો?’
પાસે ઊભેલા ફુલજીભાઈ દેવીપૂજકે કહ્યું, ‘બેન હું ઓમની ગેરંટી લઉ. આ લોકો લોણ લે અન ના ભરઅ તો હું ભરવા બંધાયેલો!’
ચારેબાજુ #જાતિવાદનું #ઝેર ઓકાઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ભારતીય હોવાનું ભુલી ગયો છે ને હું ફલાણી જાતિનો ને ઢીંકણી જાતિનો એ કહેવા લાગ્યો છે ને જાણે એ જ અગત્યનું બની રહ્યાનું દેખાઈ રહ્યું છે. ત્યારે જાતિવાદના આ વમળને આમ સાવ સહજ રીતે ફુલાભાઈએ હડસેલી દીધું. 
‘તમે વિચરતી જાતિઓન ભલે મદદ આલો પણ અમારી હાલત એક ફેરા જુઓ. પસી તમે જ નક્કી કરો ક અમન મદદ કરવી ક નઈ. અમ દરબાર સીએ. ઓમ મદદ મોગવી ના ગમ. પણ 2017મોં આયેલા પુરે બધુ બગાડી મેલ્યુ. અમારી ભેંસોય જઈન ખેતર બેતરેય બગડી જ્યાં. પટણી ઓઢામોં #દેવીપૂજકોન લોણ આલી ઈમ અમન ના આલો? ખરેખર જરૃર હ નકર ના મોગત.’
ખારિયાગામનું પરુ પટણીઓઢામાં રહેતી દરબાર #બહેનો ભેંસ લેવા માટે લોન આપો એવી વિનંતી સાથે મળવા આવ્યા ને ઉપરની વાત થઈ.
એક દેવીપૂજક ભાઈ દરબાર બહેનોની #ગેરંટી લે એનાથી મોટી સમભાવનાની વાત શું હોઈ શકે...
આનંદ થયો ને ગર્વ પણ. પેલી #પ્રતિજ્ઞા અમે ભારતીય છીએ ને બધા #ભારતીયો મારા ભાઈ બહેન છે એ સાર્થક થઈ... લોન તો આપવી જ રહી... 
દરબાર બહેનો સાથે કેમેરામાં કંડારવાનું નારણે કર્યું...

No comments:

Post a Comment