Saturday, 6 January 2018

VSSM Supports Jagdishbhai

VSSM helps Jagdishbhai rebuild life after he suffers devastating loss of property and health in the floods of 2017
  
Jagdishbhai with his tempo which he bought with the help of VSSM
Jagdishbhai Bawabhai Raval, a resident of Umri village, lost his farm land to the floods of 2017. Just near the farm was his house which also collapsed in the consistent rains. Jagdishbhai is a small marginalised farmer and the only piece of land he owned wasn’t enough to give him sustainable income hence, he also ferried a camel cart. The destruction of land and home wasn’t enough, Jagdishbhai lost the camel cart too, in a freak road accident which proved fatal for the camel. The cart also suffered irreparable damage and Jagdishbhai had to be hospitalized. He had requested for a loan to buy buffaloes but, later had to withdraw the request because the accident had left some physical challenges due to which he wasn’t feeling capable to indulge in cattle farming.

VSSM offered Jagdishbhai an interest free loan of Rs. 50,000 to help rebuild his livelihood. The support helped him purchase a second-hand tempo rickshaw to ferry goods. The earning has been well. However, he still need to manage to repair his land and house from this income. Currently, he continues to live in a shanty.

VSSM has written to the government to help Jagdishbhai rebuild his home. The upcoming elections prohibited the Department of Social Welfare to act on these requests. But hopefully, the application will see some progress now.

Jagdishbhai is grateful for the support VSSM and its well-wishers have provided him and families like his overcome the devastating impacts of the calamity. “We lost everything to the floods grains, vessels, household items, if you hadn’t given us tents, food and vessels how would we have managed to survive? You are also helping us rebuild our livelihoods, our lives with the interest free loans. Your support has been that of Almighty’s. Who else does such big help in the times we live? Jagdishbhai sells vegetables and earns Rs. 500 except the cost of diesel.

We will continue to  pray for you well-being and progress, Jagdishbhai.

VSSM is grateful to Kutchi Jain Foundation for supporting individuals like Jagdishbhai rebuild their lives.


ગુજરાતીમાં અનુવાદ

જગદીશભાઈ બાવાભાઈ રાવળ ઉમરીગામમાં રહે. 2017માં આવેલા પૂરમાં તેમની જમીન ધોવાઈ ગઈ અને જમીન પર બાંધેલું ઘર પણ પડી ભાંગ્યું. જગદીશભાઈ નાના સીમાંત ખેડુત. જમીનના ટુકડામાં પુરુ ના થાય એટલે તેઓ ઊંટલારી પણ રાખતા ને તે ભાડે ફેરવતા. પણ 2017ના પુરમાં જમીન અને ઘરના નુકશાનની સાથે સાથે તેમની ઊંટલારી પણ છીનવાઈ ગઈ. ઊંટલારીને રોડ પર ચલાવી રહ્યા ને વાહન સાથે તેનો અકસ્માત થયો. ઊંટ પાસેના રેલવે નાળામાં પડ્યું ને મૃત્યુ પામ્યુ. લારી તુટી ગઈ ને જગદીશભાઈને પણ પાટણ હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા. દુકાળમા અધિકમાસ જેવી હાલત થઈ. તેમણે ભેંસ ખરીદવા માટે લોનની માંગણી કરી પણ પછી તેમણે કહ્યું મારાથી પશુપાલન થશે નહીં. અકસ્માતના કારણે આર્થિક અને શારીરિક તેમને ખુબ નુકશાન થયું હતું.

જગદીશભાઈને આપણે રૂ.50,000 વગર વ્યાજવા રોજીરોટી કમાવવા નવો ધંધો શરૃ કરવા આપ્યા ને તેમાંથી તેમણે જુનામાં ટેમ્પો રીક્ષા ખરીદી. તેઓ શિહોરીમાં રીક્ષા લઈને સામાનની હેરફેર કરે છે. સારુ કમાય છે. પણ આ આવકમાંથી જ તેમણે જમીન સરખી કરવાની ને ઘરેય બેઠું કરવાનું છે. હાલ તો સાવ છાપરાંમાં રહી રહ્યા છે.  
આપણે તેમનું ઘર બને તે માટે સરકારને મદદ કરવા લખ્યું છે. ચૂંટણી હોવાના કારણે સમાજ કલ્યાણ અધિકારી કોઈ જવાબ નહોતા આપી રહ્યા. પણ હવે કામ કરશે તેવું લાગી રહ્યું છે. જગદીશભાઈ કહે છે, સંસ્થા અને સંસ્થા સાથે સંકળાયેલા સૌ સ્વજનોએ ખરા સમયે મદદ કરી. પુરમાં અમારુ બધુ જ જતું રહ્યું હતું તમે વાસણ, અનાજ ને તંબુ ના આપ્યા હોત તો ક્યાં રહેત તે પ્રશ્ન હતો. વળી અમને ફેર બેઠા કરવા વગર વ્યાજે પચાસ હજાર આપ્યા. કળયુગમાં આવી રીતે કોઈ મદદ કરે એ ભગવાને કરેલી મદદ બરાબર છે. હાલ છકડા રીક્ષામાં તેઓ શાકભાજી વેચવાનું કરે છે. ડીઝલ કાઢતા તેમને રુપિયા પાંચસો આરામથી મળી રહે છે. બસ જગદીશભાઈ સુખી થાય તેવી ભાવના આપણે વ્યક્ત કરીએ ને જગદીશભાઈને ફરે બઠા કરવા કચ્છી જૈન ફાઉન્ડેશને મદદ કરી તે માટે આપના આભારી છીએ...



No comments:

Post a Comment