Thursday, 1 February 2018

VSSM holds Lalabhai Raval's hand in his rough times...

Lalabhai Raval took Mittal Patel in his tractor to show his condition 
 



“You gave Rs. 50,000/- for Buffalo and I brought Buffalo. I deposited Buffalo milk at Dairy and saved Rs. 40,000/-. I borrowed Rs. 90,000/- on interest from the village and added to that Rs. 40,000/- and brought pregnant cow. I thought that when cow will give birth to calf, I would sell its milk and my expenses will run in that way slowly but unfortunately my cow gave birth to a calf and something happened to it. It died. Its calf also died without it. I am working too hard ben (madam) but in this flood, everything drowned. Even a spoon drown from my house. The house I built in farm and Bena, both drown and destroyed. Almost Rs. 7 Lacs furniture and other things of my house drowned in the flood. I and my nephew decided to build a new bore-well for farming and we brought the material for it. The ring for bore well had to come on the next day but the God had put such a ring in our lives that our dreams too drowned in the flood. We don’t understand that what God has decided to do! We come on a life track with hard work at a longer time and one such natural disaster destroys it. It was Naranbhai who gave us a little hope to call you to ask for help.” Said Lalabhai Raval from the Umri village Kankrej area of Banaskantha District who met me during the Flood Rehabilitation help distribution programme. He said everything was OK at that time but after two days when he called, the story was painful. I felt that he is broken emotionally and financially.
Lalabhai Raval's material to build bore-well drown during the flood

Almost about Rs. two to three lacs material to build bore-well drown during the flood. We hardly found some of the things out of the things were collected for bore-well but where to found the land we actually had earlier? 

Banas River drowned the land of Lalabhai and other many families of the Umri village. Land evasion was about more than 5 feet in the flood. The land would not be again the way it was even after spending 1000 of rupees to work up on it. Banas River had almost snatched away that land. 
Banas river drowned the land of Lalabhai and other many families of the Umari village

Lalabhai and his uncle thought to saw some land and do farming on the rest small land and borrowed the amount of Rs. Two Lacs on interest and made a bore-well using the remaining material to build bore-well. Land was small so there was only option they had was to do Livestock Breeding felt Lalabhai. In the midst of it, the dream of selling the milk of new cow was died with the cow. He dreamed of to pay all the borrowed money on interest for farming or the installments of the loan taken to buy the Tractor. How many dreams had been seen on the bases of that Cow but nature doesn’t allow to do as decided. Nature had decided something else for Lalabhai and Lalabhai had almost lost his courage to do anything. 

Lalabhai Raval lost his house during flood
“What should I do ben?” his voice was expressing his broken heart condition. He wanted to ask for help but he could not speak it for a longer time. I too could not understand that how to help for it but it was sure to help him in my mind. Then he uttered, “We don’t want for free but help us by giving loan but save us.” 

I pray that Nature may not put someone in such a helpless situation. The photos are the proof of the land evasion and the way he had lost his house in the flood. He took us to show the “Nature’s Anger” leading in to his Tractor. I am just sharing it to make you all understand the pain he is passing through…” 


‘તમે પચા હજાર ભેંસ બલ્લે આલ્યા અન મુ ભેંસ લાયો. ભેંસનું દૂધ ડેરીમોં ભરાઈન ચાલી હજાર ભેગા કર્યા ઈમોં નવું હજાર ગોમમાંથી ઉસીના લઈન અંબોર્યા અન અઠવાડિયા મોર ગાભણી ગાય લાયો. હતું ક ગાય વિઆસે એટલ ઈનું દૂધ ડેરીમોં ભરાઈસ અન ધેમ ધેમ ગાડુ હેડ્યા કરસે પણ જુઓન કાલ ગાય વિઆઈ અન ઈન કોકો થઈ જ્યું ક ઓખના પલકારામોં જ એ મરી જઈ. મા વિનાની રેલ્લીએ બચારી આજ મરી જઈ. ખુબ મેનત કરુ સુ બેન પણ આ પુરમોં મારુ બધુએ તણઈ જ્યું. ઘરમોંથી ચમચી શીખે તણઈ જઈ. ખેતરમાં બોંધેલું ઘર ન બેણામોં બોધેલું ઘર હતું નતું થઈ જ્યું. સાતેક લાખની ઘરવખરી તણઈ જઈ હશે! સેતી(ખેતી) માટે નવો બોર કરવાનું અમે કાકા ભત્રીજાએ નક્કી કર્યું અન ઈનો સોમોનેય લાયા. હજુ કાલ તો બોર બલ્લે રીંગ આબ્બાનીતી પણ ઈની પેલા ભગવોને એવી રીંગ મેલી ક બોર બનાબ્બાની વારી જ ના આઈ. ભગવોન શું કરવા બેઠો હ કોય હમજાતું નહીં. મોડ ઊભા થવાય ઈમ લાગ ક પાસી થપાટ મારી દે હ. નારણભઈ(VSSMના કાર્યકર)હારે તમન વાત કરવા વાત કરી ન ઈમને થોડી હેમત આલી એટલે ફોન જોડ્યો.’

#કાંકરેજના ઉમરીગામના રહેવાસી લાલાભાઈ #રાવળ બે દિવસ પહેલાં કાર્યક્રમમાં મળ્યા ત્યારે બધુ બરાબર ચાલે છે એમ કહીને હરખ વ્યક્ત કર્યો હતો ને આજે એમના ફોનથી એ મનથી ભાંગી પડ્યા હોય એવું લાગ્યું.

બોર બનાવવા માટે લાવેલો રૃપિયા બે થી ત્રણ લાખનો સામાન #બનાસકાંઠામાં આવેલા 2017ના પુરમાં તણાઈ ગ્યો. માંડ માંડ અમુક વસ્તુ જડી. પણ પહેલાં હતી એટલી જમીન હવે ક્યાં રહી હતી? લાલાભાઈ અને ઊમરીમાં રહેતા ઘણાય પરિવારોની જમીનને બનાસે પોતાના ભેગી ભેળવી લીધી હતી. એક માથોડા કરતા વધુ જમીન ધોવાઈ હતી. આ જમીન હજારો ખર્ચતાય પહેલાં જેવી થવાની નહોતી. બનાસ કુવારિકાએ આ જમીન માંગ્યા વગર જ છીનવી લીધી.

બાકી બચેલી નાની સી જમીન પર ખેતી કરવા લાલાભાઈ, તેમના કાકા ને અન્યોએ રૃપિયા બે લાખ વ્યાજવા લાવી બચેલા સામાનનો ઉપયોગ કરીને બોરવેલ બનાવ્યો. જમીન ટૂંકી રહી હવે તો #પશુપાલનનો એક જ આશરો લાલાભાઈને જણાતો હતો. ત્યાં નવી લાવેલી ગાય જેનું દૂધ ભરાવી બીજી ગાય લાવવાના ઓરતા રાખ્યા હતા એ ગાય જ હવે રહી નહોતી. આ ગાયના દૂધમાંથી જ તો બોરવેલ માટે વ્યાજવા લીધેલા #પૈસા ને ખેતી માટે લીધેલા #ટ્રેક્ટરના હપ્તા ભરવાના હતા. કેટ કેટલા સમણાં જોયા હતા. હપ્તા ભરશું , બચત કરીશું ને બીજી ગાયો કરીશું. પણ ધારેલું એમ કાંઈ કુદરત પાર પડવા દે? જુઓ કુદરતે ફરી એક વાર પોતાનું ધાર્યું કર્યું ને લાલાભાઈની હામ તોડી દીધી.
‘બેન શું કરુ?’ અવાજથી એ ભાંગી પડેલા જણાયા... મદદ માંગવી હતી પણ ક્યાંય સુધી એ માટે એ બોલી પણ ના શક્યા. સમજાતું નથી કેમ મદદ કરીશું પણ મદદ કરવી એ તો નક્કી. મફત નથી જોઈતું લોન આપો. પણ હવે ઊગારજો...’
કુદરત આવા #લાચાર કોઈને ના બનાવ એવું પ્રાર્થું...

લાલાભાઈના બેય ઘરના જે હાલ થયા તે અને #જમીન કેટલી ધોવાઈ એ બધુ જ ફોટોમાં જણાય છે. કુદરતે કેવો કેર કર્યો તે જોવા ટ્રેક્ટરમાં બેસાડીને તેઓ લઈ ગયા તે બધુ જ સમજવા ખાતર અહીંયા મુક્યુ છે...

#મિત્તલપટેલ #બનાસકાંઠા #પુર #VSSM #NomadicTribes #RavalCommunity #NomadicTribes #NomadsOfIndia #floodrehabilitation #gujaratfloods #2017floods #storiesofhope #humaninterest #humanrights #banasknathafloods #rehabilitation #Mittalpatel

No comments:

Post a Comment