Tuesday 6 February 2018

Paniben is doing successful business of Hawser (Ropes) with the help of VSSM

Paniben posing with Mittal Patel
Paniben is very hardworking and brilliant woman. I know her since last eight years. She never cried of her pain or poor condition. Whenever there is need to go to government offices for Ration Card, residential plot or any other work, she is ready with no excuses. She is mother of two sons and a daughter. She administers everything of her house. I saw her husband after eight long years. Her house is recognised and run only on her name. 
She lives in a hut covered by tin sheets roof, where there is no facility of water connection or electricity. She was given an interest free loan to arrange a business of Hawser. She re-paid her first loan and VSSM Karyakar Harshad gave her another loan. I met her during my visit to Surendranagar Distict of Gujarat. I asked Paniben, “What benefit you got from loan? This hut is as it is! Couldn’t you save something out of your earnings after the loan?” 
“Why are you saying so, ben?” I am certainly benefited from this loan. I could expand my business because of the loan and I did spend for my son and daughter’s marriage out of my savings. Even the delivery expenses of hospital for my daughter in law, I could pay out of my savings. Now I am saving for my younger daughter Tulsi’s wedding. After that I would work upon the rebuilding of my house.” 
Listening this one cannot hold on without saying Wow! Moreover her administration is very clear. Every month she re-paid her loan installment on time in her language. She even takes care if anyone else in their group doesn’t re-pay loan installments on time and tells them strictly to pay it on time. If someone skips to pay or delay, then Paniben would surely scold that person! She has strong feelings for VSSM and she says pointing at Harshad that when you sent him first time at our place, you said to keep him happy, you ask him if he had to suffer any difficulty?” 
Paniben with her husband showing the piggybank
She doesn’t like to go to the bank so there is a question where to put her savings. Everything she keeps on hand so sometimes the savings gets spent. I expressed a thought in one meeting that everyone should keep a piggybank at home and some amount of the daily income from the business should be added to piggybank keeping the daily expenses aside. The piggy bank must be opened only once a month to pay loan installments. Rest of the amount should be used to purchase the business material. This practice would never make you feel lost in debts. You would be having money on hand and that will add confidence into you. 
This thought was widely accepted by the people of her hamlet and they all are happy with this practice of keeping the piggybank. They also kept a different ‘Galla’ (Piggibank) for savings. All in the hamlet has honesty in their character so that none complaints about any stealing of the savings. 

ગુજરાતી અનુવાદ 
પનીબેન #બાવરી(#મારવાડીદેવીપૂજક) ખુબ મહેનતુ અને બાહોશ સ્ત્રી. છેલ્લા આઠ વર્ષથી એમને ઓળખુ પણ કોઈ દિવસ દુઃખના #રોદણા એમના મોઢે સાંભળ્યા નથી. સરકારી કચેરીમાં રેશનકાર્ડ, પ્લોટ કે કાંઈ પણ કામ માટે જવાનું હોય તો કશાય કકળાટ વગર તૈયાર. પરિવારમાં બે દીકરા ને બે દીકરી. ઘરનો આખો કારભાર એ સંભાળે. એમના ઘરવાળાને તો આઠ વર્ષે મે હમણાં જોયા. બાકી ઘર જ જાણે પનીબહેનથી ઓળખાય, ને ચાલે. 
રાંઢવાનો ધઁધો કરવા વગર વ્યાજે લોન આપી. એકવારની લોન ભરાઈ ને બીજીવારેય કાર્યકર હર્ષદે આપી. છાપરાંમાં જ એમનું રહેવાનું. પીવાનું પાણી કે લાઈટની કોઈ સુવિધા ત્યાં નહીં. હમણાં #સુરેન્દ્રનગર ગઈ ત્યારે દૂધરેજ વસાહતમાં જવાનું થયું. પનીબહેનને પુછ્યું કે, ‘લોનથી શું ફાયદો થયો? આ છાપરુ તો એમનું એમ છે એમાં કાંઈ ફેર નથ પડ્યો. તો લોનથી કાંઈ કમાઈને ભેગું કર્યું કે નઈ?’
‘એમ કેમ બોલો સો બેન? લોણથી ઘણોય ફાયદો થ્યો. મારા બે સોકરાંને એક સોકરી મે લોનમાંથી જે ધંધો વધાર્યો એમાંથી જ તો પૈઈણાયા. મારા એક સોકરાંની વહુની ડીલીવરીનો ખર્ચોય એમાંથી જ તો નીકળ્યો. હવે તુલસી (નાની દીકરી)ના લગન હાટુ ભેગા કરુ સુ. એ થઈ જાય પસી ઘર કરવું સે.’
સાંભળીને મોંઢામાંથી વાહ નીકળી જ જાય. પાછો લોનનો #વહીવટ એકદમ ચોખ્ખો. દર મહિને હપ્તો એમની ભાષામાં કહુ તો ટેમ સર આવી જ જાય. પાછો પોતાનો હપ્તો તો ટેમસર આપે આખી વસાહતમાંથી અન્યોએ લીધેલી લોનના હપ્તા પણ ટેમસર ભરાવે. જો કોઈ હપ્તો ના ભરે કે મોડાઈ કરે તો બિચારાનું આવી જ બને. પનીબેનનો કોપ એના માથે ઉતર્યા વગર ના રે. અમારી સંસ્થાનો ભાવ એમના મનમાં જબરજસ્ત ‘અને હર્ષદસાહેબને પેલીવાર કા તમે વસાવટમાં મુક્યા ત્યારે કીધુ કે ઈ નાના સે ઈને હાસવજો. તે પુસી જુઓ ઈમન વસાવટમાં એમને કાંઈ તપલીક પડવા દઉસુ?.’
બેંકમાં જવું ગમે નહીં એટલે બચત ક્યાં મુકવી એ પ્રશ્ન ખરો. પાછુ બધુ હાથ વગુ રાખે એટલે વપરાઈએ જાય. એક મીટીંગમાં મે ગલ્લાનો વિચાર આપેલો કે, દરેકે ઘરમાં ગલ્લો રાખવો. રોજ ધંધામાંથી જે વકરો થાય એમાંથી દાણા પાણી ને ધંધા અર્થે થનાર પ્રવાસ ખર્ચના કાઢી બાકી ગલ્લામાં નાખવાના. ને મહિને એક વાર ગલ્લો ખોલવાનો. એમાંથી લોનનો હપ્તો ભરવાનો ને બાકીના પૈસાનો ફેર #સામાન લાવવાનો. આવું કરશો તો કોઈ દિવસ પાછા નહીં પડાય.
આ વિચાર દૂધરેજ વસાહતના લોકોએ બરાબર અપનાવ્યો ને એટલે એ સુખી થઈ રહ્યા છે. બચતનાય ગલ્લા કર્યા છે.. પાછી આખી વસાહતમાં છે ઈમાનદારી એટલે ગલ્લા ચોરાતા નથી એ ખાસ નોંધવું રહ્યું.


No comments:

Post a Comment