Thursday 31 January 2019

VSSM’s interest free loan enables Talabhai Meer make his business more productive…

Talabhai Meer with his cutlery items
Around 9 years back Talabhai Mir moved from Shihori to  settle in Juna Deesa. He earns his living by selling lace and borders. Before his business took turn for good Talabhai made partial earning by working as labourer. To expand and make the business more productive, Talabhai needed some working capital. With deficit funds he was required to buy his products on credit and traders do not give large quantity of goods on credit. This means Talabhai could sell less and cover less villages in a day. This reduced his ability to earn and make some profit. With very little money he found it difficult to feed his family of 4, making it important that he had an alternate source of income.

Talabhai Mir came into contact with VSSM’s team member in Juna Deesa and requested for a loan of Rs. 20,000. After the loan was sanctioned he bought lace and border worth Rs. 15,000 reserved the balance Rs. 5,000 for some on hand expenses. With the large amount of products to sell, Talabhai covered more villages and reached substantial number of customers. As his savings increased he bought a motor bike. Initially he travelled using local transport which had an impact on his mobility. 
VSSM has also helped him obtain Voter ID card and Aadhar Card, and we have also helped with applying for a residential plot under Pandit Dindayal Awas Yojna. The support he has received from VSSM has. Helped Talabhai stabilize his life. He now wants his kids to study well and we wish his desire to do that comes true. We are glad to have been part of his journey. We at VSSM will always be grateful to all of you who have helped us bring  a change in lives of thousands of individuals like Talabhai.

તલાભાઈ ઉકાભાઈ મીર એ VSSMમાંથી મળેલ વગર વ્યાજની લોનનો ઉપયોગ કરી પોતાનો લેસ પટ્ટીનો ધંધો વધાર્યો અને બચત કરી બાઈક લીધું...

શિહોરીથી આઠ – દસ વર્ષ પહેલા જુના ડીસામાં સ્થાયી થયેલા તલાભાઈ ઉકાભાઈ રાઠોડ લેસપટ્ટી વેચવાનો ધંધો કરે. તેમને બે બાળકો. તેઓ પહેલા મજૂરી કરવા જતા અને ક્યારેક ક્યારેક લેસપટ્ટીનો ધંધો કરતા. તલાભાઈ આ વ્યવસાયને આગળ વધારવા માંગતા પણ પૈસાના અભાવે કરી શકતા નહીં. જો લેસપટ્ટી ઉધારમાં લે તો તેમને વધુ પૈસા આપવા પડે જેનાથી જોઈએ એટલો નફો થાય નહીં. ઘર ચલાવવા મજૂરીએ જવું પડે. જુનાડીસામાં VSSMનું કામ ચાલતુ જ હતુ તેથી તેઓ સંસ્થાના સંપર્કમાં આવ્યા. તેમને વગર વ્યાજની રૂપિયા ૨૦,૦૦૦ની લોન આપવામાં આવી. જેમાંથી તેઓ રૂપિયા ૧૫,૦૦૦ની લેસપટ્ટી લાવ્યા અને ૫,૦૦૦ રૂપિયા હાથ ખર્ચ માટે રાખ્યા. લોન લીધા બાદ તલાભાઈ ગામડે ગામડે જઈ લેસપટ્ટીનો ધંધો કરવા લાગ્યા. ધીરે ધીરે બચત થવા લાગી. જે બચત થઇ તેમાંથી તેમણે બાઈક લીધું. પહેલા તેઓ ધંધો કરવા જતા તો છકડામાં કે પછી રીક્ષામાં જવું પડતું. હવે બાઈક હોવાથી તેઓ બાઈક લઇ લેસપટ્ટીનો ધંધો કરવા જાય છે. જુના ડીસામાં ઘણા વખતથી વસવાટ કરવા છતા તેમની પાસે મતદાર કાર્ડ કે આધાર કાર્ડ નહોતું. સંસ્થાની મદદથી તેમની પાસે આધાર કાર્ડ અને મતદાર કાર્ડ તો થયા, તે સિવાય પંડિત દિનદયાળ અંતર્ગત તલાભાઈને મદદ મળી શકે તે માટે સંસ્થા તરફથી પ્લોટ માટે ફોર્મ પણ ભરવામાં આવેલ છે. ધીરે ધીરે તલાભાઈ સંસ્થાની મદદથી પોતાના જીવનને આર્થિક રીતે પગભર કરી રહ્યા છે. તેમના બાળકો હાલ ભણવા જાય છે. તેઓ પોતાના બાળકોને સારું જીવન આપવા માંગે છે અને બાળકો ભણી ગણી આગળ વધે તેવી તેમની મહેચ્છા છે. તેમના સપનાઓ પૂરા કરવામાં અમે સહભાગી બન્યા તેનો અમને આનંદ છે. VSSM સંસ્થાના કામને આગળ લઇ જવામાં ઘણા લોકોનો ફાળો રહેલો છે તે દરેકનો હ્રદયપૂર્વક આભાર માનું છું.



No comments:

Post a Comment