Thursday 31 January 2019

Radhben Bajaniya started buying cutlery on cash instead of credit with the help of VSSM...

Radhben Bajaniya with her cutlery items
The problem with small business entrepreneurs is lack of initial working capital to kick start a business that helps them make decent earning. Radhaben Babubhai Bajaniya struggled with the same challenges. Radhaben resides in Dhanera and earns her living by selling imitation jewelry, cosmetics etc. The deficit of funds requires her to buy her products on credit from a wholesaler. This means she cannot buy in bulk. The wholesale merchants do not lend goods beyond Rs. 500, less amount of products to sale curtails her from going beyond 1 village and also requires her to frequent the seller. All these is both time and money consuming effort, as Radhaben ends up spending more of commute to main market. This was the reason why she would station herself next to town bus-stop and sell whatever little goods she had.

Radhaben got in touch with VSSM’s Maheshbhai who recommended her for an interest free loan of Rs. 20,000. This enabled her to buy the products in bulk, take less trips tothe wholesale market and cover more villages in a day. She had now invested in a glass box that is synonymous with people engaged in this trade. At the end of the day she now easily earns around Rs. 300 to 400 and also barters her products in exchange of hair.

Radhaben has never missed an instalment but last month a medical emergency in the family made her skip an instalment. Which she eventually did the following month.

“Ever since I have received the loan from VSSM I always buy on cash. My ability to buy products on cash has improved my standing and image amongst the wholesale traders. I am grateful to VSSM for the trust they put in me, the loan has definitely helped me earn more and make more profit,” shares an elated Radhaben.

VSSMમાંથી વગર વ્યાજની લોન મળતા રાધાબેન કટલરીનો સામાન રોકડેથી ખરીદતા થયા...

રાધાબેન બાબુભાઈ બજાણીયા બનાસકાંઠાના ધાનેરા સિટીમાં વ્યવસાય કરે. આમ તો તેઓ ઘણા સમયથી કટલરીનો ધંધો કરે પરંતુ કટલરીનો ઉધાર સામાન લાવતા હોવાથી જોઈએ એટલો સામાન વેપારી તેમને આપે નહિ માટે ઓછા સામાનથી ધંધો કરતા હોવાના કારણે નફો ઓછો મળે. જેથી વધુ સામાન લાવી ધંધો કરવાની ઈચ્છા મનમાં ઘણી પણ પાસે મૂડી નહીં. ઉધારમાં કોઈ પણ દુકાનદાર રૂપિયા ૫૦૦થી વધારાનો સામાન આપે નહિ. સામાન ઓછો હોવાથી બીજા ગામડાઓમાં જઈ શકાય નહિ. જેટલાનો ધંધો થાય એટલા તો ભાડામાં જ જતા રહે. જેથી રાધાબેન ધાનેરા બસ સ્ટેન્ડની પાસે જેટલો સામાન હોય તેટલો લઇ બેસી વેચાણ કરે.  VSSMમાંથી મહેશભાઈ (VSSMના કાર્યકર) આવે છે. આ સંસ્થા વિચરતી જાતિને ધંધો વિકસાવવા માટે વગર વ્યાજની લોન આપે છે. મહેશભાઈનો સંપર્ક કરતા તેમને વગર વ્યાજની રૂપિયા ૨૦,૦૦૦ની લોન આપવામાં આવી. જેમાંથી તેઓ એકસામટા કટલરીનો સામાન લાવ્યા અને  ગામે-ગામ ફરી વેચાણ કરી શકાય તે માટે કાચની પેટી બનાવડાવી. હવે તેઓ પેટીમાં કટલરીનો સામાન લઇ જુદા જુદા ગામમાં વેચાણ કરવા જાય છે. આ સિવાય હવે તો વાળના બદલામાં પણ તેઓ કટલરીનો સામાન આપવાનું કરે છે વ્યાપાર વધવાથી હવે તેમને દિવસના રૂપિયા ૩૦૦ થી ૪૦૦ આરામથી મળી રહે છે.
આમ તો રાધાબેન નિયમિત ૨૦૦૦નો હપ્તો ભરે છે પરંતુ અચાનક બીમારી આવી જતા તેઓ એક હપ્તો ભરી શક્યા નથી. હપ્તાની બાબતમાં રાધાબેન એકદમ ચોક્કસ રહ્યા. બીજા મહિનામાં ચૂક્યા વગર હપ્તો ભરી દીધો.
રાધાબેન કહે...
“ રોકડેથી માલ ખરીદતા થયા તો ઓળખાણ વધી ગઈ, હવે તો ઘણા દુકાનદાર અમને ઓળખતા થઇ ગયા. જ્યારથી લોન આપી છે ત્યારથી રોકડેથી જ માલ ખરીદું છું. સંસ્થાનો ખૂબ ખૂબ આભાર. સંસ્થાના લીધે જ ઉધાર સામાન ખરીદવાથી છૂટકારો મળ્યો જેનાથી નફો વધી ગયો તેમજ ધંધો પણ વધ્યો...”

No comments:

Post a Comment