Saturday 28 July 2018

VSSM is proud of the fact that the people for whom it works are reliable...

Manjibhai with their broomstick buisness
Manjibhai came in the office for repayment of last instalment at that time he said ‘Ben’ earlier we used to do business of Brooms (savarni), no having any support.  Till today, we took many loans, don’t remember, but paid instalments in time.  Earlier we could not purchase the goods we wanted to but now we are able to purchase as much as we want and business is also going well.  Now we are able to save also but earlier what we earned all were spent.  Now it is determined not to take loans.  Whatever savings are made we will deposit in bank, we would think something big.  Because of loan we got there was better business we could bring lot of house hold goods and also learned to save something.  Initially started with recurring account of Rs.100 then it was increased to Rs.300 but now we could make it Rs.500.  Still we live in tin houses.  With the help of VSSM we have filled application form for construction of house.  Now I want to take driving license and would go to Mehsana, Vijapur and Visnagar for doing business.  What to say about VSSM and Mittalben.  This organization and Mittalben has helped and would continue to help to people like us.  We can’t find enough words to convey our thanks. 

In 2015 VSSM gave loan of Rs.30000 each to Manjibhai, Bhalabhai and Chhaganbhai who were engaged in business of selling brooms.  Those three brothers collectively bought bundle of grass for  making brooms.  They started together selling brooms.  Each family can easily make about 1500 brooms and can sell the same.  With the increase of profit Bhalabhai and Chhaganbhai could purchase luna in cash and now they started selling brooms on luna.  With the advice of Mittalben they and other families started making savings.  When they came after the period of six months of taking loans, they came with Bank Pass Book.  The matter of joy is that apart from repayment of instalments they were able to make savings in Bank.  Mittalben was very happy to see savings of Rs.5000 in passbook of each of them.  All those families live in Tin Houses at Adinathnagar, Ahmedabad.  Efforts were made for them to get their Ration Card, Election Card etc., even the Organisation has filled forms for them to get Govt. Houses.  For the business of brooms they were given loan of Rs.30000 for second occasion and Rs.50000 on third occasion.  They have repaid all the instalments of three loans given to them.  They had paid instalments regularly.  When they could not pay any instalment they paid double instalment in next month.  We appreciate Manjibhai for the timely payment of instalment, now a days there are many people who don’t repay the loan taken.  They enjoy with the money they get as loans but when it comes to repayment of loan taken, even big ones leave the country and run away.  VSSM is proud of the fact that the people for whom it works are reliable. 
મનજીભાઈ ઓફિસમાં છેલ્લો હપ્તો આપવા આવ્યા ત્યારે તેમની સાથે વાત થઇ તો મનજીભાઈ કહે, બેન પહેલા સાવરણીનો ધંધો કરતા હતા, કોઈ જ આધાર નહોતો. અત્યાર સુધી તો ઘણી લોન લીધી યાદ જ નથી પણ હા હપ્તા સમયસર ભર્યા છે. પહેલા જેટલો માલ જોઈએ નહોતા લઇ શકતા, હવે તો જેટલો માલ જોઈએ લઇ શકીએ છીએ અને હવે તો ધંધોય હારો ચાલે છે.  હવે તો આટલા બચેય છે પહેલા તો જે આવતા એ જતા રહેતા. બેન, હવે તો નિર્ધાર કર્યો છે કે લોન લેવી જ નથી. જે પૈસા હવે ધંધામાંથી બચે તેને બેંકમાં ભરતા જવું છે, પછી કંઇક બમણું વિચારીશું. લોન મળતા ધંધો સારો થયો જેથી ઘરમાં ઘણોય સામાન લાવ્યા અને બચત કરતા પણ શીખ્યા. પહેલા સો સો રૂપિયાથી રીકરીંગ ખાતું ખોલાવ્યું હતું પછી ત્રણસો રૂપિયા કર્યા અને હવે તો પાંચસો રૂપિયા કરી નાંખ્યા. હજીયે છાપરામાં રહિયે છીએ મકાન માટે સંસ્થાની મદદથી ફોર્મ ભરેલ છે. હવે તો લાયસન્સ કઢાવવું છે અને ગાડી લઇ મહેસાણા, વિજાપુર અને વિસનગર બધે ધંધો કરવા જવું છે. VSSM સંસ્થાનો અને મિત્તલબેન માટે શું કહેવું? આ સંસ્થા અને મિત્તલબેન અમારા જેવા લોકોની મદદ કરતા આવ્યા છે અને કરતા જ રહેશે એમનો જેટલો આભાર માનીએ ઓછો છે...
સંસ્થા તરફથી ૨૦૧૫માં સૌથી પહેલા સાવરણીનો વ્યવસાય કરતા મનજીભાઈ, ભલાભાઈ અને છગનભાઈ ત્રણેયને રૂપિયા ત્રીસ ત્રીસ હજારની લોન આપવામાં આવી. ત્રણેય ભાઈઓ ભેગા મળી સાવરણી માટેનો ઘાસની ગાંસડી લાવ્યા. એક સાથે સાવરણી લાવી વેચવાનું શરુ કર્યું. એક જ પરિવાર મહિનામાં પંદરસો જેટલી સાવરણી આરામથી બનાવી લે અને તેનું વેચાણ પણ થઇ જાય. નફો વધતા ભલાભાઈ અને છગનભાઈ તો રોકડેથી લ્યુના પણ લાવ્યા અને હવે લ્યુના પર સાવરણીનો ધંધો કરવા લાગ્યા. મિત્તલબેને કરેલી બચતની વાતને ધ્યાનમાં રાખી તેમણે તેમજ બાકીના બીજા પરિવારો એ પણ બચત કરવાની શરૂઆત કરી. જયારે તેઓ લોન લીધાના છ મહિના પછી આવ્યા તો પોતાની બેંકની પાસબુક સાથે લાવ્યા. ખુશી ની વાત એ હતી કે તેઓ લોનના હપ્તા ભરવાની સાથે સાથે બેંકમાં પણ બચત કરવા લાગ્યા હતા. તેમના દરેકની પાસબુકમાં પાંચ હાજર રૂપિયા જમા જોઈ મિત્તલબેન ખૂબ ખુશ થયા. આ દરેક પરિવાર અમદાવાદના આદિનાથનગરના છાપરામાં વસવાટ કરે. દરેક પરિવારને રેશનકાર્ડ, મતદારકાર્ડ વગેરે સુવિધા મળી રહે તે માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા, એટલે સુધી કે સંસ્થા તરફથી તેમને સરકારી મકાન મળી રહે તે માટેના ફોર્મ પણ ભરવામાં આવ્યા છે. સાવરણીના ધંધા માટે જ તેમને બીજીવાર રૂપિયા ત્રીસ હજાર અને ત્રીજીવાર રૂપિયા પચાસ હજારની લોન આપવામાં આવી. સંસ્થા તરફથી આપેલ ત્રણેય લોનના હપ્તા તેમણે નિયમિત ભરેલ છે જો કોઈ વાર હપ્તા ભરવાના રહી ગયા હોય તો બીજા મહિને એમણે ડબલ હપ્તા ભરેલ છે. મનજીભાઈની સમયસર હપ્તા ભરવાની દાનતને માન આપવું પડે કારણ કે આજના જમાનામાં પણ ઘણા એવા લોકો પડ્યા છે જે લોન તો લે છે પણ ભરપાઈ કરતા નથી. મળેલ પૈસાથી મોજ તો કરે પણ જયારે પૈસા પાછા આપવાના થાય એટલે મોટા મોટા મહારથીઓ જીવ છોડાવી વિદેશ ભાગી જાય છે. આ વાતનો જ સંસ્થાને આનંદ છે કે એ જેવા લોકો માટે કામ કરે છે તેઓ પ્રમાણિક છે..

No comments:

Post a Comment