Saturday, 28 July 2018

Due to VSSM, we could get meal/ bread to eat...

Bahadurbhai Marwadi with his curlery items
Bahadurbhai  Khodabhai Marwadi lives in Vahanvatinagar. Vahanvatinager is a settlement in Dudhrej village of Vadhavan Taluka in Surendranagar District.  Currently Bahadurbhai is living with his wife, three sons, a daughter-in- law and two grandchildren.  Bahadurbhai who belongs to Bawari community; used to sale cutlery items. Earlier he was given Rs. 10,000 as loan from VSSM, which he used for cutlery business.  By the time, he started gaining command over this business, hence he thought of starting to sale fiber items too.  Bahadurbhai paid installments regularly of the loan he was given from VSSM. He even managed to do some savings from that. However, for fiber item’s business, he needed more money.  Whatever money he had he invested all in business, but still at time there was a need for more stock. Bahardubhai used to buy stock in retail, thus he has to end up paying the dealers, in whichever rate they ask for.  By bringing this in front of VSSM worker Harshadbhai, Bahadurbhai was given interest free loan of Rs. 30,000, which he used for buying fiber goods. Now, Bahadurbhai brings more stock in wholesale from the city market.In this way he has to pay less. Now, since he has more stock, he sells that in nearby villages. Earlier it was very difficult to run their livelihood, but in a present day profit is gained, since he is getting goods in much lower rates. Moreover, from savings, his house is running quite well. He said with a smile, ‘Now finally we could get a meal…’ 

સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના દૂધરેજના વહાણવટીનગરમાં બહાદુરભાઇ ખોડાભાઈ મારવાડી રહે. તેમના પરિવારમાં હાલ તેમના પત્ની ત્રણ પુત્રો, એક પુત્રી, એક પુત્રવધુ અને બે પૌત્રો છે.બાવરી સમાજમાંથી આવતા બહાદુરભાઇ પહેલા કટલરીના માલનું વેચાણ કરતા હતા. પહેલા તેમને VSSMમાંથી રૂપિયા દસ હજારની લોન આપવામાં આવી. જેનો ઉપયોગ તેમણે કટલરીના વેપારમાં કર્યો. આ વેપારમાં ફાવટ આવતા તેમણે ફાયબરના ધંધાનું વેચાણ કરવાનું વિચાર્યું. VSSMમાંથી મળેલ લોનના હપ્તા બહાદુરભાઇ એ નિયમિત ભર્યા તેમજ તેમણે થોડી બચત પણ કરી. પરંતુ ફાયબરના માલના વેચાણ માટે વધારે પૈસાની જરૂર હતી. જેટલા પૈસા હતા તેનો ઉપયોગ તો ધંધામાં કર્યો પરંતુ ઘણીયે વાર વધારે માલની જરૂર હોય. બહાદુરભાઇ છૂટકથી માલ લાવતા હોવાથી વેપારી માંગે તે ભાવ આપવો પડે. VSSMના કાર્યકર હર્ષદભાઈને વાત કરતા તેમને સંસ્થામાંથી બીજી વાર વગર વ્યાજની રૂપિયા   ત્રીસ હજારની લોન આપવામાં આવી. જેનો ઉપયોગ તેમણે પોતાના ફાયબરનો સામાન લાવવા માટે કર્યો. હવે બહાદુરભાઇ શહેરમાંથી ફાયબરનો વધારે એટલે કે હોલસેલમાં સામાન લાવે છે જેથી ભાવમાં પણ તેમને સસ્તું પડે છે. વધારે માલ હોવાથી હવે તેઓ તેમની આજુબાજુના વધુમાં વધુ ગામડાઓમાં જઈને માલ વેચે છે. પહેલા તેમને પરિવારના ભરણપોષણમાં ખુબ જ તકલીફ પડતી હતી પરંતુ હવે સસ્તો માલ હોવાથી વધુ નફો થાય છે અને બચત થતા તેમનું ઘર સારી રીતે ચાલે છે અને તેઓ તેથી જ હસતા મુખે કહે છે “ હવે અમે રોટલા ભેગા થયા...”

No comments:

Post a Comment