Tuesday 17 March 2015

Together they can….

Rameshbhai Oad and his family  reside in Ramol-Rajivnagar Tekra. The family has been staying at this place for many years now. Rajeshbhai and his wife Tejaben have a daughter and three sons. The daughter is married and stays in her marital house. Rameshbhai’s elder two sons are daily wage earners while his youngest son is currently studying in 10 grade. The house this family lives in is nothing more than a mud house. With such minimal income and inadequate space the family was unable to bring home the wives of two elder sons who have been married. With the limited income Rameshbhai earned by driving an auto to ferry goods it was impossible to build a decent home.  Tejaben with all the minimal resources she had tried holding the family together. 

Rajeshbhai tried buying an old rickshaw but the repairs and maintenance  a second hand vehicle incurred  were so high that the earnings hardly reached home. Compared to this the earnings are good in a brand new vehicle but he had no money to buy a new vehicle. 

VSSM’s Chayaben who works with the nomadic communities in Ramol knew Rameshbhai and the family’s  concerns. She got to know that Rameshbhai is contemplating of buying a brand new auto for ferrying goods. She offered to support by extending a loan of Rs. 30,000 from VSSM. The rest of the amount was managed from a finance company. The only concern was will Rameshbhai manage to payoff two loans together?? But he is a hardworking man and has managed to pay the scheduled instalments so far. He has repaid half the loan of VSSM already. 

Rameshbhai hires a person to help him load goods in the carrier. Tejaben felt she can pitch in. She asked her husband to stop hiring someone else instead she will join him and load the goods. That ways they would save the Rs. 200 that are to be paid to some one else and be debt free soon. The couple leaves the home early, they dream of building a home and educating their youngest son all the way. 

The family is determined to pull itself out of the clutches of extreme poverty, with their will to  hard work and wisdom they sure will succeed …. 


‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ’ – તેજાબહેન

અમદાવાદના રામોલ- રાજીવનગર ટેકરા પર રમેશભાઈ ઓડ અને તેમનો પરિવાર વર્ષોથી રહે. પરિવારમાં ૩ દીકરા અને એક દીકરી. દીકરી પરણીને સાસરે ગઈ અને બે દીકરા છૂટક મજૂરી કરે. ભાડાની રીક્ષા પણ ચલાવે. નાનો દીકરો ધો.૧૦માં ભણે. પત્ની તેજાબહેને આખા પરિવારને એક તાંતણે બાંધી રાખેલો. 

રમેશભાઈ જે સ્થિતિમાં રહેતાં એમાં પોતાનું ઘર ઉભું કરતાં વર્ષો લાગી જાય. વળી બે જુવાન દીકરાના લગ્ન થયેલાં પણ વહુને તેડી લાવવાંમાં મૂંઝાય. મૂળ તો ઘર (માટીથી બનાવેલું કાચું છાપરું) ખુબ નાનું. સારી આવક ઊભી કરવી અત્યંત જરૂરી.. લોડીંગ રીક્ષા એ ભાડે ચલાવે. ધીમે ધીમે જૂનામાં ખરીદી પણ ખરી પણ મેન્ટેનન્સ ખુબ આવે. નવી લોડીંગ રીક્ષામાં મળતર સારું મળે પણ એ ખરીદવા ઝાઝા પૈસા નહિ. 
vssmના કાર્યકર છાયા રામોલ વિસ્તારમાં રહેતાં વિચરતા પરિવારો સાથે કામ કરે. રમેશભાઈ અને તેમના પરિવાર સાથેનો એમનો સંબંધ પણ ઘર જેવો થયો. આમ તો vssmના દરેક કાર્યકરનો દરેક પરિવાર સાથે આવો જ નાતો હોય છે. રમેશભાઈ નવી  લોડીંગ રીક્ષા ખરીદવા ઈચ્છે છે, એ છાયાબહેનને ખબર પડી. આર્થિક મૂંઝવણનો ઉકેલ એમણે રમેશભાઈને આપ્યો. રૂ.૩૦,૦૦૦ ની લોન vssm માંથી આપી અને બાકીની લોન એમણે ફાઈનાન્સમાંથી લીધી. બંને લોન એક સાથે ભરાશે કે કેમ એ પ્રશ્ન હતો પણ રમેશભાઈને પોતાના ઉપર ભરોષો હતો. એમણે લોડીંગ રીક્ષા ખરીદી. રમેશભાઈ ખુબ મહેનત કરે છે અને સારું કમાય છે. vssm માંથી લીધીલી લોનમાંથી રૂ.૧૫,૦૦૦ તો એમણે ભરી પણ દીધા.

રમેશભાઈને લોડીંગ રીક્ષામાં સામાન ઉપાડવામાં મદદ કરવાં માટે એક માણસને રાખવો પડે જેને રૂ.૨૦૦ આપવાના થાય. બન્ને દીકરા પણ મજૂરી કરે, રીક્ષા ચલાવે અને પ્રમાણમાં સારું કમાય. રમેશભાઈના પત્ની તેજાબહેન ઘરે બેઠા કંઈ કામ મળે તો કરતાં. એમણે રમેશભાઈને કહ્યું, ‘ટેમ્પામાં સામાન ભરાવવામાં મદદ માટે હું તમારી સાથે આવીશ. જેથી બીજા કોઈને રાખવા ના પડે અને આપણે જલ્દી દેવા મુક્ત થઈ શકીએ.’ રમેશભાઈ અને તેજાબહેન વહેલી સવારે પરવારી ટીફીન લઈને કામે નીકળી પડે છે. પોતાનું ઘર ઉભું કરવાનું સ્વપ્ન છે સાથે સાથે નાના દીકરાને ખુબ ભણાવવો પણ છે.. તેજાબહેનની સમજણને અને કોઈની મદદની રાહ જોયા વગર પોતાની રીતે બેઠા થવાની ઈચ્છા રાખનાર રમેશભાઈને સલામ ..
ફોટોમાં રમેશભાઈ અને તેજાબહેન એમની લોડીંગ રીક્ષા સાથે ...

No comments:

Post a Comment