Wednesday 18 March 2015

So that the need to extend my hand does not arise in future……..

Kamuben Raval is a resident of an interior village named Odhav of Ahmedabad’s Detroj block. She has three sons, two of whom work as manual labourers in town of Kadi and  earn monthly Rs, 2,000 each. Kamuben’s husband also works as manual labourer. Large family and limited income makes it difficult for Kamuben to make ends meet. The responsibility of wedding her boys soon was also hovering around. VSSM’s Jayantibhai is from Odhav village and knew Kamuben well who also happens to be his neighbour. Jayantibhai was also much aware about the thrifty nature of Kamuben who would rather walk the distance  than spend money on short commutations. ‘It saves money had keeps me fit,’ she would say!! Jayantibhai wanted to help her out but was struggling to find alternates.   Odhav being a small village with very few vehicles passing by availability of fresh green vegetable is limited. Hence Jayantibhai suggested Kamuben set up a small roadside stall to hawk vegetables. Infact he had to convince a rather hesitant Kamuben to start this trade. He assured Kamuben to stand by her and provide all the necessary support. VSSM lent her Rs. 10,000 as a start-up capital. With the help of the money Kamuben bought vegetables and set up a road-side hawking stall. The stall has been strategically set-up on the road to the village well. The villagers of Odhav draw their drinking water from a well in the village so it was decided to set up the stall near the temple which falls en-route  the well. In absence of any other such hawkers Kamuben’s vegetable stall soon began doing a brisk business. Kamuben’s  husband purchases the vegetable from the town of Kadi every morning. From 8  to 11 in the morning Kamubne sells her veggies in the village.  At around 1.30 pm she sets them to hawk them in the nearby Odhavpura village and again sets up her stall again in the evening to sell the remaining stock. 

With her sheer hard work Kamuben has bought a hand cart within four months of setting up her vegetable stall. She pays an EMI of 800 to VSSM and has also purchased an LIC policy. Says Kamuben, ‘ I still run the household in Rs. 4000 as I did earlier. The money I earn from my vegetable vending goes into our savings so that in future we do not have to ask for money from someone.’ 

We are sure once the nomadic families start saving and planning their future a lot of their current issues will be resolved. All they need for now is the support to help the out of their current financial woes. 

We are thankful to Shri. Rameshbhai Kacholiya and Girishbhai Sherdalal for enabling us to provide interest free capital to such nomadic families. 

In the picture Kamuben selling vegetables. 

‘ભવિષ્યમાં કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે – કમુબેન રાવળ’
કમુબેન રાવળ. અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના અંતરિયાળ ગામ ઓઢવમાં રહે. પરિવારમાં ત્રણ દીકરા જેમાંથી બે દીકરા માસિક રૂ. ૨,૦૦૦થી કડી શહેરમાં છૂટક મજૂરી કરે. કમુબેનના ઘરવાળા પણ મજૂરી કરે. પરિવાર મોટો અને આવક માર્યાદિત. દીકરાઓને પરણાવવાની જવાબદારી પણ ખરી. vssmના કાર્યકર જયંતીભાઈ પોતે ઓઢવગામમાં રહે. કમુબેન એમની પડોશમાં રહે. રોજ આર્થિકભીંસની વાત થાય પણ શું કરવું એ કંઈ સુઝે નહિ. જયંતીભાઈ કામુબેનની બચત કરવાની વૃતિને બરાબર જુએ. ‘૧૦ રૂ. બસ ભાડાના ખર્ચવા કરતાં એટલું ચાલીને જઈએ તો પૈસા પણ બચે અને શરીર સારું રહે એવું કમુબેન માને.’ આવા કમુબેનને જયંતીભાઈએ ગામમાં શાકભાજીનું પાથરણું કરીને બેસવા કહ્યું. મૂળ ઓઢવ ખુબ નાનું ગામ. આવવા- જવા વાહનો પણ ખાસ ના મળે. ગામમાં નિયમિત લીલી શાકભાજી પણ ના મળે એટલે શાકભાજીનો વ્યાપાર કરવા જયંતીભાઈએ કમુબેનને સમજાવ્યા. પહેલાં તો કમુબેને કહ્યું, ‘મને આવું ના ફાવે’ પણ પછી જયંતીભાઈએ હિંમત આપી, જરૂર પડે બે દિવસ સાથે રહેવાં કહ્યું. કમુબેને શાકભાજી ખરીદવા રોકાણ કરવાં પૈસાની સગવડ અંગે ચિંતા વ્યક્ત કરી. vssm માંથી લોન આપવાની જયંતીભાઈએ ખાત્રી આપી. કમુબેને રૂ.૧૦,૦૦૦ની લોન લીધી. ઓઢવમાં આજે પણ લોકો કુવાનું પાણી પીવે. આ કુવા તરફ જવાના રસ્તે આવતાં મંદિરના ઓટલે શાકભાજી વેચવા બેસી શકાય એવી ગોઠવણ જયંતીભાઈએ કરી આપી અને કમુબેને શાકભાજીનો વેપાર શરુ કર્યો. ગામમાં આ પ્રકારે શાકભાજી વેચવાવાળા કોઈ નહિ એટલે એમનું કામ સરસ ચાલે છે. સવારે ૭ વાગે કડીથી શાકભાજી એમના ઘરવાળા લઇ આવે. જેને સરખું કરીને ૮:૦૦ વાગે એ વેચવા બેસી જાય. ૧૧:૦૦ વાગ્યા સુધી ગામમાં વેચે, પછી ઘરે જાય. વળી પાછા બપોરે ૧:૩૦ વાગે ઓઢવથી બે કી.મી દુર આવેલાં  ઓઢવપુરા ગામમાં ટોપલામાં શાકભાજીની ફેરી કરી આવે. શાકભાજી બચે તો સાંજે પાછા ઓઢવગામમાં બેસે. 

છેલ્લાં ૪ મહિનાની એમની આ મહેનતમાંથી એમણે હવે હાથ લારી ખરીદી છે. LIC ની પોલીસી લીધી, vssmની લોનનો રૂ.૮૦૦ નો હપ્તો પણ ભરે છે. કમુબેન કહે છે, પહેલાં રૂ.૪,૦૦૦ માં ઘર ચાલતું હતું એજ રીતે આજે પણ એજ રકમમાંથી ઘર ચાલવું છું. શાકભાજીના વેપારમાંથી તો બચત કરવાની છે જેથી ભવિષ્યમાં કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. 

વિચરતી જાતિઓમાં આર્થિક આયોજનનો અભાવ છે આ આયોજન એ લોકો કરતાં થઇ જાય તો એમનાં ઘણા પ્રશ્નોનું નિવારણ પોતાની મેળે આવી જશે. બસ જરૂર છે એમને આર્થિક રીતે બેઠા કરવાની...

વિચરતા પરિવારોને વગર વ્યાજે લોન આપવામાં મદદરૂપ થનાર શ્રી રમેશભાઈ કાચોલિયા અને શ્રી ગીરીશભાઈ શેરદલાલના આભારી છીએ.

ફોટોમાં કમુબેન શાકભાજીનો વ્યાપાર કરતાં.

No comments:

Post a Comment