Monday 23 March 2015

Its a win-win situation for all…..

Jorabhai Raval runs a small tailoring shop in Kuvada village of Banaskatha’s Diyodar block. He could not complete his schooling but he was a skilled tailor. And as skilled tailors are much in demand so was Jorabhai. But his old sewing machined failed to live up to the demand of increasing workload. Jorabhai was in need of a new sewing machine with latest technology. He requested a loan of Rs. 15,000 from VSSM. 

“We shall be happy to provide you the loan but in exchange you shall have to teach tailoring to any one person,” conditioned Naran. 

“With one condition that the person will continue to be with me for a year, will not leave once he knows tailoring,” was the the condition Jorabhai put forward. 

Chelabhai was the person Naran had selected as being handicap he was unable to do anything else to earn living. Naran knew about this and so he sent Chelabhai to learn tailoring from Jorabhai. Naran facilitated the entire exchange. 

Chelabhai has now learnt to sew on the new machine Jorabhai bought, he has proved to be such  hardworking student that Jorabhai is willing to share his shop with him. Jorabhai is also willing to teach tailoring to  other nomadic community members for free, but not from the village as he fears competition will kill his business, which is natural and we respect his concern. For now Jorabhai is a happy man the new machine has really improved his productivity. While Naran has began finding new students for Jorabhai ……

In the picture.. Jorabhai working on his new sewing machine  and Chelabhai standing near him…..

અમે લોન આપીએ પણ તમારે કોઈ એક વ્યક્તિને સિલાઈકામ શીખવવું પડશે...

બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુવાળાગામમાં જોરાભાઈ રાવળ પરિવાર સાથે રહે. અભ્યાસ બહુ કરી ના શક્યા પણ સિલાઈકામ ખુબ સારું શીખ્યા. ગામમાં જ નાની દુકાન કરી અને કપડાં સીવવાનું કામ શરુ કર્યું. ધીમે ધીમે કામ વધ્યું. મશીન જુનવાણી ઢબનું. નવી ટેકનોલોજીવાળું મશીન ખરીદાય તો  કામ ઘણું સરસ કરી શકાય. vssm પાસે એમણે નવા મશીન માટે રૂ. ૧૫,૦૦૦ ની લોન માંગી. vssm ના કાર્યકર નારણે જોરાભાઈને કહ્યું, ‘અમે નવા મશીન માટે લોન તો આપીએ પણ તમારે કોઈ એક વ્યક્તિને દરજી કામ શીખવવું પડશે.’ ગામમાં જ વિચરતી જાતિના ચેલાભાઈ રહે. પગે અપંગ. બીજું કામ કરી ના શકે એમને દરજીકામ શીખવું હતું પણ સંજોગ ઉભા થતા નહોતાં. પણ જોરાભાઈને લોન આપતા કરેલી શરત પ્રમાણે એમણે ચેલાભાઈને દરજીકામ શીખવવાનું શરુ કર્યું. શરત એટલી જ કે, એક વર્ષ સુધી ચેલાભાઈએ એમની દુકાને રહીને કામ કરવાનું. સિલાઈકામ આવડી જાય એટલે તુરત જતા નહિ રહેવાનું. ચેલાભાઈએ એ મંજૂર રાખ્યું અને નારણે એમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી. 

નવું મશીન આવ્યું. ચેલાભાઈ હવે બરાબર મશીન ચલાવતા શીખી ગયા છે. અલબત જોરાભાઈ તો એમ કહે છે કે, ‘એની ઈચ્છા હોય તો હું દુકાનમાં એનો ભાગ કરીશ એ ખુબ મહેનતુ છે’.. વળી જોરાભાઈ આટલાથી આ વાત પૂરી નથી કરતા એ કહે છે, ‘અમારાં ગામમાં હવે સિલાઈકામ શીખવવાનું નહિ કરું, નહીતો અમને તકલીફ થઇ જાય પણ વિચરતી જાતિના બીજા કોઈ પણ ગામના વ્યક્તિને જો શીખવું હોય તો હું એમને કોઈ જ પૈસા લીધા વીના એમજ શીખવાડીશ.’ નારણને એમણે આ સંદર્ભે પ્રચાર કરવાનું પણ કહી દીધું છે. નવા મશીનમાં કામ ઝડપથી થાય છે અને સારી એવી આવક પણ ઉભી થઇ રહી છે. 

ફોટોમાં નવા મશીન પર બેસેલા જોરાભાઈ અને ઉભેલા છે એ ચેલાભાઈ ..

No comments:

Post a Comment