Tuesday 17 March 2015

Kamuben’s earns to realise her wish to have savings…..

Kamuben Bajaniyaa is a resident of Ahmedabad’s Detroj town. Her husband Mohanbhai is a daily wage earner. The couple have 3 daughters and a son. While the daughters have been married off their son studies in 10 standard. Mohanbhai’s mother  also stays with the family. Since the old lady needed constant care and support Kamuben was required to stay at home to take care of her mother-in-law.  With only Mohanbhai earning the family hardly managed to fulfil its daily needs, saving many fro emergencies was out of question. And this always bothered Kamuben. She never liked to asking for money from anyone during financial emergencies but was left with no options!! She knew she had to support her husband but there was this question of taking care of the raging mother-in-law and attend to the house hold chores as well. 

VSSM’s Jayantibhai knew the couple. His advise Kamuben to start some venture to resolve their financial insecurities.  Kamuben had a knack and past experience of selling cosmetics and imitation jewellery. The husband-wife team had done this before but Mohanbhai found fabrication jobs more rewarding have they stopped their venture. Since Jayantibhai knew this he recommended Kamuben start it again. As a start-up capital  Kamuben took a loan of Rs. 10,000 from  VSSM. 

Now, Kamuben can take care of her mother-in-law, look after the house and do the business to support the family. Whenever she has someone to take care of her responsibilities at home she sets out to other villages to do the selling. She earns Rs. 700-800 every week, which goes into her saving kitty. No money is spent from her savings. So far she has repaid half of her loan. She is regular in depositing the money in her savings as-well. We wish Kamuben  realise her wish of having  decent savings as early as she can. 

In the picture - Kamuben (in red blouse) doing a brisk business. 

ખુબ સારી બચત કરવાનું કામુબેનનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે...

કમુબેન બજાણિયા અમદાવાદ જીલ્લાના દેત્રોજ ગામમાં રહે. પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો જે ધો. ૧૦માં ભણે. દીકરીઓ પરણીને સાસરે ગઈ. પતિ છૂટક વેલ્ડીંગનું કામ કરે અને વૃદ્ધ સાસુ જે પોતાનું કોઈ કામ જાતે કરી ના શકે. પતિ મોહનભાઈ જે કમાઈને લાવે એનાથી ઘરનો વ્યવહાર ચાલે પણ બચતના નામે મીંડું. કમુબેનને પોતાની બચત ના હોવા અંગે હંમેશા વસવસો રહે. પરિવારમાં પ્રસંગોપાત જરૂરિયાત વખતે કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એ ગમે નહિ પણ કરે શું? સાસુને સાચવનાર કોઈ મળી જાય ત્યારે છૂટક મજૂરીએ જાય પણ એનાથી શું વળે? વળી રોજ કામ પણ ના મળે.
vssmના કાર્યકર જયંતીભાઈ સાથે કમુબેનના પરિવારને ઘરોબો એમણે કમુબેનની આ મૂંઝવણનું નિરાકરણ કંઈક ધંધા મારફત લાવવાનું નક્કી કર્યું. કટલરીનો(શૃંગાર પ્રસાધનો) સામાન લાવીને વેચી શકવાની કમુબેનની આવડત. ભૂતકાળમાં એમનાં પતિ સાથે એમણે આ કામ કરેલું પણ પછી મોહનભાઈને વેલ્ડીંગનું કામ વધારે ફાવ્યું અને એમણે કટલરીનું કામ બંધ કર્યું. જયંતીભાઈ આ જાણે એટલે એમણે કમુબેનને કટલરી વેચવાનું કામ કરવાં કહ્યું. રૂ. ૧૦,૦૦૦ આ ધંધા માટે જોઈએ જે હતાં નહિ. એટલે vssm પાસેથી લોન લીધી. 
કમુબેન ઘરેથી વેચાય એટલો સામાન સાસુની સેવા કરતાં કરતાં વેચે અને સાસુ સાથે પરિવારમાંથી કોઈ રહી શકે એમ હોય એ સમયે આસપાસના ગામડાંમાં ફેરી કરે. અઠવાડિયે રૂપિયા ૭૦૦ -૮૦૦ મળે પણ એ એમની બચત. એમાંથી રૂપિયો પણ ઘર ખર્ચમાં ના વાપરે. બેંકમાં નિયમિત પૈસા જમા કરાવે. અત્યાર સુધી એમણે લીધેલી રૂ. ૧૦,૦૦૦ ની લોનમાંથી રૂ.૫,૦૦૦ તો એમણે પરત ભરી પણ દીધા છે. ખુબ સારી બચત કરવાનું કામુબેનનું સ્વપ્ન ઝડપથી સાકાર થાય એવી શેભેચ્છા..

ફોટોમાં કમુબેન કટલરીનો સામાન વેચતા.. (આમ તો બહેનોના આ ટોળામાં એમને શોધવા મુશ્કેલ છે  -લાલ કલરનો બ્લાઉઝ પહેર્યો છે એ કમુબેન)

No comments:

Post a Comment