Tuesday 18 April 2023

VSSM's Swavlamban initiative helps Ghanshyambhai to buy products to retail and also pay off partial debts...

Mittal Patel meets Ghanshyambhai who took interest free loan
from VSSM

We were en route to Nadiad when we noticed a handcart selling ice-golas. So we stopped the car, not to eat the gola (because it was daytime and gola’s are best enjoyed after evening)  but to meet Ghanshyambhai,  the person operating this cart.

During the pre-pandemic days, Ghanshyambhai ran a small business, and his aspiration to expand his business made him borrow Rs. 40,000 from a private moneylender. Within no time, the pandemic stuck, and we are all aware of its damaging consequences on our lives.

 Ghanshyambhai had to use the loan amount to meet domestic expenses while the interest grew. Ghanshyambhai took up working as a daily wager and paid off the debt. The entire experience has had a damaging impact on his enterprising nature. He owned a handcart but needed more funds to purchase products to load into the cart. 

Ghanshyambhai belongs to a nomadic community; on learning about VSSM’s Swavlamban initiative, he requested Rajnibhai, our team member, for a loan from VSSM.

We approved a loan of Rs. 30,000. The funds helped him buy products to retail and also pay off partial debt.

Ghanshyambhai changes his business each season and earns Rs. 600 to Rs. 700 daily. He has managed to ultimately pay off the private money lender and almost finish the installments of VSSM’s loan, after which he wants to apply for a bigger loan.

VSSM makes it a point to support individuals reeling under financial difficulties, hoping that our support will keep them away from debt traps. We wish these families happiness and prosperity always.

નડિયાદ જતા રસ્તામાં બરફના ગોળાની લારી જોઈ. અમે ઊભા રહ્યા. આમ તો સવાર સવારમાં ગોળો ન ખવાય. આપણે દરેક વસ્તુ ક્યારે ખાવી તે જરા નક્કી કરેલું હોય એ મુજબ ગોળો તો રાતે જ ખવાય. પણ અમે ઊભા રહ્યા. કારણ કે અમારે આ ગોળાની લારીવાળા ઘનશ્યામભાઈને મળવાનું હતું. 

ઘનશ્યામભાઈ કોરોના પહેલાં નાનો સીઝનલ ધંધો કરતા. તેમણે  ધંધો મોટો કરવાનું સ્વપ્ન જોયું. અને એ માટે રૂપિયા 40,000/- વ્યાજવા લીધા. 

એ પછી કોરોનાએ કેવો દાટ વાળ્યો એ આપણે બધા જાણીએ જ છીએ. ઘનશ્યામભાઈ નવો ધંધો ન કરી શક્યા ઊલટાનું 40,000/- ઘર ખર્ચમાં વપરાઈ ગયા. માથે દેણું અને પાછુ વ્યાજ તો વધી જ રહ્યું હતું. ઘનશ્યામભાઈએ છુટક મજૂરી કરીને 40,000 વ્યાજ પેટે ચુકવ્યા. ધંધો કરવાની હવે હિંમત થાય એમ નહોતી. એમની પાસે હાથલારી હતી પણ લારીમાં મુકવા સામાનના નામે કશું નહીં. 

ઘનશ્યામભાઈ અમે જે સમુદાયના કલ્યાણ માટે કામ કરીએ તે સમુદાયમાંથી આવે. તેમને સંસ્થા વગર વ્યાજની લોન આપે છે તે વાતની જાણ થઈ. તેમણે અમારા કાર્યકર રજનીભાઈને લોન આપવા માટે વિનંતી કરી. 

ઘનશ્યામભાઈને VSSM ના સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત અમે 30,000 લોન પેટે આપ્યા. જેમાંથી એમણે લારી થોડી સરખી કરાવી અને 15,000 વ્યાજવાળા ભાઈને આપ્યા.

તે પછી દરેક સીઝનમાં એમણે જુદો જુદો ધંધો શરૂ કર્યો. દેવું માથેથી ઉતરી ગયું. 

લોન પણ ભરાઈ જવામાં છે. હવે એમને બીજી લોન લઈને થોડો મોટો ધંધો કરવાનો વિચાર છે. દૈનિક એ 600 થી 700નો વકરો કરે છે. 

તકલીફમાં આવી પડેલા આવા પ્રિયજનોને મદદ કરવાનું કાર્ય અમે કરીએ. બસ સૌ સુખી અને બે પાંદડે થાય એવી અપેક્ષા.

#MittalPatel #vssm #loanservices #icegola #barafgola

Ghanshyambhai took interest free loan from VSSM for
doing seasonal buisness


Ghanshyambhai sells ice-gola on his handcart



Mittal Patel with VSSM Co-ordinator Rajnibhai and
Ghanshyambhai


No comments:

Post a Comment