Friday 28 April 2023

A small loan from VSSM's swavlamban initiative has significantly impacted Sureshbhai and his brothers' lives...

VSSM' coordinator Pareshbhai helped Sureshbhai to took
interest free loan from VSSM

 "We aspired to expand our business of bamboo basketry but lacked the required capital. We are five brothers, and you provided each of us with an interest-free loan of Rs. 20000. We borrowed another Rs. 1 lac from a private lender at a very high-interest rate. With the money, we went to Mumbai to purchase bamboo from the wholesale market. The cost of bamboo in Mumbai was comparatively cheaper, and Rs. 2.20 lacs enabled us to buy a lot of bamboos. Eventually, we borrowed another Rs. 1 lac from you to pay off the private lender's loan. It was a risk we had taken for the first time; we are glad everything worked out well. Apart from the regular baskets, we have also begun making bamboo ladders and other construction-related materials, which are in great demand, and our business is good." Sureshbhai  Pilucha village in Banasknatha's Vadgama spoke about his business expansion after availing interest-free loan under VSSM's Swavlamban initiative.

"Agreed that your business has grown, but how has it impacted your happiness quotient?" we inquired.

"Initially, we used to rent the vehicle required to ferry our goods; now we have bought a chakra to carry our products. We also purchased a motorbike and keep Rs. 5000 for daily expenses."

We all have dreams, and realizing those dreams does need some support. We hope to be that support. A small loan has significantly impacted Sureshbhai and his brothers' lives. Sureshbhai aspires to build a big store in Palanpur or Vadgam to help display and sell his products/creations. We pray for his continued success.

Since its launch, the Swavlamban initiative has supported  6500 families. And lives of numerous families have changed for the better. We are grateful to all our well-wishing donors for their encouraging support.

#MittalPatel #VSSM 

"વાંસનો ધંધો મોટો કરવાની હોંશ તો હતી પણ પાસે પૈસા નહોતા. અમે પાંચ ભાઈઓ તમે અમને પાંચેયને વીસ-વીસ હજારની લોન આપી. આ 1.20 લાખ ભેગા કરી અમે મુંબઈ ગયા અને ત્યાંથી 2.20 લાખના વાંસ ખરીદ્યા. બીજા લાખ અમે વ્યાજવા લીધેલા. પણ મુંબઈથી વાંસ અમને પ્રમાણમાં સસ્તો મળ્યો. જો કે 1 લાખ વ્યાજવા લીધેલા એનું વ્યાજ મારી નાખે એવું હતું. તમારી પાસે એ વ્યાજમાંથી મુક્ત થવા બીજી પચાસ -પચાસ હજારની લોન લીધી. 

અમે પહેલીવાર આવડુ મોટુ સાહસ કર્યું હતું પણ અમે સફળ રહ્યા. વાંસમાંથી પહેલાં સૂડલાં ટોપલા જ બનાવતા હવે અમે સીડી, સેન્ટીંગ ભરવા માટેનો સામાન વગેરે બનાવવા માંડ્યા. હવે તો ઘણા ઓર્ડર મળવા માંડ્યા. ધંધો પણ વધ્યો."

બનાસકાંઠાના વડગામના પીલુચાના સુરેશભાઈએ હસતા હસતા વાત કરી.

અમે પુછ્યું, "ધંધો વધ્યો એ તો સાચુ પણ તમારા સુખમાં વધારાનું શું ઉમેરાયું."

"ઓર્ડર નો સામાન ઉતારવા ભાડેથી વાહન લાવતો પણ એના કરતા હવે ઘરનું સાધન થઈ ગયું. મે છકડો રીક્ષા લીધી.  એ સિવાય ક્યાંક સગાવહાલાના ત્યાં જવું હોય તો બાઈક ખરીદી લીધું. બે પાંચ રૃપિયા હવે હાથવગા પણ રહે છે. "

નાનકડી લોન સુરેશભાઈ અને એમના ભાઈઓના જીવનમાં બદલાવ લાવવા મહત્વની બની. સ્વપ્ન દરેક માણસ જુએ પણ એ સ્વપ્ન પૂર્ણ કરવા એને ટેકાની જરૃર પડે. બસ આ ટેકો આપવાનું આપણે કરી શકીએ તો ઘણું.  અમે એ કર્યું ને સુરેશભાઈની જીંદગી બદલાઈ એમનું સ્વપ્ન પાનલપુર કે વડગામમાં મોટી દુકાન કરવાની છે જ્યાં એ પોતે બનાવેલો સામાન વેચી શકે. એમના સ્વપ્ન ફળે એ માટે ઘણી શુભેચ્છાઓ. 

અત્યાર સુધી 6500 થી વધુ પરિવારોને આ રીતે લોન આપી છે. જેમાંથી ઘણાની જીંદગી બદલાઈ ગઈ છે. આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોના અમે આભારી છીએ.

#MittalPatel #VSSM #inspirational  #palanpur #gujarat



Mittal Patel meets Sureshbhai's family during her visit to
palanpur and inquired about their buisness expansion

MittalPatel during her field visit

Nomadic women making baboo basket

Sureshbhai and familymakes bamboo basket, bamboo ladders
and other construction-related materials



No comments:

Post a Comment