Monday 2 November 2020

VSSM always remains grateful to its loved ones for helping bring change in lives of individuals like Lilabhai...


Mittal Patel visited Lilabhai to see his progress

Lilabhai is from Dev village in Radhanpur.

He does not have any ancestor business or any such land. He does labor work to feed his family. But he does not get enough income in Dev village in Radhanpur. So he left the village and went to Kutch to earn money. He works as a day laborer in a welding shop. But the sorrow to leave the homeland remains with him. Also, he doesn't get a permanent job.

From Kutch, he comes to Dev village in between, but every time he misses his village.

Once he came to Dev and met our worker Shankarbhai and said that he does not like to leave the village.

Shankarbhai suggested Lilabhai to start his own business of welding in Dev. But Lilabhai had no money for that. Shankarbhai gave a loan of Rs 20,000 from VSSM to Lilabhai and Lilabhai started working in a rental shop. 

Income increased. He was able to feed the family and have clothes to cover the body. He then started saving some amount of money. Lilabhai’s face started glowing. The mind calmed down, and he decided to add new 

things to the business and we gave another 40,000 to buy a new machine for welding work and then he started making good progress and started saving some money. 

Now Lilabhai thought of buying his own space and starting a welding business there. He found a land(plot), but Rs 4 lakhs was needed to buy it. He had savings of Rs 2 lakh but the question was what to do with the remaining money.

I visited him during that time to see Lilabhai's progress, he asked for a loan for the plot. He also said that he would repay the loan with some money.

Lilabhai also shared the joy of involving his two sons in this work.

The fortunes of thousands of people like Lilabhai changed because of the loved ones who helped us. Thank you all and best wishes to Lilabhai along with our worker Shankarbhai for finding such true men and bringing them close to us.

લીલાભાઈ રાધનપુરના દેવગામના વતની. 

બાપીકો કોઈ ધંધો કે એવી કોઈ જમીન જાગીર એમની પાસે નહીં. મજૂરી કરીને પેટિયું રળે. પણ રાધનપુરને દેવમાં ઈચ્છીત આવક ન થાય. એટલે ગામ છોડીને કચ્છમાં કમાવવા ગયા. 

વેલ્ડીંગ કરતી એક દુકાનમાં રોજમદાર કામદાર તરીકે કામ કરે. પણ વતન છોડવાનો વસવસો એમને કાયમ રહે.. વળી કાયમી કામ મળે એમ પણ નહીં. કચ્છમાંથી વચમાં વચમાં એ દેવ આવે પણ દર વખતે વતન માટે એ ઝૂરે...

એક વખત આવી જ રીતે દેવ આવ્યાને અમારા કાર્યકર શંકરભાઈ સાથે પરિચય થયો અને ગામ છોડવું નથી ગમતુંની વાત એમણે કરી. શંકરભાઈએ લીલાભાઈને દેવમાં જ વેલ્ડીંગનો પોતાનો ધંધો કરવા સૂચન કર્યું. પણ લીલાભાઈ પાસે એ માટે પૈસા નહીં. 

શંકરભાઈએ VSSMમાંથી 20,000ની લોન લીલાભાઈને આપી ને ભાડાની દુકાનમાં લીલાભાઈએ કામ શરૃ કર્યું. આવક વધી. બે ટંક ભરપેટ ભોજન, પેરવા સરખા કપડાં ને પાંચ રૃપિયા હાથમાં રહેવા માંડ્યા. લીલાભાઈના મોંઢા પર તેજ આવ્યું. મન શાંત થયું, પ્રગતિ થઈ એટલે ધંધામાં નવી ચીજો ઉમેરવાનું મન થયું ને બીજા 40,000 અમે વેલ્ડીંગના કામમાં નવા મશીન ખરીદવા આપ્યા ને પછી તો લીલાભાઈની ગાડી નીકળી પડી..કામ મળવા માંડ્યું અને બચત પણ થઈ. 

હવે લીલાભાઈને પોતાની જગ્યા ખરીદી ત્યાં વેલ્ડીંગનો બીઝનેસ શરૃ કરવાનો વિચાર આવ્યો. પ્લોટ જોયો પણ એ ખરીદવા ચાર લાખની જરૃર હતી. ધંધામાંથી બે લાખની બચત કરી હતી પણ બાકીના પૈસાનું શું કરવું એ પ્રશ્ન હતો. 

લીલાભાઈની પ્રગતિ જોવા જવાનું થયું એ વખતે એમણે પ્લોટ માટે લોન આપવા કહ્યું. થોડા પૈસા એ ઉછીના પાછીના કરશે એમ પણ કહ્યું..વળી લીલાભાઈએ પોતાના બે દીકરાને પણ આ કામમાં જોડી દીધાનો આનંદ વહેંચ્યો.

લીલાભાઈ જેવા હજારો માણસોનું નસીબ સંસ્થાગત રીતે અમને મદદ કરનાર સ્નેહીજનોના લીધે બદલાયું. આપ સૌનો આભાર ને લીલાભાઈને શુભેચ્છા.. સાથે અમારા કાર્યકર શંકરભાઈ આવા સાચા માણસોને શોધીને અમારા સુધી પહોંચાડે એ માટેનો રાજીપો...

#MittalPatel #VSSM #livelihood

#smalbusiness #businessloan

#Interestfreeoan #loanforbusiness

#smallentreprenaur #selfindependent

#vssmloan #nomadic #denotified


Lilabhai involved his sons in the business


Lilabhai started welding business in his own space


 







No comments:

Post a Comment