Monday, 5 August 2019

VSSM livelihood program helps prakash change his mindset...

Prakash, is wise beyond his age. He resides with his family at a Bawri community  settlement called Gulbai Tekra in Ahmedabad. 

Champa and Prakash were at our  office today to pay the instalment for Rs. 30,000 interest free loan VSSM has provided him. The loan was used to start a retail venture of selling wrist watches.  

Mittal Patel with Prakash Ba
“How is work, Prakash?” I inquired.

“Very good!” he replied hesitantly.
VSSM hostel girls jumped to the opportunity of buying
watches at their doorsteps

“We have never seen what is your business. We simply have to believe whatever you say!!” I joked  with this extremely shy chap. This brought a broad smile on his face.

The next he came back in the afternoon with his watch shop.

“Ben, this is my business!!”

“So has the loan benefited you in any way or you have just spend it away??”

Prakash shyly looked towards his wife and replied, “It has been a great help, Ben!! The money I earned supported her delivery, we bought gold jewellery worth Rs. 42,000!!” Obedient Champa moved her head covering to show  us the earrings she was wearing.

“What are your  dreams, Prakash? Where do you aim for the future?”

“I want to buy my own house!!’

“Where, in Gulbai Tekra?”

“No, not Gulbai Tekra. The culture there is not conducive. Children cannot grow well there. I want to raise my children into a fine human beings and achieving this in Gulbai Tekra looks difficult.”

Prakash Bawri's shop 
Prakash is dreaming something that we have been dreaming for past couple of years. To enable the Bawri community integrate with other urban communities. It is crucial they move beyond  the orthodox and medieval mindsets of their community to progress well. This is something Prakash has realised.

Champa has been keeping a piggy bank at home, Prakash sells watches worth Rs. 1200 to 1500 every day.
Our Amiben has convinced her to buy monthly groceries and save the money with some back. Champa has agreed to make this shift.

We wish Champa and Prakash much  happiness and success in life.

Have a look at Prakash’s shop. Our  girls jumped to the opportunity of buying watches at their door step.

Also listen to Prakash in the attached video. You’ll  enjoy it. 


પ્રકાશ ઉંમરમાં નાનો પણ સમજણ બહુ પાક્કી.
ગુલબાઈ ટેકરામાં આવેલી #બાવરી(મારવાડી દેવીપૂજક) વસાહતમાં એ રહે. પત્ની ચંપા સાથે આજે એ ઓફીસ પર આવ્યો.
VSSMમાંથી એણે ઘડ઼િયાળનો વેપાર કરવા માટે 30,000ની વગર વ્યાજે લોન લીધી હતી. લોનનો હપ્તો ભરવા એ ગઈ કાલે આવ્યો.
'કામ કેવું ચાલે છે પ્રકાશ?' એવું પુછતા એણે શરમાતા શરમાતા 'બહુ હારુ' એમ કહ્યું.
થોડી મજામાં મે કહ્યું, 'અમે તો જોયું નથી તુ શાનો વેપાર કરે છે. એટલે હારુ ચાલે એ તુ કે ને મારે માનવાનું.' એ હસ્યો.
આજે બપોરે પ્રકાશ એની ઘડિયાળની દુકાન સાથે ઓફીસ પર આવ્યો અને કહ્યું,
'બેન આ મારો વેપાર..'
'લોનમાંથી કાંઈ ફાયદો થયો કે ખાધુ પીધુ ને રાજ કર્યું.' થોડું શરમાતા એણે એની ઘરવાળી સામે જોયું અને કહ્યું,
'ફાયદો થ્યો ને બેન આની ડીલીવરી કરાવી. એ સિવાય 44,000ના આના દાગીના કરાવ્યા. '
કહ્યાગરી ચંપાએ તુરત માથા પરનું ઓઢણું આઘુ કરીને કાનમાં પહેરેલી બુટ્ટી બતાવી.
સપનું શું છે પ્રકાશ? આગળ ક્યાં પહોંચવું છે?
પ્રકાશે કહ્યું, 'ગુલબાઈ ટેકરામાંથી નીકળવું છે. મારુ પોતાનું ઘર લેવું છે.'
'ઘર ક્યાં ગુલબાઈ ટેકરામાં લેવું છે?'
'ના બેન ત્યાંના સંસ્કાર સારા નથી. મારા છોકરાંઓને ભણાવીને સરસ માણસ બનાવવા છે ગુલબાઈ ટેકરામાં આ બધુ બહુ અઘરુ.'
બાવરી પરિવારો અન્ય સમાજ સાથે ભળે. અન્ય સમાજની સાથે તેમના ઘરો હોય તેવું અમારુ સ્વપ્ન પ્રકાશ જેવા યુવાનો જોવા માંડ્યા છે.
એક વખત પોતાના સમાજના વાડામાંથી બહાર નીકળશે તો દુનિયા બદલાશે એ વાત પ્રકાશ સમજી ગયો.
ચંપાએ ઘરમાં બચતનો ગલ્લો રાખ્યો છે. દિવસના 1200 થી 1500નો ધંધો પ્રકાશ આરામથી કરી લે છે.
અમારા અમીબહેને એને મહિનાનું સામટુ કરિયાણું ભરાવવા સમજાવ્યો અને બચત ગલ્લાની જગ્યાએ બેંકમાં કરવા કહ્યું.
ચંપાએ એ માટે હા પાડી..
સુખી થાવની ભાવના સાથે પ્રકાશ ખુબ તરક્કી કરે તેવી શુભેચ્છા
ફોટોમાં એણે બતાવેલો એનો વેપાર તમે પણ જુઓ.
ઓફીસ પર વેપાર બતાવવા આવ્યો ને અમારી હોસ્ટેલની દીકરીઓએ ઘડિયાળ જોવા અને ખરીદવા પડાપડી કરી.
સાથે એનો નાનકડો વિડીયો... એના મોંઢે એની વાત સાઁભળજો મજા પડશે..
#MittalPatel #VSSM #NomadicTribes #NomadsOfIndia #Bavri #MarvadiDebipoojak #interest_free_loan #financial_inclusion #loan_for_downtrodden #Swavlamban #livelihood


No comments:

Post a Comment