Wednesday, 17 July 2019

Mutual Trust keeps us rolling" - Bhamarji Gavariya's story of life transformation...

Mittal Patel meets Champaben Gavariya
Ratila reminded me of Bhamraji and Champaben. Their small shop is just outside the village. It was 4 o’ clock  in the evening when the car we were travelling in arrived at their shop.

Seeing us alight from the vehicle,  Champaben came running towards us with great joy.

“Let’s go home. I will cook a quick meal for all of you!” insisted Champaben.

Mittal Patel visits Champaben Gavariya's shop
“Honestly, all of us were really hungry. The entire morning remained  busy with us  visiting  villages one after the other which had  left  us no time to have our meal. However, the scheduled meetings for the later part of the day did not leave any scope for us to enjoy the meal Champaben would have cooked for us with so much love.

Champaben Gavariya at her Shop
“It is because of you that our shop is doing such good business. The son bought a four wheeler. While we both manage the shop,  the son takes the jeep to sell the products in other villages.” Champaben described.

“How is business?”

“We are able to pay the loan instalments regularly hence, we can say the business is doing good! The profit we earned helped us arrange a marriage of one of our sons. To tell you the truth, things are going well. We are happy.”
The Current living condition of Bhamraji Vansfoda

Bhamraji and other nomadic families living in Ratila will soon be able to live in decent houses of their own, thanks to the sheer hard work of VSSM’s Naran whose efforts have been instrumental in allotment of residential plots to these families.

“It is just because of the organisation that our work gets done otherwise, who listens to poor like us. You all have changed lives of so many, can’t thank you enough!!” Bhamraji spoke from his heart.

We pray for peace and happiness of Bhamraji, Champaben, their son Umaji and all whose lives VSSM has touched.

Umaji bought a four wheeler after taking an interest free loan from VSSM. The picture of Umaji with his vehicle remains to be shared. Nonetheless, Champaben in  her shop could be captured by us. They had taken a loan of Rs. 50,000 to start this shop. You can also see their residence in one of the images shared here.

People do question, “how do families living in such conditions manage to pay regular instalments?”

To which our reply is “they put faith in us and we completely trust  their integrity! It is this mutual respect and faith that keeps us rolling!”

Thank you all for your incredible support to help us spread happiness in the lives of these families.

રાંટિલા આવ્યું અને ભમરાજી અને ચંપાબહેન ગવારિયા યાદ આવ્યા. ગામના પાધરે તેમની દુકાન. અમે ચાર વાગે દુકાન સામે ગાડી ઊભી રાખી. 
અમને જોઈ દુકાનમાંથી ચંપાબહેન દોડીને બહાર આવ્યા,
એમણે ઉમળકાભેર આવકાર્યા અને કહ્યું,
'હેડો ઘેર ખાવા રોધી નોખું' 
સાચુ કહુ, ભુખ તો બહુ જ લાગી હતી. સતત એક ગામથી બીજે ને ત્યાંથી ત્રીજે ફરવામાં જમવાનો સમય ચુકાઈ ગયેલો. પણ આગળના પ્રવાસોના કારણે જમવા બેસાય એમ નહોતું.
ચંપાબહેન કહે, 'તમાર પરતાપે દુકોન હારી હેડ. સોકરાએ ગાડી લીધી. મુ અન તમાર ભઈ દુકોન ઉપર બેહીએ અન ઊમો જીપમો કટલરીનો સોમોન લઈન ગોમે ગોમ ફર'
'ધંધો કેવો થાય છે?'
'તમાર હપ્તો બરોબર ભરાય સ એટલ ધંધો હારો હડ હ્ ઈમ કહી હકાય. ધંધામોં થેલા નફાથી એક સોકરાના લગનેય કીધા. જુઠુ નઈ કઉ પણ હવ બધી વાતનું હખ થઈ જ્યું'
રાંટિલામાં રહેતા ભમરાજી અને વિચરતી જાતિના અન્ય પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે કાર્યકર નારણે ઘણી જેહમત ઊઠાવી. 
પ્લોટ મળી ગયા હવે ઘરેય થશે. 
પણ ભમરાજી કહે, 'સંસ્થા હોય અન અમારુ બધુ કોમ પટે નકર અમાર ગરીબ ગરબોનું કુણ હોભળ. આ લોણે તો અમારા જેવા ઘૈઈકની જીંદગી બદલી નોસી. તમાર બધાનો ઓભાર મોનીયે એટલે ઓસો'
ભમરાજી તેમનો દીકરો ઊમાજી અને ચંપાબહેન સૌ સુખી થાય એવી ભાવના રાખીએ...
સંસ્થામાંથી લોન લઈને ઉમાજીએ ગાડી લીધી .જેનો ગાડી સાથેનો ફોટો બાકી રહ્યો. પણ ચંપાબહેનની દુકાન તો તમને ફોટોમાં ભળાશે. જે તેમણે 50,000ની લોન લઈને કરી છે. સાથે તેઓના રહેણાંકની સ્થિતિ પણ જોઈ શકાય છે. ઘણા કહે આવી હાલતમાં રહેનાર લોનના હપ્તા ભરે છે? અમે કહીએ છીએ.. અમારો એમના પર અને એમનો અમારા પર ભરોસો અકબંધ છે. બસ વિશ્વાસે ગાડુ ગબડે છે.

વિચરતી જાતિના આવા પરિવારોના જીવનમાં ઊજાસ પાથરવામાં નિમિત્ત બનાનાર સૌ પ્રિયજનોનો આભાર..

સાથે...સૌનું મંગલ કલ્યાણ થાવ એવી પ્રાર્થના...
#MittalPatel #VSSM #NomadsOfIndia #Gawaria #interest_free_loan #financial_inclusion #loan_for_downtrodden #Swavlamban #livelihood

No comments:

Post a Comment