Saturday 18 July 2015

VSSM helps Devipujak Tejmalbhai For Livelihood

VSSM Helps Devipujak Tejmalbhai  For Livelihood
VSSM Helps Devipujak Tejmalbhai  For Livelihood
VSSM’s support helps Tejmalbhai improve his standard of living….

Tejmalbhai Devipujak stays in a shanty near Hawaii Pillar in Deesa, Banaskatha. He and his wife Sonalben, earn their living by selling grass, the couple harvests grass (cattle fodder) from neighbouring farms, brings it to an open plot where lot of cows graze, people come and buy grass from them and feed the grazing cows. Many Hindus follow this early morning  ritual of feeding the cows and individuals in the business of selling grass make brisk business, earning was good for Tejmalbhai as well  but the problem he faced was getting the hand cart on rent every day. The lorry rental service opened at 9 in the morning  by this time it got very late for him to bring the grass from the farms. The  couple sets out every morning at 4,  harvest and load grass in an auto  rickshaw and later load it in a hand cart and bring it to the plot for selling. Sometimes where the lorry owner needs the cart he would come and take it from Tejmalbhai in the middle of his business hours, so what if the cart was rented for an entire day!!! He couldn’t question the action since  there was this fear  that it could lead to denial of cart on rent on next day.

Tejmalbhai had recently moved to Deesa and VSSM’s Maheshbhai knew him. When Tejmalbhai became aware of VSSM’s livelihood initiative he requested for a loan to buy a hand cart. VSSM provided a loan of Rs. 5,500/- to which he added some more and bought a hand cart. The couple now takes the cart to the farms that helps them save the rickshaw fare. Sonalben now sells grass from another spot, almost doubling  the couple’s daily  income. They pay an instalment of Rs. 500 every month. Their standard of living is gradually improving. From a shanty they have moved to stay in a decent rented house. Tejmalbhai now wants to buy a Chakda  an indigenous loading vehicle of Gujarat, so that he can load and ferry more grass.

The collapse of traditional occupations are forcing the nomadic families reinvent their livelihood sources and such success stories spread a sense of joy amongst the team of VSSM and people associated with it.

In the picture Tejmalbhai with his  hand cart…..


વિ.એસ.એસ.એમ. પાસેથી લોન લેનાર તેજમલભાઈનું જીવન ધોરણ બદલાયું..

તેજમલભાઈ દેવીપૂજક બનાસકાંઠાના ડીસામાં હવાઈ પીલર પાસે છાપરુ કરીને રહે. પતિ પત્ની બંને ડીસા આજુબાજુના ખેતરમાંથી લીલી ચાર ખરીદીને લાવે અને ડીસા હાઇવે પરના ખુલ્લા પ્લોટમાં જ્યાં નધણિયાત ગાયો ઊભી રહે છે ત્યાં ઘાસ વેચવા માટે ઊભા રહે. લોકો તેજમલભાઈ પાસેથી પાંચ કે દસ રૂપિયાની ચાર(ઘાસ) ખરીદીને ગાયોને ખવડાવે. આમ તો આ વ્યવસાય ખૂબ સારો. મળતર પણ સારુ મળે પણ દુઃખ એક જ વાતનું હતું. તેજમલભાઈ જે લારી લઈને ઘાસ વેચવા ઊભા રહેતા તે લારી રોજના રૂપિયા ૨૦ આપીને ભાડેથી લાવવી પડતી. લારી રોજ વેહલી સવારે મળી જાય તો ગામડાંમાંથી ઘાસ લાવવામાં સરળતા પડે પણ બજારમાં દુકાનો ખુલે ત્યારે સવારે ૯:૦૦ વાગે જ લારી મળે એટલે લારી મળે ત્યારે જ ઘાસ ખરીદવા જવાનું કરી ન શકાય. કારણ દાન – ધર્મ તો મોટાભાગે સવારના જ થાય. એટલે તેજમલભાઈ અને તેમના પત્ની સોનલબહેન રોજ ચાર, પાંચ કિ.મી. દૂર ખેતરમાંથી રીક્ષા બાંધીને ઘાસ લઇ આવે. આમ રીક્ષા ભાડામાં પણ પૈસા નાખવા પડે.

રીક્ષામાં લાવેલું ઘાસ લારીમાં ખાલી કરીને ખુલ્લા પ્લોટમાં તેજમલભાઈ ઉભા રહે. પણ ક્યારેય લારીના માલીકને લારીની જરૂર પડે ત્યારે આવીને લારી લઇ જાય. લારીનો માલીક હોય એટલે ના પણ ના પાડી શકાય, દલીલ કરી શકાય કે લારી તો આખા દિવસના ભાડા પેટે લીધી છે પણ પછી આવી દલીલ કરે તો બીજા દિવસે લારી નહી મળે તેવો ભય લાગે એટલે ચલાવી લેવું પડે.

વિ.એસ.એસ.એમ.ના કાર્યકર મહેશને તેજમલભાઈ સારી રીતે ઓળખે આમ તો તેજમલભાઈ થોડા સમય પેહલાં જ ડીસામાં રેહવા આવ્યા છે પણ વિચરતી જાતિના હોવાના નાતે વિચરતી જાતિઓ સાથે કામ કરવાવાળા સંસ્થાના કાર્યકરોને સૌ ઓળખવા માંડે. સંસ્થા દ્વારા નાના વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે તે વિગતો તેજમલભાઈએ જાણી એટલે મહેશને લારી ખરીદવા લોન આપવા વિનંતી કરી. આપણે તેમને ૫,૫૦૦ની લોન આપી. થોડા પૈસા તેમને ઉમેર્યા અને લારી લીધી. હવે પતિ પત્ની બંને સવારે વેહલા ઊઠીને લારી લઈને ઘાસ લેવા ખેતરમાં જાય છે એટલે રીક્ષાભાડાના પૈસા બચે છે. સોનલબહેન પણ ઘાસ વેચવા ડીસાની એક બીજી જગ્યા પર જ્યાં ગાયો ઊભી રહે છે ત્યાં ઊભા રહે છે. આમ પતિ-પત્ની બંને ધંધો કરવા માંડ્યા છે. સંસ્થાને લોનનો માસીક હપ્તો રૂપિયા ૫૦૦ ભરે છે. હવે છાપરાંમાંથી તેઓ ભાડાના મકાનમાં રેહવા જતા રહ્યા છે. જીવનધોરણ ધીમી ગતિએ બદલાઈ રહ્યું છે.. આગળ શું કરવાનું આયોજન છે તેવું પૂછતા તેજમલભાઈ કહે છે, ‘છકડો લાવવો છે જેથી વધારે ઘાસ લાવી શકાય અને ફરતો ધંધો પણ કરી શકાય.’

વિચરતા સમુદાયોના પરંપરાગત વ્યવસાયો પડી ભાંગ્યા છે આવામાં તેમને નવા નવા વ્યવસાયો શોધી તે તરફ વાળવા અત્યંત આવશ્યક છે. વિ.એસ.એસ.એમ. દ્વારા લોનના રૂપમાં આ પરિવારોને મદદરૂપ થવાના પ્રયત્નો સફળ થઇ રહ્યા છે જેનો આનંદ છે.

ફોટોમાં લારી સાથે તેજમલભાઈ



 


No comments:

Post a Comment