Wednesday 22 July 2015

Not just providing a loan but mentoring the nomadic families in improving their financial health….


Deviben Devipujak at her residence she showed
her the types of watches she sells.  
Deviben Devipujak along with her husband  Bahadurbhai, and two daughters stays in the Gulbai Tekra area of Ahmedabad. Bahadurbhai works in a grocery shop during the day and sets up his kiosk to sell home decor stuff on the footpath at Law Garden, one of the posh locality of Ahmedabad.

The gap in the income and expenditure skewed the business economics of this family. Normally the profit in reinvested in buying the products but since the family couldn’t save enough borrowing money from private money lenders became necessary. Deviben has also put her jewellery as guarantee at a private money lender. On the face of it the system seems to be working well but a close examination would reveal the are under deep debt, enjoy absolutely no independence and function as sales men of established wholesale merchants.

VSSM’s Elaben the team member who works closely with the nomadic communities staying in an around Ahmedabad is much aware of the social and economic conditions of these families, she knew the struggle  Deviben and her family endures. Elaben referred Deviben to VSSM for a loan of Rs. 20,000. She also provided guidance to the family in managing the finances by advising them to not incur more debts. She also asked Deviben to support her husband with his business. Now the couple works together and the earning have improved. The debt they would incur every 15 days has stopped, they haven’t taken any money since last 4 months. Business is doing okay as well.

The couple is happy and the mood is upbeat. They intend to educate their daughters well, save and get back the jewelry she has deposited as guarantee. We hope they are able to do that at the earliest.

When we went to meet Deviben at her residence she showed (as seen in the picture) her the types of watches she sells.  


vssmના માધ્યમથી પગભર થનાર વિચરતા પરિવારો આયોજન કરતાં થયા..

દેવીબહેન દેવીપૂજક તેમની બે દીકરીઓ અને પતિ સાથે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહે. તેમનાં પતિ બહાદુરભાઇ દિવસે કરિયાણાની દુકાનમાં કામ કરે અને સાંજે લો ગાર્ડન પાસે ભરાતા બજારમાં ફૂટપાથ પર બેસીને કટલરીનો સામાન, તોરણ, ઝુમ્મર વગેરે વેચે અને દેવીબહેન ઘર સંભાળે..

આમ તો બહાદુરભાઇએ સામાન વેચી અને એમાંથી થતી આવકમાંથી જ બીજો સમાન ખરીદવાનો હોય પણ આવક અને જાવકમાં બચત ના થાય એટલે દેવું કરીને સામાન લાવવો પડે જેના કારણે કમાણીનો મોટો ભાગ દેવું ચુકવવામાં જ જતો રહે. દેવીબહેને તો ધંધાનો સામાન ખરીદવા માટે પોતાનાં લગ્ન વખતના દાગીના પણ ગીરવે મુક્યા છે..આ પ્રકારે વ્યવસાય કરતાં વિચરતી જાતિના દરેકને એમ લાગે કે પોતે પોતાનો સ્વત્રંત વ્યવસાય કરે છે પણ ખરા અર્થમાં તો એ કોઈ વેપારીના ફેરિયા તરીકે જ કામ કરતા હોય.

દેવીબહેનની સમગ્ર સ્થિતિ vssmના કાર્યકર ઈલાબહેનના ધ્યાને આવી. ઇલાબહેને આ પરિવારને નવો સામાન ખરીદવા માટે રૂ.૨૦,૦૦૦ ની લોન vssmમાંથી અપાવી. સાથે સાથે રૂ.૨૦,૦૦૦ માંથી ખરીદેલો સામાન વેચાતો જાય એમ એમ નવો ભરતો જવાનો, નવું કોઈ દેવું નહિ કરવાનું અને સાંજે દેવીબહેને પણ બહાદુરભાઇને મદદ કરવા જવાનું એમ સમજાવ્યું...

ઈલાબહેનના કહેવાથી દેવીબહેને પતિ સાથે જવાનું શરુ કર્યું, એમના પતિ ફૂટપાથ પર પાથરણું લઈને બેસે અને દેવીબહેન ઝંડીમાં ઘડિયાળ, બેલ્ટ વગેરે લઈને ફરતાં વેપાર કરે.. પરિવારનું ગાડું ઠીક ઠીક ગબડી રહ્યું છે. આપણે એમને મોનીટર કરીએ છીએ.. પહેલાં દર ૧૫ દિવસે દેવું કરીને ૩૦૦૦ થી ૪૦૦૦ લઇ આવતા હતાં એ હવે બંધ થઇ ગયું છે ૪ મહિનાથી એમણે કોઈ પાસેથી પૈસા લેવાની જરૂર પડી નથી.. ધંધો પણ બરાબર થઈ રહ્યો છે.  દેવીબહેન વ્યવસાયમાં આવેલી આ સ્થિરતાથી ખુબ રાજી છે. એ કહે છે, ‘બે દીકરીઓને ખુબ ભણાવવી છે, નાની બચત કરવી છે અને ગીરો મુકેલા દાગીના છોડાવવા છે.’ એમની આ ઈચ્છા ઝડપથી પૂરી થાય એવી અભ્યર્થના..

દેવીબહેનના ઘરે જવાનું થયું ત્યારે પોતે કેવી ઘડિયાળ વેચે છે એ એમણે હોંશભેર બતાવ્યું જે ફોટોમાં જોઈ શકાય છે.


No comments:

Post a Comment