Tuesday 15 October 2024

Fulvadi's have become independent entrepreneurs with the help from VSSM's swavlamban program...

Mittal Patel meets Sureshbhai Fulvadi and his family with 
VSSM Coordinator Ishwarbhai Raval

Suresh from the fulvadi community said, "I didn’t want to be a laborer in the fields, nor did I want to work as a laborer for all twelve months. If you give me a loan, I can get a rickshaw."

"Do you want to drive a rickshaw?"

"Well, yes."

Suresh from the fulvadi community mentioned this. In Kakar, BanasKantha, there are about 300 households of flower sellers. This community has traditionally performed snake dances, but that practice has now ceased. The entire community has turned to agricultural labor, but consistent work in farming is not available for twelve months.

When labor is not available, these families move around the villages asking for grains. They say they do not refuse when asked. The elders demand and receive assistance, but some from the new generation find begging distasteful. Suresh is somewhat educated but not extensively. He and others like him wish to work hard to earn a living but lack education, making it difficult to find other opportunities.

Suresh was the first to discuss taking a loan within the community. We provided him with 30,000 rupees, which he used to buy an old rickshaw. He paid back the installments regularly. Later, he talked about acquiring a new rickshaw. We provided a substantial amount for this. For instance, he needed to secure it and we did not fear the money being misused within the flower seller community. Hence, we gave him two lakh rupees.

Suresh now runs his business well with the new rickshaw. He pays a monthly installment of 17,500 rupees. Apart from the amount we provided, he has also taken a small amount from other sources. Suresh says, "I never thought I would be able to pay such a high installment. Now I have the ability to pay 17,500 rupees monthly."

We have provided loans to more than 200 families like Suresh and our worker Ishwarbhai is overseeing the management of these loans. It is an honor to work with dedicated workers like him.

For families like Suresh's, we run the Self-Reliance Program. The Dr. K. R. Shroff Foundation and VSSM together have provided loans to over 8,200 families to start their own independent businesses like Suresh.

Our KRSF founder Pratulbhai Shroff's dream is to enable another 2,500 families to start independent businesses this year. With visionary leaders like him, our team is motivated and we will achieve this goal.

We are grateful to the associates involved with VSSM and KRSF. Their continuous support has made all these efforts possible. We pray for everyone’s success and always wish to be an instrument in achieving it.

ફુલવાદીઓ સ્વતંત્ર ધંધો કરતા થયા...

'માર જમોના પરમોણે હેડવું હ્. મોગવાનું મન પસંદ નહીં અન ખેતીમોં બારે મહિના મજૂરી હેડ નહીં. મન તમે લોન આલો તો માર રીક્ષા લાબ્બી હ્.'

'રીક્ષા ચલાવવાનું ફાવે?'

'એ તો હીખી જયે'

ફુલવાદી સમુદાયના સુરેશે આ કહ્યું.  બનાસકાંઠાના કાકરમાં એમના 300 ઘર. સાપના ખેલ બતાવવાનું આ સમુદાયની પેઢીઓએ કર્યુંં. પણ એ બધુ હવે બંધ થયું. ખેત મજૂરી તરફ આખો સમાજ વળ્યો પણ આપણે ત્યાં ખેતીમાં બારે મહિના મજૂરી ન મળે.

મજૂરી ન મળે ત્યારે ગામોમાં દાણા માંગવા આ પરિવારો ફરે. એ કહે, માંગવામાં અમને મણા નહીં. 

વડિલો હક કરી માંગી લે. પણ નવી પેઢીમાંથી કેટલાકને માંગવું અરુચીકર લાગે. સુરેશ થોડું ભણ્યો પણ ખરો. એ અને એના જેવા યુવાનો મહેનત કરીને રોટલો રળવા ઈચ્છે પણ ભણ્યા નહીં એટલે બીજુ કશું ફાવે નહીં.

લોન લેવાની વાત સુરેશે આખા સમાજમાં પહેલીવાર કરી. અમે 30,000 આપ્યા એમાંથી એ જુની રીક્ષા લાવ્યો. હપ્તા પણ  નિયમીત ભર્યા. એ પછી એણે નવી રીક્ષા લેવાની વાત કરી. અમે એ માટે મોટી રકમ આપી. ઉ.દા. બેસાડવાનું હતું અને ફુલવાદી સમુદાયમાં પૈસા ખોટા થવાનો અમને ભય નહીં. માટે બે લાખ આપ્યા. 

નવી રીક્ષામાં સુરેશ સરસ ધંધો કરે. મહિને 17,500નો હપ્તો ભરે છે. અમારી સિવાય નાનકડી રકમ એણે અન્ય જગ્યાએથી પણ લીધી.

સુરેશ કહે, '17500નો હપ્તો ભરી શકુ એવી ક્ષમતા થઈ. મે ક્યારેય વિચાર્યું નહોતું કે આટલા કમાઈશ..'

સુરેશ જેવા 200 થી વધારે પરિવારોને લોન આપી તેની દેખરેખનું કામ અમારા કાર્યકર ઈશ્વરભાઈ બરાબર કરે. તેમના જેવા સંનિષ્ઠ કાર્યકર સાથે હોવાનું ગૌરવ.

સુરેશ જેવા પરિવારો માટે જ અમે સ્વાવલંબન કાર્યક્રમ ચલાવીએ. ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન અને VSSM એ સાથે મળીને 8200 ઉપરાંત પરિવારોને સુરેશની જેમ સ્વતંત્ર ધંધો કરવા લોન આપી.

અમારા KRSF ના સ્થાપક પ્રતુલભાઈ શ્રોફનું સ્વપ્ન આ વર્ષે બીજા 2500 પરિવારોને સ્વતંત્ર ધંધો કરતા કરવાનું..

એમના જેવા સ્વપ્ન દૃષ્ટા સાથે હોય પછી ટીમે દોડવાનું છે ને એ અમે કરીશું... 

VSSM અને KRSF સાથે સંકળાયેલા સ્વજનોના અમે આભારી છીએ. એમના સતત સાથ ના કારણે આ બધા કાર્યો શક્ય બને...

સૌના શુભમાં સદાય નિમિત્ત બનીયે તેવી અભ્યર્થના... 

#vssm #MittalPatel #nomadlife #vichartijati #nomadictribes #nomads #nomadiclife #Swavlamban #KRSF #pratulshroff

Sureshbhai Fulvadi took loan from VSSM under its 
swavlamban program and bought auto rickshaw

Mittal Patel with VSSM banaskantha team for our

Mittal Patel meets Sureshbhai Fulvadi in Kakar

Sureshbhai Fulvadi with his family

Suresh now runs his business well with the new rickshaw. 


No comments:

Post a Comment