Sunday 17 March 2024

VSSM holds Lalabhai's hand in his rough times...

Mittal Patel meets Lalabhai

Is it not risky to give a loan to a person who has gone bankrupt.?

It is risky but I did not find Lalabhai cunning. We have been helping such families for many years. Then why not Lalabhai ?

Our associate Paresh, young & enthusiastic, has been with us since he was 18-19 years old. He told us about Lalabhai and we could feel that Paresh has imbibed the culture of service.

Lalabhai stays in Ghodiyal village of Banaskantha. He became a graduate. However he had immense love for Cows.. It was his desire to build a cowshed. He borrowed money and bought four cows. The place where he used to tie the cows caught fire and all the cows were killed.  Paresh realised this and extended a loan of Rs 40,000. Lalabhai bought a cow out of this. This cow was grazing in the field. It did not see the well in the middle and fell in it and drowned & died. Our loan instalments got stalled. Moreover he was also not able to pay the private lender. 

What to do now ? When Lalabhai was asked this question, he asked for a loan. to buy a cow. The cow business was not very favourable to Lalabhai. So he decided to do something else. He challenged nature that you give me troubles I will not lose my hope  & my strength.

Lalabhai had gone bankrupt and in such a condition, Paresh had faith in Lalabhai and gave him a loan again. Again Lalabhai got a cow. He paid off one loan and he again got another loan and bought another cow. Today he has three cows. Apart from this he gives milk to the dairy collection and from whatever profit he makes he buys & sells cows out of it. Gradually his loan also got repaid.      

People normally get dejected if they do not succeed. and gives up the work he was good at. But if he persists he may succeed 

Lalabhai persisted. His intentions were good. He succeeded. 

We can learn from Lalabhai how to fight against failures and win.

'દેવાળિયું ફૂક્યું હોય એવા વ્યક્તિને લોન આપવાનું સાહસ કરવું જોખમી ન ગણાય?'

'જોખમી તો ગણાય. પણ મને લાલાભાઈ લુચ્ચા ન લાગ્યા અને આપણે આવા પરિવારોને બેઠા કરવાનું વર્ષોથી કરીએ તો લાલાભાઈને કેમ નહીં?'

કાર્યકર પરેશ.. યુવાન અને ઉત્સાહી.. એ 18-19 વર્ષનો હતો ત્યારેથી અમારી સાથે જોડાયેલો. એણે આ વાત કરી એનાથી સેવાના સંસ્કાર એનામાં બરાબર ઉતર્યાનું લાગ્યું.

લાલાભાઈ બનાસકાંઠાના ઘોડિયાલમાં રહે. સ્નાતક થયા. પણ એમને ગાયો માટે ઘણો પ્રેમ. એમની ઈચ્છા ગાયોનો તબેલો કરવાની. એમણે વ્યાજવા પૈસા લઈને ચાર ગાય લાવ્યા. જે વાડામાં ગાયો બાંધતા ત્યાં આગ લાગીને લાલાભાઈ ત્યાં પહોંચી બધુ થાળે પાડે તે પહેલાં ગાયો ભસ્મીભૂત થઈ ગઈ. 

અમારા પરેશને આ ખ્યાલ આવ્યો એણે લાલાભાઈને 40,000ની લોન VSSM માંથી અપાવી. લાલાભાઈ એમાંથી ગાય લાવ્યા.

આ ગાય ખેતરમાં ચરિયાણ કરી રહી હતી. ખેતરમાં કૂવો દેખાયો નહીં એ એમાં પડી ને મૃત્યુ પામી. 

અમારી લોનના હપ્તા તો ખોટકાયા. પણ જેમની પાસેથી એમણે વ્યાજવા પૈસા લીધા હતા તેના પણ હપ્તા ન ભરી શકાય.

હવે શું કરવું છે? એવું લાલાભાઈને પુછ્યું ને એમણે કહ્યું લોન આપો ગાય લાવવી છે..

લાલાભાઈએ ગાયોના ધંધામાં બરકત નથી. લાવ બીજુ અજમાવું એવું ન વિચાર્યું. એમણે જાણે કુદરતને પડકારી કે તુ દુઃખ આપ હું હિંમત નહીં હારુ.

લાલાભાઈએ દેવાળુ ફૂંકેલું. આવામાં નવી લોન અપાય કે નહીં તે મૂંઝવણ વચ્ચે VSSM ના કાર્યકર પરેશે ભરોષો કરી લોન આપી. ફરી ગાય લાવ્યા. એક લોન પતી ને બીજી લીધી ને ફરી ગાય લાવ્યા. આજે એમની પાસે ત્રણ ગાયો છે. એ સિવાય ડેરીમાં દૂધ ભરાવી જે નફો થાય એમાંથી એ ગાયો લે વેચનું કામ પણ કરવા માંડ્યા.

દેવું પણ ધીમે ધીમે ઉતરી રહ્યું છે..

માણસો નિષ્ફળતામાં હતાશ થઈ જઈને જે કામમાં તેમણે હાથ અજમાવ્યો હોય એ છોડી દેવાનું કરે. પણ કદાચ ટકી રહે તો એ નિષ્ફળતા પછી તુરત સફળતા મળી શકે..મુદ્દો ખાલી ટકવાનો ને હિંમત ન હારવાનો છે.. 

લાલાભાઈ ટકી રહ્યા.. વળી એમની નિષ્ઠા પાક્કી હતી એટલે એ સફળ પણ થયા..

લાલાભાઈ પાસેથી આપણે સૌએ મુશ્કેલીમાં પણ ટકી રહેવાની વાત શીખવા જેવી...

Mittal Patel with Lalabhai and our coordinator Paresh Raval

VSSM's swavlamban initiative helps lalabhai to buy cow

Lalabhai took loan from VSSM and gradually his loan 
also gets repaid











No comments:

Post a Comment