Tuesday 18 July 2023

VSSM become instrumental in making Bharatbhai's dream is a great joy & satisfaction...

Mittal Patel meets Bharatbhai where he
cultivated brinjals

I want to buy my own land to cultivate vegetables. Presently I am cultivating it on someone else's land. It will be beneficial if I can have my own land.

So said Shri Bharatbhai of Kheda Village, Hariyala. Bharatbhai had studied upto 10th standard and was doing a job in the city. However due to ill health of his wife he moved to the village.

He knew how to cultivate vegetables, therefore decided to do that after moving to the village.

Since he did not have his own land, he decided to do so on a local farmer's land. He would get 25% share and the rest would go to the land owner. This was not viable and he could not sustain himself. If he had his own funds, he can get 50% share. After much thinking he decided to take an interest bearing loan and buy land. He was hopeful that he will be able to repay the loan and pay interest. However the interest bearing loan broke his back. He could not pay his instalments in time and was levied with a penalty. He was threatened and had to undergo lot of mental stress. With great difficulty he came out of this tangle. Not only he could not save any money but had to undergo mental agony.

In the meanwhile he came to know about VSSM through our colleague Shri Rajnibhai. In Kheda region we have given loans to about 300 persons. Rajnibhai met Bharatbhai and understood the whole situation. We gave a loan of Rs 30,000 and kept 50% of land in our possession. Bharatbhai cultivated Bitter-Gourd and bought necessary bamboo and other material.

When we met him after some time, he was very happy. He was confident that his income will grow and he will be in a position to repay the entire loan of Rs 30,000 in one season itself. Isn't it surprising that a small amount of Rs 30,000 can bring so much happiness in the life of a person. 

He said "after I repay this loan, give me another loan. In 5 to 10 years I want to be a land owner. I want to send my children to a good university for education. Please support me"

It is but natural that we have to support such hard working & honest people. On another land he cultivated Brinjals from which he gave us some.

When a person gets help he starts to dream. To be instrumental in making some one dream is a great joy & satisfaction.

We wish Bharatbhai all happiness and success.

So far at VSSM we have made more than 6800 families self sufficient. We are thankful to all well-wishers who have helped us in this cause.

'મારે ખેતીની જમીન લેવી છે. આ ભાગવી જમીનમાં શાકભાજી કરીએ છીએ. પણ પોતાની થાય તો ઘણો ફાયદો થાય.'

ખેડાના હરિયાળાના ભરતભાઈએ આ વાત કરી. ભરતભાઈ 10 ધોરણ ભણ્યા. શહેરમાં નોકરી કરતા પણ પત્ની બિમાર રહેતા શહેર છોડી એ ગામમાં આવીને વસ્યા.

શાકભાજીની ખેતી એમને આવડે તે એ કરવાનું નક્કી કર્યું.  પણ પોતાની પાસે જમીન નહીં એટલે ભાગવી જમીન રાખવાનું નક્કી કર્યું. ગામના ખેડૂતની જમીન ચોથાભાગે રાખી તેમાં ખેતી શરૃ કરી. પણ એમાં મળતર ઝાઝુ ન મળ્યું. પૈસા હોય તો પચાસ ટકા ભાગમાં ખેતી થાત. પણ એ માટે પાસે પૈસા નહીં. આખરે ઘણો વિચાર કરીને એમણે વ્યાજવા પૈસા લીધા. મળતર મળશે તો વ્યાજ શીખે પૈસા ભરાઈ જશે એવું માનેલું પણ વ્યાજે લીધેલા પૈસાએ તો એમની કમરતોડી નાખી. નિયત સમયમાં હપ્તો ન ભરાય તો પેનલ્ટી અને ધાકધમકીઓ પણ ખરી. માંડ માંડ એ વ્યાજવા પૈસાની ચુંગાલમાંથી મુક્ત થયા. બચત તો એમાં કશી ન થઈ ઊલટાનું માનસીક રીતે થાક્યા. 

આવામાં એમને VSSM ના કાર્યકર રજનીભાઈનો પરીચય થયો. ખેડા જિલ્લામાં 300 થી વધુ વ્યક્તિઓને અમે વગર વ્યાજે લોન ધંધો કરવા આપેલી. તે એમણે એ જાણીને રજનીભાઈનો સંપર્ક કર્યો. 

રજનીભાઈ એમને મળ્યા સમગ્ર સ્થિતિ સમજી 30,000ની લોન આપી. આ 30,000 થી એમણે પચાસ ટકા ભાગમાં ખેતી રાખી. એમણે ખેતરમાં કારેલાનો પાક કર્યો. કારેલાના વેલા ચડાવવા એમણે વાંસ ને અન્ય સામાન ખરીદ્યો.

અમે જ્યારે એમને મળ્યા ત્યારે એ ખુબ ખુશ હતા. 'આ વખતે મારી આવકમાં વધારો થશે જ. તમારા 30,000 તો હું એક સીઝનમાં જ આપી દઈશ' એવું એમણે હરખાતા કહ્યું.

નવાઈ લાગે 30,000માં કોઈ વ્યક્તિને જીવનનું આવડું મોટુ સુખ મળે?

એમણે કહ્યુ, 'મારી આ લોન પતે પછી બીજી આપજો હું બીજી જમીન ભાગવી રાખીશ. મારે પાંચ દસ વર્ષમાં મારી પોતાની જમીન ખરીદવી છે. મારા છોકરાંઓને સરસ યુનીવર્સીટીમાં ભણાવવા છે.. બસ તમે સાથે રહેજો.'

આવા મહેનતકશ લોકોની સાથે તો રહેવાનું જ હોય.. એમણે કારેલાની ખેતી સિવાય એક ખતર રીંગણ વાવ્યા છે. જ્યાંથી એમણે અમને રીંગણ આપ્યા.

માણસને મદદ મળે એટલે એની આંખો સમણાં જોવાનું શરૃ કરી દે. આ સમણાં જોવડાવવામાં નિમિત્ત બનવાનું સુખ બહુ મોટુ.

ભરતભાઈ સુખી થાય તેવી શુભભાવના.. અત્યાર સુધી આવા 6800 થી વધુ પરિવારોને લોન આપી પગભર કર્યા છે.. આ કાર્યમાં મદદ કરનાર તમામ સ્વજનોનો આભાર...

#MittalPatel #VSSM 



Bharatbhai shares his dream with Mittal Patel

Bharatbhai cultivated brinjals on land

Bharatbhai's wife with brinjals on her hand

VSSM coordinator Rajnibhai met Bharatbhai and understood
the whole situation and helped him to get interest free loan 
from VSSM



No comments:

Post a Comment