Tuesday 18 July 2023

Villagers of Lakdipoyda have big dreams...

Mittal Patel with the ladies of Lakdipoyda village who have
aspirations

"We work very hard but success eludes us. We do not have money to put in the business as our capital. We would get into a debt trap if we borrow at a high rate of interest. In case we need money for sickness and are unable to pay the lender, he would come & threaten us. We would feel helpless. What sort of life is this ? We just have enough to eat twice & no saving is possible"

Sanjaybhai & other youngsters from Lakdipoyda village in Mahisagar district said this. They buy small quantities of dried garlic, spices and sell it in neighbouring villages.  They cannot buy large quantities because of lack of capital. They cannot borrow because of high interest rates. They  are afraid of the lenders.

Our VSSM colleague Shri Vinodbhai came in contact with these families. He sought loan for these people from VSSM. He was confident about their business acumen. For the families this was what they exactly wanted. Seven persons got a loan and from that they bought goods at reasonable prices to trade. 

Gradually the income increased and at the same time there was no mental tension to pay interest or pressure of repayment. They concentrated on growing the business. Today two of them have bought  Eco-Vehicle out of their savings and loan. They use it for business and sometimes also give their vehicle on hire. Some of them bought two-wheelers to do business by going to distant places. 

This is the result of a small loan and mental peace. If we can assure such people that we are with you in your endeavours that itself brings success.

Villagers of Lakdipoyda have big dreams. Seeing the success of males, the ladies of the village also have aspirations. They also are keen to get loans and do business.  It is a pleasure to hear this.

'મહેનત તો પારાવાર કરીએ પણ સફળતાની રેખા જાણે હાથમાં નહીં. અમારી પાસે ધંધામાં નાખવા ઝાઝી મુડી નહીં. બીજા પાસેથી દસના કે પંદરના (ટકા) ભાવે વ્યાજવા લાવી ધંધામાં પૈસા નાખીયે પણ  વ્યાજમાં જ મરી જઈએ. એમાં જો બિમારી આવી ગઈ ને વ્યાજવાળાને પૈસા આપી  ન શકાય તો એ આવીને ધમકાવે ને કેવું કેવું બોલે.. એ વખતે બહુ લાચારી લાગતી. થતું આ તે કેવી જીંદગી? બે ટંક પેટ ભરીને ખાઈ શકાય. બાકી ભેગુ કરવાનું તો વિચારી પણ ન શકાય! '

મહિસાગર જિલ્લાના લકડીપોયડાગામના સંજયભાઈ અને તેેમની સાથે યુવાનોએ આ કહ્યું. આ બધા સુકુ લસણ, મરી, મસાલા ટૂંકમાં સીઝનલ ધંધો કરવા થોડો ઘણો સામાન લાવીને આજુબાજુના ગામોમાં ફરી વેચે. માલ સામાન ઝાઝો લાવી સ્ટોક કરવા જોગ મુડ઼ી નહીં. વ્યાજવા પણ દસ પંદર હજારથી વધુ લેવાનું એ ટાળે. 

વ્યાજવટાવુંનો ધંધો કરવાવાળા માણસના પૈસા ભરવામાં મોડુ થાય તો બીક લાગે.

VSSM ના કાર્યકર વિનોદભાઈ આ પરિવારોના પરિચયમાં આવ્યા. તેમની ધંધાની કુનેહ જોઈને સંસ્થામાંથી લોન આપવા કહ્યું. આ પરિવારોને તો ભાવતુ તુ ને વૈદે કીધા જેવું થયું. આખી વસાહતમાં સાત વ્યક્તિઓએ લોન લીધી અને સામટો સામાન એ જ્યાંથી સસ્તો મળે ત્યાંથી લાવ્યા.

આવક વધી. વળી માનસીક ચિંતા પણ નહોતી એટલે વધારે સારુ શું કરી શકાય તે દિશામાં વિચારવાનું પણ થયું. ધંધામાં નફો રળતા ગયા. આજે એમનામાંના બે જણે ઈકો ગા઼ડી ખરીદી. પોતાની બચતની સાથે ફાયનાન્સમાંથી લોન લીધી. ઈકોનો ઉપયોગ ધંધા માટે કરે અને જ્યારે ભાડુ મળે ત્યારે ભાડે પણ ફેરવે. કેટલાક વ્યક્તિઓ બાઈક લાવ્યા. હવે બાઈક પર દૂરના ગામડાઓમાં ધંધો કરવા જાય. 

નાનકડી લોનની સાથે માનસીક હૂંફનું આ પરિણામ. માણસને તમે સાહસ કરો અમે સાથે છીએ એવું કહી શકીએ તો એ માણસ એની મેળે જ ઘણું કરી જશે. 

લકડી પોયડૃાના આ પરિવારોના સ્વપ્નો મોટા છે. એમને મળીને નીકળી રહી હતી ત્યારે એમની બહેનોએ કહ્યું અમને પણ લોન આપજો અમારે અમારો જુદો ધંધો કરવો છે..

આ બધુ સાંભળીને રાજી થવાય...

Mittal Patel visits Lakdipoyda village to meet Sanjaybhai
and others 

Mittal Patel meets Sanjaybhai and other youngsters from
 Lakdipoyda village in Mahisagar district who took interest 
free loan from VSSM

Two loanee bought eco-van out of their savings and loan

Other loanee also bought two-wheelerso to do business
by going to distant places




No comments:

Post a Comment