Thursday 5 January 2023

Mukeshbhai considers VSSM’s money blessed with the goodwill of people who have wished good for others...

Mittal Patel meets Mukeshbhai who took interest free loan
from VSSM to purchase a cow

Imagine a third grader taking up a job as a farm worker, which means he must have been eight years old then and had to give up school to earn a living! Tough to comprehend why he was required to do so. This is the story of Mukeshbhai from  Banaskantha’s Ruppura, whose father’s illness compelled him to give up his education and join the workforce. Who employs an eight-year-old would be an obvious question, but that is a discussion for another time.

At this young age, Mukeshbhai had decided to free himself from this bondage, but the conditions never turned favourable. He continued to work as a bhagiya labor even after getting married. One day he learned about VSSM’s interest-free loan initiative to support small-scale independent business ventures. Mukeshbhai knew VSSM’s Pareshbhai; he requested a loan to purchase a cow. He bought a cow from Rs. 30,000 we loaned. The couple worked hard to earn a decent living.

It has been five years since the first loan, and Mukeshbhai has continued to repay and take new loans. Today, five years later, he has five cows, an auto rickshaw, a motorbike, and much more.

Mukeshbhai considers VSSM’s money blessed with the goodwill of people who have wished good for others. Hence, according to him, the progress he made was but obvious.

It is not just the excellent money but his intent to repay the loan and be regular with instalments that have brought him success.

I am glad our team members practice caution and identify not just deserving but honest individuals.

The interest-free loan initiative has helped 6200 families until now, many of whom have raised their independent businesses to successful ventures.

We are grateful for the continued support of our well-wishing donors whose contribution has strengthened the lives of thousands of families.

ત્રીજા ધોરણમાં ભણતો વ્યક્તિ કોઈ ખેડૂતના ત્યાં સાથી કે ભાગિયા તરીકે નોકરીએ લાગી જાય! 

આ વાત વિચારવી પણ અઘરી પડે ને?  એ વખતે એ વ્યક્તિની ઉંમર 8 વર્ષની થાય. આટલી નાની ઉંમરમાં એણે મહેનત મજૂરીના કામમાં ભણવાનું પડતું મુકી કેમ જોડાવવું પડ્યું એ પ્રશ્ન સાહજિક થાય.

વાત બનાસકાંઠાના રૃપપુરાના મુકેશભાઈની..પિતાની બિમારીના લીધે એમને નાની ઉંમરથી કામે લાગવું પડ્યું. સવાલ આવડા નાના છોકરાને કામે રાખનાર સામે પણ થાય પણ ખેર એ પાછો જુદો વિષય.

પણ મુકેશભાઈએ એ વખતે જ મનમાં ગુલામીમાંથી મુક્ત થવાનો નિર્ધાર કરી રાખેલો. જો કે સંજોગો સાથ નહોતો આપતા. મોટા થયા, લગ્ન થયા પછી પણ એ ભાગિયા તરીકે જ કામ કરતા. 

ત્યાં અચાનક એમને VSSMમાંથી સ્વતંત્ર ધંધો કરવાની ખેવના રાખનારને લોન આપતા હોવાની ખબર પડી. અમારા કાર્યકર પરેશના એ પરિચયમાં. એમણે પરેશ પાસે ગાય ખરીદવા લોન માંગી. અને અમે ત્રીસ હજાર આપ્યા. એ એક ગાય લાવ્યા. પતિ પત્ની બેઉએ મહેનત કરવા માંડી. 

અમે આ લોન પાંચ વર્ષ પહેલાં આપેલી. એ પછી એ એક પછી એમ લોન લેતા ગયા પણ એમણે વ્યવહાર બરાબર સાચવ્યો. આજે પાંચ વર્ષના અંતે એમની પાસે પાંચ ગાયો, રીક્ષા, બાઈક ને બીજુયે ઘણું...

મુકેશભાઈને સંસ્થાનો પૈસો બરકતનો લાગે. એ કહે, એમાં કેટલાય લોકોની શુભભાવના ભળેલી એટલે પ્રગતિ થઈ.

મને લાગે બરકતનો પૈસો તો ખરો પણ એ બધામાં એમની મહેનત અને લીધેલા પૈસા સમયસર પરત આપવાની એમની દાનતના લીધે એ સફળ થયા. 

અમારા કાર્યકર પરેશે આવા મહેનતકશ લોકોને શોધ્યા એનો આનંદ.. 

અત્યાર સુધી અમે 6200 થી વધુ પરિવારોને લોન આપી છે. જેમાંના ઘણા ખરા સ્વતંત્ર ધંધો કરી સરસ આવક રળતા થઈ ગયા..બસ આ કાર્યમાં મદદ કરનાર સ્વજનોનો આભાર ને જેમને લોન મળી છે તે પરિવારોને સુખી થાવની શુભભાવના...

#mittalpatel #vssm



Mittal Patel with VSSM's cordinator Paresh Raval 
Mukeshbhai and his wife

With the help from VSSM Mukeshbhai has five cows,
 an auto rickshaw, a motorbike, and much more.



No comments:

Post a Comment