Tuesday 18 January 2022

VSSM's interest free loan gave Sitabahen Gadaliya the freedom from the hefty interest rates of private loans and provided opportunities to save money...

Sitabahen Kangasiya talked about her financial well-being
and growth to Mittal Patel

I have rented a shop in Chotila market at a monthly rent of Rs. 10000, with the help of little savings I had and some loans, I have built a house in society. The house has cost me Rs. 12.5 lacs. I will invite you for the house warming ceremony; you have to come.”

Chotila’s Sitabahen Kangasiya talked about her financial well-being and growth when I recently met her. Four years ago, Sitabahen and her husband wandered villages to sell hosiery and fashion accessories. They would never have enough capital to buy goods, hence were required to borrow money at hefty interest from private money lenders. 

Sitabahen aspired to expand her business but lacked financial backing.  Jagmalbapa, Sitabahen’s father  had long association with VSSM, he spoke to Chayabahen and Kanubhai for loan to Sitabahen. VSSM offered her loans of 10K, 30K and 50K after repayment of each loan; she might have taken four loans from VSSM. These loans gave her the freedom from the hefty interest rates of private loans and provided opportunities to save money. 

Recently, on my way to Gondal I decided to meet Sitabahen as Chayaben insisted for a very long time. She took me to see her shop; while their daughter looks after the shop, the couple continues to wader across the villages to sell their products. The business has expanded, and so has their income. “Not even in our wildest dreams had we thought that we are capable of paying rent of Rs. 10,000, and to be able to build a house feels so surreal. We did not rely on the government but our hard work to build this house.”

Education and economic well-being are enough to uplift human beings in difficult circumstances. The joy of building a fortune from our sweat and blood remains unparalleled.

I wished Sitabahen happiness and the ability to share her joy towards the betterment of her community. I insisted that happiness doubles when shared, “Of course, I will…” she responded.

'બેન મે ચોટીલાની બજારમાં મહિને દસ હજાર રૃપિયા ભાડેથી દુકાન રાખી  ને મારી બચત ને થોડી બેંકથી લોન લઈને સાડા બાર લાખનું ઘર સોસાયટીમાં લીધુ છે. આ ઘરનું વાસ્તુ કરુ ત્યારે તમને તેડાવીશ. તમારે ખાસ આવવાનું છે....'

ચોટીલાના સીતાબહેન કાંગસિયા હોંશથી પોતાની આર્થિક પ્રગતિની વાત કરી રહ્યા હતા. આજથી ચારેક વર્ષ પહેલાં સીતાબહેન અને તેમના પતિ કટલરી, હોઝયરીનો સામાન લઈને ગામે ગામ ફરી વેચવાનું કરતા. સામાન લાવવા પુરતા પૈસા ન હોય એટલે તગડાં વ્યાજે લાવતા ને મર્યાદીત સામાન ખરીદતા. 

સીતાબહેનને ધંધો મોટો કરવાની હોંશ ઘણી પણ પાસે મૂડી નહીં. સીતાબહેનના પપ્પા જગમાલબાપા VSSM સાથે સંકળાયેલા. એમણે અમારા કાર્યકર છાયાબહેન અને કનુભાઈને સીતાબહેનને લોન આપવા વાત કરી. 

ને અમે સીતાબહેનને દસ હજારને પછી ત્રીસ ને પચાસ એમ ક્રમશઃ લોન આપતા ગયા. લગભગ ચારે વખત લોન લીધી. તગડા વ્યાજમાંથી મુક્તિ મળી એટલે બચત પણ થઈ.

છાયાબહેન ક્યારના સીતાબહેનને મળવાનું કહ્યા કરે. તે હમણાં ગોંડલા જતા ચોટીલા ખાસ સીતાબહેનને મળવા ગઈ. એ વખતે આગ્રહ કરી એ પોતાની દુકાન જોવા લઈ ગયા. એમની દીકરી દુકાન સંભાળે પોતે અને તેમના પતિ આજેય ગામોમાં સામાન લઈને ફરે. ટૂંકમાં ધંધો મોટો થયો આવક વધી. એ કહે, 'અમે ક્યારેય વિચાર્યું નહોતું કે દસ હજાર ભાડુ અમે ભરી શકીશું પણ જુઓ આજે બધુ થાય છે. ઘર તો સ્વપ્ન જેવું હતું. પણ એય થઈ ગયું. સરકાર આપે એવી આશા નથી રાખી. બાવળાના બળ પર વિશ્વાસ હતો તે ઘર થઈ ગયું...' 

શિક્ષણ ને આર્થિક સદ્ધરતા માણસને કપરી સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પુરતા. જાત મહેનતે કમાયેલાની મજા જ જુદી. 

સીતાબહેનને ખુબ સુખી થાવ ને સમાજઉપયોગી કાર્યમાં તમારુ સુખ ખાસ વહેંચજોનું. મૂળ સુખ વહેંચવાથી સુખ જ મળે એ ભાર પુર્વક કહ્યું ને એમણે કહ્યું, એ તો કરીશ જ બેન... 

લખ્યું એ બધુયે ફોટોમાં....

#MittalPatel #VSSM



Sitabahen Gadaliya have rented a shop in Chotila market at a
monthly rent of Rs. 10000


With the help of little savings and some loans,
Sitabahen have built a house in society.

Sitabahen Gadaliya at her shop



No comments:

Post a Comment