Friday, 10 May 2019

Somabhai VansfodaVadi wishes to uplift people from his community by being a VSSM worker...

Mittal Patel with Somabhai VansfodaVadi
Somabhai VansfodaVadi is his name. Originally from Kambhoi but work has taken him to Gandhidham, Bhachau, Bhuj and around.

Somabhai VansfodaVadi calls people to come and buy plastic-
ware from him 
“Ben, all the wandering and roaming never really helped us in  earning a decent life.  There were times when we would  food to eat two meals in a day made us happy,  in a day and that was all, proper clothing and good food have always been dreams we chased. After we came in contact with Naranbhai and joined VSSM and our life has changed for better. I wanted to do some business but who would loan  money to homeless fellow like me?? One look at our homes and the lenders would look the other way.  It was VSSM who held our hand, gave us Rs. 30,000 to start our venture. The money on-hand gave me confidence. The thought of buying a small auto from private company crossed my mind. A motorised vehicle helps ferry our plasticware to  more villages. I added some of my savings  to the VSSM’s loan and took some loan from finance company. Naranbhai’s contacts, my joining VSSM   helped us get a brand new loading rickshaw  through this private finance company. Later,  when I wanted some more capital to expand the business I requested VSSM to help,  Rs. 50,000 was sanctioned by VSSM for the business expansion. Life is a smooth ride now. I pay Rs. 9500 to the finance company and Rs. 3000 to VSSM as monthly instalments.”

Somabhai’s narrative brought a sense of delight. He intends to be a hard working member of VSSM and just like VSSM helped him earn a decent income, he wants to help 25 others. 

VSSM has offered him an interest free loan which he thinks should not be taken for granted or perceived as a free support. Every month Somabhai donates  back  as much as he can to VSSM.

Somabhai VansfodaVadi's current living condition
Somabhai’s monthly income is Rs. 20,000 to 25,000. He pays instalments yet manages to save enough that he recently got silver jewellery made.

VSSM had facilitated the application process for allotment of land to these families. The plots have been sanctioned and we are in process of ensuring their houses get built on it at the earliest.

Our team member Naran has been a continuous support and provided  strength to these families.
Somabhai VansfodaVadi with his loading rickshaw

The pictures reveal Somabhai’s current living conditions. He soon will be moving to proper pucca house. The automobile he has purchased for his business is also seen in the pictures. He also demonstrated how he calls  people to come and buy plasticware from him.  

May you succeed and be happy always, Somabhai.




નામ છે સોમાભાઈ વાંસફોડા વાદી

ગામ એમનું કંબોઈ પણ કામ ધંધા માટે કચ્છના ગાંધીધામ, ભચાઉ, ભૂજમાં એ ફરે.
"બેન પેલાંય ઘણું રખડ્યા પણ એ રઝળપાટમોં કશું વળ્યું નહીં. બે ટંક જોગું નીકળી જતું અન અમે ઈમોં રાજી રેતા. પણ હારા લુગડાં પેરવાનું કે પેટ ભરીન હરખુ ખાવાનું અમારા નસીબમોં એ વખતે ચો હતું?
નારણભાઈના સંપર્કમાં આયા અને સંસ્થા હારે જોડાયા પસી અમારી જિંદગી બદલઈ જઈ.

ધંધો કરવો તો પણ પાહેણ પૈસા ચો હતા? અમન લોન પણ કુણ આલ. અમારા સાપરાં ભાળીન જ બધા નાહી જતા. પણ સંસ્થાએ અમારો હાથ ઝાલ્યો. અમન ધંધો કરવા તીસ હજારની લોણ આલી.. હાથમોં પૈસા આયા એટલ હેમત આયી. ફાઈનાન્સવાળા કનેથી ગાડી લેવાનો વિચાર કીધો. ગાડી હોય તો ઈમોં પ્લાસ્ટીકના તબકડાં ન ડોલ ન ટબ એ બધુ વેચવા ફરી હકાય. તીસની હારે મારી પાહેણ થોડી બચત પડીતી એ બધી ભેગી કરી અને ફાઈનાન્સમાંથી લોન મોંગી. નારણભઈ જેવા મોણસોની ઓળખોણ ભળી. સંસ્થા હારે જોડાયાની પણ ફાયનાન્સવાળાન ખબર પડી એટલ ઈને લોણ આલી અન નવી પેટી પેક ગાડી સોડાઈ.

હવ ધંધો કરવા પૈસા જોતા’તા સંસ્થા હોમે પાસી રાવ નોખી અન પચા હજાર ધંધા હાતર મલ્યા. હવ જીંદગી સુખેથી હેડ હ. ફાઈનાન્સવાળાન મહીને 9500નો હપ્તો ભરુ સુ. અને સંસ્થાનો મહિને 3000નો હપ્તો ભરુ સુ."
સોમાભાઈની વાત સાંભળીને રાજી થવાયું. એમની ઈચ્છા સંસ્થાના ખુબ જ સારા કાર્યકર થવાની છે અને પોતાની જેમ બીજા 25 માણસોને પગભર કરવાની છે.

સંસ્થાએ વગર વ્યાજે ધંધા માટે લોન આપી. તે મારે મફતનું ના ખવાય એવું કહેતા સોમાભાઈ સંસ્થાને દર મહિને એમનાથી શક્ય બને તે અનુદાન આપે છે.

સોમાભાઈની માસીક આવક અત્યારે વીસ થી પચીસ હજાર છે. ચાંદીના દાગીના પણ એમણે ઘડાવ્યા છે.
આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે એ માટે અરજી કરી હતી. જેના અનુસંધાને એમને પ્લોટની ફાળવણી થઈ ગઈ છે હવે એમના મકાન બને એ માટે સંસ્થા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.

કાર્યકર નારણ સતત આ પરિવારો સાથે રહી એમને હિમ્મત આપવાનું કરે છે.

સોમાભાઈ હાલમાં જે પરિસ્થિતિ માં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે. હવે એ પાકા ઘરમાં રહેવા પણ જશે. સાથે ધંધા માટે લીધેલી ગાડી પણ ફોટો માં જોઇ શકાય છે. પોતે તબકડા ને ડોલ ખરીદવા લોકોને લાઉસ્પીકર માં બોલી કેવી રીતે ભેગા કરે છે એ પણ એમણે બોલીને બતાવ્યું.

સોમાભાઈ ને સુખી થાવ એવા શુભાશિષ.

#mittalpatel #employment #loan_for_nomads #interest_free_loan#Nomadictribes #vansfodavadi #vansfodavadi #empathy

No comments:

Post a Comment