Thursday 25 April 2019

I want to earn enough so that I can donate Rs. 1 lakh to VSSM says Chatur Vansfoda

Chatur Vansfoda ,his wife and their day at work…
He might be  christened Chatur (clever, shrewd, tactful), but he is humble to the core. Hardly 28, Chatur is wise  beyond his age. His daily deeds will  make you assume that his goal in life is to serve and help others.

Chatur has had a very difficult childhood. His father was under heavy debt. After the elder brother married and setup a separate house the responsibility to paying off his father’s debt fell on his shoulders. Chatur and his wife are kind of people who  would die for the family.

VSSM provided him with a loan to buy a Chakda.

Chatur belongs to Vansfoda community, the basketmakers of the yore. Chatur never acquired  the skills to basket making hence,  it was not the profession he was vying for. Nonetheless, he began selling plasticware on  his Chakda. His wife too contributed by selling them in vicinity while Chatur set out for di
stant regions. The couple put in immense amount of hard work but the amount of debt just did not reduce. The daily amount he needed to repay his father’s debt was Rs. 1200. He needed more money to keep paying that amount and stop it from escalating.

The organisation had no doubt on Chatur’s integrity and intentions, it was 3 other individuals from Vansfoda community who intentionally defaulted VSSM’s loan that was giving the entire community a bad name. In fact,  Chatur and his brother Pratap made all efforts to convince the defaulters to pay off the loans,  but that never happened.

‘VSSM is our guardian,  how can we cheat our parent? VSSM’s money should be considered pious and we cannot cheat with it,” says Chatur. What may astonish us all is that he solely managed to pay off the Rs. 65,000 of all the 3 individuals whose intentions went kaput,  so that the Vansfoda community did not earn a bad name on the books of the organisation. It is hard to believe humans like this exist anymore. And this is the reason I have tremendous respect for Chatur.

“When I failed to pay the instalments of the private money lenders they would come searching for me, all through the night I would hide in the bushes surrounding my village. I wanted to free myself from debt. I am a self-respecting man, but people do not understand  that poor too have self-respect. VSSM  helped me live, has made me what I am today.”

VSSM’s Kanhubhai and Chhayaben talked the moneylenders out of following and harassing Chatur and helped him gradually pay off his loan.

Chatur’s business is doing well, we gave him another loan and he pays monthly Rs. 15,000 to 20,000 as instalment. A causal remark that his habit of eating gutka doesn’t suit him made him give up that too.

“I want to earn enough so that I can donate Rs. 1 lakh to VSSM,” he says. Well he already made a donation when he paid off someone else’s loans. And still to have such desire goes on to say how large hearted and giving Chatur is.

Chatur, VSSM is what it is because of individuals like you. We pray to almighty that may you flourish in life, may all your dreams come true.

In the picture – Chatur,  his wife and their day at work…

નામ એનું ચતુર પણ ખોટી ચતુરાઈ આવડે નહીં. 
બીજા માટે જાત ઘસી નાખનાર ચતુરની ઉંમર 28ની પણ નહીં હોય. છતાં સમજદારીમાં એ ભલાભલાને પાછળ પાડી દે એવો.
પરિવાર માટે મરી ફીટવાની ભાવના ચતુર અને એની ઘરવાળી બેયની.
ચતુર નાનો હતો એ વખતે ઘરમાં એકપછી એક તકલીફો આવીને એના બાપા દેવાના ડુંગરમાં દબાતા ગયા. મોટો દીકરો પ્રતાપ લગ્ન કરીને જુદો થયો. એ શક્ય મદદ કરે પણ બાપા જેની ભેગા રહ્યા એ ચતુરના માથે બાપાનું દેવું ફીંડવાની જવાબદારી આવી.

અમે એને લોન આપી અને એ છકડો લાવ્યો. 
વાંસફોડાનો પરંપરાગત ધંધો વાંસમાંથી સૂડલાંં, ટોપલાં બનાવવાનો. પણ ચતુરને એ આવડે નહીં અગર શીખીને કરવાનું વિચારેય તોય મોંધો પડે. એટલે એણે પ્લાસ્ટીકના તબકડાં છકડાંમાં લઈને વેચવાનું શરૃ કર્યું. એની ઘરવાળી પણ માથે તગારાં લઈને વેચવા જાય.
બેય માણસ ઘણી મહેનત કરે પણ દેવાનો ડુંગર ઘટવાની જગ્યાએ વધતો જ જાય. છતાં ચતુર હિંમત હાર્યા વગર પૂરી ઘગશથી કામ કરે જાય. 
ચતુરને ધંધો વધારવા પૈસાની જરૃર હતી. જેથી વ્યાજવા લીધેલા પૈસાનો દૈનિક હપ્તો રૃા.1200 સરળતાથી ચુકવી શકે.
ચતુરની નિષ્ઠા પર કોઈ સવાલ નહોતો પણ વાંસફોડા સમાજના ત્રણ લોકો એ VSSMમાંથી લોન લીધેલી પણ થોડા હપ્તા ભર્યા પછી એ લોકોએ હપ્તા ભરવાનું બંધ કર્યું. આમ કુલ 65,000 ભરવાના બાકી હતા. 
ચતુર અને એના ભાઈ પ્રતાપ બંનેએ લોન ના ભરનાર ત્રણ વ્યક્તિને ઘણા સમજાવ્યા પણ એ ત્રણની નિયતીમાં ખોટ આવી ગઈ.

ચતુર કહે, 'સંસ્થાનો પૈસો તો પવિત્ર પૈસો અને સંસ્થાના ખાતામાં વાંસફોડા નાદારી નોંધાવે એ ના ચાલે.'
આ વાત કરનાર ચતુરે એકલા હાથે 65,000 વ્યાજવા લાવીને એ ત્રણે લોન પુરી કરી. જેથી વાંસફોડા સમાજ સંસ્થાના ચોપડે નાદાર ના દેખાય.
આવું કોઈ કરી શકે એ માનવામાં જ ના આવે એટલે ચતુર મારે મન સૌથી નોખો માણસ છે.

ગજબ સમજણ આ છોકરાંની. સંસ્થાને એ માઈ-બાપ માને. એ કહે, 'સંસ્થાએ જ મને જીવાડ્યો છે. દેણદારોને હપ્તો ના દઈ શકાય તો એ લોકો ઘેર આવીને મારી જાતા. એમનાથી બચવા હું રાતના બાર એક વાગ્યા હુદી ઝાડી, ઝાંખરામાં પડ્યો રેતો. આ બધામાંથી છૂટવું હતું. ઈજ્જતદાર માણસ છું પણ નાના માણસની ઈજ્જત કોને સમજાય?'
સંસ્થાના કાર્યકર કનુભાઈ, છાયાબહેને ચતુરના લેણદારો સાથે વાત કરી ને એને ધીમે ધીમે દેણામાંથી મુક્ત કર્યો.

સાથે છકડા પર ધંધો સરસ ચાલે એનું આયોજન ચતુરે કર્યું. અમે એને બીજી લોન આપી. ચતુરે અવેરીને ધંધો કર્યો.
હાલ ચતુર માસીક સંસ્થાને 15,000 થી 20,000 લોનના હપ્તા પેટે ભરે છે.

તમાકુ ને પાન, બીડીના વ્યસન પણ હતા પણ એક વખત ટંકારા મળ્યોને આ ના શોભે એમ કહ્યું ને એણે એ મુક્યું ત્યારથી એણે આ બદીને હાથ નથી લગાડ્યો.

ચતુર જેવા માણસો સંસ્થા સાથે છે એટલે જ સંસ્થા ઊજળી છે. 
ચતુરની ઈચ્છા ઘણું કમાઈને સંસ્થાને એક વખત તો લાખ રૃપિયાનું અનુદાન આપવાની છે. 65,000 બીજાના ભરીને એ દાતા તો થઈ જ ગયો છે છતાં લાખ આપવાની ભાવના રાખવી એ કાંઈ નાની વાત નથી..
ચતુરની મનોકામના પૂર્ણ થાય એ ખૂબ મોટો અને દિલદાર માણસ બને એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ...
ફોટોમાં ચતુર અના છકડા અને ખભેખભા મીલાવી કામ કરતી એની ઘરવાળી સાથે...

#MittalPatel #VSSM #Vansfoda #NomadicTribes #Denotified_Triebs #economic_Upliftment #econimic_condition #Finance #banking #empathy #changemaker #NomadsOfIndia #Empathy #ChangeMaker #Pathetic #OneSolution #Solutions #TheSocialWarrior #socia_

No comments:

Post a Comment