Friday, 24 August 2018

Karshan Kaka and His Fixed Deposit

Karshankaka, with his loading rickshaw, talking to Shri Rashminbhai Sanghvi
‘Ben, please give me the loan of Rs. 50,000 this time.’

‘But now what do you need the loan for? Everything is settled now.’

‘Yes, but I need to make papers for the Fixed Deposit (FD) from the bank Madhuben suggested.’

‘Wow, Kaka! You take interest free loan and then put it in FD and get the interest from the bank.”

“That is true. This time we will give you the interest but you have to give us the loan. You gave us loan of Rs. 2 lakh to buy this loading rickshaw (chhakada). We had to pay the installment of Rs.10,000/- per month. So, there used to be tension to pay the money and that made us pay the installment. But now there is only one installment left. But after we pay it then one thousand rupees won’t be saved by us. That will be spent only. We told Madhuben (The fieldworker) about our concern and she told us to make an FD.  

Bhalabhai and his wife showing the passbook
You keep that paper once it is issued and we will pay the installments. When we gather some 5-10 papers like these, you give us the space to make a house."

I felt high regards for Karashankaka when I came to knew his understanding.

When you have money, you can’t save it that is true. But we don’t give loans for FDs. However, I feel like experimenting about it with Karashankaka at personal level.  

We planted dreams in this settlement. The people who used to buy and eat spices of 5 rupees and cook with the oil worth Rs.10, got an income to pay the monthly installment of 10 thousand Rupees. 

We are happy about it. Along with that, we taught investment to Karashankaka and he also learnt it like a school going kid. If he keeps doing as we say, he will be able to make his own house too. 

Bhalabhai making the brooms
The photo is taken with the loading rickshaw purchased by Karshankaka by loan, when Shri Rashminbhai had come to Karshan Kaka’s settlement. The other photo is of Bhalabhai with the passbook showing that only one instalment of the loan is left out of the loan of Rupees one lakh. And also an image of Bhalabhai making the brooms on which he earns the living. 


ગુજરાતી અનુવાદ

‘બેન આલી ખા પચા હજારની લોણ આલજો.’

‘પણ હવે તમારે લોન કેમ જોઈએ? હવે તો બધુ સેટ છે.’
‘હા પણ મધુબેને કીધુ તે બેંકમાંસી એફ.ડી.નું કાગર કરાબ્બાનું સે.’
‘વાહ કાકા વગર વ્યાજની લોન લઈને તમે એફ.ડી. કરાવો ને બેંક તમને વ્યાજ આપે.’

‘ઈ હાસુ બાપલા તે આલીખા અમે તમુને વ્યાજ શીખે આલી દેસું પણ લોણ તો આલવી જ જોશે. આ છકડાં બલ્લે તમે બે લાખની લોણ આલી તે દર મહિને દહ હજાર(10,000)નો હપ્તો ભરવાનું માથે ટેલશન રેતું ને હપ્તો ભરાતો જતો. હવે આના પસી એક જ હપ્તો ભરવાનો બાકી રીયો. પણ એ ભરાઈ જશે પસી દહ હજાર અમારી પાહે નો બચે. ઈ વપરાઈ જ જાય. મધુબેનને(VSSMના કાર્યકર) અમારી ચિંતા કીધી તે ઈમને આ એફ.ડી.નું કાગર કઢાબ્બા કીધુ. તે કાગર નીહરી જાય પસી તમારી કને જ રાખવાનું અને હપ્તા અમે ભરે જાસું. આવા પાંચ દસ કાગર થઈ જાય પસી તમે ઘર હાટુ ક્યાંક જગ્યા લઈ દેજો.’

સાંભળીને કરશનકાકાની સમજણ પર ઓવારી જવાયું. 

પાસે હોય તો પૈસા ના બચે એ વાત સો ટકાની. પણ એફ.ડી.માટે લોન આપવાનું અમે કરતા નથી. જો કે વ્યક્તિગત ધોરણે એક પ્રયોગ કરશનકાકાને લઈને કરવાનું મન પણ છે. 
આ વસાહતમાં અમે સપનાં રોપવાનું કર્યું. પાંચનું મરચુ ને દસનું તેલ લાવીને ખાતા આ પરિવારોની માસીક આવક દસ હજારનો હપ્તો ભરી શકે એટલી થઈ છે. એનો રાજીપો ને સાથે તમે ક્યો એમ કરશું બાપલા કહેતા મારા પપ્પા કરતાંય મોટા કરશનકાકાને પૈસાનો વહીવટ કેમ કરવો તે અમે સમજાવ્યું ને નિશાળમાં ભણતા નાના બાળકની જેમ એ શીખ્યા પણ ખરા. બસ થોડું વધુ કહીએ એમ કરશે તો ઘરેય થઈ જશે. પછી છાપરાંમાંથી છુટકારો...

આદરણીય રશ્મીનભાઈ કરશનકાકાની વસાહતમાં આવ્યા તે વેળાની તસવીર લોનથી લીધેલા તેમના છકડાં સાથે, ભલાભાઈ એક લાખની લોનનો છેલ્લો જ હપ્તો રહ્યો છે તે ચોપડીમાં બતાવતા ને જે ધંધા માથે એ નભે છે તે સાવરણી બનાવતા ભલાભાઈ.

No comments:

Post a Comment