Monday 1 May 2017

Gadaliya families hopeful of a better tomorrow after VSSM’s intervention…


“There is a pre-condition to sanctioning loan, you must stop buying your ration daily!!”

ગાડલિયા પરિવાર તેમના પરંપરાગત વ્યવસાય સાથે 
“But, we do not have enough money to buy our food and groceries in bulk like the moneyed do!! We earn daily hence we need to buy food on daily basis. This is what we have done all our life.”

“We can sanction loan of Rs. 10,000, you will have to buy raw material from Rs. 6,000 to make your iron tools  and groceries worth Rs. 2000 and keep Rs. 2000 on hand.  We will give loan to 10 Gadaliya and all of you should be prepared to work collectively, buy raw material in bulk, groceries in bulk. Let us know if you can agree to this precondition!!”

“Ok, we will try doing that.”

The Gadaliya are the ironsmiths, they make kitchen tools from iron, sell the stuff they have made daily and buy their food daily. The daily selling does not fetch good price for the products and buying raw material in small quantity proves to be expensive. This is not just the Gadaliya but all daily wage earners function in this manner.  VSSM Kanubhai has been mentoring the families in managing their finances, business and daily lives to help them stretch their rupee a bit further!! He is helping them increase their productivity. As instructed, the Gadaliyaa bought their raw material and groceries in bulk, and when they went to sell their products they did manage to fetch good prices.

VSSMમાંથી લોન લઈને સ્વતંત્ર ધંધો કરનાર પરિવારો સાથે...
On a recent visit to Rajkot, I happen to meet these families. The 5 families who were given loans of Rs. 10,000 each were earning good profits. Inspired from their experiences more loan of Rs. 20,000 was requested by 10 individuals. Together they managed loan of RS. 2 lakhs.

Life is gradually changing for better, the increased and well managed earnings means they can now save which is increasing at a regular pace. They can now dream of contributing this savings to build a home. Mausamben, Panetarben, Pujiram, Sevakram, Ehsanben have given up their addiction to alcohol, the rituals of feeding meat and alcohol to guests have stopped completely instead the community has made a rule to offer meal to their guests. The community itself is positive about coming times and feels tomorrow is going to be good for them!!

We are grateful to all of you to have supported this cause.

The picture is of families who have benefited from this program…..


 ‘પાંચ રૃપિયાનું મરચુ, પાંચનું તેલ આ બધુ રોજ રોજ લાવીને ખાવાનું બંધ કરવું હોય અને અમે કહીએ એમ ચાલવું હોય તો લોન આપું.’
‘પણ સાહેબ અમારી પાહે પૈસા જ નથ હોતા કે શાહુકાર લોકની જેમ હામટુ કરિયાણું ભરાવી હકીએ. રોજ ધંધા કરીએ અને કમાઈએ એમાંથી જ જીંદગી ચાલે.’
‘અમે તમને 10,000ની લોન આપીએ એમાંથી તમારે 2000નું કરિયાણુ ભરાવવાનું અને 6000નો સામાન લોખંડમાંથી તવી,તાવેતા,જારા બનાવવા લાવવાનો અને 2000 ખર્ચી માટે હાથ પર રાખવાના. વળી દસે ગાડલિયાને લોન આપીએ એ દસે સામટા જ કરિયાણું અને ધંધો કરવાનો સામાન લાવશે. અમે સાથે રહીશું મંજુર હોય તો બોલો.’
‘હા સાહેબ એમ કરો.’
ગાડલિયા રોજ 200 કે 300નું લોખંડ લાવીને સામાન બનાવે અને રોજ વેપારીને વેચે. જે આવક થાય તેમાંથી નવું લોખંડ ખરીદે અને બે ટંક ચાલે એટલું કરિયાણું લાવે. આમ તો દરેક ગરીબ અને વંચિતોનું જીવન આવું જ હોય..
પણ vssmના કાર્યકર કનુભાઈએ હોલસેલમાં કરિયાણું ખરીદાવાનું અને લોખંડનો સામાન ખરીદવાનું કર્યું. સામટો સામાન દસ દિવસે બધા પરિવારોનો વેચવાનો એટલે ભાવ પણ સરસ મળે.
રાજકોટ જવાનું થયું ત્યારે ગાડલિયા મળવા આવ્યા શરૃ પાંચ વ્યક્તિને 10,000ની મળીને કુલ 50,000 આપેલા એમાંથી સરસ નફો થયો એટલે ફરી રૃા.૨૦,૦૦૦ની લોન દસ વ્યક્તિઓએ માંગી. બે લાખની લોનનો વ્યવહાર ઉપર જણાવ્યા પ્રમાણે કર્યો.
 જીવનમાં ઘણો ફરક પડ્યો. ઘર બનાવવા પૈસા  ભેગા કરી રહ્યા છે. કોઈએ પાંચ તો કોઈએ સાત  હજાર સુધીની બચત કરી છે. જે ઉત્તરોત્તર વધી  રહી છે. જીંદગી બદલાઈ રહી છે. મોસમબેન, પાનેતરબેન, એહસાનબેન, પુંજીરામ, સેવકરામ  વગેરે સૌએ દારૃના વ્યસનને ત્યજ્યું છે અને મહેમાન આવતા ત્યારે માંસાહાર અને દારૃ પાછળ થનાર ખોટા ખર્ચને તેમણે બંધ કર્યો છે. મહેમાનોને મીઠા ભોજન મળશે તેવું ગાડલિયા નાતમાં તેમણે જાહેર કરી દીધુ છે. બદલાવ આવી રહ્યો છે હવે અમારા દિ વળ્યા તેવું તેઓ હસતા મોંઢે કહે છે.
સ્વતંત્ર ધંધા માટે વગર વ્યાજની લોન આપનાર સૌ સ્વજનોનો આભાર...


No comments:

Post a Comment