Thursday 14 April 2016

Bhavnaben Raval begins her saree business after loan from VSSM

Bhavnaben (in blue saree) selling her sarees…
Bhavnaben Raval and her family are residents of Regiment area in Banaskantha’s Deesa. Both she and her husband work as labourers to earn their living. VSSM has extended interest free loans to many families in Deesa and Bhavnaben was aware of this fact. She too had plans to start her business but did not have capital to make initial investments. Hence, she approached VSSM’s Maheshbhai requesting for a Rs. 10,000 loan.

After receiving the loan from VSSM Bhavnaben began her retail business in Sarees. She procures sarees between Rs. 100 to 120 and retails them at Rs. 200 to 250, managing to sell 1to 2 pieces a day. This is one job Bhavnaben is loving, for now she is planning to pay off this loan as soon as possible and take another bigger loan from VSSM so that she can expand her business.


vssm પાસેથી લોન લઈને ભાવનાબહેને રાવળે સાડીઓનો વેપાર શરૂ કર્યો...
બનાસકાંઠાનાં ડીસા શહેરમાં રીજ્મેન્ટ વિસ્તારમાં ભાવનાબહેન રાવળ રહે. ભાવનાબહેન અને તેમના પતિ મજૂરી કરીને જીવન ગુજારો કરે. ભાવનાબહેનને પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાની ઘણી હોંશ પણ પાસે મૂડી રોકાણ નહિ એટલે એ કરી શકે નહિ. vssm દ્વારા ડીસામાં રહેતાં ઘણા વિચરતા પરિવારોને વગર વ્યાજની લોન આપવામાં આવેલી. આ અંગે ભાવનાબહેન જાણે એટલે એમણે પણ vssmના કાર્યકર મહેશને રૂ.૧૦,૦૦૦ની લોન સાડીઓના વેપાર માટે આપવા વિનંતી કરી.
vssmમાંથી વગર વ્યાજની લોન લઈને ભાવનાબહેને વેપાર શરુ કર્યો છે. તેઓ એક સાડી રૂ.૧૦૦ થી રૂ.૧૨૦માં ખરીદી લાવે છે અને ૨૦૦ થી ૨૫૦ રૂપિયામાં વેચે છે. રોજ એક-બે સાડી
તેઓ વેચી શકે છે. સાડીઓનો વેપાર એમને ખુબ ગમે છે એ કહે છે, ‘હાલની લોન ઝડપથી પૂરી કરી થોડી મોટી લોન સંસ્થામાંથી લેવી છે જેથી વેપાર વધારે કરી શકાય.’
ફોટોમાં vssmમાંથી વગર વ્યાજની લોન લઈને સાડીનો વેપાર કરતા ભાવનાબહેન(બ્લુ સાડી પહેરેલા)

2 comments: