Thursday 24 August 2023

The interest free loans by VSSM helps individuals march towards financially secured future…..

Mittal Patel meets Badal and Dharanath in Kheda

Badal, you have a rickshaw. Why don't you talk about it ?

Badal shied away and with a nod of head said no.

If you don't speak how will you get passengers for your rickshaw ?

He smiled & turned his head away.

How can anyone be so shy ? I was a bit surprised.  I observed that Badal had tied a handkerchief to his head? 

I asked him whether he is the Son-in-Law of this place ?

He smiled & said yes by nodding his head.

Dharanath, who was standing across and replying to all my questions to Badal came forward.

I asked Dharanath about Badal. Whose Son-in-Law he is ? Why doesn't he speak a word ?

Dharanath said Badal is his son-in-law and he is not speaking because of his presence. What a way to show respect !! In fact this respect is observed in the entire juggler (madari) community. The youngsters will not speak much when elders are around.

This talk is about a village in Kheda District called Kapadvanj. A big community of jugglers stay there. They are not educated. Snake charmer's work has stopped. Astrology work in saint's clothes also is not very popular. They work hard but since they have not done labour job for many generations, they are not used to it.

We encouraged this community to do some independent work. In this Kapadvanj village we first gave loans to 9 people and then  to 17 more. Our dedicated associate  Rajnibhai identified these people & encouraged them to do small businesses. Dharanathbhai from the community also played an important role. He asked us to give loan to his son-in-law for buying a rickshaw. He said that his son-in-law is still young and if he stays in the village & learn business it will be good for the family.  Since we now knew why Badal does not speak, we requested Dharanath to stay away from Badal & then we asked Badal how his business is going. He said he earns enough to pay the instalment of the finance loan & VSSM loan that he has taken. He is able to do business of Rs 800- Rs900 per day. 

With the blessings of elders the young ones settle down faster. Elders also must give freedom to the youngsters for the families to become stronger. Our best wishes to Badal for his success.

'બાદલ તારી રીક્ષા છે તો તું વાત કરને!'

મારા સવાલ સામે બાદલ જરા શરમાઈ ગયો ને એણે મોંઢુ હલાવી ના પાડી. 

'અરે તુ બોલતો નથી તો તારી રીક્ષામાં મુસાફરો કેવી રીતે આવે છે?'

એ મલક્યો ને ઊંધુ ફરી ગયો.. 

કોઈ વ્યક્તિ આટલું શરમાય? મને જરા નવાઈ લાગી. ત્યાં મને બાદલના માથે બાંધેલો રૃમાલ દેખાણો. 

'તુ અહીંયાનો જમાઈ છે?'

એ ફરી હસ્યો ને મોંઢુ હલાવી હા પાડી..

ત્યાં થોડે દૂર ઊભેલા ને બાદલને પુછાતા મારા પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપતા ધારાનાથ આવી પહોંચ્યા. મે એમને, 

'આ કોનો જમાઈ છે જરાય બોલતો નથી.' એવું પુછ્યું જવાબમાં એમણે કહ્યું, 'મારા જમાઈ છે. હું ઊભો છુ ને એટલે...'

કેવી આમાન્યા.. આમ તો મદારી સમાજ આખો આવી મર્યાદા જાળવે. સસરા કે ઘરના વડિલોની સામે કારણવગર બોલવાનું જમાઈ ટાળે. 

વાત છે ખેડાના કપડવંજની. મદારી પરિવારોની મોટી વસાહત. ભણતર આ વસાહતમાં રહેનાર યુવાનોમાં ઝાઝુ નહીં. સાપના ખેલ તો બંધ થયા. સાધુ બાવાના વેશમાં જ્યોતિષ જોવાનું કામ પણ ઝાઝુ ચાલે નહીં. મહેનત મજૂરી સૌ વળગ્યા. પણ હાથમજૂરીના કામો પેઢીઓમાંથી કોઈએ કરેલા નહીં તે એ બહુ ફાવે નહીં.

અમે મદારી પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા પ્રેરીયે. તે કપડવંજની મદારી વસાહતમાં 9 લોકોએ પ્રથમ ને પછી બીજા 17  વ્યક્તિઓને અમારા કર્મઠ કાર્યકર રજનીભાઈએ લોન લઈને નાના મોટા ધંધા કરવા ઉતેજન આપ્યું. તેમાં વસાહતના આગેવાન ધારાનાથભાઈએ પણ મહત્વની ભૂમિકા ભજવી. 

ધારાનાથે પોતાના જમાઈને રીક્ષા માટે લોન અપાવી. 

ધારાનાથ કહે, 'જમાઈ નાના છે નજર સામે રહે તો ઠીક રહે ને ધંધો શીખી જાય તો એમનું એ રળી ખાય.'

બાદલનું ન બોલવાનું હવે સમજાયું અમે ધારાનાથને આઘા જવા કહ્યું એ થોડા ખસ્યા પછી બાદલે કહ્યું, રીક્ષાથી એ સારુ કમાઈ લે છે. અમારો હપ્તો ઉપરાંત ફાયનાન્સમાંથી લીધેલી લોનનો હપ્તો પણ એ ભરી શકે છે ને ઘર પણ ચાલે છે. ટૂંકમાં દૈનિક 800 થી 1000 નો વકરો એ કરવા લાગ્યો.

વડીલોની છત્રછાયામાં બાળકો નિશ્ચિત થઈ જાય. જો કે વડિલોએ પણ બાળકોને ભયમુક્ત વાતાવરણ આપવું પડે. બેય એકબીજાને સમજે તો પરિવાર મજબૂત થાય એ નક્કી.. ખેર બાદલ ખુબ સુખી થાય એવી શુભભાવના...

#MittalPatel #vssm #loanservices #nomadictribes #india #gujarat



Badal took interest free loan from VSSM
to purchase auto rickshaw

Mittal Patel asks badal about his buisness

VSSM helped baldal under its Swavlamban initiative to
purchase auto-rickshaw


No comments:

Post a Comment