Wednesday 8 February 2023

We wish Haribhai Bajaniya happiness and pray to God for his prosperity...

Haribhai Bajaniya sharing his thoughts with Mittal Patel

"Singing lullabies and devotional sons on the tunes of our ravanhatta was our profession; it brought us alms in return. However, people now equate it with begging and advise us to work instead. We weren't beggars; in the past, people appreciated our flair for playing the instrument and singing and rewarded us in cash or kind. Things are very different now; hence, we have stopped playing ravanhattha." Haribhai living in Banaskantha's Chadotar shared with a heavy heart.

Inspired by the Bajaniya community's knack for selling fashion accessories and artificial jewelry, Haribhai decided to switch occupations. With a meager investment of Rs.1000, he brought some products and began selling them by walking to various villages. However, walking and covering more than two villages daily is difficult, so Haribhai bought a bicycle from his savings. Now he cycles almost 50 kilometers in a day for work.

These days people cycle to remain fit while humans like Haribhai cycle for work. Fifty kilometers is a considerable distance, but Haribhai manages to do so. The earnings help feed the family, but more funds are needed for business expansion.

Since VSSM has known these families well, on Haribhai's request, we loaned him Rs. 30000, which enabled him to procure products at wholesale rates and double and occasionally triple his monthly income. Haribhai utilized the increased income to repair the house and save for his daughter's wedding.

He was delighted to meet us, and while he continued to cycle his way across the villages, a motorbike would help him cover more distance. Hence, once he pays off the current loan, he wishes to opt for another loan to buy a motorbike.

We have always wanted these families to dream big and work hard to fulfill those dreams; therefore, it is obvious we will be providing him with another loan.

We wish Haribhai happiness and pray to God for his prosperity.

"અમારો ધંધો ઓમ તો મોગવાનો. રાવણ હથ્થા પર હાલરડાં, ભજન ગઈયે અન લોકો અમન રાજી કર્. પણ બુન પેલાં આ બધુ હેડતુ હવ્ મારા જેવાન્ જોઈન લોકો કોમ કરવાની સલાહ આલ્. ઓમ જુઓ તો અમે કોય ભીખ નતા મોગતા. રાવણહથ્થો વગાડીએ અન લોકો ખુશ થઈન બે પોચ રૃપિયા, હાડી(સાડી), દોણા આલતા. પણ હવ પેલા જેવું નઈ રયું. તે અમેય રાવળહથ્થો મેલ્યો. "

બનાસકાંઠાના ચડોતરમાં રહેતા હરીભાઈએ ભારે હૈયે કહ્યું. શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ બજાણિયા સમુદાયો કરે. એમને જોઈને હરીભાઈને પણ પોતે આ કામ કરી શકશે એમ લાગ્યું ને એમણે હજાર રૃપિયાનો સામાન લાવી પગપાળા વિવિધ ગામોમાં ફરીને વેચવાનું ચાલુ કર્યું. 

પગે ચાલી ઝાઝા ગામ ફરી ન શકાય ને વાહનોમાં બેસીને ફરવાનું એમને પોષાય નહીં. આખરે એમણે થોડી ઘણી બચત કરી સાયકલ ખરીદી.. આ સાયકલ પર ક્યારેક એ દિવસના પચાસ કી.મી. ધંધા માટે ફરે. 

લોકો પોતાની તબીયત સારી રહે એ માટે આજે સાયકીંગ કરતા જોવા મળે. પણ હરીભાઈ ધંધા માટે કરે. પચાસ કી.મી. એ કાંઈ ઓછુ અંતર નથી. પણ ખેર એ કરે.

આમ થોડુ ઘણું મળતર મળે ને પરિવારનું ગુજરાન ચાલે. એમને ધંધો વધારવો હતો. વધુ સામાન એ પણ હોલસેલમાં ખરીદવો હતો પણ એ માટે પાસે પૈસા નહીં.

VSSM સાથે આ પરિવારો વર્ષોથી સંકળાયેલા. આખરે એમણે અમને લોન આપવા વાત કરીને અમે ત્રીસ હજાર આપ્યા. વધુ સામાન આવ્યો. આવક સીધી બમણી તો ક્યારેક બમણાથીયે વધી. જેમાંથી એમણે ઘર ઠીકઠીક કર્યું. દીકરીના લગ્ન માટે પણ એમણે પૈસા ભેગા કર્યા.

અમે જ્યારે એમને મળ્યા ત્યારે એ ખુબ રાજી હતા. એ હજુ સાયકલ પર ફરે. જો બાઈક મળે તો વધુ ગામ ફરી શકાય. ને ક્યારેક દૂર જવું હોય તો પણ જવાય. તે એમણે આ ત્રીસ હજારની લોન પતે પછી બાઈક માટે લોન આપવા કહ્યું.

આપવાની જ હોય. આ બધા પરિવારો સ્વપ્ન જોતા થાય એતો વર્ષોથી ઈચ્છીએ..

બસ હરીભાઈ સુખી થાય એમ ઈચ્છીએ.. ને ઈશ્વર તેમને ખુબ બરકત આપે તે માટે પ્રાર્થના..

 #MittalPatel #vssm #ravanhattho  #nomadictribes #nomads



Mittal Patel meets Haribhai Bajaniya during her visit to
Chadotar village

Haribhai Bajaniya's daughters for whom he
wants to save for their wedding


No comments:

Post a Comment