Tuesday 6 December 2022

VSSM learned about the need and gave a handcart to Shantibahen under its tool-kit support program...

Shantibahen and Hasubhai shared their sentiments with Mittal 
Patel during their visit to collect the handcart

Shantibahen’s long battle with tuberculosis has taken a heavy toll on her body. The body has lost a lot of muscle and fat weight, and it is tired of fighting all these years. Shantibahen was a vegetable vendor and her husband Hasubhai rode a three-tiered paddle rickshaw. The couple worked hard, and life was good.  But the battle with TB stretched too long; it shattered her physical and mental strength; fight it out, and mental strength is a significant factor in fighting a disease like TB.

Hasubhai continued to boost Shantibahen’s spirits to keep fighting, but it didn’t help much. Hasubhai is wise; he knows work is the only therapy to keep his wife upbeat. He wanted Shantibahen to take up vegetable vending again but lacked the capital to buy a hand cart. VSSM learned about the need and gave a handcart to Shantibahen.

“I want to work and get better soon; I want to be there for my children, who are still small!” Shantibahen shared her sentiments while at our office to collect the handcart

We pray for Shantibahen’s speedy recovery, and a happy and peaceful future. We are also grateful to the generous support of our well-wishing donors who enable us to walk this path.

શાંતિબહેનનું શરીર સાવ જીર્ણ થઈ ગયું. એ ઘણા વખતથી ટીબીની બિમારીથી પીડાય. શરીર પણ હવે થાક્યું. પહેલાં એ શાકભાજીનો વેપાર કરતા અને એમના પતિ હસુભાઈ પેડલ રીક્ષા ચલાવે. પતિ પત્ની બેઉની મહેનતથી જીંદગી સરસ ચાલતી.

પણ ટીબીની લાંબી બિમારીથી એ મનથી એ સાવ ભાંગી પડ્યા. આમ પણ માણસ મનથી ભાંગી પડે પછી શરીર કાંઈ ઝાઝી ઝીક ઝીલી ન શકે.

હસુભાઈ શાંતિબહેનની આ હાલત જુએ એ હિંમત આપે પણ શાંતિબહેનના જીવનમાંથી જાણે શાંતિ જ હણાઈ ગયેલી. 

આવામાં શાંતિબહેન ફરીથી કામ પર લાગે તો મન વ્યસ્ત રહે તો ખોટા વિચારો આવવાના બંધ થાય. આવું હસુભાઈએ વિચાર્યું ને એમણે શાંતિબહેનને ફેર શાકભાજી વેચતા કરવાનું નક્કી કર્યું. પણ એ માટે જોઈતી લારી એમની પાસે નહીં. અમારા ધ્યાને આ વિગત આવી અને અમે એમને લારી આપી. 

અમારા કાર્યાલય પર એ લારી લેવા આવ્યા ત્યારે ખુબ રાજી થયા. એમણે કહ્યું, 'બસ ધંધો કરવો છે ને શરીર સારુ કરવું છે..' મૂળ એમના બાળકો નાના એમના માટે શાંતિબહેનને જીવવું છે..

શાંતિબહેન ધંધામાં સફળ થાય સાથે એમની તબીયત સારી થાય એવું ઈચ્છીએ VSSM ને આ કાર્ય કરવા માટે મદદ કરનાર સ્નેહીજનોનો આભાર.. 




No comments:

Post a Comment