Monday 18 January 2021

VSSM’s support helps Melakaka Raval expand his own buisness…

Mittal Patel meets Melakaka at his kiosk

 Melakaka lives in Gandhinagar’s Aajol village. I was at Aajol recently, Melakaka insisted I visit his shop, so we did.

“Ben, business is good now, we earn Rs. 700-800 daily. Earlier I had a small kiosk of tin sheets, I could not stock enough of these biscuits, chocolates, snacks etc. but after VSSM provided me with a loan of Rs. 30,000 I managed to upgrade the kiosk to this pucca shop.” Kaka was happy, during a meeting with our dear Raval community members he shared his experiences of growing his business and about his own growth. He advised fellow community men to work hard to earn a living as well as the goodwill of society.

“What is your dream, Kaka?” I asked while stepping out of his shop.

“If you give me another loan, I would want to stock some groceries etc. and make better earning. It will bring prosperity to my family and spare some money to allow me to spare some money  to help others in need.”

Such noble thoughts from humble these humble human beings need to be revered.

Our meetings with individuals like Melakaka who have benefited under the interest-free loans program enable us to comprehend the life-changing impact of small loans on these families.

We are grateful to all our well-wishing donors for their generous support in these endeavours. Also grateful for our senior team members Tohid and Rizwan,  who take great care in identifying such deserving families in need and connecting them to VSSM initiatives.  

મેલાકાકા #ગાંધીનગરના #આજોલમાં રહે.

હમણાં આજોલ જવાનું થયું ત્યારે મેલાકાકાએ પોતાની દુકાને આવવા ખાસ આગ્રહ કર્યો ને અમે ત્યાં પહોંચ્યા. 

કાકાએ કહ્યું, 

'બેન હવે તો ધંધો હારો હેડ. 700 - 800નો વકરો થઈ જાય છે. પેલાં પતરાંનું કેબીન હતું જેમાં ગોળી, બીસ્કીટ સિવાય ઝાઝુ નહોતું રાખી શકાતું. પણ VSSMમાંથી ત્રીસ હજાર આપ્યા તે આ દુકાન થઈ ને સામાન પણ વધારે ભરાવી શક્યો'

કાકા એકદમ ખુશ હતા. રાવળ સમાજના પ્રિયજનો સાથેની બેઠકમાં એમણે દરેકને પોતાની પ્રગતિની વાતો કરી ને સૌને મહેનત કરી પૈસા કમાવ તો લોકો આપણો ભાવ પુછતા થશેની વાત કહી. 

કાકા સ્વપ્ન શું છે? એવું એમની દુકાનેથી રજા લેતાં પુછ્યું તો કહ્યું, 'બીજી લોન આપો તો દુકાનમાં કરિયાણુંને બીજો સામાન વસાવું. બે પાંચ રૃપિયા વધારે કમાવવા છે. પરિવાર તો સુખી થશે જ પણ દયા ધરમ માટેય થોડું કાઢવું છે..'

મેલાકાકાની ભાવનાને પ્રણામ..

દસ, વીસ, ત્રીસ હજારમાં કોઈની જીંદગીમાં કેવો ફેર પડી જાય એ મેલાકાકા જેવા અનેકોને મળીને સમજાય છે. આ કાર્યમાં મદદ કરનાર પ્રિયજનોનો આભાર તેમજ આ વિસ્તારના અમારા કાર્યકર તોહીદ અને રીઝવાન જેઓ આવા પરિવારોને શોધી કાઢે છે તેમના પ્રત્યે રાજીપો... 

બાકી કાકાની વાતો તમેય વિડીયોમાં સાંભળો... 

#MittalPatel #vssm

No comments:

Post a Comment