Sunday 19 July 2020

Jagabhai leaves addiction and starts earning...

Jagabhai with his handcart

Jagabhai, a resident of Ahmedabad’s Ramdevnagar was an alcoholic once. Last year the women of Ramdevnagar raised their voice against the prevalence of alcohol and drugs in their settlement and campaigned for the strict enforcement of prohibition law in Ramdevnagar. Jagabhai too joined the campaign, but he was sure that giving up alcohol was an impossible proposition. 


The VSSM team persuaded him to remain determined and give up his addiction. Madhuben, our extremely zealous team member closely works with the community of Ramdevnagar, she also convinces the youth to give up their addictions, arranges for their treatment and ensures they do not fall off the wagon. Jagabhai was enrolled with a deaddiction program and to our great surprise has been addiction free.

After he sobered down,  he needed work. Madhuben ensured he gets a hand cart under government’s Manav Garima Yojna. The hand card enthused him to work, Jagabhai began selling onions-potatoes. The business helped instilled within him,  hope and confidence to dream.

We pray to almighty to grant Jagabhai good health and wisdom.

The objective for sharing this story was to share the incredible results a determined human being can achieve. He was not sure about ability yet he convinced himself to try and bid adieu to his habit of consuming alcohol. It was his strong will power that has seen him through.

In the picture – Jagabhai and his handcart.

જગાભાઈ...
અમદાવાદના રામદેવનગરમાં રહે. એક વખતના દારૂના વ્યસની.
દારૂ અને ગાંજાથી આ વસાહતને મુક્ત કરવાની ઝુંબેશ આ વસાહતની ભવાની બહેનોએ ઉપાડી. જગાભાઈ એમાં જોડાયા પણ મનની ભીતર દારૂનું વ્યસન પોતાથી નહીં છૂટે એવી પાકી ખાતરી...
એક રીતે કહું તો પોતાના કરતાં દારૂ પર વધારે ભરોસો.

અમે કહ્યું તમારું મન મક્કમ હશે તો તમે ચોક્કસ દારૂ માંથી છૂટી શકશો...
અમારા બહુ ઉત્સાહી કાર્યકર મધુબેન આ વસાહતના લોકો સાથે કામ કરે. વ્યસનમાંથી મુક્ત થવા ઈચ્છતા વ્યક્તિઓની અમે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા હતા. જગાભાઈની પણ ટ્રીટમેન્ટ થઈ અને ખરેખર દારૂ છૂટ્યો.

હવે નવરા કેમ બેસાય? કામ તો કરવું રહ્યું..
સરકારની માનવ ગરીમા યોજના અંતર્ગત જગાભાઈ ને હાથલારી અપાવવાનું vssmના કાર્યકર મધુબેન કર્યું..

હાથલારી હાથમાં આવી એટલે કામ કરવાની ધગશ આવી. ડુંગળી બટેટાનો વેપાર શરૂ કર્યો.
સ્વપ્નો જોવાનું શરૂ થયું...

ઈશ્વર જગાભાઈ ને સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બક્ષે એવી પ્રાર્થના...
પણ જગાભાઈની વાત લખવા પાછળનું તાત્પર્ય દારૂ છોડવા માટેનો મનના ખૂણે એમણે કરેલો સંકલ્પ. ભરોસો નહોતો છતાં હું પ્રયત્ન કરીશ એ વાત જેના લીધે આજે જગાભાઈ દારૂના વ્યસનથી મુક્ત થયા
જેમના વિશે લખ્યું એ જગાભાઈ એમની લારી સાથે ફોટોમાં
#mittalpatel #vssm #Deaddiction
#Deaddictioncampaign #Bavricommunity
#livelihood #employment #dignity
#humanright #nomadictribe
#ramdevnagar #ahmedabad
#મિતલપટેલ #વ્યસનમુક્તિકાર્યક્રમ
#રોજગારી #વિચરતીવિમુકતજાતી
#માનવગરીમા

No comments:

Post a Comment