Saturday 7 December 2019

Lakhabhai Dafer's life got Transformed with the help of VSSM Interest Free Loans...

Mittal Patel visits Lakhabhai Dafer at his kiosk
‘Ben, this is Lakho speaking. Since you have been telling us to walk the right path and give up our rogue behaviour I have  decided to do just that. But I need your support, I need some loan for that.”
“What do you plan to do with the loan you take?”
“The place where I stay not only has houses of people like me but some factories as well. If I start selling vegetables, snacks, groceries the income will be enough to sustain us.”
Lakhabhai Dafer sharing his journey to Mittal Patel
“But you have no experience of the working or doing any business in the past, will you know how to run a business?”
“ No one arrives in this world learning anything in his mother’s womb, we all learn as we grow, I too shall learn!!”
“Ok. Get Tohid to fill up your application form. Do not borrow large amount in the beginning. It is better to start small and gradually increase the amount.”
“Rest assured, Ben! But do sanction my application at the earliest.”
“Sure!”

Lakhabhai Dafer selling vegetables
We sanctioned a loan of Rs. 30,000/- to Lakhabhai. Although he has never gone to school and does not even know how to read or write, he successfully manages his kiosk. The daily income of Rs. 600-700 helped him save enough to build a decent house. Recently, when I met him I was given a tour of his neatly decorated house.  Lakhabhai shared his journey, which we have captured and shared in the attached video. As the family stays of government wasteland we have asked him not to  build a pucca house. Although his savings are enough to  help him build a one room house. He repaid the entire loan amount of Rs. 30k without missing an instalment. Lakhabhai intends to upscale his business now for which he needs bigger amount from VSSM.

VSSM’s has envisaged to provide dignified living to the marginalised nomadic  communities and the interest free loans are doing just that.  Also the Dafer community he belongs to needs our trust and support. Our policies need to be more inclusive for communities like these. This helps ensure  they improve their image amongst the police and administration. The unwarranted  police harassment of Dafers will stop  when they see the Dafer individuals working and earning rightful incomes like so.

'બુન લાખો બોલુ સુ. તમે ક્યો સો ને કે હવે આડા અવળા રસ્તા મેલી સીધા રસ્તે ચડી જાવ તે ઈ હાટુ મારે લોણ જોવે સે'
'લોન લઈને શું કરવા ના?'
'મુ જ્યાં રઉં સુ ન્યાં અમારા તો ઘર સે જ પણ બાજુમાં ફકેટરીએ સે. શાકબકાલુ, નાસ્તાના પડીકા અન થોડો કરિયાણાનો સોમાન એવું બધુ થોડ થોડું રાખુ તોય મારા જોગુ નેહરી જાય'
'પણ તમે પહેલાં કોઈ દિવસ ધંધો કર્યો નથી તો આવડશે?'
'આ દુનિયામાં કોઈ ક્યાં એની માના પેટમાંથી શીખીને બારો આયો તો બધાય શીખ્યા તો અમે ચમ નઈ શીખીએ?'
'સારુ તોહીદ પાહે ફોમ ભરાવી દેજો અને બહુ મોટી રકમનું સાહસ નો કરતા બધુ ધીમે ધીમે કરવું સારુ'
'ઈ નો કેવું પડે બુન. ફારમ ભરી મેલુ પહી ઝટ કરી દેજો'
'હા'
અમે લાખાભાઈને ત્રીસ હજારની લોન આપી. એમણે ફોટોમાં દેખાય એવો સરસ ગલ્લો કર્યો. લાખાભાઈ એક ચોપડી ભણ્યા નથી. પણ વ્યવહાર બરાબર આવડે. ગલ્લામાંથી રોજની છસો - સાતસોની આવક થાય છે એમાંથી એમણે પોતાનું સરસ ઘર પણ બનાવ્યું. લાખાભાઈના ઘરનાએ મને એમણે બાંધેલું અને સજાવેલું ઘર બતાવ્યું જે ફોટોમાં જોઈ શકાય છે. પોતાના ધંધાની વાત પણ લાખાભાઈએ આ સાથેના વિડીયોમાં કરી છે.

સરકારી ખરાબાની જમીનમાં રહે છે એટલે પાકુ ઘર બાંધવાની અમે ના પાડી, નહીં તો થોડી બચત કરીને એક રૃમનું ઘર બાંધવાની ક્ષમતા તો હવે થઈ ગઈ છે.
તેમણે લીધેલી લોન એક હપ્તો ચુક્યા વગર એમણે ભરપાઈ પણ કરી દીધી. હવે મોટો ધંધો કરવા બીજી લોન આપવા તેમણે કહ્યું.

બીજી લોન પણ આપીશું. મૂળ તો લાખાભાઈ જેવા સૌ તકવંચિતો બે પાંદડે થાય એ તો ઉદૃશ્ય છે અમારો..
વળી એ જે સમાજમાંથી છે એ ડફેર સમાજના સૌ મહેનત કરી રોજી રોટી રળતા થાય, પોલીસ એમને પજવે નહીં ને સમાજ એમને માનભેર જુએ એ સ્વપ્ન પણ અમે સેવ્યું છે..એટલે આ સમાજનો દરેક માણસ સ્વતંત્ર ધંધો કરીને આર્થિક રીતે સ્વતંત્ર થાય તે જરૃરી..
#VSSM #Mittalpatel #NomadsOfIndia #Dafer #NomadicDenotified #collector_Mehsana #NomadicTribes #humanity #NTDNT #denotifiedtribes #rights #fightforsurvivle #dream #ownland #districtcollector #residentialplot #humanrights #empathy #sympathy #humans #gujarat #livelihood #helpforlivelihood

No comments:

Post a Comment