Saturday 4 February 2017

VSSM helps Geetaben Bajaniyaa start her independent venture

The Kiosk Geetaben Bajaniya has set up with the
financial assistance from VSSM
Geetaben Bajaniya and her family stay on the outskirts of Gabri village in Vatva. While Geetaben works as a household help, her husband drives a rented auto to earn living. The rented rickshaw gobbled up substantial part of the profits hence, the couple felt the need of owning an auto rickshaw of their own. The lack of cash on hand required them to borrow money from private money lender. A Rs. 50,000 loan came with a 40% interest rate requiring them to pay back Rs. 70,000 at the end of the year. The family could not manage to pay so much as it ran into some family emergency requiring them to mortgage the little jewellery they owned. Such financial crisis was a crippling blow on the well-being of the family.

In the meantime, VSSM’s Madhuben happened to meet Geetaben. After knowing about her financial difficulties Madhuben recommended Geetaben for a Rs. 20,000 loan from Kalupur Bank, the money Geetaben used to secure her jewellery back. Another Rs. 40,000 interest free loan was sanctioned to her from VSSM, part of which she used to set up a small kiosk in front of her house and part to pay back the balance amount of the rickshaw loan to the private money lender. The payment of the private loan eased much of the financial woes of the family.

Now that Geetaben is debt free, she plans to expand her venture a bit further. The financial constrains hadn’t allowed her to stock her kiosk with the goods and stuff she would have liked but that hasn’t defeated the purpose of setting the kiosk. The venture is doing well and its time she invested some more in the kiosk. In the meanwhile, Geetaben requested for some additional financial support for the marriage of her 16-year-old daughter, Kajal. We refused to lend money for such purpose and made her understand the dangers and inappropriateness of her decision to marry such a young girl. On the contrary, we told her to take a loan of Rs. 25,000 to invest further into her kiosk! We recommended she expand her business, save well for next two years and then get her daughter married. Geetaben could comprehend our message but was apprehensive that Kajal’s in-laws would not agree to the proposal of postponing the marriage. Since, VSSM also knew Kajal’s in-laws making them understand was not a big issue.

The team of VSSM shares a very special connect with the nomadic families and that is the reason they can convince them to make  choices  that are otherwise unthought-of in these communities.


vssmમાંથી વગર વ્યાજની લોન લઈને ગીતાબહેન બજાણિયાએ સ્વતંત્ર ધંધો શરૃ કર્યો

ગીતાબહેન બજાણિયા વટવા ગાંબડી ગામની સીમમાં રહે. બંગલાઓમાં ઘરકામ કરે. તેમના પતિ બીપીનભાઈ ભાડાની રીક્ષા ચલાવે. પોતાની રીક્ષા હોય તો ઘણો ફાયદો થાય તેવું લાગતા તેમણે જુનામાં 50,000ની રીક્ષા ખરીદી. પાસે મુડી નહોતી એટલે 50,000ના વર્ષના રૃપિયા 70,000 ભરવાના વાયદા સાથે વ્યાજવા લીધા પણ પછી ઘરમાં થોડી તકલીફ આવી. દાગીના બહુ નહોતા પણ જે હતા તેને ગીરવે મુકવા પડ્યા. ટૂંકમાં આખો પરિવાર ભાંગી પડ્યો.

vssmના કાર્યકર મધુબહેનના પરિચયમાં ગીતાબહેન આવ્યા. મધુબહેને રા.20,000ની લોન કાલુપુર બેંકમાંથી આ પરિવારને અપાવી જેમાંથી ગીતાબહેને દાગીના છોડાવ્યા અને રા.40,000ની લોન vssmમાંથી આપી જેમાંથી ગીતાબહેને ઘર આગળ નાનો ગલ્લો કર્યો અને બાકીના પૈસા રીક્ષા માટે જેમની પાસેથી વ્યાજવા લીધા હતા તેમને આપ્યા. હવે થોડી નિરાંત થઈ.

ગલ્લામાં જોઈએ તેવો સામાન ગીતાબહેન હજુ ભરાવી નથી શક્યા પણ ધંધો સરસ થાય એમ છે. દેવું ભરાઈ જ ગયું છે. હવે ધંધો વધારવો છે. તેમણે દીકરી કાજલ જેની ઉંમર 16 વર્ષ છે તેના લગ્ન માટે લોન માંગી. અમે ના પાડી સાથે કાજલના લગ્ન ના કરવા સમજાવ્યા અને જરૃર પડે બીજા પચીસ હજાર ધંધા માટે આપવા કહ્યું. આ રકમમાંથી કેબીન સરસ કરાવી વધારે સામાન ભરાવવા તેમને સમજાવ્યા. ધંધામાંથી બચત કરો અને બે વર્ષ પછી કાજલના લગ્ન કરાવો એવી અમારી વાત તેમના ગળે ઊતરી. છોકારાંવાળા નહીં માને તેવું હતું પણ vssmને કાજલનો સાસરીપક્ષ પણ જાણે એટલે અમે ના પાડી તે વાતને સાસરીપક્ષે માથે ચડાવી. 

વિચરતી જાતિના દરેક પરિવારો અમારા છે એમ માનીને કાર્યકરો તેમની સાથે સંકળાય છે અને એટલે જ બધુ વગર કહ્યે સમજાય છે અને એકબીજાની વાત પણ મનાય છે.

ગીતાબહેનની વસાહતમાં ગયા તે વખતે vssmમાંથી પહેલી લોન લઈને શરૃ કરેલો ગલ્લો જોવાનું થયું જે ફોટોમાં જોઈ શકાય છે.


No comments:

Post a Comment