Thursday 1 December 2016

Interest free loans of VSSM helps karashanbhai Saranaiya to get more profit in Broom selling business

Karashanbhai saraniya with his broom selling business
“Ben, the business of main and selling brooms is doing well, the problem however our inability to reach out to the market elsewhere. You gave us loan for the business and the business has flourished but give us loan for purchasing a vehicle  so that we can manage to reach to distant markets!!” said Karshankaka who after all these years in Rapar, Kutchh has now settled in Ahmedabad’s Odhav suburb.  

Doing well in life, having a decent home, visualising children studying all the way and doing well in life aren’t the desires the nomads cling to, infant they hardly dream for anything. When asked, “If God was to grant you wishes, what is it that you would ask for?” 

The reply would be a very long pause, when we would insist on a reply, “ God can give us anything that he wishes is good for us, how would we know what do we want!!” such honest and unassuming folks. So when such individuals  begin to dream and desire for better opportunities and spreading their wings further we feel good, we feel  reassured that at least they will strive to achieve their dreams and it would make our task a bit more easy. In fact we ask them to dream and aspire  for better times.

Sometime ago Karshankaka and two other members form his settlement took a loan from VSSM to buy a  moped. The moped helped them increase their sales, but now they wanted to further expand their reach and wanted a bigger vehicle as the two-wheeler has its own limitations and the number of brooms that can be carried on a two wheeler is much less than a loading rickshaw!! Yes, now Karshankaka and his mates were proposing for a loan to buy a loading rickshaw. They expressed this wish of their’s when they visited our Ahmedabad office during Diwali. They definitely were dreaming bigger, on hearing his proposal I couldn’t curtail my laughter and happiness. 

“They are planning to buy two loading rickshaw between four of them, it means we need to extend  loans of Rs. 1 lakh each to these 4 gentlemen. The amount is huge and we not have any guarantors!!” was Amiben’s first reaction. of course her concerns were genuine. But trading such risks has been VSSM’s nature, it is individuals like Karshankaka that need VSSM’s support and we assured Amiben to relax and prepare the documents for extending the required amount to Karshankaka and this friends. 

The loan cheques were deposited in their bank accounts they had with Kalupur Cooperative Bank, but under the current circumstances of demonetisation the bank refused to give them cash. “You have to help us get the money soon, with the prevailing conditions it might take two months for us to get the rickshaw!!” they asked us to help speed up the process. Since all of them were illiterate the bank refused to give them cheque book so we got demand-drafts issued and gave it to the company from where the loading-rickshaws were to be purchased. The delivery is expected in two days. 


We are glad people like Karshankaka are dreaming big and striving towards fulfilling those dreams, we were so overjoyed with the purchase that it felt like we had bought the rickshaw. 

Many a times I get asked, What are VSSM’s vision and mission?? and I tell them that these communities lead a life of dignity and turn up to be  best humans and they take VSSM’s work forward, the way VSSM has helped them realise their dream they too should someday reach out to the individuals in need and support!!!

And I am pretty sure they will take the good work forward!!!

‘બેન હાવરણીનો ધંધો હવે હારો હાલે સે પણ માથે લઈને કેટલીક હાવરણી વેચવી. હાવરણીના ધંધા હારુ તમે લોન આપી ઈતો અમે ભરી હોત નાખી હવે કાંક વાહન માટે લોન આલો તો વધારે ધંધો થાય.’ વર્ષો સુધી કચ્છના રાપરમાં રહેલા અને હવે અમદાવાદના ઓઢવમાં રહેવા આવેલા કરશનકાકાએ સ્વપ્ન જોવાનું શરૃ કર્યું. 

વિચરતી વિમુક્ત જાતિઓ સાથે અમારા કામના અનુભવે અમે જ સતત અનુભવ્યું તે આ પરિવારોમાંના માટોભાગના સ્વપ્ન જ નથી જોતા. એમને પુછો કે તમને ભગવાન પ્રસન્ન થાય અને કહે કે, ‘માંગ માંગ માંગે તે આપું. તો તમે શું માંગો?’ આના જવાબમાં મોટાભાગના જેમની સાથે vssm કામ કરે છે તે લોકો ચૂપ જ થઈ જાય. બહુ કહીએ તો કહી કે, ‘ભગવાનને યોગ લાગે ઈ આપે અમન ઈમાં કાંઈ હમજ ના પડે.’ આવા સરળ અને બહુ બધી મહત્વકાંક્ષા ના રાખનારા આ પરિવારો થોડા સ્વપ્ન જોતા થાય તો અત્યારે જે તકલીફો એ વેઠે છે તેમાંથી સરળતાથી મુક્તિ મળી શકે અને એટલે અમે સૌ એમને સ્વપ્ન જોતા કરવાનું કરીએ છીએ.

કરશનકાકા અને તેમની વસાહતના બે લોકોએ vssm પાસેથી વગર વ્યાજની લોન લઈને મોપેડ ખરીદ્યું. ધંધો તો સારો ચાલ્યો. દિવાળીના રામ રામ કરવા ઓફીસ આવ્યા એટલે એમણે કહ્યું, ‘બેન મોપેડમાં માપની હાવેણી લઈને વેચવા જવાય. તમે ગાડી માટે લોન આપો ન.’ 

તેમના મોંઢેથી આ સાંભળીને હસવું આવ્યું પણ હરખ ઘણો થયો. અમારા અમીબેન કહે કે, ‘બે લોડિંગ રીક્ષા લેવાનું કહે છે અને એ માટે ચાર વ્યક્તિને એક એક લાખ એમ કુલ ચાર લાખની લોન આપવાનું થાય. લોનની રકમ બહુ મોટી છે પાછું ગેરન્ટી અને અન્ય કશું તો છે નહીં.’ અમીબેનની ચિંતા વ્યાજબી પણ vssmનું કામ જ આ છે. આવા જ પરિવારોને આપણી મદદની જરૃર છે. ચિંતા ના કરો લોન આપો કાંઈ નહીં થાય. લોનના ચેક અમે તેમનું કાલપુર બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું ત્યાં ભર્યા. હાલની ચાલી રહેલી 500 અને 1000ની રામાયણમાં એક સામટા પૈસા આપવાની બેંકે ના પાડી. કરશનકાકા, ભલાભાઈ ચિંતામાં પડી ગ્યા શું કરીશું. ‘બેન ઝટ ગાડી આવે એમ કરો. આમ જ પૈસાની રામાયણ રહી તો આ તો બે મહિને ગાડીનો મળે નહીં પડે.’ આ ચારેય પાછા અભણ એટલે ચેક બુક બેંક આપે નહીં. બેંકમાં મેનેજમેન્ટ સાથે વાત કરી તત્કાલ ડીમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યા અને જ્યાંથી લોડિંગ રીક્ષા ખરીદવાની હતી તેમને ગઈ કાલે આપ્યા. બે દીવસમાં તેમની ગાડી આવી જશે.

સ્વપ્ન જુઓ અને તેને પુરા કરવા મથો એવું હંમેશાં કહું ત્યારે કરશનકાકાની વસાહતના લોકો એ દિશામાં બે ડગલા ચાલ્યા એનો અનહદ આનંદ, અમારા કાર્યકર અને અમારા ઘરે રીક્ષા ખરીદાઈ હોય એવો અદભૂત આનંદ અમને સૌને થયો.

વિચરતી જાતિના તમામ પરિવારો કરશનકાકાની જેમ સ્વપ્ન જોતા થશે તો કોઈનીયે મદદની તેમને જરૃર નહીં પડે.. અમારા આ પરિવારો સ્પપ્ન જોતા થાય એની સાથે એ ખુબ સારા માણસો બને તેવો પ્રયત્ન અમે કરીએ છીએ.. ઘણા મને પુછે કે vssmનું વિઝન, મીશન શું? હું કહું છુ વિચરતી જાતિના જે પરિવારો અમારા સંપર્કમાં છે તે સ્વમાનપુર્ણ જીંદગી જીવે, ખુબ ઉમદા માણસો બને અને vssm ના માધ્યમથી જેમ હજારો લોકો તેમને મદદ કરે છે તેમ તેઓ પણ ભવિષ્યમાં તેમનાથી વંચિત દુખી પરિવારોને મદદ કરે તેવા વિચારવાળા બને... 

ફોટોમાં કરશનકાકા તેમના દ્વારા બનાવાતી સાવરણીઓ સાથે



No comments:

Post a Comment