Thursday 31 March 2016

VSSM’s Kanubhai teaches nomadic families take baby steps towards saving money….

The Gadaliya community members with their own saving banks….
VSSM has extended interest free loan to 15 Gadaliya families staying in Rajkot’s Ghanteshwar area. The families are iron smiths by profession and continue practice their traditional occupation of hand crafting iron kitchen and agricultural tools. The manner in which they conduct their business is still very traditional, making few tools and setting out to sell those. This meant they have little working capital and even less money to keep their kitchen fires burning, compelling them to buy their groceries daily,  the day money wasn't enough some members slept hungry!!! Hence,  with the extended loan the first thing the families were instructed to do was to stock up their kitchens with groceries that would  last them at least a fortnight.  This way the families will not require to go selling their stuff daily. They’ll move from daily wage earners and become proper manufacturers and traders. It did take time but the families have now got accustomed to the new way of living. 

One important habit that Kanubhai intends to inculcate in these families was of regular saving. Kanubhai tried his level best but the families more or less did not have too much of extra money to save..so how to begin was an issue!!

However, Kanubhai was able to find a solution. The idea was to save money daily. He distributed metal piggy banks to 24 individuals from the 15 families, advising  them to put all the extra money that is left with them after making the necessary expenses in the piggy bank.  The families agreed and also decided to give away the keys to the piggy bank to Kanubhai. It was unanimously decided that the box will be opened once a month and baring some emergency funds all the money will be deposited in the bank. Kanubhai was apprehensive initially but surprisingly the families have enjoyed the entire exercise. The idea of saving the coins and small change is working well. It was matter of how to begin….the families have understood the importance and the method to regular savings. 

રાજકોટના ઘંટેશ્વરમાં ૧૫ ગાડલિયા પરિવારો રહે છે. આ પરિવારો લોખંડમાંથી તવી, તાવેતા, ચીપિયા બનાવે છે. આ પરિવારોને vssmમાંથી તેમના વ્યવસાયને વિસ્તારવા માટે વગર વ્યાજની લોન આપવામાં આવી છે. પહેલાં આ પરિવારો રોજે રોજ સામાન બનાવી વેચતા અને એમાંથી રૂ.૫નુ મરચું, રૂ.૧૦ નું તેલ એમ છુટક કરીયાણું ખરીદી જીવન વીતાવતા. vssmના કાર્યકર કનુભાઈએ આ પરિવારોને લોન આપી એમાંથી સૌથી પહેલાં મહીના કે ૧૫ દિવસનું રાશન એક સામટું ભરી દેવાનું આ પરિવારો પાસે કરાવેલું અને પછી સામટો સામાન બનાવીને સામટો વેચવા જવાનું શીખવેલું. હવે આ વ્યવસ્થા આ પરિવારોને બરાબર ફાવી ગઈ છે.
પણ હજુ બચત કરવાનું આ પરિવારો કરે નહિ. કનુભાઈ એમને સમજાવે પણ એમના મનમાં આ બધું બેસે નહિ. બચત તો વધારાના પૈસા હોય તો થાય જયારે આમની પાસે વધારાનો રૂપિયોય ના મળે આવામાં બચત ક્યાં કરવી?
પણ કનુભાઈની સતત સમજાવટથી એમણે આ દિશામાં આગળ ડગલું માંડ્યું. vssmના માસિક લોનના હપ્તાની સાથે સાથે વધારાના રૂ.૧૦૦ કે રૂ.૨૦૦ બચત પેટે એમણે બેંકમાં મુકવા કનુભાઈને આપવાનું નક્કી કર્યું. કનુભાઈએ એમને નવો રસ્તો આપ્યો. સ્ટીલના ગલ્લા ૧૫ પરિવારના ૨૪ વ્યક્તિઓ કે જેઓ બચત કરવાની ઈચ્છા રાખતાં હતાં એમને આપ્યા અને ધંધો કરીને આવ્યાં પછી પરચુરણ ખર્ચને બાકાત કરીને બાકીનું બધું ગલ્લામાં જમા કરવાનું કહ્યું. વળી ગલ્લાની ચાવી દરેકે કનુભાઈને આપી. મહિનામાં એક વાર ગલ્લો ખોલવાનો અને થયેલી બચતમાંથી ધંધા માટે અને અન્ય કામ માટે જરૂરી રકમ બાજુમાં રાખી બાકીનું બેંકમાં જમા કરાવવાનું એમણે નક્કી કર્યું...
પહેલાં લાગતું હતું આ બધું ચાલશે કે કેમ પણ આ ૯૯ના ધક્કા જેવું છે પરિવારોને પણ આમાં મજા પડી રહી છે. બચત કરવી હોય તો થાય જ એવું હવે આ પરિવારો સમજતા થયા છે. 
પોતાની હાથ વાગી બચત બેંક સાથે ગાડલિયા વ્યક્તિઓ..

No comments:

Post a Comment