Saturday 10 October 2015

A meeting with the nomadic families from Saurashtra who have taken interest free loans from VSSM.

A meeting with the nomadic families from Saurashtra
who have taken interest free loans from VSSM. 
The collapse of rural economies have triggered the most profound and yet largely unrecognised rural-urban migration in our country. Amongst many other poor and marginalised  communities also present are the nomadic communities, whose traditional occupations gradually became obsolete and they have no other means but to work as labourers or resort to begging. The nomadic communities as such do not belong to any village but their occupation largely depended on rural communities  so with the rural population moving towards the cities the nomadic communities also turned towards the urban regions and  settled in the various slums and ghettoes or makeshift shanties on the roadsides. In cities also these communities struggle to find work on daily basis and sustaining a family is a challenge.

Recently we happened to visit such families living in Rajkot and Morbi.  These families are struggling with their lives, making numerous rounds to the government offices for getting power, water, ration cards and various other entitlements. But as it happens no one listens to the pleas of the poor and powerless. When there are no guarantees of their where about who is going to hold their hands and help them earn a decent living, who loans money to such individuals and communities?

VSSM has supported such families in Rajkot and Morbi and we recently has a meeting with them. During the meeting they talked about the change they are experiencing in their lives because of their new business initiatives and what are their plans for future. The community here have a special liking for VSSM’s Kanubhai. They say " no one cares for them more than him, he is the one who stands by them in times of need. After he came to our settlements there has been 70% change in our standard of living, our addictions have also reduced, we are experiences new possibilities in life.”   Such honest feedbacks delights us. We feel, as an organisation we are inching closer to our goals.

ગામડાં ભાંગતા જાય છે. લોકોએ રોજગારીની શોધમાં શહેરોની વાટ પકડી છે. આવામાં વિચરતી જાતિના પરિવારો કે જેઓ પોતાનાં પરંપરાગત વ્યવસાય અર્થે સદીઓથી ફરતા રહ્યા છે. જેમના વ્યવસાયો પણ સમાજ આધારિત હતા જે હવે પડી ભાંગ્યા છે, એમણે પણ શહેરોમાં આવીને વસવાટ કર્યો છે. આમ તો એમના કોઈ ગામ જ નથી અને વિચરણ એજ એમનું જીવન હતું એમાં શહેરોમાં હવે થોડા ઘણા અંશે એ સ્થાઈ થવાની કોશિશ કરે છે. આર્થિક સ્થિતિ નાજુક છે. માંડ માંડ ગુજારો કરતાં આ પરિવારો પાસે બે ટંકનું ભેગું કરવું પણ મુશ્કેલ હોય છે આવામાં પોતાનું આવાસ તો કાયથી હોવાનું.. સડકો ઉપર, ગટરની બાજુમાં કે જ્યાં સામાન્ય રીતે કોઈને નડે નહી એવી જગ્યા પર આ પરિવારોએ પોતાના ડેરા-તંબુ નાખ્યાં છે.

આ દેશમાં આવા લાખો પરિવારો વસે છે. તાજેતરમાં રાજકોટ અને મોરબી શહેર અને તેના તાલુકા મથકોમાં રહેતાં આવા પરિવારો વચ્ચે જવાનું થયું. આ પરિવારો જીવવા માટે મહેનત કરે છે. વિવિધ સરકારી કચેરીમાં વીજળી, પાણી, રેશનકાર્ડ વગેરે જેવા પ્રશ્નો સાથે કેટલીયેવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આવામાં સ્વબળે ઉભા થવા આ પરિવારોએ બેંક પાસે જઈને ધિરાણ માંગ્યું કે, જેમાંથી નાનું – મોટુ પોતાને ગમતું કામ કરી આજીવિકા મેળવી શકાય પણ જેની પાસે પોતાની ઓળખના આધારો જ નથી અથવા આધારો છે પણ સરનામુ નથી - આજે અહિયાં તો કાલે બીજે ક્યાંય ડંગા સાથે ફર્યા કરવાનું એમને લોન કોણ આપે?
vssmએ આવા પરિવારોને વગર વ્યાજની લોન આપીને સ્વમાનભેર જીવન જીવી શકે એ માટે મદદરૂપ થવાનું કર્યું છે. હમણાં રાજકોટ જવાનું થયું એ વખતે લોન લીધેલા પરિવારો સાથે એક બેઠક થઇ(ફોટોમાં જોઈ શકાય છે) જેમાં એમણે લોન લીધા પછી જીવનમાં આવેલા હકારાત્મક ફેરફારની સાથે સાથે ભવિષ્યના આયોજનો સંદર્ભે વાત કરી...
vssmના એ વિસ્તારના કાર્યકર કનુભાઈ માટે આ પરિવારોને અનહદ પ્રેમ છે. એ લોકો કહે છે એમ, કનુભાઈ અમારી વસ્તીમાં જે રીતે ફરે છે અમારા સુખ દુઃખમાં સાથે ઉભા રહે છે એ રીતે કોઈ ઉભું રહ્યું નથી. ના કોઈએ મદદ કરી છે. એમના આવવાથી અમારામાં ૭૦ ટકા ફેર પડી ગયો છે. વ્યસનપણ અમે બંધ કર્યા છે.. આ સાંભળ્યું ત્યારે ખુબ આનંદ થયો. vssmની સ્થાપનાના મૂળમાં આ વિગતો હતી જે સાકાર થઇ રહી છે.

No comments:

Post a Comment