Mittal Patel with Kokilaben |
Magnanimity is an outcome of compassion, not riches!
Recently, I had the opportunity to meet Kokilaben from Pilucha village, which runs a roadside dhaba. Earlier, her husband operated this roadside eatery, but following his death, the responsibility of running the business and fending for the family fell upon Kokilaben. “What will society say if I run the dhaba?”Kokilaben had her apprehensions. But Akbarbhai, her sworn brother, encouraged her to work on it, and she brought along her widowed Bhabhi to help her manage the hotel.
VSSM provided a loan to fund purchases of charpoy, large cooking pots, and pans and build a shade to cover some space. As a result, Kokilaben has created a more prominent hotel than the one her husband operated. The loan has helped her widen the scope of the operations.
And while running the hotel, Kokilaben ensures every poor and hungry individual leaves the premises with food. Every day, 10-12 hungry people are fed free meals at her hotel.
It did come as a surprise when Akbarbhai shared this with me. The urban families count the amount of rotis they make, not because they are concerned about food waste but because they do not wish to feed the hungry. But, while here, Kokilaben generously shares food with strangers she does not know.
A visually impaired kaka walked in when we were having lunch at Kokilaben’s hotel. Kokilaben especially gets someone to go and escort Kaka to the hotel so that he can have his meals and also spends on his salon and tobacco costs.
This might surprise you as it did to me.
“I am gathering balance for my Karma account up there!” Kokilaben replied to my question on why she did what she did. Amazing, right?
We worry about the account balance in our bank while Kokilaben is working to build credit with the almighty up there.
Akbarbhai, her brother by faith, has been her biggest strength. But, as they say, compassion and goodwill have no religion.
We wish Kokilaben success and happiness always. Individuals like Kokilaben make our day.
VSSM’s Paresh helped us reach Kokilaben after he learned of her condition and the need for support. We were destined to become instrumental and enable Kokilaben to find her footing.
દાન ધરમ કરવા પૈસાદાર હોવું જરૃરી નહીં પણ જીગર હોવી જરૃરી.
હમણાં વડગામના પિલુચાના કોકીલાબેનને મળવાનું થયું. એ રોડ બાજુ ઢાબુ(હોટલ) ચલાવે. આમ તો એમના પતિ હોટલ ચલાવતા પણ એ ગુજરી ગયા પછી પરિવારની જવાબદારી માથે આવી. બહેન હોટલ ચલાવે તો કેવું લાગે એ પ્રશ્ન થયો. પણ એમણે ધરમના માનેલા અકબરભાઈએ એમને હિંમત આપી અને એ એમના ભાભી જે પણ એકલા જ હતા તેમને હોટેલ ચલાવવા પોતાની પાસે લઈ આવ્યા.
અમે હોટેલમાં લોકો સહુલિયતથી જમીન શકે તે માટે ખાટલા, મોટા વાસણ ખરીદવા તેમજ પતરાનો શેડ કરવા એમને લોન આપી. એમના પતિ જેવડી હોટલ ચલાવતા એમના કરતા કોકીલાબહેને મોટી હોટલ કરી. ટૂંકમાં અમે લોન આપી એમાંથી એમણે હોટલનો વ્યાપ વધાર્યો.
આ બધુ તો ઠીક પણ સૌથી અગત્યનું હતું. કોકીલાબેનની હોટલ પર કોઈ દીન દુખિયું આવી ચડે ને પાસે પૈસા ન હોય અથવા ભાણાના થાય એટલા પૈસા ન હોય તો કોકીલાબેન એને ખવડાવવાની ના ન પાડે. અલબત રોજના દસેક લોકો તો એમનમ જમી જ જાય.
જ્યારે એમની આ વાત મને અકબરભાઈએ કરી ત્યારે ભારે નવાઈ લાગી. શહેરોમાં તો લોકો રોટલીઓ ગણીને કરે. બગાડ સંદર્ભે આવું કરે તો બરાબર પણ કોઈને ખવડાવવામાંય કંજુસાઈ કરતા માણસો જોયા છે. ત્યારે આર્થિક રીતે એવી સમૃદ્ધી નહીં છતાં કોકીલાબેન આ દરિયાદીલી દાખવે. નવાઈ તો લાગે જ ને..
અમે કોકીલાબેનની હોટલ પર જમ્યા. એ વખતે એક સૂરદાસ કાકા આવ્યા. કોકીલાબેન રોજ કોઈને મોકલી કાકાને ખાસ બોલાવીને જમાડે. અલબત કાકાને દાઢી કરવાના, વાળ કપાવવાના અરે બુધાલાલ તમાકુની કાકાને આદત તે એ ખાવાના પૈસાય કોકીલાબેન આપે..
આ બધુ સાંભળીને નવાઈ લાગીને? મને પણ લાગી. કોકીલાબેન આવી દીલેરી ક્યાંથી? અથવા કેમ? એવું પુછ્યું તો એમણે કહ્યું.
"દોન ધરમ કરીએ તો ઉપર થોડું થોડુ લખાય ક...."
કેવી અદભૂત વાત..
અહીંના બેંક બેલેન્સની તો આપણે ચિંતા કરીએ જ પણ કોકીલાબેન તો ઉપરવાળાના ત્યાંનું બેંક બેલેન્સ જમા કરી રહ્યા છે.
સાથે અકબરભાઈ એમના ધરમના ભાઈ પણ એ એમને ગજબ હિંમત આપે.. સબસે ઊંચી પ્રેમ સગાઈ આ વાત પણ એકદમ સાચી..
કોકીલાબેન ખુબ સુખી થાય એવી શુભભાવના.. પણ આવા સ્વજનોને મળીને દિવસ બની જાય એવું થાય...
અમારા કાર્યકર પરેશની આ શોધ. કોકીલાબેનને મદદની જરૃર છે એવી એને ખબર પડી ને એણે કોકીલાબેનને ટેકો કરવા અમને કહ્યું.
આમ તો બધુ ગોઠવાયેલું જ હશે પરેશ ને અમે સૌ નિમિત્ત....
#mittalpatel #vssm #charity #bigheart #careforeveryone
Kokilaben runs roadside dhaba |
Mittal Patel meets Kokilaben who took interest free loan from VSSM to extend her buisness |
Kokilaben shares her side of story to Mittalben |