Wednesday, 23 August 2017

VSSM’s small loans prove to be big help to nomadic communities…

Kanubhai Raval with his Business 
“I remember it was 2011 when, during the program of Ramkatha by Moraribapu I had seen you walking across the settlements of nomadic communities. I never knew anything about service but your selfless acts of service for others made me understand the word ‘Sewa’. I never had enough money to help others in fact, I was barely able to manage my own family. But, your support with the interest free loan of Rs. 50,000 to help me setup a grocery store in Sihor has improved my financial health. The business has done good. The floods of this year ravaged my village Umri. It completely ruined 35 families. I closed my shop and offered my services to help these and many other affected families, contributed myself wherever I was required, distributed relief material to the needy. Even the kits we received from VSSM, I helped bringing them to the needy!!”

I had recently visited the flood affected and ravaged families of Umri. On the way to Umri, we pit stopped to pick up Kanubhai from his grocery store in Sihor. He is someone who always takes lead in helping others. We were delighted to see his store flourishing and doing brisk business.
“Ben, now I am able to work at the store and simultaneously be of help to others. Infact, now that the earning is good I devote more time to service of others. I have arranged the logistics in such a way that the store continues to function in my absence as well.”

I don’t remember when but, Kanubhai picked up this sentence I must have uttered during one of the numerous meetings, “service is the highest religion, so engage in it as much as you can!!” I had never thought my work and passion would influence others. Apparently, that seems to have made an impact on Kanubhai. “Ben, I have seen you work and have absorbed that from you, I have learnt the true essence of selfless service from you. When you choose to stand besides us the nomads, I am one of them, it is my duty to play my part!!”

I felt the need to share this story not for any self-promotion but because you all have taken time out to read my narratives, I had never known the impact one’s deeds could have until I heard it from Kanubhai who was doing his bit to take the good deeds forward!!
Kudos to you Kanubhai!!

'ગોમમાં કારીયોણાની દુકોન હતી એટલ ઘરનું ગાડું હડે જતુતું. 2011માં મોરારીબાપુએ વિચરતી જાતિઓ માટે રામકથા કરી એ વખતે તમન વિચરતી જાતિઓની વસાહતમાં ફરતા ભાળ્યા ન તાણથી સેવા કૂન કેવાય એ ખબર પડી. પણ મારી કને બહુ પૈસા નહિ. મારુય મોડ મોડ જ હેડતું એટલ બધાન કોય મદદ ના કરી હકું. પણ તમે પચા હજાર કારીયોણાની મોટી દુકાન બ્લલે વગર વ્યાજે આલ્યા તે સિહોરીમો દુકાન કીધી. ભાડાની દુકોન સ પણ ખુબ હારી હેડ હ. આ ફેરા પૂર આયુ ક ન? મારા ગોમ ઉમરીમાં ખુબ નુકશોન થયુ. પોતરી પરિવાર હાથે પગે થઇ જ્યાં. બેન દુકોન બંધ કરીન ઈમની અને ઈમન જેવા બીજા ગોમડાઓમોં રેતાક ન તે ઇમની સેવામો ઉભો રયો. અનાજ, પોણી જેવો જે સોમોન મલ એ બધા અસરગ્રસ્તો ન પોગાડયો. આપણી સંસ્થા- VSSM મોંથી આલેલી અનાજની કિટોય બધાન અલાઇ.'
ઉમરીમાં રહેતા અને જેમનું બધું જ તણાઈ ગયું છે એવા પરિવારોને મળવા જવાનું નક્કી કર્યું અને સિહોરથી કનુભાઈને એમની દુકાનમાંથી અમે રિતસર ઊપડ્યા. જોકે સેવાના કામમાં એ પોતે જ હંમેશા આગળ હોય. લૉન આપી તે ધંધો કેવો થાય છે એ પણ જોવાય એમ વિચારી કનુભાઈની દુકાને ગયા અને દુકાન જોઈને જ રાજી થયા...
'બેન દુકોન ભેગી સેવાય ખુબ થાય સે. અન હવ પૈસાય હાર મળહ એટલે સેવામોં વધુ લાગ્યો સુ. મુ ના હોવું તોય દુકોન હેડ એવું ગોઠવ્યું સ.'
'સેવા પરમો ધર્મ' કહેવાય એટલે થાય એટલી કરજો એવું અનાયાસે બોલાયેલું અને કનુભાઈ એ બરાબર પાળ્યું. આપણા કામોમાંથી કેવી પ્રેરણા લોકોને મળે છે એનો ખ્યાલ કનુભાઈ ને મળીને આવ્યો. એમણે કહ્યું, ' બેન સેવા તમારી પાહેનથી તો શિખ્યા. સ્વાર્થ વગર ડંગામોં તમે ફરો અમારા સુખ દુઃખમાં ભાગીદાર બનો તો અમે તો આ સમાજના સિયે. અમારેય અમારા જોગુ કરવું પડ'
તમે સૌ વાંચો છો એટલે આ બધું જ લખવાનું મન થાય અને એટલે જ લખું છું... આત્મસ્લાઘા માટે નથી લખ્યું. પણ આપણા કામો કેવા ઉગી નીકળે છે તે દર્શાવવા લખ્યું, ને કનુભાઈ એનું શ્રેષ્ઠ ઉદાહરણ જણાયું...
નિઃશ્વાર્થ પણે પોતાના પૈસા ખર્ચી દોડવાવાળા કનુભાઈ રાવળને અમારા પોંખણા.....