Thursday, 27 August 2015

VSSM’s support helps the women from nomadic community purchase a sewing machine and acquire financial independence ..

Shilpaben (Lilaben) Goswami with her sewing machine.
In 1971 many nomadic families living in Pakistan’s Tharparkar migrated to India.  Later many  of these families settled in Tharad’s Shivnagar area. During the partition of 1947 these families were working in Pakistan and remained there, the boundaries have never ever been able to hold back the wandering nomads who roamed for work across this vast country They were absolutely unaware of the consequences of new boundaries been drawn between a nation that was their home. So they stayed in the region they were working during migration. After the partition  the dynamics changed, they did not feel at home so when during the 1971 war they got an opportunity to migrate they chose to do so and come to India. The Government of India gave them all the rights of a citizen of this country. However they still do not have a house or land, their lifestyles have become sedentary but own no place of their own. The women are skilled with crafts of appliqué, embroidery, sewing etc. 

Aarti Goswami with her sewing machine.
VSSM has been working with these families. 2 years back 90 women received training in appliqué and various other dexterous skills. These trained women began bring job work from the local merchants. Later we also organised a training workshop for tailoring. After the training 8 of these women asked for a loan to purchase a sewing machine. Since they had no savings buying  sewing machine on their own wasn’t possible for them. The assured to pay regular EMIs of the  loan. VSSM decided to support these 8 women. Teh stories of these 8 women are narrated below. 

Inspite of wanting to study well 18 years old Aarti Goswami had to drop out of school because of weak financial condition of her family. Aarti’s father is truck driver addicted to alcohol, contributing absolutely nothing to run the house. The house functioned on the income of her mother Shardaben who took embroidery jobs.  Aarti began contributing to the family income by taking job work for appliqué. Tailoring was a skill Aarti planned to acquire hence, when she got an opportunity to do that she quickly  enrolled for the VSSM organised tailoring training. Earlier it was difficult to meet the family expenses but with Shardaben and Aarti both earning decent incomes the family’s financial well-being has improved. They mother-daughter duo also save money and  deposit the saving in a bank. Recently Aarti got engaged and Shardaben has decided to give the sewing machine on which Aarti works in dowry!! They have began shopping for the wedding from the money they have saved.  These women have  gained financial independence in the true sense.  
Anitaben Oza with her sewing machine.

19 years Ramila Gadaliyaa’s family are ironsmiths. The income from the family profession is not enough to sustain her large family. Ramila enrolled herself for the tailoring training by VSSM. After 2 months of leaning Ramila couldn’t learn enough to make her an independent tailor. Her friend Aarti Goswami who had also taken training at VSSM helped Ramila master the skill. Ramila’s family was know to VSSM  so on their request VSSM gave them  loan to buy a sewing machine. Ramila began taking independent tailoring jobs. After her marriage Ramila took the machine along and her income is supporting the family she has married into.

25 year old Pawanben Goswai is a mother of 4 kids. Her husband drives auto rickshaw in Tharad but contributes absolutely nothing in running the household. Pawanben a skilled appliqué craftswomen decided to learn tailoring with an objective to earn a decent income. Pawanben takes up tailoring jobs for stitching traditional Rajasthani and is so skilled at creating the outfits that everyone insists she tailors their outfits. Pawanben is raising her children single handedly, educating them and running the household without any financial support of her husband. The income is so good that she is easily able to pay instalments of VSSM’s loan. 
Guddiben Goswami with her sewing machine.

Shilpaben Goswami too learnt tailoring through the training classes by VSSM. Her husband Govindbhai works at a brick making factory and earns Rs. 3,000 a month. The income is barely enough to feed the family of six. The couple has three daughters and a son. The financial crunch made the couple decide to remove the eldest daughter from school but the income from Shipaben’s tailoring jobs has helped them change their decision. The family income has increased considerably and their daughter continues to go to school. Shilpaben is skilled at sewing lace on the odhni’s adorned by Marwari women. They are thankful to VSSM for the support it has provided to them. 

Gomiben Goswami witnessed a considerable improvement in her family’s financial health after she began tailoring at home. After completing her tailoring training Gomiben requested VSSM to support her buy a sewing machine. SHe stitches blouses and does appliqué on bedsheets  when ever she has extra time on hand.  Her financial condition is gradually improving.

Nanuben Harijan with her sewing machine.  
Anitaben lost her husband a few years back. The couple has two children. Anitaben worked as a assistant at an ICDS center but lost her job because of her continued illness. VSSM and Tharad municipal corporation had organised a tailoring workshop for widowed women staying in and around Tharad. Antigen received tailoring training through this workshop. After the workshop she took up a job at a tailor’s shop but felt the need to own her own sewing machine to improve her income. She requested VSSM’s Shardaben to support her with loan for buying a sewing machine. We supported her with a loan to purchase a sewing machine. She is skilled in sewing ladies costumes.  Teh income is enough to sustain her family. Antigen currently lives in a rented house but plans to build her own small house and educate both her kids well. 

Nituben Goswami with her sewing machine.  
Guddiben (Samdaben) left her husbands home after a marital discord. She came back to stay with her aging mother. Her mother took jobs of making appliqué bedsheets so Guddiben also decided to continue doing the same.  The feeling that the income can be better if she honed the craft of tailoring always stayed in the back of her mind. So when she got an opportunity to learn tailoring through VSSM’s tailoring training she quickly enrolled herself. She has very good skill of sewing the skirts worn by Rajput women in the region. VSSM has also supported her in buying a sewing machine. Income has increased considerably. She also takes up appliqué jobs from the local merchants and gives it to other women in her vicinity. We are glad she is taking the initiative to improve the lot of other women around her.  

Nanuben inlaws pushed her out of their family home after the death of her husband. She has two young daughters studying in 9th and 7th grades. The three now stay in a kuccha structure in Tharad. Nankeen learnt tailoring in VSSM organised training and later VSSM provided her loan to by a sewing machine. She tailors salwar-kameez. Income is good the family is able to manage its needs and pay of VSSM’s loan from the income. 


vssmમાંથી વગર વ્યાજે લોન લઈને વિચરતી જાતિની બહેનો સિલાઈ મશીન લાવ્યા અને ઘરનો કારભાર સંભાળતા થયા
Pavanben Goswami with her sewing machine.
પાકિસ્તાનના થરપારકરમાં રહેતાં ઘણા પરિવારો ૧૯૭૧માં પાકિસ્તાનમાંથી હિજરત કરીને ભારતમાં આવ્યાં. બનાસકાંઠાના થરાદના શિવનગર વિસ્તારમાં હિજરત કરીને આવેલા ઘણા પરિવારો સ્થાઈ રહેતાં થયા. સદીઓથી પોતાના વ્યવસાય અર્થે ફરતા આ પરિવારોને સીમાડાના વિભાજનથી શુ થશે એની કલ્પના નહોતી. એ ક્યાં સીમાડાથી બંધાયેલા હતા? જ્યાં કામ મળે અને જેમને આ સમુદાયોની સેવાની જરૂર હોય ત્યાં આ પરિવારો પહોચી જતા. અને એટલે જ દેશના ભાગલા વખતે તેઓ પાકિસ્તાનના જે વિસ્તારમાં કામ ધંધા અર્થે ફરતા ત્યાં જ કાયમ રહેવાનું થઇ પડ્યું. પણ ફાવે નહિ અને આખરે ૧૯૭૧ના યુદ્ધ વખતે થયેલી હિજરતમાં તેઓ ભારતમાં આવીને રહ્યા. સરકારે એમને દેશના નાગરિક તરીકેના તમામ આધારો આપ્યા. પણ તેઓ જ્યાં રહે છે એ જગ્યા સરકારે હજુ એમને આપી નથી. પહેલાં વીચરતું જીવન જીવતાં આ પરિવારો હવે થરાદમાં સ્થાઈ રહે છે. ભરતકામ, પેચવર્ક, સિલાઈકામમાં આ પરિવારો પાવરધા છે.. 
Ramilaben Gadlia with her sewing machine.
vssm આ પરિવારો સાથે કામ કરે છે. બે વર્ષ પહેલાં ૯૦ બહેનોને પેચવર્કની તાલીમ આપણે આપી હતી એ પછી જુદી જુદી કુશળતા સંદર્ભની તાલીમો આ પરિવારો માટે vssm દ્વારા થઇ. તાલીમ મેળવેલી બહેનોને સ્થાનિક વેપારી કામ આપે અને એમનું ગુજરાન ચાલે. બે વર્ષ પહેલાં સિલાઈકામની તાલીમ આપ્યા પછી ૮ બહેનોએ સિલાઈ માટેના મશીનની માંગણી કરી. એમની પાસે બચત નહિ એટલે સિલાઈ મશીન ખરીદી શકે એવી ક્ષમતા નહિ પણ vssmમાંથી વગર વ્યાજે લોન આપે તો ધીમેધીમે ભરીશું એવી લાગણી ખરી. એટલે આપણે ૮ બહેનોને લોન આપી. 


આરતી ગૌસ્વામી ઉંમર ૧૮ વર્ષ. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહિ એટલે ભણવાનું ખાસ થઇ શક્યું નહિ. પેચવર્ક ખુબ સારું કામ કરે અને એમાં જો સિલાઈકામ આવડી જાય તો ચારચાંદ લાગી જાય. આપણા ક્લાસમાં તે સિલાઈકામ શીખ્યા. આરતીની માં શારદાબેન પણ ભરતકામ કરે. પતિ ટ્રક ચલાવે પણ દારૂની લત થઇ ગયેલી એટલે ઘરે પૈસા ના આપે ઉલટાનું ઘરમાંથી શારદાબહેનની કમાણીના પૈસા પણ જબરજસ્તીથી લઇ જાય. ક્યારેક ઘર ચલાવવું મુશ્કેલ બની જતું. પણ હવે શારદાબેનની સાથે સાથે આરતી પણ કમાતી થઇ છે. હવે માં- દીકરી બચત ઘરમાં ના રાખતા બેંકમાં કરતા થયા છે. આરતીના લગ્ન પણ નક્કી થયા છે.. અને દીકરીને દાયજામાં આ સિલાઈમશીન કે જેના પર આરતી કામ કરે છે આપવાનું પણ એમણે નક્કી કર્યું છે. આરતીની કમાણીમાંથી જ આરતીના લગ્નની વસ્તુ પણ ખરીદી છે.. આમ ખરા અર્થમાં શારદાબેન અને આરતી બંને પગભર થયા છે. 

રમીલા ગાડલિયા(લુહાર) ઉંમર ૧૯ વર્ષ. પિતા લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવવાનું કામ કરે. પરિવારમાં સભ્ય સંખ્યા મોટી. એટલે માંડ માંડ પૂરું થાય. રમીલા રૂ.૧૫૦૦ ભરીને થરાદમાં ચાલતા સીવણ ક્લાસમાં સિલાઈકામ શીખવા માટે ગયા. બે મહિના તાલીમ લીધી પણ સિલાઈકામ બરાબર આવડ્યું નહિ. આરતી જેને vssm દ્વારા સીલાઈની તાલીમ આપવામાં આવી હતી એ રમીલાની બહેનપણી. એટલે આરતીએ રમીલાને સિલાઈ કામ શીખવાડ્યું. રમીલાનો પરિવાર પણ vssm સાથે સંકળાયેલો એટલે સિલાઈ મશીન ખરીદવા માટે લોન આપવા એમણે વિનંતી કરી. આપણે મશીન આપ્યું અને રમીલા પણ સરસ કામ કરતી થઇ ગઈ. એના લગ્ન પણ હમણાં જ થયાં. સાસરે પણ સિલાઈકામ કરે છે અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. 

પવનબેન ગૌસ્વામી ઉંમર ૨૫. પરિવારમાં ચાર બાળકો. પતિ થરાદમાં રીક્ષા ચલાવે પણ એમની આવકમાંથી એક રૂપિયો પણ ઘરે મળે નહિ. પેચવર્કનું કામ કરે અને સિલાઈકામ પણ શીખ્યા. અત્યારે હાલમાં રાજસ્થાનના બહેનોના જે પારંપરિક ડ્રેસ પહેરે છે એ બનાવવાનું કામ કરે છે. એક ડ્રેસની સિલાઈના રૂ.૪૦૦ મળે છે પવનબેનના કામની કુશળતા ખુબ છે એટલે લોકો એમના ત્યાં સિવડાવવાનો આગ્રહ પણ રાખે છે. પતિની આવકની ઈચ્છા રાખ્યા વગર ચાર બાળકોને ભણાવવાનું અને ઘરનું પણ પુરુ કરે છે. vssmમાંથી મળેલી લોન પણ આરામથી ભરપાઈ કરે છે. 

શિલ્પાબેન ગૌસ્વામી પણ vssm દ્વારા આયોજિત સિલાઈ ક્લાસમાં સિલાઈકામ શીખ્યા. એમના પતિ ગોવિંદભાઈ ઇંટો બનાવવાની ફેકટરીમાં મજૂરી કરે એમને માસિક રૂ.૩,૦૦૦ પગાર મળે. આર્થિક ભીંસ ખુબ રહેતી.  પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો. મોટી દીકરી ભણતી પણ આર્થિક મુશ્કેલીના કારણે એનું ભણવાનું છોડાવવાનું તેઓએ નક્કી કરી લીધું હતું પણ શિલ્પાબેન સિલાઈકામ શરુ કરતાં અને પરિવારની આવકમાં વધારો થતાં એમણે દીકરીને આગળ ભણાવવાનું ચાલુ રખાવ્યું. મારવાડી ઓઢણીમાં લેસ લગાડવામાં શિલ્પાબેન ખુબ કુશળ છે.  vssm એમની સાથે છે એનો આ પરિવાર આનંદ વ્યક્ત કરે છે.

ગોમીબેન ગોસ્વામી પરિવારમાં બે બાળકો. પતિ છૂટક મજૂરી કરે. ઘર ચાલવાનું મુશ્કેલ પડે. ગોમીબેન પણ સિલાઈકામ શીખ્યા અને સિલાઈ મશીન માટે vssm દ્વારા લોન આપવામાં આવી. તેઓ બ્લાઉઝ બનાવે છે અને સમય મળે પેચવર્કની ચાદર બનાવવાનું કામ પણ કરે છે. તેમની આર્થિક સ્થિતિ સુધરી છે. 

અનિતાબેન વિધવા છે. પરિવારમાં બે બાળકો છે. આંગણવાડીમાં તેડાઘર બહેન તરીકે કામ કરતાં પણ એમની તબિયત ખરાબ થતાં એમને ત્યાંથી છુટા કરવામાં આવ્યાં. તે પછી થરાદ અને એની આસપાસમાં રહેતી અને  વિધવા હોય તેવી બહેનોનો સીવણ ક્લાસ નગરપાલિકા થરાદ અને vssm દ્વારા થયો હતો. જેમાં અનિતાબહેનને સીલાઈની તાલીમ મળી. એ પછી એક દુકાનમાં કારીગર તરીકે જવા માંડ્યા પણ પોતાનું મશીન હોય તો પોતે સારું કમાઈ શકે એવો વિશ્વાસ. આ અંગે vssmના કાર્યકર શારદાબેન સાથે એમણે વાત કરી મશીન માટે vssm માંથી લોન આપવા વિનંતી કરી. vssm દ્વારા વિચરતા અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનો સ્વતંત્ર ધંધો કરવા માટે વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આપણે અનીતાબેનને પણ લોન આપી અને એમણે મશીન લઈને સિલાઈનું કામ શરુ કર્યું. બહેનોના કપડાં સીવવામાં એ કુશળ છે. પરિવારનું પાલન પોષણ પણ સરસ રીતે કરે છે. હાલમાં ભાડાના મકાનમાં રહે છે ભવિષ્યમાં પોતાનું મકાન કરવું છે અને બાળકોને ખુબ ભણાવવા છે એવો એમનો નિર્ધાર છે. 
 
ગુડ્ડી બહેન (સમદાબેન) ગૌસ્વામી. પતિ સાથે વિખવાદ થતાં તેઓ પિયરમાં રહે છે. પણ પિયરમાં વૃદ્ધ માં સિવાય બીજું કોઈ નહિ. માં પણ પેચવર્કની ચાદરો બનાવે પોતે પણ એ કામ કરવા માંડ્યા. પણ સિલાઈ કામ શીખે તો ખુબ કામ કરી શકાય એવી એમની લાગણી. vssm દ્વારા ચાલતા ક્લાસમાં એ સિલાઈકામ શીખ્યા. રાજપૂત બહેનો પહેરે એવા ચણીયા બનાવવાની એમની કુશળતા ખુબ સારી. vssmમાંથી લોન લીધી અને મશીન ખરીદ્યું. હવે સારી એવી આવક થાય છે તેઓ સીલાઈની સાથે સાથે પેચવર્કનું કામ વેપારી પાસેથી લઈને બીજી બહેનોને પણ આપે છે આમ કામ વિસ્તર્યું છે. જેનો એમને ખુબ આનંદ છે.

નાનુબહેન વિધવા છે. પરિવારમાં બે દીકરી છે. એક દીકરી ધો.૯ અને બીજી ધો.૭માં ભણે છે. પતિના ગુજરી ગયા પછી સાસરેથી એમને કાઢી મુક્યા. થરાદમાં છાપરું કરીને રહે છે. સિલાઈ ક્લાસમાં આપણે સિલાઈકામ શીખવ્યું અને સિલાઈ મશીન માટે લોન આપી. તેઓ બહેનોના ડ્રેસ બનાવે છે. સારી આવક થાય છે ઘર ચાલે છે અને vssmની લોન પણ ભરાય છે. 
ફોટોમાં vssmની મદદથી મળેલાં સિલાઈ મશીન સાથે નાનુબહેન

Tuesday, 18 August 2015

VSSM supports Kamleshbhai Raval start his own garage….

Kamleshbhai working at his garage 
Flooding of cities and towns during the monsoons is a common scenario in the Indian cities. Householders, small business holders and entrepreneurs suffer heavy losses during these annual event!! In the year 2014 the Tapi river of Surat flooded the low-lying areas in the city one of which was Bamroli. Kamleshbhai Raval had his garage in this area. He escaped the flooding but suffered heavy losses in business. With marginal savings it was difficult to revive garage back.  He decided to return back to his hometown Sandesari in Siddhpur-Patan. He and his wife became daily wage earners. Kamleshbhai however, wasn’t happy with this arrangement. 

Kamleshbhai had a knowledge  of VSSM’s livelihood initiative because in North Gujarat most of the nomadic communities are aware of VSSM’s initiatives for the nomadic communities. Kamleshbhai contacted VSSM’s Pareshbhai, requesting him for a loan from VSSM. Kamleshbhai was extended a Rs. 30,000/- loan for a garage in Chapi. Kamleshbhai added some of his savings to the amount and began the garage. The work is going on well and he is nearing completion of his loan. 

Kamleshbhai is no longer sorry for the loss and eventualy living Surat. He is happy to be in his home town amidst his near and dear ones and running a successful garage. “Hadn’t VSSM come to my rescue I still would be toiling as a manual labourer.” confesses an elated Kamleshbhai.


VSSM supports Kamleshbhai Raval start his own garage
vssmમાંથી વગર વ્યાજે લોન લઈને સુરેશભાઈ રાવળે પોતાનું ગેરેજ શરુ કર્યું. 

વર્ષ ૨૦૧૪માં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરમાં રીક્ષાઓમાં લાઉડ સ્પીકર દ્વારા સલામત સ્થળે જવા જાહેરાતો ચોતરફ સંભળાતી હતી. સુરતના બામરોલી વિસ્તારમાં પાણી ચઢવા લાગ્યું. ત્યાં ગેરેજ ધરાવતાં કમલેશભાઈ રાવળ પણ ગેરેજ ઉપર પાણી આવતા સલામત સ્થળે જતા રહ્યા. મનમાં એક ચિંતા ગેરેજમાં પડેલા સામાનનું શુ થશે એ હતી પણ કુદરત આગળ કશું ચાલે. નહિ. પાણી ઓસર્યા પણ સુરેશભાઈના ગેરેજને ખુબ નુકશાન કરતાં ગયાં. ગેરેજને પાછું બેઠું કરવું મુશ્કેલ હતું. બચત પણ ખાસ નહોતી કે ફરી ધંધો કરી શકે. આખરે પાટણ જીલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલા પોતાના વતન સંડેસરી પાછા ફર્યા. પતિ- પત્ની જે મળે એ છૂટક મજૂરી કરવા લાગ્યા પણ કારીગર એવા કમલેશભાઈનો જીવ છૂટક મજૂરીમાં લાગતો નહોતો.

ઉત્તર ગુજરાતમાં ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ની પ્રવૃતિને મોટાભાગની વિચરતી અને વિમુક્ત જાતિના લોકો જાણે. vssm પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવા ઇચ્છતા વિચરતી જાતિના લોકોને વગર વ્યાજે લોન આપે છે આ વિગતો સુરેશભાઈ જાણે. એમણે vssmના કાર્યકર પરેશ રાવળનો સંપર્ક કરી મદદરૂપ થવા વિનંતી કરી. vssm દ્વારા  રૂ.૩૦,૦૦૦ની લોન છાપીમાં ગેરેજ કરવા આપવામાં આવી. સુરેશભાઈએ પણ પોતાની થોડી બચત ઉમેરી એમ કરતાં વ્યવસાય શરુ કર્યો. એમનું કામ ખુબ જ સારું ચાલી રહ્યું છે. હવે તો એમની લોન પણ પૂરી થવામાં છે. 


કમલેશભાઈને સુરત છોડ્યાનો વસવસો નથી. પોતાના ગામમાં- સમાજમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરે છે અને ગર્વથી કહે છે કે, ‘જો vssmએ સહાય ના કરી હોત તો આજેય છૂટક મજૂરી માટે રઝળવું પડત.’
ફોટોમાં vssmમાંથી લોન લઈને શરુ કરેલાં ગેરેજમાં કામ કરતાં સુરેશભાઈ રાવળ

Tuesday, 11 August 2015

VSSM supports Geetaben and Devabhai Kangasiyaa initiate a new business

Devabhai working on his hydraulic machine purchased from VSSM loan..
Devabhai and Geetaben Kangasiyaa reside in Rajkot. Devabhai earned his livening driving an auto rickshaw and that meant frequent involvement with the police and huge maintenance cost on his second hand vehicle. How to get out of it was a big question for him!! Devabhai planned to buy a hydraulic machine for plastic.  The couple had some savings but needed more money to begin their venture. They also planned a separate initiative for Geetaben that of selling jwellery and cosmetics. Devabhai  approached VSSM’s Kanubhai for a loan of Rs. 50,000. Kanubhai studied the proposal and potential of the business and sent his recommendations to VSSM. 

The couple began their individual ventures with the loan from VSSM. Devabhai fits plastic handles to vessels and the business has been good. “ I hardly have any free time now, finding a minute of extra time is an issue. My wife goes out for work so I and my parents look after the house. I work from home so I can take care of the house as well,” explained Devabhai on his new found success. "We are thankful to VSSM for giving us this interest free loan, who does that in these days???” he continued. 

Geetaben selling jewellery and cosmetics ..
Devabhai has already paid of Rs. 27,000 of his Rs. 50,000 loan. He saves some money and has also given up on his habit of gutka addiction. 

દેવાભાઈ અને ગીતાબહેન કાંગસિયાએ vssmની મદદથી નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું

દેવાભાઈ અને ગીતાબહેન કાંગસિયા પતિ પત્ની રાજકોટમાં રહે. દેવાભાઈ રીક્ષા ચલાવતાં. પણ પોલીસ સાથે સતત માથાકૂટ થાય. જૂની રીક્ષા એટલે વારેઘડીએ રીપેરીંગનો ખર્ચ પણ આવે. શુ કરવું? દેવાભાઈને પ્લાસ્ટિક હાઇડ્રોલીક મશીન ખરીદવું હતું. થોડી બચત પણ હતી પણ હજુ પૈસાની જરૂર હતી. એમના પત્ની ગીતાબહેનને પણ શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ કરવું હતું પણ મૂડી નહોતી.
vssmના કાર્યકર કનુભાઈને દેવાભાઈએ મશીન ખરીદવા તથા એમના પત્ની ગીતાબહેનને કટલરીનો સામાન વેચવા રૂ.૫૦,૦૦૦ ની લોન આપવા કહ્યું. હાઇડ્રોલીક મશીન પર કામ કેવું મળશે વગેરે સંદર્ભે કનુભાઈએ વિગતે અભ્યાસ કરીને  vssmમાં દેવાભાઈની અરજી મોકલી આપી. આપણે એમને લોન આપી જેમાંથી પતિ – પત્ની બન્નેએ કામ શરુ કર્યું. મશીન પર વાસણોમાં પ્લાસ્ટીકના હાથા ફીટ કરવાનું કામ ખુબ સરસ રીતે દેવાભાઈ કરી રહ્યા છે. એ કહે છે એમ, ‘એક મિનીટ માટે પણ નવરાશ નથી મળતી. મારી પત્ની ગીતા હવે વેપાર કરવા બહાર જાય છે એટલે ઘરે હું મારા માં-બાપની સંભાળ રાખું છું અને કામ પણ કરું છું. અમને વગર વ્યાજે પૈસા કોણ આપે પણ મારા પર ભરોષો મુકીને સંસ્થા(vssm)એ મદદ કરી. એ માટે સૌનો આભાર માનું છું.’ દેવાભાઈએ રૂ.૫૦,૦૦૦ ની લોનમાંથી રૂ.૨૭,૦૦૦ ની લોન તો ભરી પણ દીધી.  પહેલાં ગુટખા અને મસાલો ખાતા દેવાભાઈ એ વ્યસન પણ છોડી દીધું છે અને નાની બચત પણ કરે છે.

ફોટોમાં ગીતાબહેન કાંગસિયાએ  vssmમાંથી  લીધેલી લોનથી કટલરીનો સમાન વેચવાનું શરુ કર્યું તે જોઈ શકાય છે  અને દેવાભાઈ કાંગસિયાએ vssmમાંથી લીધેલી લોનથી હાઇડ્રોલીક મશીન ખરીદ્યું જેના ઉપર તેઓ કામ કરી રહ્યા છે 

Monday, 10 August 2015

De-addcition is one of the main eligibility criterion for VSSM loan...

Deepakram handcrafting his products 
Deepakram Gadaliyaa and his family reside in Rajkot’s Ghanteshwar locality. He earns his living making iron tools and kitchen appliances just as his forefathers did. Making and selling these goods requires him to move from village to village. As a result of such constant wandering he was unable to get his identity proofs while his fellow community members had acquired the required documents. VSSM has even extended financial support to many of the settled Gadaliyaa families. Deepakram approached VSSM to help him acquire his identity documents. 

VSSM’s Kanubhai recommended him for a loan from VSSM. With a Rs.10,000 loan Deepakram bought iron in bulk at wholesale rates  and a linkage with the seller was established. Now Deepakram does not require to go selling his products, he sells his products at the same rate he retailed to the merchant and makes good profit. He is saved from wandering to sell his stuff and can focus on production. 

One of the pre-condition of applying for a loan from VSSM and a basic criteria for eligibility is that the applicant must be addiction free. Addiction to alcohol amongst Gadaliyaa men is rampant, VSSM has given loans to a lot of Gadaliyaa families. These men have given up their addictions after receiving the loan.  One day there were a few guests in the settlement from Rajasthan. The men had their  round of alcohol. Just then Kanubhai happen to visit the settlement and saw the men with their drinks. "Henceforth I will never help with any work in this settlement,” declared Kanubhai and left. The residents kept calling Kanubhai till 10 in the night but he refuced to speak to them. In the morning Panetarben called Kanubhai, “we are extremely sorry for what happened yesterday. every one is repenting, we broke your trust in us, kindly put that faith for one last time. Don’t help us, but please be with us. Please Kanubhai,” she pleaded sorry on behalf of the community. Pantarben has also been given a loan by VSSM. Later Kanubhai went to the settlement and everyone said sorry to him. This incident happened a while ago and everyone has completely left alcohol and are experiencing the benefits of staying sober. 

vssm દ્વારા વિચરતા પરિવારોને આપવામાં આવતી લોનથી લોકો વ્યસન મુક્ત થઇ રહ્યા છે

રાજકોટમાં ઘંટેશ્વર વિસ્તારમાં દીપકરામ ગાડલિયા પરિવાર સાથે છાપરામાં રહે. બાપદાદાનો પરંપરાગત વ્યવસાય લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવવાનો દીપકરામ કરે. તવી, તાવેતા, કુહાડી, દાતરડાં, ખુરપી વગેરે બનાવે અને ગામેગામ ફરી વેચે. ગાડલીયા વસાહતમાં રહેતાં અન્ય પરિવારો હવે રાજકોટમાં જ સ્થાઈ રહીને વ્યવસાય કરતા થયા છે. vssm દ્વારા એમને વ્યવસાય માટે લોન પણ આપવામાં આવી છે. પણ દીપકરામ સ્થાઈ રહે નહિ એટલે એમને પોતાની ઓળખના આધારો પણ મળે નહિ. બાળકો ભણવા પણ જાય નહિ. પણ ઘંટેશ્વરમાં રહેતાં તમામ પરિવારોને પોતાની ઓળખના આધારો મળ્યા પછી દીપકરામે પોતાને પણ વ્યવસાય માટે અને પુરાવા મેળવવા મદદ કરવા વિનંતી કરી. 

કનુભાઈએ એમને લોખંડના ઓજારો બનાવવા સામટું લોખંડ ખરીદવા માટે vssmમાંથી રૂ.૧૦,૦૦૦ ની લોન અપાવી અને સ્થાનિક વેપારી સાથે એમનુ જોડાણ પણ કરાવ્યું જેથી બનાવેલો સમાન વેચવા માટે બહાર ના જવું પડે. દિપકરામ જે ભાવે ગામે ગામ ફરીને સમાન વેચતા એજ ભાવે રાજકોટના દુકાનદારને એ વેચે છે. નફો પણ પ્રમાણમાં ઠીક ઠીક થાય છે. 

vssm દ્વારા જે પરિવારોને લોન આપવામાં આવે છે એ પરિવારો વ્યસન મુક્ત હોવા જ જોઈએ એવો આપણો આગ્રહ છે. ગાડલિયા પરિવારમાં આપણે અગાઉ પણ લોન આપી છે. અહિયાં દારૂનું વ્યસન મોટાભાગના પુરુષો કરે પણ લોન લીધા પછી સૌએ એ છોડી દીધું. એક દિવસ રાજસ્થાનથી વસાહતમાં મહેમાન આવ્યાં અને બધા જ પુરુષો દારૂ પી ગયા. કનુભાઈ પણ એજ વખતે વસાહતમાં ગયા. એમને ખબર પડી એટલે કનુભાઈએ ‘હવે પછી આ વસાહતના એક પણ કામમાં હું સહભાગી નહિ બનું’ એમ કહીને નીકળી ગયા. વસાહતના લોકોએ રાતના ૧૦ વાગ્યા સુધી કનુભાઈને મનાવવા ફોન કર્યા પણ કનુભાઈએ ફોન પર વાત કરી જ નહિ.. છેવટે સવારે વસાહતમાંથી પાનેતરબહેન કે જેમને vssm માંથી લોન આપવામાં આવી છે એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું, ‘કનુભાઈ કાલની આખી રાત બધાની પસ્તાવામાં ગઈ. તમારો ભરોષો અમે તોડ્યો છે પણ હવે છેલ્લીવાર ભરોષો કરો. ભલે અમારા કામમાં તમે સહભાગી ના બનો , મદદ ના કરો પણ તમે અમારી સાથે છો એ વાતથી પણ અમને નિરાંત છે. અમને માફ કરો અને ગુસ્સો થુંકી દો.’ તે પછી કનુભાઈ વસાહતમાં ગયા સૌએ માફી માંગી. આ વાતને ઘણો સમય થયો પણ સૌએ વ્યસન સાવ છોડી જ દીધું.. વસાહતના સૌ વ્યસન છોડ્યા-ના ફાયદા પણ સમજ્યા છે.

ફોટોમાં લોખંડમાંથી વિવિધ ઓજારો બનાવતા દીપકરામ

Sunday, 2 August 2015

VSSM supports Vansfoda families get in to business ventures different from the traditional occupations….

Haribhai Vansfoda and Hirabhai showing the workers how to build the fence
This is a story  about 8 Vansfoda families who for many years have been staying on the wasteland in the outskirts of Bedi village in Rajkot. As is the case with thousands of nomadic families these families too did not have any identity proofs like Voter ID cards, Ration Cards etc. VSSM facilitated the obtainment of these documents for them. 

The Vansfoda is the community skilled in making bamboo basketry but, with the shrinking demand of their products and supply of raw material the community is gradually shifting to other menial professions one of which is building fences around farms. However it is difficult for them to find work all the time. They need to keep wandering in search for work. Remaining away from home for long period isn’t advisable especially when officials come to verification of their address. 

Vansfoda family with their identity proofs acquired because
of relentless efforts of VSSM’s Kanubhai...
With an intention to find solution to this continuous wandering 2 families decided to start their business of selling plastic homeware. VSSM provided a loan of Rs. 10,000 each to both the families. But they later realised that the business will not stop their wandering as they were to move from village to village to sell their plasticware. Ultimately they decide d to take up contracts of building fences just like they did earlier but in a different role, earlier they worked as labourers but now they took up the jobs as contractors. With the loan amount raw material like barb wire, cement pillars etc and took some material on credit from the supplier. Once the farmer makes payment after the job is done the money is used to pay VSSM’s loan instalment,  credit amount tot the supplier and run the household. The families  are gradually settling down and improving their economic footing. 
Vansfoda family with their identity proofs acquired because 
of relentless efforts of VSSM’s Kanubhai...

We are glad to witness such changes in lives of the nomadic families and hope to support more and more families improve their financial status enabling them to live a dignified life. 

vssmની મદદથી વાંસફોડા પરિવારોએ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું.

રાજકોટ તાલુકાના બેડીગામમાં ૮ વાંસફોડા પરિવારો ગામથી દુર પડતર ખરાબાની જમીનમાં વર્ષોથી રહે. પણ આ પરિવારો પાસે પણ અન્ય વિચરતી જાતિની જેમ જ પોતાની ઓળખના પુરાવા એટલે કે, મતદારકાર્ડ, રેશનકાર્ડ વગેરે નહિ. vssmની મદદથી આ બધું આ પરિવારોને મળ્યું. હવે પ્રશ્ન રોજગારીનો હતો. વાંસમાંથી  સુડલા, ટોપલા બનાવવાનું કામ કરતા વાંસફોડા પરિવારો વાંસ મોંઘો થતાં આ વ્યવસાય છોડી ખેતરમાં તારની વાડ કરવાની મજૂરી તરફ વળ્યા. પણ ગામમાં કાયમ મજૂરી મળે નહિ અને સતત વિચરતા રહે તો પણ જે આધાર પુરાવા મળ્યા છે એની ખરાઈ વખતે તકલીફ ઉભી થાય. એમણે પ્લાસ્ટીકના તબકડા વેચવાનું નક્કી કર્યું અને એ માટે ૮ માંથી બે પરિવારોએ શરૂઆતમાં લોન લેવાનું નક્કી કર્યું. આપણે રૂ.૧૦,૦૦૦ની લોન પ્રત્યેક પરિવારને આપી. પણ લોન લીધા પછી એમને પ્રશ્ન થયો કે તબકડા વેચવા પણ ગામે ગામ ફરવાનું તો થવાનું જ ને.. એમને વિચરણ નહોતું કરવું. હા વિચરણ આસપાસના ગામો સુધીનું ચાલે પણ જીલ્લા બદલી એમને નહોતી કરવી. આખરે તેઓ જે ખેતરમાં તાર ફ્રેન્સીગ કરવાની મજૂરી કરતા હતાં ત્યાં જ કોન્ટ્રાક પર જાતે જ તાર ફ્રેન્સીગનું કામ રાખવાનું નક્કી કર્યું. રૂ.૨૦,૦૦૦માં સિમેન્ટની થાંભલી અને તાર લાવ્યાં દુકાનદારે પણ થોડો વધારે સમાન ઉધાર આપ્યો. આમ કામ શરુ થયું. ખેડૂત તારની વાળનું કામ પતે પછી પૈસા ચુકવે. એમાંથી આ પરિવારનું ઘર ચાલે, vssmની લોનનો માસિક હપ્તો ભરાય અને દુકાનદારનું ઉધાર પણ ચૂકવાય. આ પરિવારોનું કામ ધીમે ધીમે કામ ગોઠવી રહ્યું છે. જેનો vssmને આનંદ છે.

વધુને વધુ વિચરતા પરિવારોને રોજગારી આપી શકીએ તો આ પરિવારોની આર્થિક સ્થિતિ જરૂર સુધરશે અને તેઓ સ્વમાનભેર જીવી શકશે. 

ફોટોમાં તારથી વાડ કેવી રીતે બાંધવામાં આવે છે એ બતાવતાં હીરાભાઈ અને હરીભાઈ વાંસફોડા અને તેઓ જે સ્થિતિમાં રહે છે ત્યાં vssmના કાર્યકર કનુભાઈની મદદથી તેમને મળેલાં ઓળખના આધારો સાથે બન્ને પરિવાર