Sunday, 16 March 2025

VSSM honours several individuals whose life changes after taking loan under its swavlamban initiative...

Mittal Patel honors who took loan from VSSM and
faced significant challanges yet consistently made their
loan payments

"I stand on my own two feet; I earn enough to support a respectable family life, and I do not have to endure feelings of helplessness." What immense pride a person must feel making such a statement! Additionally, how satisfying it is to empower someone to feel that pride!

Our friend Kesnathbhai lives in Tharad town, located in Banaskantha. The Nathwaadi community is traditionally known for snake charming, where they handle and perform with snakes. However, as this business has declined, some members of the community have resorted to begging to support themselves. Fortunately, VSSM provided support for Kesnathbhai many years ago. VSSM helped the family obtain Aadhaar cards (identity cards) for those living in Shivnagar, Tharad. Additionally, VSSM assisted in acquiring a plot of land, where a house was built for the family.

Kesnathbhai started several types of businesses, beginning with coal-making after taking a loan from our organization. He is very loyal, and his sincere faith in the organization is unwavering. These qualities have enabled him to progress remarkably well. Today, he owns four plots of land, several cars, and a house in Tharad. However, he has not forgotten his gratitude to the organization. He often expresses it with a simple statement: "When I had nothing, the organization held my hand, and because of that support, I have come this far today."

We did not anticipate such significant progress. We organized a discussion with individuals who received loans from the organization to help them become self-sufficient. We talked about what could be done under the self-help program and what additional support could be provided in the future. During this meeting, many participants, including Kesnathbhai, shared their success stories and how they benefited from the loans provided by the institute. We ourselves were truly amazed by the impact of our mission.

The K.R. Shroff Foundation and the "VIMUKT" Foundation have partnered with the VSSM self-help program. Through the collaborative efforts of these three organizations, over 11,000 families have received loans to start their own businesses, and the majority of them have reported high levels of satisfaction.

During the meeting, we honored several individuals: those who took out loans from the organization and went on to have very successful careers, those who faced significant family challenges yet consistently made their loan payments, and those who, as community leaders, helped others achieve economic stability.

There was a suggestion to create a women's congregation. It was discussed that a significant amount of work is needed to support women in establishing their own independent businesses. 

It is commendable that all loan holders contribute to us with monthly donations. Their charitable contributions to the institute are just as important and great as those made by donors of substantial amounts. 

During the program, everyone talked about the idea of forming their own banks, which would allow them to secure small or large loans as needed.

The self-help program is currently being implemented by the respected Shri Pratulbhai Shroff and several well-wishers associated with the organization. It brings us great joy to provide livelihoods to many individuals through this initiative. 

We hope that God continues to make us instruments for the maximum good of the greatest number of people.

હું મારા પગ પર ઉભો છું, હું મારા પરિવારને માનભેર જીવાડી શકુ એટલું કમાવુ છું, મારે કોઈની ઓશિયાળી વેઠવાની થતી નથી.. આવા વિધાન બોલતા માણસને કેવો ગર્વ થાય. વળી આવો ગર્વ અપાવવાનું કામ કરવું એ તો કેટલું મજાનું.

અમારા કેશનાથભાઈ બનાસકાંઠાના થરાદમાં રહે. નાથવાદી સમુદાયનો પરંપરાગત ધંધો સાપના ખેલ બતાવવાનો. પણ એ પડી ભાંગ્યો પછી સમુદાયમાંથી કેટલાક ભીક્ષા માંગી પેટિયું રળવા માંડ્યા. પણ કેશનાથભાઈના ટેકામાં VSSM વર્ષો પહેલા આવ્યું. થરાદના શિવનગરમાં રહેતા પરિવારના ઓળખના આધારો, રહેવા પ્લોટ ને પછી તો ઘર પણ બન્યા. 

કેશનાથભાઈ અમારી પાસેથી લોન લઈને કોલસા પાડવાથી લઈને અનેક પ્રકારના વ્યવસાય શરૃ કર્યા. નિષ્ઠાવાન અને સંસ્થા માટે એમની શ્રદ્ધા ગજબ એટલે પ્રગતિ પણ ખુબ સારી થઈ. આજે એમની પાસે થરાદમાં રહેણાંક અર્થે ચાર પ્લોટ, ગાડી, ઘર બધુ જ છે. પણ એ સંસ્થાનું ઋણ નથી ભૂલ્યા. એ એક જ વાક્યમાં પોતાની વાત કરે, જ્યારે મારી પાસે કશું નહોતું ત્યારે સંસ્થાએ મારો હાથ પકડ્યો ને આજે હું આટલે પહોંચી શક્યો.

એમની આટલી પ્રગતિનો અંદાજ નહોતો પણ અમે થરાદમાં સંસ્થાએ જેમને બે પાંદડે થવા લોન આપી છે એ લોકોની એક બેઠક ભવિષ્યમાં સ્વાવલંબન કાર્યક્રમ અંતર્ગત શું કરી શકાય અને ક્યા પ્રકારની વધારે મદદની જરૃર છે એ અંગે વાત કરવા એક ચર્ચા સભાનું આયોજન કર્યું. આ સભામાં કેશનાથભાઈ જેવા અનેક વ્યક્તિઓએ સંસ્થામાંથી મળેલી લોનથી કેવી પ્રગતિ કરી એની વાત કરી ત્યારે આ કાર્ય માટે અમને પોતાને હરખ થયો. 

VSSM ના સ્વાવલંબન કાર્યક્રમમાં આજે ડો. કે.આર.ફાઉન્ડેશન અને વિમુક્ત ફાઉન્ડેશન પણ જોડાયું છે. ત્રણે સંસ્થાના પ્રયાસથી 11,000થી વધારે પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા લોન મળી છે ને એમાંના ઘણા ખરા ખુબ સુખી થયા છે. 

સંસ્થાએ જે પરિવારોને લોન આપી તેમાંથી લોન લઈને જે વ્યક્તિઓએ ખુબ સારી તરક્કી કરી હોય, 

 જેમને લોન લીધી પણ પછી ઘરમાં ભયંકર તકલીફ આવી હોય છતાં લોનના હપ્તા નિયમીત ભર્યા હોય, જેઓ આગેવાનની ભૂમિકામાં હોય ને પોતાની સાથે સાથે અન્ય વ્યક્તિઓને પણ બે પાંદડે થવા મદદ કરી હોય તે સૌનું સન્માન પણ કાર્યક્રમમાં થયું.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફ અને સંસ્થા સાથે સંકળાયેલા અનેક સ્વજનો મારફત આ સ્વાવલંબન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત અનેકોને રોજી આપી શક્યાનો આનંદ પણ છે..

વાશી ફાઉન્ડેશનમાંથી શ્વેતા ડોડેજા અને ગીરીશ સાઈવે આ કાર્યમાં સહભાગી બન્યા એ માટે આભારી છું.

થરાદ આસપાસના વિસ્તારમાં અમારા પરિવારો સાથે કામ કરતા ભગવાનભાઈનું પણ આ કાર્યક્રમમાં સન્માન થયું. એમના જેવા કાર્યકર સાથે હોવાનો આનંદ...

સૌના ભલામાં ઈશ્વર હંમેશા નિમિત્ત બનાવે તેવી શુભભાવના.

Mittal Patel addresses individuals who took loan from VSSM

Mittal Patel attends swavlamban program in Tharad

Mittal Patel honors VSSM coordinator for performing
good in swavlamban program



Wednesday, 12 March 2025

VSSM's swavlamban initiative helps Bhaveshbhai to establish their businesses and improve their lives...

Mittal Patel visits Bhaveshbhai's Shop

"Didiji, some people are born with such luck. In their life, they never face the struggles we went through. I had to study, but our financial situation was weak, so at night, we would do wheat farming and work till morning. After sleeping for two hours in the morning, I would go to school. I studied while doing such labor... But I see so many people, and I wonder how blessed they are with happiness.

Our Darshan sometimes says, "He studied in our hostel. He worked really hard. Today, he earns well. But the struggles he faced are nothing compared to many others."

Bhaveshbhai, who lives in Babarmeli, Amreli, also worked in a brick kiln as a child and went to school. But after working hard in the kiln, studying became impossible. He would get so tired. He started a small shop selling golis and biscuits in front of his house while studying in 8th grade. He ran the shop from 8 to 10 in the morning and 5 to 8 in the evening, spending the rest of the time in school. From the profits from the shop, he covered his expenses and contributed a small amount to his family.

He studied until 12th grade this way. He couldn’t continue further education, but he increased the stock in his shop and the business grew. After that, he got married and had children.

He wanted to buy a fridge for his shop. Having a fridge would increase the profits. But he didn’t have enough money to buy it at once. Our worker Rameshbhai gave him a loan, and the fridge was brought to Bhaveshbhai’s shop. After the fridge was brought, his income increased. When asked how his income increased, he said, "Now we keep milk, curd, buttermilk, cold drinks, and ice cream. The demand for these products increased, so my income grew."

After listening to him, I said, "You are happy, and we are happy too," laughing. He replied, "Sister, the greatest happiness now is that my wife never has to go out for work. If I have to work outside, she takes care of the shop."

KRSF and VSSM have provided loans to over 10,000 families with the intention of encouraging independent businesses. When people like Bhaveshbhai talk about their success, it feels like our self-reliance program is making a difference."

This is a narrative about struggles, hard work, and success, highlighting how programs like KRSF and VSSM help people establish their businesses and improve their lives.

દીદી કેટલાક લોકો કેવા નસીબ લઈને જન્મે? એમના જીવનમાં અમે વેઠ્યો એવો સંઘર્ષ જરાય નહીં. મારે ભણવું હતું પણ ઘરની સ્થિતિ નબળી તે રાતે ઘઉં વાઢવાના કામો ઉચક રાખતા ને સવાર સુધી એ કરીએ. સવારે બે કલાક ઊંઘી પાછા નિશાળે. આવી મજૂરી કરીને ભણ્યો..પણ હું કેટલા બધાને જોવું છું ભગવાને એમને કેવું સુખ આપ્યું છે..."

અમારો દર્શન આવું ક્યારેક કહી દે.. અમારી હોસ્ટેલમાં જ એ ભણ્યો. ખૂબ મહેનત કરી. આજે એ સરસ કમાય. પણ દર્શન જેવો સંઘર્ષ અનેકોનો.

અમરેલીના બાબરમાં રહેતા ભાવેશભાઈ પણ નાનપણમાં ઈંટોના ભઠ્ઠામાં કામે જાય સાથે નિશાળમાં પણ..

પણ ભઠ્ઠામાં કાળી મજૂરી પછી ભણવાનું ન થાય. થાકી જવાય. એમણે ગોળી, બિસ્કીટની નાની દુકાન ઘર આગળ ધો.8માં ભણતા ત્યારથી શરૃ કરી. સવારે 8 થી 10 અને સાંજે 5થી 8 દુકાન ચલાવે ને બાકીનો સમય નિશાળમાં. દુકાનમાં મળતા નફામાંથી એ પોતાનો ખર્ચ ઉપાડતા ને નાનકડી રકમ ઘરમાં આપતા.

આ રીતે ધો. 12 સુધી ભણ્યા. આગળ ભણવાનું ન થયું એમણે દુકાનમાં સામાન થોડો વધાર્યો ને ધંધો આગળ ચાલ્યો. એ પછી તો લગ્ન ને બાળકો પણ થયા. 

દુકાનમાં એમને ફ્રીજ લાવવું હતું. ફ્રીજ આવે તો દુકાનમાં નફો વધી શકે. પણ એક સાથે ફ્રીજ લાવવા પૈસા નહીં. અમારા કાર્યકર રમેશભાઈએ લોન આપી ને ભાવેશભાઈની દુકાનમાં ફ્રીજ આવ્યું. 

ફ્રીજ આવતા એમની આવક વધી. કેમ આવક વધી એના જવાબમાં એમણે કહ્યું, "દૂધ, દહીં, છાશ, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ હવે રાખીએ. એની ખરીદી વધારે થાય એટલે આવક વધી."

એમની વાત સાંભળી તમે સુખી તો અમે સુખી એમ હસીને કહ્યું તો કહે, "બેન મોટુ સુખ તો હવે ઘરવાળીને ક્યાંય કામે જવું નથી પડતું એનું. હું બહાર કામ હોય તો જવું તો મારી ઘરવાળી ને મા દુકાન સંભાળી લે.."

KRSF અને VSSMએ સ્વતંત્ર ધંધાની ખેવના રાખનાર 10,000 થી વધારે પરિવારોને લોન આપી પગભર કર્યા છે. ભાવેશભાઈ જેવા વ્યક્તિઓ જ્યારે પોતાની સફળતાની વાત કરે ત્યારે અમારો સ્વાવલંબન કાર્યક્રમ લેખે લાગ્યો હોય એમ લાગે..

Bhaveshbhai bought fridge with the help from vssm loan

Bhaveshbhai increased his business with the help
from VSSM's swamvlamban initiative


Mittal Patel with VSSM Coordinators and Bhaveshbhai's
family at Amreli during her field visit



Wednesday, 8 January 2025

We are pleased to have supported over 9,500 individuals, like Bharatbhai, through the efforts of KRSF and VSSM...

Mittal Patel eith Bharatbhai and VSSM Coordinator 
Rameshbhai

"The diamond business has been in decline for many years, and the pandemic added insult to injury. We have no land to cultivate, so we needed to find a way to make a living. I didn't know what to do at first, but one day I decided to open a small shop in front of my house. With little money we had, we bought cement, stones, and bricks to build walls, and covered the shop with tin plates. I filled it up with biscuits and packaged foods. Eventually, I began earning enough to put food on the table, but that was about it—I couldn’t progress any further than that."

Many read and follow the lines of the palms,

Real powerful is the one who moves stars!!

(( હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,

ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે ))

Bharatbhai, who lived in Baabar, Amreli, found himself in a situation reminiscent of the lyrics of "Shekhadam Abuwala." His shop was operating as expected, but he believed it could perform better. He thought that by adding more items to his inventory and purchasing a freezer, he could boost his business.

Bharatbhai approached our volunteer, Rameshbhai, to request a loan for a refrigerator, which we granted. He began using the fridge to store milk, curd, buttermilk, and cold drinks. As a result, his business income increased. 

When we met Bharatbhai, he expressed a desire to expand his business further. With a little support, his dreams have grown. We are very pleased to see his progress!

We are pleased to have supported over 9,500 individuals, like Bharatbhai, through the efforts of KRSF and VSSM........

"હીરામાં ઘણા ટેમથી મંદી હાલે, કોરોનાએ પાસુ પડતામાં પાટુ માઈર્યું. અમારી પાહે ખેતી બેતી કાંઈ નો જડે. પેટિયું રળવા કાંક તો કરવું જોવે. હમજાતું નોતું હું કરુ? એક દિ વિચાર આયવો ઘર આગળ નાનકડી દુકાન કરવાનો. થોડા ઘણા પૈસા હતા તે એમાંથી પાણા ને સીમેન્ટ લાવી દુકાન ચણી પતરાથી ઢાંકી દીધી. બે હજારનો સામાન (પડીકા ને બિસ્કીટ) દુકાનમાં ભરાઈવો. રોટલા જોગુ આમાંથી મળવા માંઈડ્યું. હાશ થઈ પણ આટલાથી કાંઈ આગળ નો વધાય."

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,

ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે - શેખાદમ આબુવાલાના આ વાક્ય જેવું જ થયું કાંઈ અમરેલીના બાબરમાં રહેતા ભરતભાઈના કિસ્સામાં થયું. એમની દુકાન એમના કહ્યા પ્રમાણ ચાલતી પણ ઝાઝુ મળતર નહોતું. દુકાનમાં સામાનનો ઉમેરો અથવા ફ્રીઝ લેવાય તો ધંધો વધે એવી એમની લાગણી.

આમારા કાર્યકર રમેશભાઈને ભરતભાઈએ ફ્રીઝ માટે લોન આપવા કહ્યું ને અમે લોન આપી. 

ફ્રીજ આવતા દૂધ, દહી, છાશ, ઠંડાપીણા રાખવાનું એમણે શરૃ કર્યું. હવે દુકાનમાં આવક વધી..

ભરતભાઈને અમે મળ્યા ત્યારે એમણે હજુ પણ ધંધો મોટો કરવાની ખેવના દર્શાવી. એક નાનકડા ટેકાથી એમના સપનાનો વ્યાપ વધ્યાનો રાજીપો..  

VSSM અને KRSF ના પ્રયત્નોથી ભરતભાઈ જેવા 9500 થી વધારે લોકોને પગભર કરવામાં અમે નિમિત્ત બન્યાનો રાજીપો...

Bharatbhai took loan from VSSM to buy freezer

Bharatbhai runs small shop and sells snacks 



With the help of freezer Bharatbhai started storing milk, yogurt,
buttermilk, and cold drinks


VSSM is pleased to bring happiness into the lives of the underprivileged like Kanchanben...

Mittal Patel meets kanchanben and his husband in Dabhan

If we try to find a solution to a problem that seems difficult, the solution will certainly be found. The question is whether we are ready to approach the solution in the way we’ve found it.

Kanchanben lives in the village of Dabhana in the field. Her husband works in a company, and when Kanchanben gets work, she does field labor. However, field labor is not available year-round, and it becomes difficult to manage the household with her husband's earnings. She didn’t know what to do.

The government introduced sewing classes in the village. Kanchanben learned sewing. However, the issue was the sewing machine. She didn’t have enough savings to buy a machine.

Dr. K.R. Shroff Foundation provides loans to families of underprivileged and nomadic communities through VSSM. Kanchanben knew about this. She contacted Rajnibhai, a worker from the organization. She requested a loan of 50,000 to buy a sewing machine along with fabric to sew and sell ready-made dresses, blouses, etc.

Kanchanben’s eyes showed determination and the zeal to work hard. People like her definitely deserve loans. A loan was granted, and today she earns five to seven thousand a month. From her earnings, she saves money and dreams of opening a larger shop.

She also wishes to convince her husband to leave his job, buy an auto-rickshaw, and start an independent business.

When Kanchanben met the respected Pratulbhai Shroff, he became emotional. He said, “I am very happy now. VSSM and KRSF together have helped 9,400 families become independent in business. We are pleased to bring happiness into the lives of the underprivileged."

અઘરામાં અઘરી લાગતી સમસ્યાનું સમાધાન શોધવા કોશીશ કરીએ તો સમાધાન મળે જ. મુદ્દો આપણે સમાધાન શોધી તે પ્રમાણે કરવા તૈયાર છીએ કે કેમ તે...

ખેડાના ડભાણ ગામમાં કંચનબેન રહે. પતિ કંપનીમાં નોકરીએ જાય ને કંચનબેન ખતમજૂરી મળે તો એ કરે. પણ ખેતમજૂરી બારે મહિના મળે નહીં ને પતિની કમાણી પર ઘર ચલાવવામાં તકલીફ પડે. શું કરવું એ સમજાતું નહોતું.

ગામમાં સિવણના વર્ગો સરકારે શરૃ કરાવ્યા. કંચનબેન સિવણ શીખ્યા. પણ મુદ્દો મશીનનો હતો. બચત એટલી હતી નહીં કે એ મશીન ખરીદી શકે.

 ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન તકવંચિત અને  વિચરતી જાતિઓના પરિવારોને VSSM ના માધ્યમથી લોન આપી ધંધો કરતા કરે એ કંચનબેન જાણે. એમણે સંસ્થાના કાર્યકર રજનીભાઈનો સંપર્ક કરી. સિલાઈ મશીનની સાથે સાથે કપડુ ખરીદી તૈયાર ડ્રેસ,બ્લાઉઝ વગેરે સીવી વેચવા 50,000 લોનની માંગણી કરી.

નિષ્ઠા અને મહેનત કરવાની ધગશ કંચનબેનની આંખોમાં દેખાતી હતી. આવા વ્યક્તિઓને લોન આપવાનું તો કરવું જ પડે. લોન આપી ને આજે હવે એ મહિને પાંચ સાત હજાર કમાતા થઈ ગયા. એમની કમાણીમાંથી એ બચત કરે ને મોટી દુકાન નાખવાનું એ સ્વપ્ન સેવે. 

એમના પતિને પણ નોકરી છોડાવી રીક્ષા લઈ એ સ્વતંત્ર ધંધો કરતા થાય એવી એમની ઈચ્છા છે.

આદરણીય પ્રતુલભાઈ શ્રોફને જ્યારે કંચનબહેન મળ્યા ત્યારે એ ભાવુક થયા. એમણે કહ્યું, મને અત્યાર ઘણું સુખ છે. VSSM અને KRSF એ મળીને અત્યાર સુધી 9400 પરિવારોને સ્વતંત્ર ધંધો કરતા કર્યા. તક વંચિતોના જીવનમાં સુખ આપી શક્યાનો અમને રાજીપો..



Kanchanben took loan from VSSM under its Swavlamban
initiative

Mittal Patel and Shri Pratulbhai Shroff were pleased after
they meet Kanchanben

Kanchanben becomes emotional with
Shri Pratulbhai shroff 

Monday, 6 January 2025

VSSM wish Gopalbhai for his dreams to come true soon...

Goplabhai sharing his side of story to Shri Pratulbhai Shroff

 "I studied up to 10th grade and then started selling cutlery. In business, no matter how much capital you invest, it’s always less. I didn’t have much capital, so I started the cutlery business with whatever I had.

While having big dreams is important, the way I was doing business, I felt it would take years to fulfill those dreams. That’s when I got the idea of applying for a loan through KRSF in collaboration with the VSSM organization. Through my uncle, Chandubhai, we applied for a loan at the organization, and I received my first loan of 30,000. I used to run my business from an Activa. After receiving the loan, I purchased bulk goods from Pankor Naka in Ahmedabad, which helped me save money. Later, I took a second loan of 50,000. From the savings and the new loan, I added a bit more and made a down payment of 1 lakh to buy an Eco car. For the remaining amount, I took a loan from a finance company.

Now, with the car, my wife and I travel to three or four villages for the business. Our daily income has also become stable. My goal is to pay off the installments for the Eco car quickly so that I can get rid of the interest."

Gopalbhai, who lives in Sarasa gam in Anand district , quickly spoke these words in front of the founder of Dr. K.R. Shroff Foundation, the respected *Shri Pratulbhai Shroff.

Pratulbhai believes that education and financial stability can change a person’s life, which is why he helps underprivileged families who wish to start or expand their businesses. VSSM and KRSF have helped over 9,400 families so far to earn their livelihood with dignity.

After hearing Gopalbhai’s story, Pratulbhai asked him about his dreams, and Gopalbhai said, "I want to have my own shop."

When a person starts dreaming, it doesn’t take long for their situation to improve. Meeting Gopalbhai made me realize that... I wish for his dreams to come true soon."

'હું દસ ધોરણ ભણ્યો પછી કટલરી વેચવાનું શરૃ કર્યું. ધંધામાં તો કેવું જેટલી મૂડી નાખો એટલી ઓછી. મારી પાસે ઝાઝી મુડી નહોતી. એટલે જે હતું એમાંથી કટલરીનો વેપાર શરૃ કર્યો.

સપના ઊંચા જોવું પણ જે રીતે ધંધો કરતો એ રીતે એ બધું પુરુ કરવામાં વર્ષો થઈ જશે એમ લાગતું. આવામાં મને KRSF એ VSSM સંસ્થા સાથે મળીને લોન આપવાનું કાર્ય કરેનો ખ્યાલ આવ્યો. મારા કાકા ચંદુભાઈ થકી અમે સંસ્થામાં લોન મુકી ને પ્રથમ લોન 30,000ની મળી. હું એક્ટીવા પર ધંધો કરતો. લોનની રકમ મળી એટલે જથ્થાબંધ સામાન પાનકોર નાકા અમદાવાદથી લાવ્યો. બચત પણ થઈ. એ પછી મે બીજી લોન 50,000ની લીધી. બચત અને નવી લોનની રકમમાંથી થોડા ઉમેરી 1 લાખનું ડાઉનપેમેન્ટ ભરી મે ઈકો ગાડી લીધી. ખૂટતી રકમની મે ફાયનાન્સ કંપનીમાંથી લોન કરી. 

હવે ગાડી આવી તો ત્રણેક ગામોમાં હુ ને મારી પત્ની બેય ધંધા માટે જઈએ છીએ. રોજની આવક પણ સરખી થાય છે. પ્રયાસ ઈકોના હપ્તા ઝટ પતાવવાનો છે જેથી હું વ્યાજમાંથી બહાર નીકળી જવું.'

આણંદના સારસાગામમાં રહેતા ગોપાલભાઈ ડો કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય *શ્રી પ્રતુલભાઈ શ્રોફ સામે ફટાફટ આ બોલી ગયા. 

શિક્ષણ અને આર્થિક સદ્ધરતા કોઈનું જીવન બદલી શકે એવું પ્રતુલભાઈ માને ને એટલે વંચિત અને વ્યવસાય શરૃ કરવાની અથવા તેને વધારવાની રાખનાર પરિવારોને મદદ કરે. VSSM અને KRSF એ અત્યાર સુધી 9400 થી વધુ પરિવારોને સ્વમાનભેર રોજી મળી શકે તે માટે મદદ કરી છે. 

ગોપાલભાઈની વાત સાંભળી પ્રતુલભાઈએ એમને સ્વપ્ન શું છે એ પુછ્યું ને ગોપાલભાઈએ કહ્યું, 'પોતાની દુકાન કરવાનું'

માણસ સ્વપ્ન જોતો થઈ જાય પછી એની સ્થિતિમાં સુધારો આવવામાં વાર નથી થતી એ ગોપાલભાઈને મળીને લાગ્યું..એમના સ્વપ્ન સાકાર થાય એવી શુભભાવના...


Mittal Patel and others meets Gopalbhai who took loan from
VSSM

Mittal Patel meets Goplabhai in Sarsa village

Goplabhai with Shri Pratulbhai Shroff


VSSM is thankful to their well-wisher Shri Inder Modi who helped JeevanKaka to do business...

Mittal Patel and Shri Inderbhai Modi having conversation
with Jeevankaka

"Instead of giving me ration, help me start a business... I don’t like sitting idle and eating." If a young person says this, it’s understandable, but this is what 82-year-old Jeevan Kaka was saying. There’s no one in his family. He sleeps in the courtyard of the Mataji temple in Kheda’s Beedj. He lived his life working hard, but was never able to own a house.

We provided Jeevan Kaka with ration every month under the maintenance program, so that he could make his own living and not have to depend on others. But Kaka didn’t like the idea of receiving free food.

One day, Dimpleben from our organization, along with our associate Inderbhai, went to Bidaj in Kheda where they met Jeevan Kaka.

When they inquired about his well-being, Kaka talked about wanting a source of livelihood. In his youth, Kaka used to sell plastic items from a cart. They decided to help him sell those items again, and respected Inder Modi offered to assist.

It’s been around three months since then. Help came through, and Kaka started selling items from the cart. Recently, when I went to Bidaj with Inder Modi, we met Jeevan Kaka again. Kaka said, "Now I have dignity. As long as my hands and feet work, I will work, and if I do business like this, my health will stay good."

We had many conversations with Kaka, but there was no trace of despair or fatigue in his life. Kaka is an inspiration to many... I bow to him in respect.

Thanks to the respected Inder Modi for understanding Jeevan Kaka’s feelings and helping him. As VSSM, we are honored to have been a part of this process...

મને તમે રાશન આપો એના કરતાં મને ધંધો કરી આપો ને.. મને આમ બેસી ને ખાવું ગમતું નથી.' કોઈ જુવાન વ્યક્તિ આવુ કહે તો સમજાય પણ અમને આ કહી રહ્યા હતા 82 વર્ષીય જીવણ કાકા. એમના પરિવારમાં કોઈ નહીં. ખેડાના બીડજમાં માતાજીના મંદિરના ઓટલે એ સુઈ રહે. મહેનત મજૂરી કરીને જીંદગી જીવ્યા. પણ ઘર ન કરી શક્યા. 

જીવણકાકાને અમે માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રાશન આપીયે. જેથી એ પોતાના જોગુ બનાવી જીવી શકે. કોઈની ઓશિયાળી વેઠવાની ન થાય. પણ કાકાને આ મફતનું ખાવું ગમે નહીં.

એક દિવસ અમારા ડિમ્પલબેન અમારી સંસ્થા સાથે સંકળાયેલા સ્વજન ઈન્દ્રભાઈ સાથે ખેડાના બીડજમાં ગયા ત્યાં જીવણકાકા મળ્યા.

એમની ખબર અંતર પુછતા કાકાએ રોજીરોટીનું સાધન કરી દેવાની વાત કરી. કાકા યુવાનીમાં લારી લઈને પ્લાસ્ટિકની ચીજો વેચવાનું કરતા. તે એ જ ચીજો વેચવા મદદ કરવાનું નક્કી કર્યું ને આદરણીય ઇન્દ્ર મોદીએ એ માટે મદદ કરવા કહ્યું. 

આ વાતને ત્રણેક મહિના થયા. મદદ પહોંચી ને કાકાએ લારી પર સામાન વેચવાનું શરૃ કર્યું. હમણાં બીડજ ઇન્દ્ર મોદી સાથે જવાનું થયું ને જીવણકાકા મળ્યા. કાકાએ કહ્યું, 'હવે હખ છે. જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરવું છે ને આવી રીતે ફરતો ધંધો કરુ તો તબીયતેય સારી રે..'

કાકા સાથે અમારી ઘણી વાતો થઈ પણ ક્યાંય જીવન પ્રત્યે હતાશા નહોતી ના કોઈ થાક... 

કાકા અનેકોને પ્રેરણા આપે એવા... તેમને નતમસ્તક પ્રણામ..

આદરણીય ઈન્દ્ર મોદીનો આભાર તેઓ જીવણ કાકા ની ભાવના સમજ્યા ને એમને મદદ કરી. VSSM તરીકે અમે નિમિત્ત બન્યા એનો રાજીપો...

#Mittalpatel #vssm #Gujarat #kheda #HumanityFirst #SmallBusinesses



Jeevankaka sells Plastic items from the cart

Kaka sells plastic items and earns his livelihood

Mittal Patel and VSSM's well-wisher Shri Inder Modi meets
Jeevankaka in Bidaj



VSSM inspires Pujaben of Bidaj for financial empowerment...

A new sewing machine would help Pujaben earn more
for her family

The term "women's empowerment" has become quite common nowadays. But the question arises: What does empowerment really mean? Is it empowerment for a woman to step out of the house and work? Or is it empowerment to walk shoulder to shoulder with men?

Like me, many people don't consider these things as true empowerment. True empowerment is when a woman can make her own decisions in her own way.

I recently met Puja, who is an example of true empowerment. She is not very old, maybe not even 25. She got married to a man from the village of Bidaj and moved there. Her husband worked as a farm laborer and managed the household. After marriage, Puja also worked as a laborer. But then, she had a daughter, and she couldn’t bear to leave her.

Puja knew how to do stitching. Her mother had taught her, but she didn't have a sewing machine. Her husband could barely bring home enough to meet the basic needs, so where would they get a sewing machine?

We work to ensure that families living in this settlement receive their rights as citizens. We helped them obtain ration cards and caste-income certificates. We also provided some loans.

Our dear friend, Indra Modi, along with Dimpleben, visited us to see our work. At that time, our worker Rajnibhai suggested that we could help Puja by providing her with a sewing machine, which would benefit her greatly.

Indrabhai listened to this and said he would help her get a sewing machine. He then provided Puja with a machine.

After about three months, Puja had to go back to Bidaj, and I met her again. She was happy. She was earning 300 to 500 rupees a day from her stitching work. She said, "Now I don’t have to ask my family for money to run the household. I save too. Whenever I need to go somewhere or buy something, I have money in my hands, and I don’t have to argue. I can make my own decisions."

What a powerful statement Puja made. We are so happy to have been a part of her journey.

A big thanks to the esteemed Inder Modi. We are grateful for the support he has provided over the years. We are filled with joy.

સ્ત્રી સશક્તિકરણ આ શબ્દનો ઉપયોગ હવે ઘણો થવા માંડ્યો છે. 

ત્યારે સવાલ થાય સશક્તિકરણ એટલે શું?

શું ઘરની બહાર નીકળી નોકરી કરવી એ સશક્તિકરણ? પુરુષોની સાથે ખભે થી ખભે મેળવી ચાલવું એ સશક્તિકરણ?

મારી જેમ અનેક લોકો આને સશક્તિકરણ નથી માનતા પણ દરેક સ્ત્રી પોતાની રીતે પોતાના દરેક નિર્ણય લઈ શકે તે સાચુ સશક્તિકરણ.. 

પોતાના નિર્ણય લેનાર પુજાને હમણાં મળવાનું થયું. એની ઉંમર બહુ મોટી નહીં. કદાચ પચીસી પણ નથી વટાવી એણે. આમ એ ડીસાની ને લગ્ન કરી એ ખેડાના બીડજ માં આવી. પતિ ખેત મજૂરી કરે ને એના પર ઘર ચાલે. પૂજા પણ લગ્ન પછી મજૂરીએ જતી. પણ પછી દિકરી આવી. ઝીણકીને મૂકીને જવા મન ન માને...

એને સિલાઈ કામ આવડે. પૂજાની મમ્મીએ એ શીખવાડેલું. પણ મશીન એની પાસે નહીં. પતિ તો માંડ બે ટંક ચાલે એટલું રળી લાવે ત્યાં મશીન ક્યાંથી લાવે.

આ વસાહતમાં રહેતા પરિવારોને નાગરિક તરીકે અધિકારો મળે તે માટે અમે કામ કરીએ. રેશનકાર્ડ ને જાતિ - આવકના દાખલા અમે કઢાવ્યા. કેટલાકને લોન પણ આપી. 

અમારા આ કાર્યને જોવા અમારા પ્રિયજન ઈન્દ્ર મોદી અમારા ડિમ્પલબેન સાથે ગયા. ને એ વખતે અમારા કાર્યકર રજનીભાઈએ પૂજાને મશીન લાવવામાં મદદ કરીએ તો એને ઘણો ફાયદો થાયની વાત કરી. 

આ વાત ઈન્દ્રભાઈએ સાંભળી ને એમણે મશીન લઈ આપવામાં મદદ કરવા કહ્યું. એ પછી પૂજાને મશીન લાવી આપ્યું. 

મશીન આપ્યાના ત્રણેક મહિના પછી પાછા બીડજ જવાનું થયું ને પૂજાને પાછા મળ્યા. એ રાજી રાજી. રોજનું 300 થી  500નું કામ એ કરી લે છે. એ કહે, 'ઘર ચલાવવ હવે મારા ઘરવાળા પાસે પૈસા માંગવા નથી પડતા. બચત પણ કરુ છું. ક્યાંક જવું હોય કશું લેવું હોય તો હાથમાં પૈસા હોય તો પછી બીજી માથાકૂટ નહીં. હું મારા નિર્ણયો જાતે લઈ શકુ છું.'

કેવી મોટી વાત પૂજાએ કરી. અમે પૂજાના રાજીપામાં નિમિત્ત બન્યા એની ખુશી..

આદરણીય ઈન્દ્ર મોદી નો ઘણો આભાર. તેઓ વર્ષોથી અમારી સાથે સંકળાઈને જે મદદ કરે છે એ માટે હરખ... 


VSSM well-wisher Shri Inderbhai Modi and VSSM
co-ordinator Rajnibhai meets Pujaben

Pujaben with her kids



Thursday, 2 January 2025

VSSM's support gives strength to Prakashbhai to move forward...

Mittal Patel and Shri Pratulbhai Shroff meets Prakshbhai's
family in kheda

To build a better society, it is very important for everyone to come together and support each other. Instead of pulling each other down, if we pull each other up, the marginalized people in society will automatically rise.

Pratulbhai Shroff, the founder of KRSF, personally believed in this idea and decided to do what he could to solve various social issues.

KRSF has contributed significantly in the field of education, but now it is also helping those who wish to become self-reliant through the VSSM platform. Together, both organizations have helped more than 9,400 families become financially stable through loans.

Pratulbhai went to the village of Dabhana to understand what kind of businesses people were running by taking loans from the organization. There, he met Prakashbhai, who drove a rickshaw. He had an old rickshaw and did not have enough money to buy a new one, so he bought a heavily worn-out rickshaw with a small amount of capital. However, it was very costly to maintain, and he was just able to earn enough to get by.

Prakashbhai, who was associated with VSSM, spoke to the worker Rajnibhai about the loan, and he was given a loan from KRSF. He used that loan to make a down payment and took the remaining amount as a loan from a finance company to buy a new rickshaw.

Now, Prakashbhai is at peace. He regularly pays both the organization and the finance company's installments.

Prakashbhai shared his journey from the old rickshaw to the new one with Pratulbhai. When Pratulbhai asked him about his dream, Prakashbhai said, "Once I pay off the current loan, I plan to buy another new rickshaw. If I rent it out, I can earn 9,000 to 10,000 rupees a month. My son will become a wage earner."

Listening to this, we were all filled with joy. A person gets exhausted from struggles, and before they lose hope, if we support them, they find the strength to move forward. This is the kind of encouragement that KRSF provided. This is the result... 

ઉત્તમ સમાજ નિર્માણ માટે સૌ એકબીજા સાથે આવે, મદદરૃપ થાય તે ખુબ જરૂરી. પગ ખેંચવા કરતા હાથ ખેંચીએ તો સમાજમાં રહેતા વંચિતો આપોઆપ ઉપર આવી જાય.

વ્યક્તિ રીતે આવું માનનાર KRSF ના સ્થાપક અમારા પ્રતુલભાઈ શ્રોફે વિવિધ સામાજિક સમસ્યાઓના નિવારણ માટે પોતાનાથી બનતું કરવાનું નક્કી કર્યું.

શિક્ષણ ક્ષેત્રે તો KRSF ઘણું કરે પણ હવે સ્વાવલંબી બનવાની ખેવના રાખનારને VSSM ના માધ્યમથી મદદ કરે. બેય સંસ્થાએ સાથે રહીને 9400 થી વધારે પરિવારોને આર્થિક રીતે સદ્ધર થવા લોન રૃપે મદદ કરી.

ખેડાના ડભાણમાં પ્રતુલભાઈ સંસ્થામાંથી લોન લઈને લોકો કેવા કેવા વ્યવસાય કરે છે તે સમજવા ગયા. ત્યાં પ્રકાશભાઈ મળ્યા. જેઓ રીક્ષા ચલાવે. એમની પાસે પહેલા જુની રીક્ષા હતી. નવી ખરીદવા પૈસા નહીં એટલે નાનકડી મૂડી માંથી એકદમ ખખડધજ રીક્ષા ખરીદી. પણ એમાં ખર્ચ ઘણો આવે. માંડ ખાવા જોગુ નીકળે. 

VSSM સાથે સંકળાયેલા પ્રકાશભાઈએ કાર્યકર રજનીભાઈને લોન માટે વાત કરીને KRSF માંથી એમને લોન મળી. એમાંથી એમણે ડાઉન પેમેન્ટ ભર્યું ને બાકીની રકમ ફાયનાન્સ કંપની માંથી લોન પેટે લીધી ને એમણે નવી રીક્ષા લીધી.

હવે પ્રકાશભાઈને નિરાંત છે. સંસ્થા તેમજ ફાયનાન્સ કંપની બેયના હપ્તા તેઓ નિયમીત ભરે. 

પ્રકાશભાઈએ પ્રતુલભાઈને પોતાના જુની રીક્ષામાંથી નવી રીક્ષા સુધી પહોંચ્યાના સંઘર્ષની વાત કરી. જ્યારે સ્વપ્ન શું છે તેવું પ્રતુલભાઈએ પુછ્યું તો એમણે કહ્યું, 'હાલની લોન પતાવી એક નવી રીક્ષા લાવવાની. એ રીક્ષા ભાડે આપી દઉ તો મહિને 9 થી 10 હજારની કમાણી થાય. એક કમાઉ દીકરો થઈ જાય.'

સાંભળીને અમે સૌ હરખાયા. માણસ તકલીફોથી થાકી જાય એ પહેલા એનો ટેકો કરી દઈએ તો એને હિંમત મળી જાય. બસ આ હિંમત આપવાનું કામ KRSF કર્યું. એનો રાજીપો... 

Prakashbhai sharing his journey with Shri Pratulbhai Shroff



Prakashbhai bought new rickshaw with the help from
VSSM's Swavlamban initiative


Wednesday, 23 October 2024

Daniben, you are truly a goddess. Salutations to you!!!

Daniben with her bare feet pedals cycle 

When we talk about successful women, the question arises as to why we don’t mention thousands of women like Daniben.

When sisters began to try their hands at driving four-wheelers, everyone was surprised to hear that a sister drives a car. But women like Daniben pedal fiercely with bare feet and return from the three sectors of Gandhinagar having sold more vegetables than Ramabhai at home. This serves as inspiration for many unsuccessful individuals.

Managing all the household chores, she brings vegetables from the market and sells them in various societies across the three sectors. When she returns home, she checks with the boys whether they’ve done their homework; if they say no, Daniben makes them sit down to study.

Countless Danibens across the country and the world are true examples of women’s empowerment. Unfortunately, when discussions about women’s empowerment occur, women like Daniben are often not present. Or if they are present, they are overshadowed by educated and well-groomed women who discuss how women like Daniben lag behind and how to empower them.

Isn’t it interesting?

In my view, a sister who milks ten cows or a Daniben who runs a vegetable or dairy business should also understand what true women’s empowerment means.

Daniben took a loan from us to expand her business, and when I visited her in Gandhinagar, seeing her skillfully pedal and load her vegetables was truly heartwarming. It made my heart swell with joy.

Daniben, you are truly a goddess. Salutations to you!

સફળ સ્ત્રીઓની વાત જ્યારે થાય ત્યારે દાણીબેન જેવી હજારો સ્ત્રીઓની વાત કેમ નહીં થતી હોય એ પ્રશ્ન સતત થાય.

ફોર વ્હીલર પર હાથ અજમાવવાનું બહેનોએ શરૃ કર્યું ત્યારે બહેન ગાડી ચલાવે છે એ વાતની સૌને ભારે નવાઈ લાગતી. પણ દાણીબહેન જેવી બહેનો ઉઘાડા પગે પણ જબ્બર રીતે પેડલ ચલાવે ને ગાંધીનગરના ત્રણ સેક્ટરમાં ફરીને ઘરવાળા રમણભાઈ કરતા વધારે શાકભાજી વેચી આવે એની વાત તો અનેક નિષ્ફળ વ્યક્તિઓને પ્રેરણા આપનારી...

ઘરનું તમામ કામકાજ પતાવી માર્કેટમાંથી શાકભાજી લાવી ત્રણેક સેક્ટરની કેટલીયે સોસાયટીમાં ફરીને એ વેચી આવે ને પાછા ઘરે આવીને નિરીક્ષર દાણીબેન એય છોકરાઓ લેશન બેશન કર્યું કે નઈ એવું પુછી લે ને છોકરા ના પાડે તો દાણી બેન પાછા એમને ભણવાય બેસાડે...

દેશની - દુનિયાની અસંખ્ય દાણીબેન સ્ત્રી સશક્તિકરણનું સાચુ ઉ.દા. પણ કમનસીબે જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય ત્યાં દાણીબેન જેવી બહેનો હાજર નથી હોતી. અથવા હાજર હોય તો ભણેલી ગણેલી લાલી લિપસ્ટિક થી સજ્જ બહેનો દાણીબેન જેવી બહેનો અન્ય સ્ત્રીઓ કરતા કેવી રીતે પાછળ છે. એમનું સશક્તિકરણ કેમ કરવું એની ચર્ચા કરે...

મજાનું છે નહીં?

મારા ખ્યાલથી દસ ગાય ભેંસો દોહીને એનું દૂધ ભરાવનાર બહેન કે દાણીબહેન જેવી શકભાજી કે પાલાબૈણીનો વેપાર કરનાર બહેન પાસે પણ ક્યારેક સાચુ સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય એ સમજવું જોઈએ..

આ દાણીબેને ધંધો વધારવા અમારી પાસેથી લોન લીધેલી એટલે ગાંધીનગરના એમના છાપરે એમને મળવા ગઈ ને એમણે જે રીતે પેડલ ચલાવી શાકભાજી લેવી હોયતોની બૂમ પાડી સાંભળીને આપણું દિલ તો ભઈ'સાબ ગાર્ડન ગાર્ડન થઈ ગયું..

દાણીબેન તુ સાચી જગદંબા.. તને પ્રણામ...

Thursday, 17 October 2024

Swavlamban Meeting organized in Kheda district with loanees to further help them to expand their businesses...

Mittal Patel during swavlamban
program in Kheda district

"To Achieve Financial Stability, One Needs Many Dreams and Equally Great Effort

However, often due to lack of money, we have to step back. We might get money at high interest rates, but then we get buried in that interest. In such situations, VSSM and KRSF came along. They provided loans to thousands of families like mine. We all took loans and managed to stand on our own two feet. We will always be indebted to these organizations for understanding our difficulties."

A meeting was organized to discuss what further steps to take with the wandering tribes and disadvantaged families living in Kheda district, who took loans from us and started their own independent businesses.

Listening to everyone’s dreams in the meeting was heartening. The vision of the esteemed Pratullabhai Shroff and Dr. K.R. Shroff Foundation also joined this endeavor. Therefore, the journey that started with five people in 2014 has now reached 8,200 families.

We have provided loans to more than 800 families living in Kheda and Anand districts. Detailed discussions were held with these loan recipients on how we can further help to expand their businesses.

The hard work of our workers, Rajnibhai and Milan, is commendable. It is because of their efforts that we have reached these numbers.

Our resolve for the next five years is to help 200 of the current loan recipients become lakhpatis (earning in lakhs). Discussions were held on where the opportunities lie for this.

If a person becomes financially stable, they will quickly overcome the difficulties they currently face. That is our goal and direction of effort.

'આર્થિક રીતે સદ્ધર થવાના સપના ઘણા જોઈએ, મહેનત પણ એવી જ કરીએ. પણ ઘણી વખત પૈસાના અભાવે પગ પાછા પડે. તગડા વ્યાજે પૈસા મળે પણ એ વ્યાજમાં મરી જવાય. આવામાં VSSM અને KRSF સાથે આવ્યું. મારા જેવા હજારો પરિવારોને લોન આપી. હું ને અહીંયા બેઠેલા બધા લોન લઈને બે પાંદડે થયા. સંસ્થા સાથે આવી અમારી દુવિધા સમજી એ માટે અમે સંસ્થાના સદાય ઋણી રહીશું.'

ખેડા જિલ્લામાં રહેતા વિચરતી જાતિના અને વંચિત પરિવારો કે જેમણે અમારી પાસેથી લોન લઈને સ્વતંત્ર ધંધો કર્યો છે તેમની સાથે ભવિષ્યમાં હજુ શું કરવું છે તે બાબતે વાત કરવા બેઠક આયોજીક કરી.

બેઠકમાં સૌના સપના સાંભળીને રાજી થવાયું. આ કાર્યમાં આદરણીય પ્રતુલભાઈ શ્રોફ - ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશનનું વિઝન પણ ભળ્યું એટલે 2014માં પાંચ વ્યક્તિથી શરૃ કરેલી આ સફર અત્યારે 8200 પરિવારો સુધી પહોંચી.

ખેડા અને આણંદ જિલ્લામાં રહેતા 800 થી વધારે પરિવારોને અમે લોન આપી. આ લોન ધારકો સાથે તેમના ધંધાને વધારે આગળ વધારવા હજુ વધારે શું મદદ કરી શકીએ તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ. તેમજ લોન લઈને જેમને સરસ પ્રગતિ કરી તેમનું સન્માન પણ કર્યુ..

અમારા કાર્યકર રજનીભાઈ અને મીલનની મહેનત જબરી... એ બેઉના કારણે જ આ આંકડા સુધી પહોંચી શક્યા.

આવનારા પાંચ વર્ષમાં હાલમાં જેમને લોન આપી છે તેમાંના 200 લોકો લખપતિ થાય તે રીતે મદદ કરવાનો સંકલ્પ છે. એ માટે કોનામાં શક્યતાઓ પડેલી છે તે અંગે પણ વાતો થઈ..

માણસ આર્થિક રીતે સદ્ધર થશે તો હાલ જે તકલીફ વેઠે છે તેમાંથી તે ઝટ બહાર નીકળી જશે.. બસ એ દિશામાં અમારો પ્રયત્ન..

#MittalPatel #Vssm #viralpost2024 #loanservices #helpingothers #seva #needy #krsf #krshrofffoundation

Mittal Patel with Nomadic women who took loan from VSSM

Nomadic community during Swavlamban meeting



Mittal Patel addresses nomadic community

Mittal Patel acknowledges loan recipients

Mittal Patel during swavlamban program

Mittal Patel listening to loan loan recipients during swavlamban
program


Wednesday, 16 October 2024

VSSM is pleased to be able to help such hardworking Mir Barot brothers under it's swavlamban program...

Mittal Patel Mir Barot community in Patan

We are the record-keepers, Barots, of the Rajasthani Rabari community, maintaining their genealogies. We followed the Rabari community for generations. However, droughts frequently occur in Rajasthan, creating employment issues. Therefore, we migrated to Gujarat and took up labor work. Now, we visit our native Doha in Rajasthan every two to five years to update the genealogies.

Whenever any of our people visit, the Rabari community honors us greatly. They provide us with a bed, and we read their genealogies from our records, write about the new generation, and receive the gifts we request." This was shared by young Sabir and Daliya Bhai.

The Mir Barot families have been living in huts in Patan for years, with a single wish for a permanent home. However, these wandering families are not listed in the nomadic tribes' list. Therefore, they are not allocated plots for residence. Despite living in huts, these families are not included in the BPL (Below Poverty Line) list and thus do not receive assistance under the Prime Minister's Housing Scheme.

Sabir Bhai brought the records written by his father to us. Only his father could read the language written in those records. None of us could decipher the words.

Sabir Bhai and Daliya Bhai decorate vehicles and make ve hicle ornaments. They bring small amounts of materials and run their business. However, their earnings barely cover their basic needs. As they said, it's hard to make ends meet.

We helped these families get their Aadhar cards, voter IDs, and ration cards. During this time, our Patan activist, Mohan Bhai, thought of providing a loan to these two brothers to help them get a plot. He initially gave each brother a loan of thirty thousand rupees. The brothers used the money wisely.

After repaying one loan, they took another and then another, gradually expanding their business. Now, they have their equipment and have started saving in the bank. Instead of buying ready-made materials, they now purchase raw materials and prepare the decorations at home.

Both brothers have a strong desire to have a permanent house of their own. We are pleased to be able to help such hardworking families.

KRSF and VSSM are jointly advancing the self-reliance program. So far, more than 8,200 families have been provided with loans to start their own businesses. This number continues to grow day by day.

The honorable Pratul Bhai Shroff's dream is to enable 25,000 families to run their businesses this way in the next five years. We wish for everyone's happiness and prosperity.

'અમે રાજસ્થાની રબારી સમાજના વહીવંચા બારોટ એમની વંશાવળી(પેઢીનામુ) લખવાનું કામ કરનારા. રબારી સમાજની પાછળ પાછળ અમે પેઢીઓ ફર્યા. પણ રાજસ્થાનમાં દુકાળ ત્યાં ઘણો પડે ને રોજગારના પ્રશ્નો ઊભા થાય. એટલે અમે ગુજરાતમાં ઊતરી આવ્યા. અહીંયા આવીને મજુરીયે વળગ્યા. હાલ અમારા ડોહા રાજસ્થાનમાં બે પાંચ વર્ષે જાય ને વંશાવળી લખે.

અમારા કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો રબારી સમાજ અમને ખુબ સન્માન આપે. ખાટલો આપે. અમે ચોપડો ખોલીને એમની પેઢી વાંચીયે, નવી પેઢી વિષે લખીયે પછી અમે જે ભેટ સોગાદ માંગીયે એ આપે..'

યુવાન સબીર અને દલિયાભાઈએ આ કહ્યું..

પાટણમાં છાપરાં બાંધી વર્ષોથી મીર બારોટ પરિવારો રહે. એમની એક જ ઝંખના પાક્કા ઘરની. પણ વિચરતુ જીવન જીવતા આ પરિવારોનો સમાવેશ વિચરતી જાતિની યાદીમાં નહીં. એટલે રહેવા માટે પ્લોટ ફાળવવામાં મેળ પડતો નથી. ને છાપરાંમાં રહેતા હોવા છતાં આ પરિવારો બીપીએલ યાદીમાં નથી આમ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ એમને મદદ ન મળે.

ખેર સબીરભાઈ એમના પિતા જે ચોપડા લખતા તે લઈ અમારા પાસે આવ્યા. ચોપડામાં લખેલી ભાષા તો એમના બાપા જ વાંચી શકે. અમે કોઈ એ શબ્દો ન ઉકેલી ન શક્યા. 

સબીરભાઈ અને દલિયાભાઈ વાહનોને શણગારવાનું કામ કરે. વાહનોના નજરિયા પણ બનાવે.. થોડો થોડો સામાન લાવીને ધંધો કરે. પણ એમાં ખાવા પીવાનું નીકળે. એ લોકો કહે એમ બે પાંદડે ન થવાય.

આ પરિવારોના આધારકાર્ડ, મતદારકાર્ડ, રેશનકાર્ડ બને તે માટે અમે મદદ કરી. પ્લોટ મળે તે માટે પણ મથીયે એ વખતે આ બે ભાઈઓને લોન આપવાનો વિચાર અમારા પાટણના કાર્યકર મોહનભાઈને આવ્યો ને એમણે પ્રથમ બે ભાઈઓને ત્રીસ- ત્રીસ હજારની લોન આપી. જેમાંથી બે ભાઈઓએ સરસ વકરો કર્યો. 

એક લોન પતાવી બીજી ને ત્રીજી એમ લોન લેતા ગયા, ધંધો વધારતા ગયા. હાલ એમની પાસે પોતાના સાધનો થઈ ગયા. બેંકમાં બચત પણ થઈ. હવે તૈયાર સામાનની જગ્યાએ ઘણો સામાન એ કાચો લાવે ને પછી ઘરેથી એ સાધનોનો શણગાર તૈયાર કરે.

બેય ભાઈની ઈચ્છા પોતાાનું પાક્કુ ધર ઝટ થાય એવી. 

અમને રાજીપો આવા મહેનતકશ પરિવારોને ક્યાંક મદદ કરી શક્યાનો..

KRSF અને VSSM સાથે મળીને સ્વાવલંબન કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે. અત્યાર સુધી 8200 થી વધુ પરિવારોને સ્વતંત્ર ધંધો કરવા લોન આપી છે. આ આંકડો દિવસે દિવસે વધવાનો.. 

આદરણીય પ્રતુલભાઈ શ્રોફનું સ્વપ્ન આવનારા પાંચ વર્ષમાં 25000 પરિવારોને આ પ્રકારે ધંધો કરતા કરવાનું છે.. બસ સૌ સુખી થાય તેવી શુભભાવના... 

#MittalPatel #vssm #KRSF #rajsthaniculture #nomadictribes #indiannomads #nomdefamille #loan

Mittal Patel with Mir Barot Community

Mittal Patel dicusses Mir Barot Communities citizenary
rights problems

The current living condition of Mir Barot community

Sabirbhai Mir community took loan from VSSM and expand 
their business


It’s heartening to see woman like Dakshaben progressing with the determination to live with dignity...

Mittal Patel meets Dakshaben

"I needed to earn for myself. It's not that my husband doesn't earn; he does, but I wanted to stand on my own feet."

Typically, when a girl is studying, she aims to earn and become independent, but in many cases, after marriage, her aspirations take a back seat. Family members may say that she shouldn't work, and often, the girl accepts that.

However, Dakshaben says, "If we earn, then no matter what situation arises in the future, we can face it." Although she didn’t specify any particular situation, it was clear from her perspective as a woman.

We see many educated women who, after marriage, do not insist on being independent and, after some time, find themselves in situations where they struggle to figure out how to start anew.

That’s why every woman should earn, says Dakshaben from Jetpur in Mahisagar. Her husband drives a car. Dakshaben isn’t highly educated, but she knows how to rear livestock. She took a loan from VSSM-KRSF and bought cows. Currently, she earns around ten thousand a month by selling milk at the dairy.

She expresses, "I want to manage the dairy so that I can earn more and provide a good education for my children."

It’s heartening to see women progressing with the determination to live with dignity.

We are very grateful for the significant support from KRSF in this effort. We have provided loans to 8,500 people, and 50 percent of those loans went to women. We hope to see this number increase.

'મારા માટે કમાવવું જરૃરી હતું. એવું નથી કે પતિ નથી કમાતા એ કમાય પણ મારે મારા પગ પર ઊભા રહેવું હતું.'

સામાન્ય રીતે છોકરી ભણતી હોય ત્યારે એના સમણાં કમાવવાના એટલે કે પગભર થવાના હોય પણ ઘણા કિસ્સામાં લગ્ન પછી એના એ સમણાં પર પાણી ફરી વળે. ઘરવાળા આપણે નોકરી નથી કરવાની એવું કહી દે ને છોકરી એ વાત સ્વીકારી લે..

પણ દક્ષાબહેન કહે, 'આપણે કમાતા હોઈએ તો  ભવિષ્યમાં કોઈ પણ સ્થિતિ આપણી સામે આવે તો આપણે એનો સામાનો કરી શકીએ.' એમણે કઈ પરિસ્થિતિ એની ચોખવટ ન કરી પણ એક સ્ત્રી હોવાના નાતે એ સમજી શકાય એવું હતું.

અનેક ભણેલી ગણેલી સ્ત્રીઓને આપણે જોઈ છે જેમણે લગ્ન પછી પગભર થવા સાસરીયા સામે જીદ નથી કરી અને એક સમય પછી પગભર થવું પડે એવી સ્થિતિ નિર્માણ પામી ત્યારે એમને ક્યાંથી શરૃ કરવું તે સમજાતું નહોતું..

એટલે જ દરેક સ્ત્રીએ કમાવવું જોઈએ એવું મહિસાગરના જેતપુરના દક્ષાબહેન કહે. એમના પતિ ગાડી ચલાવે. દક્ષાબેન ઝાઝુ ભણ્યા નથી. પણ પશુપાલન એમને આવડે. એમણે VSSM- KRSF માંથી લોન લીધી ને ગાયો ખરીદી. હાલ ડેરીમાં દૂધ ભરાવી મહિને દસેક હજાર એ કમાઈ લે છે.

એ કે છે, 'મારે તબેલો કરવો છે. જેથી વધારે આવક થાય તો મારા બાળકોને સારુ ભણાવી શકુ..'

સ્વામનપૂર્વક જીવવાની જીદ સાથે બહેનોને આગળ વધતી જોઈને રાજી થવાય.

KRSF આ કાર્યમાં ખુબ મોટો સહયોગ કરે એમનો ઘણો આભાર... અમે 8500 લોકોને લોન આપી એમાંથી 50 ટકા લોન બહેનોને આપી. આ આંકડો વધે તેમ ઈચ્છીએ... 

#vssm #MittalPatel #inspiring #loans #business #entrepreneur #women #gujarat #mahisagar #Swavlamban #jetpur

Dakshaben took loan from VSSM to stand on her own feet


VSSM's swavlamban program gave loan to Dakshaben and
she bought cows